________________
પ્રતિજ્ઞા ભંગ ન કરવી.” “એકપક્ષી મતભેદન બાંધવો.” “ધીરજ મૂકવી નહીં.”
ક્લેશ સમય મૌન રહે.” સમય વિના વ્યવહાર બોલવો નહીં.” “ગુણસ્તવન સર્વોત્તમ ગણું.” “સગુણનું અનુકરણ કરવું.” “નવરાદિકમાં સ્નાન કરું નહીં.” “સર્વ ધાક મેળાપમાં (સર્કસ) જઉં નહીં.” “ઝાડ તળે રાત્રે શયન કરું નહીં.” “કૂવાકાંઠે રાત્રે બેસું નહીં.” “ઐક્યનિયમ (મંડળ-નાત-જાતના-આશ્રમોના વગેરેના) તોડું નહીં.” “તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં.” “કુસંગ ત્યાગું છું.” “અયોગ્યદાન ત્યાગું છું.” “અન્યને મોહિની ઊપજાવે એવો દેખાવ કરું નહીં.” “અસત્ય આજ્ઞા ભાખું નહીં.” “અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં.” “જોશભેર ચાલું નહીં.” “ખોટો ભપકો કરું નહીં.” “દાસત્વ-પરમ-લાભ ત્યાગું છું.” “કંઠ, કલાલ, સોનીની દુકાને બેસવું નહીં.” “તારા ધર્મ માટે રાજકારે કેસ મૂકું નહીં.” “ખોટા સોગન ખાઉં નહીં.”
“ખોટી આશા કોઈને આપું નહીં.” “અસત્યવચન આપું નહીં.” “દુઃખી કરીને ધન લઉં નહીં.” “ખોટો તોલ તોળું નહીં.” “સાદા પોશાકને ચાહું.” “મધુરી વાણી ભાખું.” “મનોવીરત્વની વૃધ્ધિ કરું.” “સત્ય વચન ભંગ કરું
નહીં.”
“સત્ પ્રતિજ્ઞા – વ્યવહારમાં પણ નીતિસહ વિવેકી રહેવાથી સત્ પ્રત્યે – પરમાત્મા પ્રત્યે – લઈ જાય છે,” પરમાત્માએ બતાવેલી વ્યવહારશિક્ષા અને
૭૬