________________
હેલો હે... વવાણિયામાં જન્મ્યા, એ દેવામાના જાયા,
રાજ ભુવનના રાજવી ને, લાગી એની માયા, મારો હેલો સાંભળો.
હે... ત્રણ વરના બાળ ઝૂલે, આંખલડીમાં તેજ
અમર ભયેંગે નહીં મરેંગે, પારણીયામાં ગાય, મારો હેલો સાંભળો.
હે... સાત વરસની નાની વયમાં વીરનાં દર્શન પામ્યાં,
જાતિસ્મરણેઅનેકભવભાળ્યા, અદ્ભુત વૈરાગ્યધારા, મારો હેલો સાંભળો.
હે... રમતગમતમાં વિજય મેળવતા રાજેશ્વર કહેવાય,
દશા બધી વિદેહી જોતાં દેવાંશી શોભાય, મારો હેલો સાંભળો
હે... આઠ વરસે કવિતા રચી છે, સ્મરણશક્તિ વિશાળ,
અક્ષરની સુંદર છટાથી, કચ્છ દરબારે બોલાય, મારો હેલો સાંભળો,
૧૪