________________
પ૬
કાચા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું
એમ આજે વિચારજે. અયોગ્ય પ્રયોજન એટલે “એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે, ભક્ષ્ય, અભક્ષ્ય, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઈ આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો – એ સમસ્ત નથી ગણતાં.” (દ્વાદશાનુપ્રેક્ષા) એમાં આનંદ માનો છો. માટે સમજો કે આ કાયા મળમૂત્રથી ભરેલી છે. “એથી કાયાને નિરપરાધી રાખું” એ રીતે મનદંડ, વચનદંડ, કાર્યદંડથી નિવર્તવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ ત્રણ પુષ્યમાં ઉપાય દર્શાવ્યો છે. વચનથી જીવ ઘણાં કર્મો બાંધે છે. માટે વાણી બોલતાં ન આવડે તો વેર-ઝેર વધે છે. માટે આપણાં આ ધર્મશિક્ષક વચન બોલતાં શીખવે છે. “વચનને સ્વાધીનરૂપ રાખું.”