________________
કરીને પરિણતિ કરવી.
આ સરળ અને સુગમ છે, સમજાય એવું છે, શક્ય છે, પ્રયત્નસાધ્ય છે, એવા વિશ્વાસથી વૃત્તિનું અનુસંધાન, “પુષ્પમાળા'માં કરવું. પુષ્પમાળાના દાતાપુરુષમાં વૃત્તિ જોડવી એ જ સર્વોત્કૃષ્ટ ઉપકારકારક અને કલ્યાણ સ્વરૂપ છે.
એ રીતે આ પુષ્પમાળા એક જ બસ છે.
વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ.
પુષ્પ ૨ થી ૬ સુધીનાં અમૃત વચનો પ્રતિક્રમણ કરાવે છે. આ પ્રતિક્રમણ રાઇસી દેવસી પાક્ષિક ચોમાસી અરે ! સંવત્સરી જ નહીં, પણ ગઈ જિંદગીઆખા ભવનું અંતરનિરીક્ષણ કરવા-દષ્ટિ ફેરવવા અદ્ભુત પ્રતિક્રમણની પ્રેરણા કરે છે. આ ઊંડી, ગહન પણ પોતા પ્રત્યે વળવાની, જીવનની શુદ્ધિની અનોખી રીત છે જે આવા સમર્થ પુરુષ જ આટલી નાની વયમાં બતાવી શકે છે.
શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાતાપ કરવાથી લેશ પાપ થતાં પરલોક ભય અને અનુકંપા છૂટે છે, આત્મા કોમળ થાય છે, ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો
૧૨