________________
હે ડમણિયામાં લઇને ચાલ્યા, સાથ અંબાલાલ સૌભાગ,
ઝવેર શેઠ ઘેર આવી ઊભા, અમે તમારા મહેમાન, મારો હેલો સાંભળો.
હે... ઊંચો ઊંચો વડલો ને, છાયા એની મોટી.
તલાવડીને કાંઠે બેઠા રાજચંદ્ર યોગી, મારો હેલો સાંભળો.
હે... મહુડાનું ઝાડ, એની પાસે કૂવા થાળ,
અડધી રાતે ધ્યાન ધરતા મોહન ગુણમણિ માળ, મારો હેલો સાંભળો.
હે... આત્માની સિદ્ધિ દેનારી, આત્મ સિદ્ધિ વખણાય, કૃપાળુ દેવે કૃપા વરસાવી, આનંદ મંગળ વરતાય, મારો હેલો સાંભળો.
હે... અંબાલાલની વિનતી સુણીને, આવ્યા સ્થંભનપુર,
મર્મ દઇ પોતાનો કરી સ્થાપ્યો, રાખ્યો ચરણ હજૂર, મારો હેલો સાંભળો.
૧૨૭