________________
પપ
વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઇ આજના દિવસમાં પ્રવેશ કરજે.
“ભયભાષા ભાખું નહી”, “અપશબ્દ બોલું નહીં”, “કોઈને શિખડાવું નહીં”, “અસત્ય મર્મભાષા ભાખું નહીં”, “ત્વરિત ભાષા બોલવી નહીં”, “મિથ્યા ભાષણ કરું નહીં”, “જમતાં મૌન રહું.”
તું શાંતપણે ધીમેથી પણ કડવું વચન ન કહી દેતો. સાચાને તો હું સાચું જ કહેવાનો. અરે ભાઈ! “સત્ય પણ કરુણામય બોલજે.” નહીં તો સત્ય પણ અસત્ય કહેવાશે. વળી, જગતમાં પવિત્ર વચનોની - કોમળ વચનોની અસર સામા મનુષ્ય પર સારી પડે છે, ને હલકા શબ્દોની અસર તે બોલનાર પર અપ્રીતિ ઊપજાવે છે, જેથી મન તૂટે છે. મન તૂટવાથી સામાનો પ્રેમ તારા પરથી જતો રહેશે. માટે આ પ્રતિજ્ઞા પાળજે, ને એના બરાબર પાલન માટે- “વ્યવહારકામમાં પ્રયોજન સિવાય લવારી કરવી નહીં.” “સમજીને અલ્પભાષી થવું.” “ક્રોધી વચન ભાખું નહીં.” “ઉતાવળે સાદે બોલવું નહીં”. “વચનને રામબાણ રાખવું.” “ક્લેશ સમય મૌન રહેવું”. “વચનને અમૃતરૂપ રાખવું.”
૬૦