________________
જે તું કસાઇ હોય તો તારા જીવના સુખનો
વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. તને તારો જીવ કેટલો વહાલો છે! તને કોઈ લાકડીથી મારે તો તારા જીવને સુખ થાય? કોઈ તને હાનિ પહોંચાડે તો કેવું દુઃખ થાય? તને સુખ તો જોઈએ છે, ને બીજાને તો તું જાનથી મારે છે, તેમાં તને સુખ ક્યાંથી મળશે? કારણ કહેવત છે, ન્યાયની વાત છે: “કરે તેવું પામે. “વાવે તેવું લણે'. બીજાને સુખ આપ તો તને સુખ મળશે.
જે તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી
અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. સમજણો બાળક આજે વિદ્યા ભણવાનું એક બાજુ મૂકીને ટી.વી., મેચ વગેરે જોવામાં ને રમત-ગમતમાં પડ્યો છે. પોતાના ભવિષ્ય જીવનની કંઈ ખબર