________________
“એક ક્ષણ પણ મહાભ્ય જેનું પરમ છે એવા પરમાત્માનાં વચનોમાં જ તલ્લીનતા થાય તો મનુષ્યભવ સફળ થઈ શકે એવો યોગ મળ્યો એમ હું માનજે.
વ્યવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઇ આત્મદશા વિચારજો”. “મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું”.
१८
કોઇ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઇ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે.
નિષ્પાપી ગમ્મત જેવી કે અંતાક્ષરી, સમસ્યા-કોયડા, કવિતા, વિનોદ, સંગીતકળા-હરીફાઈ, બાગમાં ફરવા જવું, ક્રિકેટ-હરીફાઈ આદિથી આનંદ મેળવજે. પણ જેગમ્મતથી કોઈને નુકસાન થાય, અહિત થાય, તારા ભાવ મલિન થાય, કોઈ જીવ દુભાય એવો તુચ્છ આનંદ ન ભોગવતો. વિષયોનો આનંદ તુચ્છ અને અનાનંદરૂપ છે, નિષ્પાપી સાધન મુખ્ય તો હરિકથા-કીર્તન છે. જે વડે આત્માને ઊંચી શ્રેણીમાં લક્ષ થાય છે. જીવનનું ધ્યેય બદલાય છે જેથી તે ખરો