Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
Catalog link: https://jainqq.org/explore/023301/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની તમામ અજાયબી કરતાં ચડિયાતી અજાયબી જિળસાધુ ક કારણ જબ SignslI ગુજળું કરાની જૈન સાધુનું નિર્મલ, નિરપેક્ષ અને નૈસર્ગિક અદ્ભુત જીવન પ્રેરક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સકલસંઘહિતચિંતક સુવિશુદ્ધસંયમમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રધર્મની સ્થાપના છે Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૭ | જયઉ સવણશુસાસર્ણ-શ્રી વર્ધમાનવામિને નમઃ | || શ્રી પ્રેમ-ભુવનભાનુ-પો-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ | અજબ જીવનની ગજબ કહાની (જૈન સાધુનું નિર્મલ, નિરપેક્ષ અને નૈસર્ગિક અભુત જીવન) -: પ્રેરક :પ.પૂ. સકલસંઘહિતચિંતક સુવિશુદ્ધસંયમમૂર્તિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: લેખક :પ.પૂ. સિંહગર્જનાના સ્વામી પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. વિદ્વાન-ચિંતક મુનિવરશ્રી ગુણવંસવિજયજી મ.સા. -: સંયોજક :- પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોચિવિજયજી મ.સા. -: પ્રકાશક :જૈનમ પંરવાર Page #5 -------------------------------------------------------------------------- ________________ વીર સં. ૨૫૪૦ વિ. સં. ૨૦૭૦• ઇ.સ. ૨૦૧૪ Z A અજબ જીવનની ગજબ કહાની M Ajab Jeevanni Gajab Kahani u Author's પ.પૂ. મુનિરાજશ્રી ગુણવંસવિજયજી મ.સા. Name P.P. Munirajshree Gunhansvijayji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...©. પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ મૂલ્ય રૂા. ૮૦.૦૦ 1 -: સંશોધક :પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. -: પ્રાપ્તિ સ્થાન :જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨ 2 દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫ a દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭ | અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪ 'હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વસંપત્તિના સર્વ્યય દ્વારા જેમણે શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા માતુશ્રી અમૃતબેન ઉજમશીભાઇ જેવાડિયા પરિવાર વેણાસરવાળા-હાલે દાદર • શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઇ.) KRUGE શ્રી બાલભાવી હાથી પર શ્રીવિ વૃષી જીવી બતા ૦ શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સુરત UN श्री भुवनभानु- -પવાર્થ-રિચય શ્રેણિ तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री दीपा कोम्प्लेक्ष जैन संघ सुरत अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है । मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे । C (C C C C Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો खनुज्ञापत्र तीर्थ परमात्मा सर्वोकृष्ट ५६१२ देश- तेस्रो सही ध्या पूर्व शासन - मोजमार्ग स्थापना अपना आपा नेोधाद वेळेनिन उहे सारू नेसो ने धर्मस्थापे तेने नैनधन उद्देशाद- तेघामने स्वतझरनार आराधनार माननार ने नैन ईबाद सामाप्रदृष्ट५ याने शक्तिशाली बनार पर जैनधारण धाप अदमको साझयो छे खेसवश्य सी छ्या बाहक्शासम धापे सेमनु शासन के अधझदेछे नेमांमदमादारनाथ दमनार नेमना मुख्य शिष्यो अनुपादियो जननार साउड संख्यामां बीदन होय छे तेमने गएराघर - ईवाद उही इसाबन दे ते सर्जरी काय परंतु रोमने प्रभुका शिवहिधा सदलप्रलावध खेदनुज्ञान जिस । दून्य तহत प्रगढ़ 24 छेडे खलकको रोमनेपा सक्दा मानवा प्रराळी आपा के महापुरूषो 'सर्वकारून धन आने ল सर्वरी बलोदा छता वाढतोदार्ड उप साजने संक्रमे श्री तीर्थ फेर लगवान आने श्री गणधर लगवान कोपादधे श्रीधर लावान थोड डाजे लत होममा शोड ४ काय परंतु खेल लगानना आवासलादपून्द शादी गणाधर शिक्षक समृध्द तो धाद- जघा गुरुलाहको अने प्रायः सामाना शक्तिपाया पर‌मात्मा समनेवालासना होय ही श्री परमात्याना हाडे रोमना अज शिवाय खागसाहर लगयको सGay 40ावधता पर‌मात्याददान्य ज्ञान परmने या शासन प्ररूपेछे भने योग्य शिष्योने शासन बहन कड‌का संकायदा अथयेछे स्थापना पूर्वी परमात्मा योग्य कोने संतिजयां सपना प्रभोना उत्तररूपे संज्ञियमा किपाहिनु ज्ञान आने से दो पोताने मजेसनका अकधी अयुना मला खनेपुन्यका शासन माहेना समझना मार्गो उपायों दिधानो तत्दो पोरे सुमार रूप रयेो नियत सिंहोतेमा प्रत्युनेनचाण आपले संजिफ अरुपये अने गणधर हेहे सूत्र रूप जार अंगरयेछे रुने सेनो अर्थ दिस्तारखे हेत दिया जाइ तर लगान Page #9 -------------------------------------------------------------------------- ________________ 23 24เก 51wt36 ในวเศ: 33เศษ (0x48 540 หมหz๒ 41411% 1. ไหวก หก หก น. 149 t- กด *12gel Qtbศ๓ ผู้เยศศ 2490) 30 % 24, 203(6 (46992, 549,329 ) 49ๆ ง่หรูด + อก 44" 2เกม 9t4i g043 5 -4129ys kg) 24 1, 2, 3 ให้ 59462449 ด50g2vgqn28ๆเหi ซ าค องๆๆ 2,444 44.4 % ทร์ นน(424 54191 21(+6มด - 90 ซ ท ทรติก 2012,938 * ๕นเด d44648) Eng293 #y! 2-ฯwtv18 ใกเ ses07421460iiM4เ%a1941 4กห d9493 วง คนเhsign ศy สเตเห8 ส ห (กฯหาใ( 23ย Rฯ% 0 Aweb view. *พสซน (รวจ ให84 หนัก 99% สห คนเก่า 24"x24 9w 4gm๕๖) เก* 649 หiๆ ห88- Mans 199212439 449 49 คน 42464 244412 8:เทศ 42 9904. 2014เซรที่ นรา, Gems+3kษต x yศ หi #ผ 8 กค วิว ใกเ%13 4 วา ห {s: 24 42MM, ตุ% 9 ก.01 ด ย jay 2014 (44" 56 0% 24K หรู 33% 24ๆ ซะ Jยว38gx4 20&#ค ุryersใน1-3y 2 we gets.ge8เทศ 1h 161ก ๙๙Gta 148 วิทเจ $ 256 253 21: 14 8 ๒9 21845 (849ฎเศสิง ภูเตย3, 571496 1459 46 214 สัติ ๗๕๐ ฯgR Page #10 -------------------------------------------------------------------------- ________________ ag * Su0 5 R1 25%!! ใจฯห8, 27 M $ 8214311 C4G13 (21x4นหัวหภูเm4a545 43 Ritnศก 44 21% 12 %เรา 0864982446 44 466 4 เร ด. หน4 หนณ 42249m99 v2,49" 35 24449 - 12/4ดนเผา 4 844 คน 44 214 2145 - 944 เสใสเยี 2448-54Me Atti 458295 296 6649415 4g4ii y'Page #11 -------------------------------------------------------------------------- ________________ | ના પ્રયાસો | પ્રકાશકીય અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. “ઉધ્ધશે ઇ વા, વિગમે છ વા, ધુવે ઇ વા'અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાગીરૂપે પ્રગટ કર્યો. જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃતપ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી... પ.પૂ. સકલસં ઘહિતચિંતક યુવાનો દ્વા૨ક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો...વર્ષો બાદ ૫.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોલિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. - પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોચિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. - નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં અજબ જીવનની ગજબ કહાની (જૈન સાધુનું નિર્મલ, નિરપેક્ષ અને નૈસર્ગિક અદ્ભુત જીવન) પુસ્તક ૫.પૂ. મુનિવર શ્રી ગુણવંસવિજયજી મહારાજ સાહેબશ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની ઋતભક્તિની અંતરથી અનુમોદના...અમારી શોર્ટનોટિસની વિનંતિને માન આપી તાત્વિક પ્રસ્તાવના લખી આપના૨ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમ વિજયઅભયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ને લાખો વંદના..પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આર્ટ્સવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ 00 TOUR ભવોદધિતારક प.पू. गु३विश्रीनो આશિર્વાદ પત્ર नमो नमः श्र मस्वरये। भुपmना स स्व. (समानामा _90HE Curयम420 Hom. शल्या मने 412 समधु संपत १६५ Cisasy agमसि ) स्व- सा AR Sherlan 2017 हयात 24/CANADI QR ca S e Hula मन शान, 20cifalHA. 4 . Hunt Opp. या ) (4800 समुदायना स जन्य). dansar ५५, mu+लसुधा लायन) relat- SA 46मा स्व. न्या सहवासायलान ROHEन्य मुलानुर 2m मरm, - H साये (4QMENTS मार नाम (. सन २॥ सने संघ सेवामा सासु सभापत थु. Himsपाय. One या AH साना सा and act- समावि साथे ५) यू. 22406 की, तेnation in लयमाटे जननी योजना मनाम म . CMO 11 auct Aधन) स मा? अयानी A20 साधुना 4250 yeयनुसन२५. (2) MADAN Out0 RICcurn २क्षा ReA.641 माजी RCOM MHA २0२८), (30241५-Allenn ( संयमनु म n ale+ LHDमका । MD पा) GENHECHATी नया Page #13 -------------------------------------------------------------------------- ________________ (પ) માન ન વાયુમંડળમાં યુમનટુ બને નવી પેઢીને ઝGMAमना Hिiतामा २० Gो uly On 04 तथा बार मापे सुदा main it. ___40 MBp V in yो संयम HILOSO4 ये लु 1110 PM BEYarey. ६4 मारा ध्या _unnामना Carvine NC4124 21 MOn 8 . Ma साधु Y 7 या २५ 24 चौ4-07मानक से 2010 uto R ani भ CAnna, cारे प्रतो । स्थ Aries) मुन 2 24160 20 स 11 Hot and tmमनी 2AYIn 20५ मा भान 10 स्थापना । छ, सेाम) बायय 2141 पू जा काटेर) Ca) CALLuयो नाना न + 2110लाम 2 danाल 2 m) Hici+0 CAMEXOM MAnil 4402R सूक्या YEA 2014ानल मा COP44 सेयभEMrin 720 1 HRA 4 DAY . ELarkup सारा 48. AALH4 0 421 221492MAN HODIUI 9 82 66.2016122 र Ravorm MIN 42 र न 4 4000dls नारा साथ न २साल्य यन) ont ५२4 अगल201 जने सात कर लधा - 201. H42 E: 224,5२०५५ सरकार D Page #14 -------------------------------------------------------------------------- ________________ समयं । ( વર્ષની કીંમત : નાપાસ વિદ્યાર્થીને સમજાય છે. કાર! માસની કીંમત : ગર્ભવતી સ્ત્રીને સમજાય છે. છે દિવસની કીંમત : દહાડીયાને સમજાય છે. (એક દિવસ મજુરી मा पमायए। ન મળે તો ભૂખ્યા રહે તે) કલાકની કીમત : સિકંદરને સમજાય છે. (જો એક કલાક કોઇ | મારું આયુષ્ય વધારે તો તેને અડધું રાજ્ય આપી દઉ.) મીનીટની કીંમત : વર્લ્ડ ટ્રેડ સેંટરના નાશ પૂર્વે બહાર નીકળનારને સમજાય છે. સેકંડની કીંમત : રેસમાં દોડનારને એક સેકંડ માટે સુવર્ણ ચંદ્રક મળતો રહી જાય ત્યારે સમજાય છે. એક સમયની કીંમતઃ પ્રભુ મહાવીર દેવને સમજાય છે, કેમકે ચૌદ રાજલોક ઉપર રહેલ જીવ એક સમયમાં ચોદ રાજ નીચે પહોંચી શકે છે, અર્થાત્ એક સમયની ભૂલ છેક સાત રાજ નીચે ધકેલી દે છે અને એક સમયની સાવધાની સાત રાજ ઉપર લઇ જાય છે...(જેમકે પ્રસન્નચંદ્ર રાજર્ષિ...) લi સમયની મહત્તાને ધ્યાનમાં લઇને પ્રભુ મહાવીર દેવે એક દિવસની ૮૬,૪૦૦ સેકેન્ડમાંથી ૧ પણ સેકેન્ડ નકામી જવા દીધી નથી. પ્રત્યેક સેકેન્ડને સંયમજીવનની સાધના દ્વારા સફળ કરી છે. એવા પ્રભુએ કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી જગતને પણ મોક્ષના શ્રેષ્ઠ માર્ગ તરીકે સાધુ જીવન દર્શાવ્યું છે. સાધુ જીવન એટલે ૨૨ પરીષહોને સહન કરવાના... સાધુ જીવન એટલે ક્ષમા વગેરે યતિધર્મનું પાલન કરવાનું... સાધુ જીવન એટલે સાધકોને સાધનામાં સહાય કરવાની... સાધુ જીવન એટલે સમાધિમાં રમવાનું અને બીજાને સમાધિમાં રમાડવાનું... સાધુ જીવન એટલે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઓતપ્રોત બનવાનું... સાધુ જીવન એટલે ખુમારીભર્યું જીવન જીવવાનું... એક નાનો સાધુ પણ વિહારમાં