________________
૧પ
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ. થાય તે ભક્તિ , તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. - સંસારમળ એટલે કષાય. તેનો નાશ તારા આત્મામાંથી થાય તેવી ભક્તિ, તેવો ધર્મ તું પાળજે, તેમાં કોઈ મતભેદની જરૂર નથી.
૧૬
ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિમરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
પરતંત્ર મનુષ્ય નિરાશ થઈ જાય. જોકે તેને ધર્મકર્તવ્ય કરવું ગમે છે ને ભાવના પણ છે, તથાપિ પરતંત્રતાને લીધે કરી શકતો નથી, તેને દયાળુ પ્રભુ આશ્વાસન આપે છે, ઉત્સાહ આપે છે. તું મનથી તો પરતંત્ર નથી ને? મન તો તારે સ્વાધીન છે. શરીરથી પરતંત્ર હો તો ભલે પણ બીજાં કામ કરતાં તું મનમાં ભગવસ્મરણ
૨૩