________________
આ પુષ્પમાળા ગુલાબથી અધિક સુગંધી આપનાર ગુણસૌરભથી ભરેલી છે.. એની શૈલી અપૂર્વ છે. સૂત્રાત્મક એના વચનો છે, જેમાં આગમના સાર આવી જાય છે. પ્રથમ ત્યાગીથી લઈને દરેક ભૂમિકાના મનુષ્યની પાસે આ પરમપુરુષ આત્મીયતાથી ઊભા રહીને સમજાવતા હોય તેવી રોચક ને જાગૃતિપ્રેરક શૈલી છે. સરળ, સાદી ભાષાની મધુરતા, મુખાકૃતિની સૌમ્યતા, જ્ઞાનની ગંભીરતા, અંતરાત્માની નિર્દોષતા, જતાં મન હરી લે એવી મહાલ્યવાન છે. જો આપણને અવગાહતાં આવડે તો આ પુષ્પમાળામાં છ પદની સિદ્ધિનો માર્મિક ખુલાસો પણ સમાવેશ પામે છે. આ માળામાં આજની સવાર-બપોર-સાંજની ચર્યાની ગૂંથણી કરી છે. વળી, જીવનનાં દરેક પાસાં કે જીવનની જરૂરિયાતો જેવી કે આહાર, ઊંઘ, આરામ ને આનંદનીયતા વિષે નવાં કર્મ ન બંધાય તેવી દિવ્ય દૃષ્ટિ આપી છે. એ આપણને