________________
સાવચેત રહેજે, (કમઠનું દૃષ્ટાંત) કારણ તેના તીવ્ર શ્વેષભાવના પરિણામ હોવાથી ખોટું નુકસાન પહોંચાડે. કોઈવાર જીવનું જોખમ પણ ઊભું થાય માટે તેની પ્રકૃતિ સમજી રાખજે, ને તેનો ઓછો સહવાસ કરજે. “વેરભાવ કોઈથી રાખું નહીં” “વૈરીના ગુણની પણ સ્તુતિ કરું.” “વાત્સલ્યતાથી વેરીને પણ વશ કરું.” અપરાધી પર પણ ક્ષમા કરું”.
૬૪
તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે.
હવેથી નવું વેર બીજા કોઈ સાથે બાંધીશ નહીં, કારણ “વેષભાવએ ઝેરરૂપ” –આત્માને અહિતકારી છે અને વેરના કડવા વિપાકનો વિચાર કરી “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” કારણ કે ક્રોધરૂપ અગ્નિથી તારું હૃદય બળ્યા કરશે ને હવે આયુષ્ય કેટલું છે? કેટલો કાળ તું જીવવાનો છે? પછી તો અંધારી રાત છે. ક્રોધાદિ કષાયથી પશુગતિમાં એકલું દુઃખ-ભૂખ, તરસ, માર વગેરેનું ભોગવવું પડે છે. “ક્રોધાદિ ભાવ આલોક પરલોકમાં આ જીવના ઘાતક છે.” માટે તત્ત્વને
સમજ.