________________
પજ
મન દોરંગી થઇ જતું જાળવવાને, – પ્રભુ શું કરું?
મન દો-રંગવાળું થતું જાળવવા પ્રભુવચનોમાં વિચારશક્તિને ખીલવું. “અલ્પઆહાર, અલ્પવિહાર, અલ્પનિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.” *
“મનને સ્થિતિસ્થાપક રાખવું.” સતપુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમનાં ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો. (વ.૨૯૫)
પ૯