________________
વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી
આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. વૈરાગ્યમેવાભયમ્'
“વૈરાગ્ય એ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે”. “મમત્વ એ બંધ” “બંધ એ જ દુઃખ” સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. દુઃખ અને ક્લેશનું બીજ છે તેને શાંત કર, તેનો ક્ષય કર. (વ.૬૮૯)
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો (સુખનો) હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે.” (વ.પ૬૬) માટે જંજાળમોહિનીથી આજે અત્યંતર મોહ, મારાપણું વધારીશ નહીં.
“જગતમાં–ઘરમાં રહેવું પડે તો બાહ્યભાવે વર્તજે. હુંતોઅહીંનો મહેમાન તેમ સમજી ઉપલક પ્રવૃત્તિ કરજે, ને અંતરંગમાં આસક્તિરહિત રહેજે. એથી ત્રિવિધ તાપ જે સંસારમાં ભરપૂર છે તેની આંચ તને નહીં લાગે. તું શીતળ રહી શકીશ.