________________
દીવાની છે. તેમાં મોજ-શોખ વિશેષ પ્રિય હોય છે તેથી ધન કમાવાના પુરુષાર્થમાં આળસ કરે છે. એથી દીન, દુઃખી, દરિદ્રી અને પરાધીન રહે છે, યાચક બની જાય છે.
આળસ હોય હજૂર, વધે ન કદી સુખનૂર; ભય પામી એ મૂર્તિથી, રહે પ્રભુ પણ દૂર.
આળસ એ મોટો દુર્ગુણ છે. માટે “આળસને ઉત્તેજન આપું નહીં”. કોઈ કામ, હમણાં નહીં પછી કરીશ એવા વાયદા કરનાર આળસુ છે.
“હિન્દુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે, કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે. તેઓ તદન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. આંગ્લભૌમિઓ સંસાર સંબંધી અનેક કળા-કૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે એ વિચાર કરતાં આપણને તત્કાળ માલૂમ પડશે કે તેઓનો બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. તેઓએ આગગાડી અને તાર વગેરે વિજ્ઞાની યંત્રોની શોધ ઉદ્યમથી જ કરી છે.”
“આગગાડી અને વળી તાર એથી (ઉદ્યમથી) આવ્યાં રે, વળી વધી પડ્યા વ્યાપાર જન-મન ભાવ્યાં રે”
૩૨