________________
“કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે. જેઓ માનવપણું સમજે છે, તેઓ સંસાર શોકને તરી જાય છે”. (શિ. પાઠ-૪)
ભક્તોનું અંતર વેદન છેઃ “જન્મ કૃતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ, જિનવર પૂજો . જગતશરણ જિનચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ, જિનવર પૂજો.”
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો,
છતાં સિદ્ધિ થઇ નહીં. ક્ષણ ક્ષણ જતાં, સુખનાં પ્રયત્ન કરતાં કરતાં અનંતકાળ ગયો, છતાં સુખની સિદ્ધિ થઈ નહી. અર્થાત્ હજુ સુધી ખરું સુખ મળ્યું નહીં. “કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યાં છે.”