________________
કર્તવ્યની સ્મૃતિ આપી. હવે આહારની સમજ-શિક્ષા આપવાની તો બાકી છે એટલે એ માટે કહેવા આવ્યા. હવે બપોરના બાર વાગ્યાનો સમય થયો છે. તે સમયે ભગવાન આપણી પાસે આવીને ઊભા રહ્યાં અને કહે છે કે તું આહાર લેવા બેઠો તો જોજે, મિતભોજન કરજે. પ્રમાણથી વધુ ન આરોગતો અને તું ધારે તો આહારનું પ્રમાણ મારું કેટલું છે તે સમજી શકે, અને તું જો, અકબર જેવો બાદશાહ પણ ભોજનનું પ્રમાણ જાળવી શકતો હતો. માટે તેને તું યાદ કર.
પ૯
જે આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઇશ્વરભક્તિપરાયણ થજે, કે સશાસ્ત્રનો લાભ લઇ લેજે.
ખોરાક લીધા પછી તને તરત સૂવાનું મન થશે ને તે ખાઈને સૂવાની ટેવ પાડી દીધી એટલે તને કહેવું પડે છે કે તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે કે સન્શાસ્ત્ર વાંચન કરી આત્માને ઉપશમમાં દોરજે.
૬૩