________________
અભ્યર્થના
ૐ નમઃ શ્રી સત્ આવિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ બાળવાર, જ્ઞાનાવતાર પ્રભુ ઘણા જીવો અલખ સમાધિ પામે એવી કરુણા ભાવનાનું ચિંતન કરતાં – પૂર્વભવોથી ચિંતન કરતાં કરતાં આ ભરતક્ષેત્રમાં સૂર્યથી અધિક પ્રકાશમાન, પ્રગટ દેહધારી પરમાત્મારૂપે અવતર્યા છે. તે દિવ્યજ્ઞાનકિરણના તેજપ્રભાવથી જગતજીવોના મોહ-અંધકારને દૂર કરવા અને દુર્લભ માનવજીવનના મુખ્ય કર્તવ્યને (વ. ૬૭૦)
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે...”તે સમજાવવા, આત્માને પવિત્રતાનાં પુષ્પોથી, આત્મગુણને પ્રફુલ્લિત કરવા, નિર્મળ જ્ઞાનધારાના પ્રવાહથી દરેકને ભૂમિકા ધર્મનું ભાન કરાવી ઊર્ધ્વગતિના પરિણામી બનાવવા મંગળદાયક એવી એકસો આઠ સુગંધી વચનરૂપી પુષ્પની મોક્ષગામિની માળા દસમે વરસે મુમુક્ષુ કંઠમાં આરોપે છે. તે કરુણાની માલિની મારા હૃદય પર શોભી રહો એજ હેનાથ! આપની સવિશેષ દયાના અંકુરથી વિનંતી સફળ થાઓ એ આ બાળની આર્ત યાચના હો!