________________
હે... છોટાભાઈને આંગણે પધાર્યા, હે પૂરવભવની પ્રીત,
નાના બાપુએ મોક્ષ જ માંગ્યો પાળી લોકોત્તર રીત, મારો હેલો સાંભળો.
હે... રાજનગરમાં રાજના રસિયા,શુકરાજ આવી મળિયા,
મોક્ષ માર્ગનું વરેડું આપ્યું, ભવના ફેરા ટળિયા, મારો હેલો સાંભળો. ભીમનાથને આરે બેસી, બીજા રોપણ પામ્યા, મારો હેલો સાંભળો.
હે... મોહમયીમાં મોહને મારી, આવ્યા ઈડર ધામ,
શ્રી સોભાગને અમરપદ આપ્યું, ધન્ય ધન્ય ભગવાન,મારો હેલો સાંભળો. શ્રી સોભાગને અમરપદ આપ્યું, કરું કોટિ પ્રણામ, મારો હેલો સાંભળો.
૧૨૮
: