________________
૮૧.
આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે
તું આનંદિત થા તો જ આ.૦આજે મારી કથા શ્રવણ કરવાથી, મેં આપેલી સ્મૃતિ ગ્રહણ કરવાથી આજ તે ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી જ રીતે તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા એ મારી આશિષ છે. કારણ કે આજે સુખી તે કાલે સુખી.
મર્મ: આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી જિંદગી ભોગવવાને માટે છે મિત્ર ! તું આનંદિત થા એટલે તારું ભાગ્ય તેવું ચઢતું કર. ગમે તેવા સંજોગો ઊભા થાય તોપણ પ્રમાદ છોડી, મેં આપેલ કર્તવ્યની સ્મૃતિ રાખજે તો જ આ રાયચંદને- તારા મિત્રને આનંદ-સંતોષ થાય. ' હે મિત્ર! તું રોજે મારી કથા મનન કર્યા કરજે. હું જે જે સ્મૃતિ આપું છું તે તે વિસ્મૃત ન કરતો પણ તેમાં તલ્લીનતા રાખજે. મારા વચન ગાંઠે બાંધજે. અસ્થિમજ્જા તેનાથી રંગી દેજે તો જ આ – “વિનય વિનંતી રાયની” – સફળતાને પામશે.