________________
જ
આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરશે.
મહાનીતિ – “ભારે ભોજન કરું નહીં”. “પહોરનું રાંધેલું ભોજન કરું નહીં.” “ઊંઘમાંથી ઊઠી જમવું નહીં.” “કોઇ ભેળો જમું નહીં”, “પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં”. “વિશેષ પ્રસાદ લઉં નહીં.”
આહાર ઃ (૧) પ્રમાણ ઉપરાંત ખાવું તે પ્રક્રિયા (૨) બે વખતથી વારંવાર ખાવું તે પ્રક્રિયા (૩) રસેન્દ્રિયની વૃદ્ધિ કરવી તે પ્રક્રિયા. ખાધા પછી ઉલટી ઝાડા થવા તે પ્રક્રિયા.
આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે, તે કરવી નહીં. વિહારની એટલે સ્રીક્રીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે.
શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણાની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારો કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તો દૂધ થાય છે
૪૮