________________
૧૭૪
સરળતા એ ધર્મનું બીજવરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઇ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.
સરળતા: પ્રજ્ઞા વડે સત્યાસત્ય સમજી સરળતા સેવાઈ હોય, તો સરળતા બહુ મોટો ગુણ છે ને મોક્ષ માર્ગમાં બહુ જ ઉપયોગી છે. જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ ધર્મ છે. તે ધર્મનું આરાધન જીવ ક્યારે કરી શકે? જીવમાં સરળતા હોય, તો જ્ઞાની પુરુષની આજ્ઞા તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી પાળી શકે ને તો જ તે આત્મધર્મ-કર્મમુક્તિ મેળવી શકે. માટે જ્ઞાનપ્રજ્ઞાએ સદ્ગરને યથાર્થ ઓળખવા. વિવેક જ્ઞાન વડે પારખી શકાય કે આ પુરુષ સાચા છે. એમ પ્રતીતિ પણ આવી શકે છે. “સત્યશોધનમાં સરળતાની જરુર છે.”
“જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. તે પુરૂષના લક્ષણ આદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. તે પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય છે. એવી સુવિચારણા તે ધર્મના બીજ સ્વરૂપ છે.” “જ્ઞાની પુરુષનું જો યથાર્થ ઓળખાણ થાય તો પછી તે જેમ દોરે તેમ દોરાવું, તેની આજ્ઞામાં
૧૦૮