________________
(૨)
(૩)
(૪)
(૫)
(E)
જ્ઞાતિના માણસો ગુણરહિત અને અવગુણથી ભરેલા હોય તોપણ તેનું સારી રીતે પાલન કરવું જોઇએ. જે જ્ઞાતિનો સત્કાર કરે છે તે સુખ પામે છે. કલ્યાણની ઇચ્છા રાખનારે જ્ઞાતિ સાથે કલહ કરવો નહીં, પણ તેઓની સાથે જ સુખ ભોગવવાં. જગતમાં જ્ઞાતિ જો અનુકૂળ થાય છે તો તારે છે અને પ્રતિકૂળ થાય છે તો ડૂબાડે છે.
જે કામથી વૃદ્ધાવસ્થા સુખમાં જાય તે યુવાવસ્થામાં કરી લેવું અને યાવસ્જીવિત તે કામ કરવું કે જે કરવાથી મરણ પછી સુખ મળે.
જે કામ બુદ્ધિથી બની શકે તેવું હોય તે ઉત્તમ ગણાય છે. જે કામ બાહુબળથી કરી શકાય તેવું હોય તે મધ્યમ ગણાય છે. જે કપટાદિથી બને તેવું હોય તે હલકું ગણાય છે અને જે કામ ઘણા સંકટથી કરી શકાય તેવું હોય તે (અતિ) બહુ જ હલકું ગણાય છે.
મૌન રહેવું તે ઉત્તમ છે તે કરતાં સત્ય બોલવું તે ઉત્તમ છે. તે કરતાં પ્રિય બોલવું તે ઉત્તમ છે અને સૌથી ઉત્તમ ધર્મસ્વરૂપ બોલવું તે છે.
બુદ્ધિમાન મનુષ્ય મનુષ્યની બુદ્ધિની પરીક્ષા કરવી, બુદ્ધિથી વારંવાર તેની યોગ્યતા વિચારવી, તેના ગુણદોષ શ્રવણ કરવા, તેનાં આચરણ બરાબર જોવાં, પછી મિત્રતા કરવી.
૮૭