________________
તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્ચે
અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. “દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ-વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સતપુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ થાય છે” (વ.૪૯૬).મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ
ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. મૃષા બોલવાથી જ લાભ થાય એવો કંઈ નિયમ નથી, જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; એમ કંઈ જોવામાં આવતું નથી. તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય અને શાસ્ત્ર પણ ખોટાં થાય. સત્યથી મનુષ્યનો આત્માસ્યુટિકજેવો જણાય છે.
૫૦