________________
પશુ સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગણતાએ દુખ રહ્યું છે એમ
ગણી આજના દિવસમાં પ્રવેશ કર. સ્ત્રી, પુત્ર, કુટુંબ - એ બધાં સુખ તને મળ્યાં હોય તેથી બહારથી તું સુખી દેખાય પણ એ બધાની તને માનસિક તાણ-ભય, સંકલ્પ, વિકલ્પ કેટલાં રહે છે? તેની ચિંતામાં તું કેવો ઘેરાઈ જાય છે? તે ગૌણતાએ દુઃખ છે એમ ગણજે.
માનસિક અશાતાનું મુખ્યપણું એ સુક્ષ્મ સમ્યક દૃષ્ટિવાનને જણાય છે.” કુટુંબ સમુદાયથી મહત્તા મેળવવા માટે તેનું પાલન-પોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવા પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે. છતાં, એથી આપણું મંગળ શું થાય છે? (શિ.પાઠ ૧૬)
પ૭