ભૂખ્યો-તરસ્યો-તડકે તપીને થાક્યો હશે, અને કોઇ ભગત વિનંતિ કરશે તો પણ ગાડીમાં નહિ જ બેસે, કાચુ પાણી નહિ જ પીએ, અભક્ષ્ય ખાનપાન નહિ જ કરે. આ સાધુ જીવનની ખુમારી છે... સાધુ જીવન એટલે પૈસા રાખવાના નહિ, આવતી કાલનું ભોજન પણ પાસે નહિ, ગામમાં પોતાનું ઘર નહિ, સીમમાં ખેતર નહિ, બેન્કમાં બેલેન્સ નહિ, બજારમાં ઓફીસ નહિ. છતાં જિનશાસનની બલીહારી છે કે પ્રભુ એ એવું અદ્ભુત સાધુજીવન અને એની વ્યવસ્થા દર્શાવી છે કે ખુમારીભર્યું જીવન જીવી શકે... Page #15 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવન એટલે નિષ્પાપ જીવન અને નિશ્ચિત જીવન. સંસારમાં અનેક જીવોની વિરાધના હિંસા કર્યા વગર જીવી શકાતું નથી. જ્યારે પ્રભુએ બતાવેલ જીવનમાં કોઇ પાપ-હિંસા કરવાની જરૂરત જ ન રહે. ) ગૃહસ્થો એક લાઇટ કરે, એટલે એક પ્રકારનું કતલખાનું ચાલુ થઇ જાય. રાત્રે લાઇટના કારણે ખૂબ જીવાતો આવે, એની પાછળ કસાઇ જેવી ગીરોળી આવે અને અનેક જીવોને મારી ખાઇ જાય છે. બાથરૂમમાં ન્હાય એટલે કીડી-વાંદા વગેરે જીવો પાણીમાં તણાય-મરે, પાણીની વિરાધના થાય. પંખો-A.C., વાયુકાયની વિરાધના ઇત્યાદિ ષકાયની હિંસા ડગલે ને પગલે ચાલુ રહે. તેની સામે કેવલજ્ઞાની પ્રભુએ કેવું અદ્ભુત સાધુ જીવન બતાવ્યું છે. જેમાં હિંસા નહિ. સત્ય ધર્મનું પાલન, ધર્મના મૂળ તરીકે વિનય દર્શાવ્યો છે. ક્ષમા જેમાં પ્રધાન છે. જે ઉપશમ ભાવથી ઉજ્જવળ બને છે. જેમાં બ્રહ્મચર્યનું પાલન તો ખરૂ જ પણ સાથે તેની કાળજી સ્વરૂપે ૯ વાડનું પણ પાલન કરવાનું... ગોચરીની મર્યાદા દ્વારા નિર્દોષ આહાર ચર્યા આપી છે. ગમે તેવી ઠંડી હોય તોય આગનું તાપણુ નહિ. આવું અતિવિશિષ્ટ કક્ષાનું સાધુજીવન જિનશાસનમાં બતાવ્યું છે. આ સાધુજીવન વધુ નિર્મળ બને તેના માટે અનેક પ્રકારની ધર્મસાધના, અનેક મર્યાદાઓ પ્રભુએ દર્શાવી છે. છે જેમાંથી ઓઘ સામાચારી-પદવિભાગ સામાચારી-ચક્રવાલ સામાચારી, સંયમના ૭૦ ભેદ છે તેમ ૧૭ ભેદ છે, ચરણ સિત્તરી (=મૂળગુણ), કરણ (=ઉત્તરગુણ) વગેરે... આ પ્રસ્તુત ગ્રંથમાં લેવામાં આવેલ છે. આ બધા ધર્મોનું સંક્ષિપ્ત અને માર્મિક હૃદયસ્પર્શી વર્ણન લોકભોગ્ય ભાષામાં વિદ્વદર્ય મુનિરાજ શ્રી ગુણવંતવિજયજીએ કરેલ છે. આ મુનિવર ખુબ જ ગુણીયલ-ગુણાનુરાગી-સંયમી-વિદ્વાન્ સાધુ છે. જેમની કલમે વિરતિદૂત વગેરેના માધ્યમથી અનેક સંયમીઓની સંયમ પરિણતિને વિશુદ્ધ બનાવી છે. | ખરેખર આ અદ્ભુત ગ્રંથ સહુ કોઇ વાંચી પોતાના આત્માને ભાવિત બનાવે. અને પોતાનું સંયમ ઉચ્ચ કક્ષાનું બનાવવા દ્વારા અનેક આત્માઓને માટે સુંદર આલંબન સ્વરૂપ બની સ્વ-પર કલ્યાણ કરનારા બનો એજ એક મંગલ ભાવના... - સારાંશ : મોક્ષના સાધક અસંખ્ય યોગો પ્રભુએ બતાવ્યા છે. તેમાંથી કેટલાક યોગો આ પુસ્તકમાં લીધા છે. આમાંથી કોઇપણ યોગની સાધના તન્મય બનીને કરે તો તે સાધના નિર્વાણપદને અપાવી શકે છે. વળી જીવોની રૂચિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેથી જેનું મન જે યોગમાં ઠરે, તે યોગની સાધના કરી આત્મકલ્યાણ સાધે. 1 લિ...આચાર્ય વિજય અભયચંદ્રસૂરિ.. Page #16 -------------------------------------------------------------------------- ________________ नमोऽस्तु तस्मै जिनशासनाय T 7. મોક્ષઃ જૈનશાસનની તમામ વ્યવસ્થાઓનું એક માત્ર અંતિમ લક્ષ્ય ખેડુત ખેતી કરે છે. શેના માટે ? એનો જવાબ છે,- અનાજ પકવવા માટે ! અનાજ શેના માટે ? પોતાને ખાવા અને વેંચવા માટે ! અનાજનું વેચાણ શેના માટે ? પૈસા કમાવા માટે ! પૈસો શેના માટે ? ખાવા-પીવાની તમામ સામગ્રીઓ મેળવવા માટે ! સામગ્રી શેના માટે ! સુખ માટે ! સુખ શેના માટે ? એનો કોઇ જવાબ નથી. દર્દી દવા લે છે. શેના માટે ? રોગ દૂર કરવા માટે ! રોગનિકાલ શેના માટે ? સ્વસ્થતા-શાંતિ-પ્રસન્નતા મેળવવા માટે એટલે કે સુખ માટે ! એ શેના માટે ? એનો કોઇ જવાબ નથી. આ માત્ર બે દૃષ્ટાન્તો જોયા. હકીકત એ છે કે કોઇપણ જીવ જે કંઇપણ પ્રવૃત્તિ કરે છે, એનું સીધું લક્ષ્ય ભલે ગમે તે હોય-પણ જેમ જેમ ઊંડા ઉતરતા જઇશું, તેમ તેમ ખ્યાલ આવશે કે એનું અંતિમ લક્ષ્ય સુખ જ છે. અરે, આત્મહત્યા કરનારાને પુછશો તો એ પણ એમ જ કહેશે કે ‘મારે દુઃખોથી છૂટવું છે, હું ત્રાસી ગયો છું. મારે શાંતિ જોઇએ છે...’ એટલે સૌ પ્રથમ આ પદાર્થ મનમાં બરાબર દઢ કરી લો કે— કોઇપણ જીવની અંતિમ ઇચ્છા છે સુખ મેળવવાની ! દુઃખો ખતમ કરવાની ! પણ, જીવ અજ્ઞાની છે, અણસમજુ છે...એટલે એને ખરેખર સાચું ભાન જ નથી કે સુખ શી રીતે મળે ? એ બિચારો જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સાચું સુખ માની બેસે છે, એ મેળવવા માટે ધમપછાડા કરે છે, પણ આ સાવ ખોટો રસ્તો હોવાથી અંતે એ દુઃખી જ થાય છે. જીવવા માટે ખો૨ાક કે દવાને બદલે ઝેર ખાવામાં આવે તો શું થાય ? અજબ જીવનની ગજબ કહાની ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ડાયેરીયા (ઝાડા) અટકાવવા માટે વાટકી દિવેલ પીવામાં આવે તો શું થાય ? બસ, અજ્ઞાની જીવ સુખ મેળવવા માટે શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શોદિની પાછળ જે ગાંડો બને છે, એ આ બે ઢાષ્ટાન્તો જેવું છે. કોલેજના પેલા યુવાનો-યુવતીઓ જોયા છે ? સુખ-શાંતિ મેળવવા માટે તેઓ ચરસ-ગાંજો-કોકેઇન-સિગરેટ-તમાકુ જેવા વ્યસનો ભોગવતા થયા, એમને શરૂઆતમાં એમ જ લાગે કે ‘આ વસ્તુઓથી મને સુખ મળે છે' પણ વાસ્તવિકતા બધા જ જાણે છે કે તેઓ વ્યસની બની રહ્યા છે, તેઓ ધીમે ધીમે દુઃખના મહાસાગરમાં કાયમ માટે ડૂબી જવા માટે, મોત તરફ ધસી રહ્યા છે. દુઃખો અને એને ઉત્પન્ન કરનારા દોષો એ જ દર્દ છે, રોગ છે. જો એ ખતમ થાય, તો જીવ સ્વસ્થ-નીરોગી બની જાય, સુખી-પ્રસન્ન બની જાય. પ્રશ્ન : એ શી રીતે ખતમ થાય ? : ઉત્તર ઃ દર્દી સારા ડૉકટરના શરણે જાય, સારો ડૉક્ટર એમને સારામાં સારી દવાઓ આપે, દર્દી એ દવાનો વિધિસર વપરાશ કરે...તો એ દર્દ દૂર થાય. આ સિવાય તો રોગી નીરોગી ન બની શકે. આ જ પદાર્થ લોકોત્તર શાસનમાં વિચારીએ. અરિહંત પરમાત્મા સૌથી મોટા ડૉક્ટર છે. સદ્ગુરૂ ભગવંતો એ મોટા ડૉક્ટરના હાથ નીચે તૈયાર થયેલા નાના ડૉક્ટર છે. સંસારમાં રહેલા જીવો રાગ, દ્વેષ, ઇર્ષ્યા, નિંદા, અહંકાર, આસક્તિ, વિકાર વગેરે વગેરે હજારો દોષો રૂપી રોગોથી પીડાતા રોગીઓ છે. બિચારા આ જીવો ! નાની નાની વાતમાં ગુસ્સે થઇ જઇ મારામારી, ખૂન-ખરાબા પણ કરી બેસે છે. કોઇકનો વિકાસ જોઇને અંત૨માં સળગ્યા કરે છે. કોઇક એમનું જરાક પણ બગાડે, તો એમને કાયમ માટે દુશ્મન માની લે છે. પોતાના સ્વાર્થ ખાતર ગમે તેનું ગમે તે કરી નાંખવા તત્પર બની રહે છે. સામાન્ય નિમિત્તોમાં ય વિકારોથી ખદબદ બદબદ થતું મન એમનો મોટો રોગ છે. વિશ્વવ્યાપી જીવોના જો આ બધા દોષાત્મક રોગોનું વર્ણન ક૨વા બેસીએ, તો એનો કોઇ અંત જ ન આવે. આ જીવો ખરેખર નિર્દોષ બની શકે છે, પણ એ માટે સૌ પ્રથમ શરત જ આ છે કે એમણે ડૉક્ટર ઉપર સંપૂર્ણ જૈન સાધુ જીવન... ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ મૂકી દેવો, એ જેમ કહે એ પ્રમાણે દવા કરવી. જો રોગી જીવ આ પ્રમાણે ક૨શે, તો એ નીરોગી બનશે જ. હવે જરાક ઊંડા ઉતરીએ. રોગની દવા બે રીતે થાય. જો દર્દી હોસ્પીટલમાં દાખલ થઇ જાય, તો ૨૪ કલાક ડૉક્ટરની નજર હેઠળ એની સારવાર થાય. શ્રેષ્ઠ કોટિની દવાઓ આપવામાં આવે, નાનામાં નાની કાળજી કરવામાં આવે...એ દર્દી જલ્દી સાજો થાય. હા ! એ માટે દર્દીના ગજવા ગરમ જોઇએ. એટલે કે ચિક્કાર સંપત્તિ ખર્ચી નાંખવાની તૈયારી જોઇએ. જે દર્દી પાસે હોસ્પીટલમાં દાખલ થવા માટેની અનુકૂળતા ન હોય, પૈસા ઓછા હોય...એ દર્દી ઘરે રહીને દવા કરે...પણ એને સારામાં સારી ટ્રીટમેન્ટ ન મળે. ડૉક્ટરની સારામાં સારી સારવાર, ૨૪ કલાક કાળજી...