________________
હે... મોરબી વસંત બાગમાં જઇને, આઠ, બાર, અવધાન સાધ્યા,
છલંગ મા૨ી જોતાંવેંત તો વિજયના ડંકા વાગ્યા, મારો હેલો સાંભળો.
હે... શતાવધાની મુંબઇ નગરી અચરજ મોટું થાય,
‘હિન્દના હીરા’ ‘સાક્ષાત્ સરસ્વતી’ પત્રકારો ગુણ ગાય, મારો હેલો સાંભળો.
હે... મોક્ષમાળા બિંદુમાં સિંધુ, અંતર્ગત છલકાય, ભાવનાબોધનું ભેટલું અર્યું, હૃદયકમળ વિકસાય, મારો હેલો સાંભળો.
હે... વડવાની વાવડીમાં મીઠાં ભરિયાં નીર,
આંબા વનની કુંજ ગલિન મેં શ્રી રાજચંદ્ર ધી૨, મારો હેલો સાંભળો.
હે... વાણી એની મીઠી ને બાજે બંસી સૂર,
મહિયારી ત્યાં સુણવા ઊભી, દિલ ડોલે એકતાર,મારો હેલો સાંભળો.
૧૨૬