________________
પ્રેમભક્તિના સૂતર માંહી પરોવીએ, એ માળાના મણકે દિલડું સાંધીએ; એ વાડીમાં હિ૨-પદ ભાળીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. મેરુ આપણો રાજ નામને જોડીએ, હરિના ચરણે સ્વરૂપમાં ભળીએ; એ વાડીમાં આનંદ રસ માણીએ, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
એ વાડીમાં હરતા ફરતાં રમીએ, મંગળ માળા એ જે આપણે વરીએ; ચરણોમાં વંદન વારંવાર થાય છે, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. અક્ષરે અક્ષર કરુણા વરસે, રાજ સ્વરૂપનો ગુપ્ત ચમત્કાર ભાસે; એ વાડી તો મારાં મનને ગમતી, રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે. રાજ તારી વાડીમાં અમને લીલા લહેર છે.
૧૨૨