________________
પ્રાકથન આ પુષ્પમાળામાં પરમાત્માએ ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને મોક્ષની વિધિને પ્રકાશી છે. એ એની પ્રભુતાની પ્રતિભા ઝળકે છે. પુષ્પમાળાનું એક એક વચન મોહનીયને ટાળવાની સમર્થતા ધરાવે છે. ઉપયોગપૂર્વક અભ્યાસ કરતાં જરૂર મોહની મંદતાનો લાભ આપણે પામી શકીએ એવી નિઃશંક શ્રદ્ધા જન્માવે છે. પુષ્પમાળા’ રાયથી માંડી રંક સુધીના અને આબાલવૃદ્ધ સર્વ મનુષ્યમાત્રને માટે, અરે ! ધર્માચાર્યને, પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ નિઃસ્વાર્થપણે ઉપદેશી છે. એ આપણા હૃદયમાં જગદ્ગુરુ તરીકેની ઝાંખી કરાવે જ છે.