________________
૬૧.
ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો
ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. વ્યવહાર-સંબંધસંસારમાં પુણ્ય-પાપના ઉદયરૂપ છે. તેમાં સુખ-દુઃખ, લાભહાનિ, ખેદ-આનંદ, પ્રીતિ-અપ્રીતિનાં કારણો અનેક બનવા યોગ્ય છે. તે વખતે સુખ-દુઃખ, લાભ-હાનિનાં કારણ બીજાને માની વેરભાવ ઉત્પન્ન થાય છે. એટલે મનમાં વેરની ગાંઠ વાળે છે કે આણે મારા પ્રત્યે અનુચિત વર્તન કર્યું છે. મારું બહુ બગાડયું છે. એને હવે હું જોઈ લઈશ અથવા આનું મોટું હું કદીયે નહીં જોઉં તેમ જ કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું એવો વેષભાવ તે કોઈ પ્રત્યે મનમાં ધારી રાખ્યો હોય તો આજે જ નિર્મૂળ કરી દેવો જોઈએ. નહીં તો બીજા ભવમાં તે નડે છે. એવાઢેષભાવથી તેમને ઘેર સ્ત્રીરૂપે, પુત્રરૂપે, નાના જંતુરૂપે વખતે જન્મ લેવો પડે છે. માટે દાન દઈને, માન આપીને, ક્ષમા માંગીને, પગે પડીને તેના ગુણ ગાઇ,તેનું અગત્યનું કામ કરી દઈને, તેના પ્રત્યે પ્રેમભાવ દર્શાવીને તે વૈરની ગાંઠ નિર્મૂળ કરજે. પરંતુ હવે સાવચેતી રાખજે. સામો કઠણ પ્રકૃતિનો હોય તો ક્ષમા ન આપે, આડું જુએ, વેર બુદ્ધિ એકપક્ષી પણ રાખ્યા કરે તો તેવી વ્યક્તિથી
૬૫