________________
મન, વચન, કાયાના ત્રણ દંડથી કેમ નિવર્તવું તે શીખવે છે. તેમ જ આત્માના કલ્યાણનું, સુખનું પરમ સાધન સત્સંગની પ્રેરણા આપે છે. પ્રભુની વૈરાગ્યમય ભક્તિ, પુનર્જન્મનો વિશ્વાસ, નીતિ, સદાચરણ, નિર્વેરતા, ક્ષમા, સંતોષ, નિરભિમાનતા, દયા, ઇન્દ્રિયદમન, પરોપકાર, શીલ, સત્ય, વિવેક એ આદિ આત્મહિતૈષી વિષયોની સુદઢતા કરાવે છે. એટલા માટે ચાલો, આપણે એને લક્ષપૂર્વક મનન કરીએ. “દસ વર્ષે રે ધારા ઉલ્લાસી....” એ જ્ઞાનધારા પ્રવાહિત થઈ – શબ્દ દ્વારા. તેમાં નિમજ્જન કરીએ. , આ માળામાં પરમાત્માએ આજના જ દિવસનું કર્તવ્ય બતાવી, તેમાં જ આખા જીવનનું કર્તવ્ય બતાવી દેવાની ખૂબી કરી છે. આ માળાનાં વચનોના વિચાર અર્થે, પરિચર્યન અર્થે શ્રી વચનામૃત' ગ્રંથનો આધાર લીધો છે.