________________
૧૪
મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. મૂળતત્ત્વ – “ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ, એક તત્ત્વના મૂળમાં વ્યાપ્યા માનો તેહ’.
મૂળતત્ત્વ-ચૈતન્યતત્ત્વ, જ્ઞાનીપુરુષોએ અનુભવ્યું છે, તેમાં ભેદ નથી, પણ દૃષ્ટિભેદ – સમજનારની દૃષ્ટિમાં - સમજણમાં ભેદ છે એટલે ભેદ ભાસે છે એવો આશય સમજી, પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે.
“ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક ‘સત્’ જ છે. વાણીથી અકથ્ય હોવાથી, મૂંગાની શ્રેણીએ સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઇક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.” (વ.૨૧૮) મહાપુરુષોનો આશય સમજી કે “બંધાયેલાને છોડવો. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે.” (૧.૯૪)
૨૨