________________
જ્ઞાની સવિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે છે તે કૂંચીઓ હજારો તાળાંને લાગે છે. કૂંચી હોય તો તાળું ઊઘડે, બાકી પહાણા માર્યો તો તાળું ભાંગી જાય.” “જીવ પોતે જાગે તો બધાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેશી જવાથી નુકસાન કરે અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકશાન કરનારા એવા જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે, તેમ જીવ પોતાના દોષ જોતો નથી. પોતે જાગૃત રહ્યો હોય તો બધાં વિપરીત કારણો મટી જાય માટે પોતે જાગૃત રહેવું.”
૧૭૮
લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી
મંગળદાયક થશે. વિશેષ શું કહ્યું? ૨૭ પારાની ટૂંકી માળા ગણો કે ૧૦૮ પારાની ગણો પરંતુ સવારે સાંજે કે ગમે ત્યારે પણ આ માળા ગણો. નિવૃત્તિ ખાસ લઈને, ચિત્ત સ્થિરતાએ એને વિચારો એ તમને મંગળ જ આપશે, કલ્યાણ જ આપશે.
૧૧૬