________________
હે પાઠ માત્ર શિક્ષક વંચાવે, ભાવાર્થ તેનો કહી શકતા,
માનવ માત્ર પર પ્રેમ વહાવે, ભાતૃભાવની એકતા, મારો હેલો સાંભળો.
હે નિશાળમાં વિદ્યાર્થીઓને આપે વિદ્યાદાન, વહાલપાણાથી ભણાવે સહુને જલદી શીખી જાય, મારો હેલો સાંભળો.
હે... પિતાજીની દુકાને બેસી રચી રામાયણ મનોહાર, ઓછું-અધિકું તોળી દીધું નહીં, નીતિ-નેકી જળવાય, મારો હેલો સાંભળો.
હે.... છત્રપ્રબંધની પ્રેમપ્રાર્થના અરિહંત પ્રભુ કને ઉચ્ચરાય,
વંદન તેહને હજો માહરા દિવ્ય દૃષ્ટિ દાતાર, મારો હેલો સાંભળો.
હે... સ્ત્રીનીતિબોધક શિક્ષા આપી, નારી સુલક્ષણી થાવા,
વિશ્વપિતાનું બિરુદ વિચારી, હૈયાના અમૃત પાયાં, મારો હેલો સાંભળો.
૧૨૫