________________
ઉજ
જો આજે તારાથી કોઇ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે.
ધર્મના રક્ષણની ખાતર તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. જેમ પૂજયપાદ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે વીતરાગ ધર્મના રક્ષણ અર્થે સ્વાર્પણ કર્યું. “અમારું ગમે તે થાઓ પણ આ માર્ગનું રક્ષણ થવું જોઈએ.” આમ, તેમણે (આત્મસમર્પણ) આત્માર્પણ કર્યો.
દિવેટ બળીને તેજ આપે', જાતે વેચાઈ અવરને પોષે.” ગામ-પરગામમાં હોનારત થઈ હોય, દુષ્કાળ પડયો હોય ત્યાં મનુષ્યોના પ્રાણ બચાવવા કે પશુધનની રક્ષા કરવા માટે વસ્તુપાળ-તેજપાળ તેમજ જગડુશાહે પોતાનું હોવા છતાં પ્રજાનું છે તેમ કહી સર્વ ધનના ભંડાર અર્પણ કર્યા છે. અગર અગ્નિ આદિના ઉપદ્રવમાં ઝંપલાવીને કોઇના પ્રાણ બચતા હોય તો સર્વ સુખનો ભોગ આપી દેજે. મહાપુરુષો અપવાદ વહોરીને પણ બીજા જીવની રક્ષા કરે છે.
- સંત મૂળદાસ