________________
નવરાશનો દિવસ હોય તો આગળ
કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. રજાનો દિવસ એટલે સ્વતંત્રતાનો દિવસ. આજ પૂરતી સ્વતંત્રતા મળવા તને ભગવાનનો અનુગ્રહથયો તો તેનો લાભ લઈ લેજે. એક પ્રહર ભક્તિકર્તવ્યમાં ગાળજે કાં વિદ્યાપ્રયોજન રાખજે. પણ રજાના દિવસે નિદ્રા અત્યંત લેતો નહીં. “નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય.” સમય સોનેરી છે. તે વખત મોજશોખમાં, રંગરાગમાં વ્યર્થ ન ગુમાવીશ. કારણ “પળ એ અમૂલ્ય ચીજ છે. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું નુકસાન છે.” માટે “નવરાશના વખતમાં સંસારની નિવૃત્તિ શોધજે.” કારણ, આવી મોકળાશ તને કાલે નહીં મળે. તો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી વચનામૃતનો સત્સંગ જરૂર કરજે. તે તને આ ભવાબ્ધિ તારનાર નૌકારૂપ થશે. મહાત્મા શંકરાચાર્યનું વચન છે:
“ક્ષણમપિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા.”