________________
પુષ્પમાળા,
રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા.
ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.' રહસ્યાર્થઃ અમે ભાવ નિદ્રાથી મુક્ત થયા ને તમે દ્રવ્ય નિદ્રાથી મુક્ત થયા. હવે અમે તમારી ભાવનિદ્રા, મોહનિદ્રા ટાળવા અહીં ભરતક્ષેત્રમાં અને આ પંચમકાળમાં સ્વયંભૂરમણ સમુદ્રથી અધિક કિલ્લોલવાળા દયાના તરંગોથી છલકતા આત્મપ્રદેશો વડે આ પુષ્પમાળાની કલમ ચલાવું છું. તમે આજના દિવસમાં ભાવનિદ્રા ટળવાનો હવે-આ યોગે પ્રયત્ન કરજો. | લક્ષ્યાર્થઃ નિદ્રાથી મુક્ત થયા પછી મોહનિદ્રામુક્ત પ્રભુનાં દર્શન કરતાં અને પોતાના મોહભાવને મૂકવાની રુચિ સહ પ્રયત્નશીલ થવું. જે જે દૃષ્ટિ પ્રભુ આપે છે, અનાદિની ભૂલથી જીવને પાછો વાળે છે, આ જીવના પરમ હિતેચ્છુ, સખા, બંધુ થઈ, આજના દિવસનું કર્તવ્ય સમજાવે છે, તે તે સઘળી પ્રેરણા, દિશાસૂચન-ચર્યાની દોરવણી લક્ષમાં રાખવી. તે દયામૂર્તિનાં શીતળ વચનોને શુક્લ હૃદયથી દાદ આપવી. નિશ્ચય – તે તે આચરવાના નિશ્ચયપૂર્વક વિચાર
૧૧