________________
(૭) ઉદ્યમમાં તત્પર થયેલ મનુષ્ય મોટો થઈ પડે છે, ને અપાર સુખ ભોગવે છે. (૮) વખાણ કરનાર સાથે ગુપ્તમંત્ર કરવો નહીં. (૯) જે વસ્તુ દુર્લભ છે તેની ઇચ્છા કરવી નહીં. (૧૦) મીઠી વાણી બોલવી અને દુર્જનને માન ન આપવું-એ બે કામ કરવાથી
મનુષ્ય શોભા પામે છે. (૧૧) વારંવાર કરાતું શુભ કર્મ બુદ્ધિને વધારે છે. (૧૨) અસત્ય બોલીને વિજય મેળવવો, રાજાની પાસે ચાડી ખાવી, વડીલ
સામે મિથ્યા આગ્રહ કરવો, એ બ્રહ્મહત્યા સમાન છે. (૧૩) ઉતાવળ કરવી, પોતાના વખાણ, આળસ, મદમોહ, ચપળતા, વૃથા
વાતો કરવી, ઉદ્ધતપણું, વગેરે વિદ્યાર્થીઓના શત્રુ છે. (૧૪) પુરુષે નિષ્કપટ ભાવથી મિત્રને વશ કરવો, ન્યાયના બળથી શત્રુને વશ
કરવો, ધનથી લોભીને વશ કરવો, કામકાજ કરી રાજાને વશ કરવો, આદરથી બ્રાહ્મણને વશ કરવો, પ્રેમથી સ્ત્રીઓને વશ કરવી, વિવેકથી સંબંધીઓને વશ કરવા, વખાણથી મહાક્રોધીને વશ કરવો, નમ્રતાથી ગુરુજનને વશ કરવા, નવીન વાતો કહીને મૂર્ખજનને વશ કરવો, વિદ્યાર્થી વિદ્વાનને વશ કરવો.