________________
88 ગઇ કાલે કોઇ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર.
આવ ને ઉત્તેજન આપું નહીં”. ગઈ કાલના હિસાબ-કિતાબનું કામ, નામું કરવાનું કે કોઈના ત્યાંથી ઉઘરાણી લાવવાનું એવું કોઈ વ્યવહારિક કાર્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કર. પારમાર્થિક ધર્મસાધન કંઈ માળા, ભક્તિ સ્વાધ્યાય, દાન, નિયમનું કૃત્ય પૂર્ણ કરજે. કારણ કે કાલ કરીશ, કાલ કરીશ એમ પ્રમાદથી કામ ઘણું ભેગું થઈ જશે, ને પછી તને પૂરું કરતાં કંટાળો આવશે. માટે આજે પૂર્ણ કર.
૩૮