________________
૭૮
કંઇ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને
આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. આજે કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હોય તો મારો દિવસ સફળ થયો એમ નિરભિમાનીપણે માન કેમ કે “પરહિત તેજનિજહિત સમજવું”. સત્કૃત્ય કર્યા હોય તેને સંભારી ફરી ફરી તેવા ધર્મકૃત્યની અનુમોદના કરી તેવી અભિલાષા રાખવી એ આરાધનાનો એક પ્રકાર જ્ઞાની પુરુષોએ કહ્યો છે. પૂ.શ્રી.વીરવિજયજી મ. પ્રકાશે છે કે -
મૃગ, બળદેવ મુનિ, રથકારક, ત્રણ હુવા એક ઠામો, કરણ, કરાવણ ને અનુમોદન, સરખાં ફળ નિપજાયો.