________________
ઈચ્છજે અથવા ભગવકથા સાંભળજે એથી તને ખરી શાંતિ મળશે. તન-મનનો થાક પણ ઊતરશે. માટે સાયંકળ પછી તો તું સાંસારિક કાર્યની વિસ્મૃતિ કરી દેજે.
આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ
- વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ (૧) આરોગ્યતા (૨) મહત્તા (3) પવિત્રતા (૪) ફરજ
આરોગ્યતા જાળવવા માટે શું કરીશ? જીભના સ્વાદનો સંયમ કરજે. આંખથી નાટક પ્રેક્ષણ નહીં જોવાં. કાનથી શૃંગારનાં ગાયન નહીં સાંભળવાં. મન અને ઈન્દ્રિયોને ઉત્તેજીત કરનારાં સાધનોની વૃતિને રોકજે. બધાંય રોગનું મૂળ સ્વાદ છે. આરોગ્ય બગડવાથી ભગવદ્ભક્તિમાં ચિત જોડાશે નહીં. “સર્વ પ્રકારની નીતિ શીખજે.”
રસેન્દ્રિયની વૃદ્ધિ ન કરવી.” “ના કહેલાં અથાણાંદિક સેવું નહીં.”
(૧) આહારને અંતે પાણી પીવું નહીં. (૨) ઊભા ઊભા પાણી પીવું નહીં. (૩) રાત્રે ગાળ્યા વિના પાણી પીવું નહીં.