________________
છે. તેને જ્ઞાન બહારથી લાવવાનું નથી. પોતે કોણ છું તેનું અજ્ઞાન હોવાથી મારું શું કર્તવ્ય ? તે ભૂલી ગયો છે.
એટલે ભાઈ કરીને વહાલપથી લે, હું તને યાદ કરી આપું છું; એ રીતની શૈલીની અપૂર્વતા છે. આમ, પ્રભુ દયાળુએ ૪૬માં વાક્ય સુધી સ્વધર્મની સ્મૃતિ આપી. તે અંતર્યામી ભગવાન જાણે છે કે જીવ પ્રમાદી છે. આચરવામાં કાર્યર છે. એટલે વળી પ્રેરે છે કે-“એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી–ગ્રહણ કરી? તો હવે આગળ ભગવદ્ભક્તિમાં લીન થા.
“અબંધ પાપ ક્ષમાવું.” “ક્ષમાવવામાં માન રાખું નહીં.”
જ૮
સંસારપ્રયોજનમાં જે તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે.
બ્રેક મારે છે કે અટક, બીજાનું અહિત કરતાં અટક. કારણ બીજાનું અહિત કરતાં પહેલાં તારું જ અહિત થઈ જશે. અન્યને દુઃખ આપનાર કદી સુખી થતો નથી. બીજા પ્રત્યે દયા રાખનાર, સર્વ જીવનું સુખ ઇચ્છનારને સ્વાધીન સુખ,
પS