________________
પs
ગુલાબવાડી
(રાગ પ્રભુ તારા દરબારે) ગુલાબવાડી ચૌટા વચ્ચે રોપી રે, પુષ્પમાળા ગુલાબની છે વાડી રે, વવાણિયામાં મુમુક્ષુ માટે રોપી રે, એ વાડીમાં અમને લીલા લહેર છે.
રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજહૃદયના જ્ઞાનની રળિયામણી, કલ્પવૃક્ષના પુષ્પોની મનોહારિણી; રાજ તારી વાડી ખીલેલી છે વાડી રે, એ વાડીમાં અમને લીલા લહેર છે.
રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. પુષ્પ પુષ્પ સુગંધને મહેકાવતી, શબ્દ શબ્દ નવા ભાવો જગાવતી; એ વાડીમાં અમૃત રસ પીજીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
૧૦૧