________________
વડે, તેવી યોજના કરનારને તથા વ્યવસ્થા કરી સંભાળનારને એ પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે. તે ઉત્તરોત્તર ભવભક્તિનું કારણ થવા યોગ્ય છે. માટે “ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધારણ કરજે.”
અધિકારી હો તોપણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે.
અધિકારતને ભાગ્યજોને મળ્યો તો પ્રજાહિતનો સાથે લક્ષ રાખજે. “સત્તાનો ગેરઉપયોગ કરીશ નહીં” કારણ: અમલ કોઇના બાપનો નથી. પુણ્ય અસ્ત થતાં એ અધિકાર તારા હાથમાંથી સરી જશે. અધિકારથી અભિમાન વધે, કર્તવ્ય, ફરજ ચૂકી જવાય તો “વધવાપણું સંસારનું નરદેહને હારી જવો માટે વિચાર કરીને ગરીબોને મદદ કરજે. દીન દુઃખિયાના આંસુ લૂછજે. “ન્યાયવિરુદ્ધ કૃત્ય કરીશ નહીં.”તું નિશ્ચય માન કે પ્રજાએ ચૂંટી કાઢેલ, સેવા માટે નીમેલ હું તેમનો માનીતો (નોકર) સેવક છું. પ્રજાએ મને સેવા કરવા અધિકાર આપેલ છે.
૭૪