વગેરે ન મળે. છતાં એ રીતે પણ જો દવા કરાવે, તો ભલે રોગ જલ્દી ન મટે, પણ એ આગળ વધતો અટકે, ધીમે ધીમે ઘટે અને લાંબે કાળે એ સંપૂર્ણ નાશ પણ પામી જાય. ન અરિહંત મહારાજાએ જે સર્વવિરતિધર્મ બતાવ્યો છે અને એના પાલન માટે જે વ્યવસ્થા ગોઠવી છે. એ લોકોત્તર જગતની સર્વ શ્રેષ્ઠ કક્ષાની હોસ્પીટલની સારવાર જ જોઇ લો. ત્યાં સંપૂર્ણ સત્તા અરિહંતોની અને સદ્ગુરૂઓની જ છે. જે એમાં દાખલ થાય, એને સદ્ગુરૂ શ્રેષ્ઠ કોટિની દવા આપે, ૨૪ કલાક કાળજી કરે...દીક્ષિત થયેલો જીવ જો એ દવાને બરાબર લે, કોઇ ગરબડ ન કરે...તો એનો રોગ બહુ જ ઝડપથી મટી જાય. પણ આ મોંઘી હોસ્પીટલમાં દાખલ થવા માટે પુષ્કળ ધનની જરૂર પડે, એ ધન એટલે પ્રચંડ વૈરાગ્ય, બાવીશ પરિષહાદિને સહન કરવાની શારીરિકમાનસિક શક્તિ...જો આ ન હોય તો દીક્ષા-હોસ્પીટલમાં દાખલ થવું શક્ય નથી. જે આત્મા વૈરાગ્ય + વ્રતપાલન દઢતા આ બે પ્રકારનું ધન આપે છે, એને સદ્ગુરૂ દીક્ષા-હોસ્પીટલમાં દાખલ કરીને એની એવી જોરદાર સારવાર કરે છે કે બહુ જ ઓછા ભવમાં એ આત્મા મોક્ષ પામી જાય. પણ જેની પાસે વૈરાગ્ય હોવા છતાં ય કાચો છે, અથવા તો વ્રતોનું પાલન કરવા માટેની એવી દૃઢતા નથી, એ દીક્ષા ન લઇ શકે. એણે ઘરે બેસીને દવા કરાવવી પડે, એટલે કે શ્રાવકજીવન જીવવું પડે. એનાથી એને એટલો અજબ જીવનની ગજબ કહાની ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ફાયદો મળે કે રોગ વધે નહિ, અટકે, ધીમે ધીમે ઘટે અને લાંબે ગાળે ખતમ થાય. આ એક નક્કર સત્ય છે. માટે જ, એક સેકંડના પણ સાચા સાધુપણાવાળા કુલ ભવો વધુમાં વધુ સાત કે આઠ જ થાય, સાતમા કે આઠમા ભવે તો એ સાચી સાધુતા ૧૦૦૦% મોક્ષ લાવીને જ જંપે. જ્યારે સાચા શ્રાવકપણાવાળા કુલ ભવો અસંખ્ય પણ થઇ શકે છે. (અસંખ્ય એટલે ? ચોથા કર્મગ્રન્થમાં દર્શાવેલ દૃષ્ટાન્ત દ્વારા દર્શાવાયેલી અતિ-અતિઅતિ વિરાટ સંખ્યા.) માટે જ સગુરૂની ખરેખર ઇચ્છા તો આ જ હોય છે કે “સંસારી જીવ સાચો સાધુ બની વહેલામાં વહેલી તકે નીરોગી બને.” જ્યાં એ શકય ન હોય, ત્યાં જ સશુરૂ એ જીવને શ્રાવકજીવનની ભેટ આપે. હવે આપણે એ જોઇએ કે “મોક્ષ શું છે ?' માણસ ખરેખર તો સ્વસ્થ-પ્રસન્ન રહેવાના જ સ્વભાવવાળો છે. પરંતુ શરીરમાં કોઇક ગરબડ ઊભી થઇ, એટલે એ ઝેરી મેલેરિયા વગેરે કોઇક રોગોનો ભોગ બનેલો છે. હવે એ જો હોસ્પીટલમાં દાખલ થઇને દવા લેવા માંડે, તો ધીમે ધીમે પેલો રોગ ઘટતો જાય ને ? ધીમે ધીમે સ્વસ્થતા-પ્રસન્નતા વધતી જાય ને ? રોગ વિચિત્ર હોવાથી એક ઝાટકે ખતમ ન પણ થાય. પણ ક્રમશઃ તો ખતમ થઇ જ શકે છે. જ્યારે એ રોગ સંપૂર્ણ ખતમ થાય ત્યારે માણસ પાછો સ્વસ્થ-નીરોગી-પ્રસન્ન બની રહે છે. એ જ રીતે આત્માનો મૂળ સ્વભાવ તો અનંતાનંત સુખનો ભોગવટો કરવાનો છે. અને એના માટે એને કષાયની જરૂર જ નથી, પરંતુ કર્મોના કારણે એ સ્વસ્થતા ઢંકાઇ ગઇ, જાતજાતના દોષો-દુઃખો ઉત્પન્ન થયા. હવે જો એ આત્મા દીક્ષા લઇને સુંદર મઝાના આચારો પાળે, તો એ દવાના પ્રભાવે એના દોષો ધીમે ધીમે ઘટવા માંડે, આત્માના સુખ-પ્રસન્નતા-સ્વસ્થતા ધીમે ધીમે વધવા માંડે....અને એક પળ એવી આવે કે તમામ દોષો ખતમ થાય અને આત્મા સંપૂર્ણ સ્વસ્થ, સંપૂર્ણ સુખી બને. બસ, પોતાના મૂળસ્વભાવની પ્રાપ્તિ એનું નામ જ મોક્ષ ! આખું જિનશાસન માત્ર ને માત્ર આ મોક્ષની પ્રાપ્તિ માટે જ છે. એની તમામ વ્યવસ્થાઓ મોક્ષને નજર સામે રાખીને જ કરવામાં આવી છે. ~ - ૪ - - જૈન સાધુ જીવન Page #20 -------------------------------------------------------------------------- ________________ આ આખો પદાર્થ ફરી મનમાં દઢ કરી લઇએ, ૧) તીર્થકર ભગવંતો-સદ્ગુરૂ જનો ડૉક્ટરો. ૨) સર્વવિરતિ-દીક્ષા-સંયમ શ્રેષ્ઠ હોસ્પીટલ ટ્રીટમેન્ટ. ૩) દીક્ષિત આત્માઓ-સાધુ, સાધ્વીજીઓ, સંયમીઓ=હોસ્પીટલમાં દાખલ થયેલા રોગીઓ. ૪) શાસ્ત્રો-ગ્રન્થોકરોગ+દવાની સંપૂર્ણ માહિતી આપતા મેડીકલ લાઇનના પુસ્તકો. ૫) સાધુજીવનના હજારો પ્રકારના આચારો=જુદા જુદા રોગો માટેની હજારો પ્રકારની દવાઓ. ૬) આચારોનું વ્યવસ્થિત પાલન વિધિસર દવાઓ લેવી. ૭) ધીમે ધીમે દોષો ઘટવા-ધીમે ધીમે રોગો ઘટવો. ૮) વીતરાગતા-સર્વજ્ઞતાની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ=સંપૂર્ણ રોગનાશ, સંપૂર્ણ સ્વસ્થતા. આ પદાર્થ જો બરાબર સમજાઇ જશે. તો જિનશાસનનું રહસ્ય એકદમ સરળતાથી સમજાઈ જશે. તમામ સાધ્વાચારો દવા છે, સાધ્વાચારો સ્વયં સુખરૂપસ્વસ્થતારૂપ નથી, પણ એ એનું કારણ છે, સાધન છે. કોઇપણ રોગીનું અંતિમ લક્ષ્ય દવા હોઇ જ ન શકે. અંતિમ લક્ષ્ય રોગનાશ જ હોય. એને મેળવવા માટે જે કોઇપણ દવા કરવી પડે, એ કરવાની જ. એમ કોઇપણ સાચા સંયમીનું અંતિમ લક્ષ્ય આચાર હોઇ જ ન શકે, અંતિમ લક્ષ્ય વીતરાગતા જ હોય. એને મેળવવા માટે જે કોઇપણ આચારો પાળવા જરૂરી હોય, એ પાળવાના જ. જેમ રોગ બદલાય, એમ દવા પણ બદલાય. હા ! છેલ્લું ફળ દરેક દવાનું એક જ છે, રોગ ઊભી કરેલી અસ્વસ્થતાનું નિવારણ કરી સ્વસ્થતા પ્રગટ કરવી. આ ખુલાસો ખાસ ખાસ સમજી રાખવાનો છે. કારણ કે આ પુસ્તકમાં આગળ અનેક આચારોનું સ્વરૂપ આપણે જોશું, પણ એમાં ક્યાંય એકાંત પકડવાનો નથી કે “આમ જ કરાય, આમ ન જ કરાય...” મોટા ભાગની પરિસ્થિતિને લઇને જ એ વર્ણન કરવામાં આવ્યું હોય છે, એમાં વિશેષ પરિસ્થિતિમાં ફેરફાર થવાની પૂરી શક્યતા હોય જ. પ્રશ્ન : કોઇપણ સાધ્વાચારમાં એકાંત નથી, એ માટે કોઇ શાસ્ત્રાધાર ખરો ? ઉત્તરઃ અવશ્ય ! હવે પછીના પ્રકરણમાં આપણે એ પદાર્થ સ્પષ્ટ રીતે જોઇશું. અજબ જીવનની ગજબ કહાની – Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઃ પણ પહેલેથી જ આ ખુલાસો કરવાની કોઇ આવશ્યકતા ખરી ? ઉત્તર : ખરી, જે અપરિણત કક્ષાના જીવો છે, તેઓ આચાર પ્રતિપાદક શાસ્ત્રો વાંચીને એમાં એકાંત આગ્રહવાળા બની જાય છે. પછી એ આચાર નહિ પાળનારાઓને કુસાધુ, ભ્રષ્ટસાધુ જ માનતા હોય છે. આ બરાબર નથી. એમણે એ સમજી જ લેવું જોઇએ કે આચાર એ દવા છે, આરોગ્ય નથી. આરોગ્યનું કારણ ચોક્કસ બની શકે. પણ રોગ પ્રમાણે દવા બદલાતી જ રહેવાની. એમાં એકાંત પકડીને બેસી ન રહેવાય. • શિયાળામાં ધાબળા-રજાઇ-સ્વેટરનો ઉપયોગ કરવાથી સુખ મળે, ઉનાળામાં આ બધાનો ઉપયોગ ન કરવાથી સુખ મળે. પિત્તપ્રકોપ વખતે ઘી-સાકર-કેળાદિ વાપરવાથી રોગ શમે, શર્દી-કફ વખતે ઘી-સાકર-કેળાદિ છોડવાથી રોગ શમે, • સખત ભૂખ લાગી હોય, ત્યારે ભોજન કરવાથી જ શાંતિ મળે. સખત કબજીયાત-અજીર્ણ થયું હોય, ત્યારે ભોજન ન કરવાથી જ શાંતિ મળે. આવા આવા હજારો દૃષ્ટાન્નો લૌકિક જગતમાં આપણે પણ અનુભવતા હોઇએ છીએ, એ જ વસ્તુ સાધ્વાચારની બાબતમાં પણ સમજી જ લેવાની કે, • પ્રસિદ્ધ સાધ્વાચાર પાળવાથી જ આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થાય પણ વિશેષ પરિસ્થિતિમાં પ્રસિદ્ધ સાધ્વાચારમાં જયણાપૂર્વક ફેરફાર કરવાથી, એ આચાર ન પાળવાથી જ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય...એટલે આચાર પાળવો કે ન પાળવો એ બધું ફળપ્રાપ્તિને નજરમાં રાખીને નક્કી કરવાનું હોય, અને એ ગણિત માત્ર ને માત્ર ગીતાર્થ સંયમી જ માંડી શકે, માટે આ માટેની તમામે તમામ સત્તા ગીતાર્થને જ છે, અગીતાર્થોએ ગીતાર્થના માર્ગદર્શન પ્રમાણે જ પ્રવૃત્તિ કરવાની છે. ગીતાર્થ એટલે શાસ્ત્રોનો (ક્રમશઃ અભ્યાસ બાદ છેલ્લે છેદગ્રન્થોનો) સમ્યગુજ્ઞાતા ! એ ડૉક્ટરના સ્થાને છે, અને રોગની દવા બાબતનો નિર્ણય તો ડૉક્ટર જ લઇ શકે ને ! જૈન સાધુ જીવન... Page #22 -------------------------------------------------------------------------- ________________ TY). પરિણતિ : અધ્યવસાય-ભાવ નિશ્ચય-પરિણામ કોઇપણ સાધ્વાચારમાં એકાંત નથી. એ આપણે પ્રથમ પ્રકરણમાં જોઇ ગયા. જો, એકાંત હોય તો એક જ બાબતનો છે “અશુદ્ધ ભાવ ન જ જોઇએ, શુદ્ધભાવ જ જોઇએ.' આ વસ્તુ આપણે આ પ્રકરણમાં શાસ્ત્રપાઠી સાથે જોઇશું. પરિણતિ બોલો, અધ્યવસાય બોલો, ભાવ બોલો, નિશ્ચય બોલો... અપેક્ષાએ આ સમાનાર્થી શબ્દો છે. આનું મહત્ત્વ જિનશાસનમાં કેવું અને કેટલું છે ? એ હવે આપણે જોઇએ. (१) परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरिअसाराणं । पारिणामिअं पमाणं निच्छयमवलंबमाणाणं ॥ | (ચોદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત-ઓઘનિર્યુક્તિ-૭૬૦) ભાવાર્થ ઃ બાર અંગોનો સંપૂર્ણ અભ્યાસ કરી લઇને આ વિશાળ શ્રુતસાગરનો સાર જેમણે પ્રાપ્ત કર્યો છે, જેઓ નિશ્ચયનું અવલંબન કરનારા છે તે ચૌદપૂર્વધરાદિ ઋષિ મુનિઓને પુછવામાં આવે કે “આ જિનશાસનનું સૌથી મોટામાં મોટું રહસ્ય શું છે? તો તેઓ એક જ જવાબ આપે કે પરિણામ પના પરિણામમાં અધ્યવસાયમાંeભાવમાં જે હોય, એ જ પ્રમાણ ! અર્થાત્ બાહ્ય ક્રિયાઓ શુભાશુભ કર્મબંધમાં પ્રમાણભૂત નથી, બાહ્ય ક્રિયાઓ સુખ-દુઃખાદિ ફળોમાં, મોક્ષપ્રાપ્તિમાં પ્રમાણભૂત નથી. કર્મ ક્યું બંધાશે ? એનો નિર્ણય જીવના અધ્યવસાય ઉપર જ થાય છે. જેવો અધ્યવસાય, તેવું જ ફળ ! ક્રિયા ગમે તે હોય. • અધ્યવસાય શુભ-શુદ્ધ, તો ક્રિયા ખરાબ હોવા છતાં ય ફળ સારું જ મળે. • અધ્યવસાય અશુભ-અશુદ્ધ, તો ક્રિયા સારી હોવા છતાં ય ફળ ખરાબ જ મળે. દૃષ્ટાન્ન-પ્રસન્નચંદ્ર રાજર્ષિની બાહ્ય ક્રિયા ઘણી સરસ ! એક પગ ઉપર બીજો પગ રાખીને કાઉસ્સગ્નમાં ઉભા છે, બંને આંખો સૂર્ય સામે માંડી છે, બે હાથ ઊંચા છે.અદ્ભુત સાધનાદિયા ! પરંતુ અંદરનો ભાવ શત્રુઓ સાથે અજબ જીવનની ગજબ કહાની ૭ – * Page #23 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ કરવાનો ચાલી રહ્યો હતો. તો એ વખતે છેક સાતમી ના૨ક સુધીના પાપકર્મો બાંધી નાંખ્યા. ગુણસાગર લગ્નની ચોરીમાં ફેરા ફરી રહ્યો છે. હાથમાં પત્નીનો હાથ છે, છેડાછેડી બાંધેલા છે, આમ બાહ્ય ક્રિયા અશુભ છે...તેમ છતાં પણ અંદ૨નો ભાવ આસમાનને આંબ્યો. સંયમ સ્વીકારની પવિત્રતમ ભાવનામાં ચડી ગયા, અને ત્યાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. (२) किं बहुणा, जह जह रागद्दोसा लहुं विलिज्जंति, तह तह पयट्टिअव्वं, एसा आणा जिनिंदाणं । (મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા.) આ મહાપુરૂષને માટે કોઇ વિશેષ ઓળખાણ આપવાની જરૂર નથી. ઉપરની ગાથા ક્યા ગ્રન્થમાં છે ? એ એટલા માટે નથી જણાવ્યું. કેમકે પ્રતિમાશતક, સામાચારી પ્રકરણ, ઉપદેશ રહસ્ય, ગુરૂતત્ત્વવિનિશ્યય, અધ્યાત્મમત પરીક્ષા...વગેરે અનેક ગ્રન્થોમાં સૌથી છેલ્લે તેઓશ્રીએ આ ગાથા અવશ્ય મૂકી છે. જેનો ભાવાર્થ આ પ્રમાણે છે. આખા ગ્રંથમાં ઘણી ઘણી ચર્ચાઓ કરી લીધી, હજી પણ ઘણું બધું કહી શકાય એમ છે. પણ હવે એ બધું કહેવાનું છોડી દઉં છું. તમામ પદાર્થોનો એકમાત્ર સાર જ તમને આપી દઉં છું કે જિનેશ્વર ભગવંતોની એક માત્ર આજ્ઞા આ જ છે કે ‘જેમ જેમ રાગ અને દ્વેષ ઝડપથી ખતમ થાય, તેમ તેમ પ્રવૃત્તિ કરવી.’ જોયું ને ? રાગ-દ્વેષનો વિનાશ થવો એટલે કે અધ્યવસાય પવિત્ર બનવા...એ અત્યંત આવશ્યક છે. એમાં એકાંત છે. બીજી બધી જ બાબતોમાં અનેકાન્ત ! વળી ગાથામાં વાપરેલા શબ્દો પણ આચારમાં અનેકાન્તનું જ સૂચન કરે છે. નઃ નદ્દ અને તF તદ્દ એ શબ્દો એ જ સૂચવે છે કે બાહ્ય આચારમાં ગમે એટલો ફેરફાર થાય, એની સાથે નિસ્બત નથી, પણ રાગદ્વેષહાનિ એ આચાર દ્વારા થવી જ જોઇએ. રાગાદિહાનિ ન કરી આપનાર આચારનું અમારે શું કામ ? તો રાગાદિહાનિ કરાવી આપના૨ો તમામ આચાર અમને માન્ય ! જૈન સાધુ જીવન... Page #24 -------------------------------------------------------------------------- ________________ દા.ત. શ્રાવકોને એમની કક્ષા પ્રમાણે પૂજાદિ આચાર રાગાદિહાનિ કરે છે, તો એમણે એ આચાર પાળવાનો. સાધુઓને એમની કક્ષા પ્રમાણે પૂજાદિ આચાર રાગાદિહાનિ નથી કરતો, વૃદ્ધિ કરે છે.તો એમણે એ આચાર નહિ આદરવાનો. (આ સામાન્યથી જણાવ્યું, આવું કરોડો બાબતોમાં વિચારી લેવું.) (३) जह जह दोसा विरमइ, जह जह विसएसु होइ वेरग्गं | तह तह विनाअब्, आसन्नं से अ परमपयं । ભાવાર્થ ઃ મોક્ષ નજીકમાં છે ? દૂર છે ? એ શી રીતે ખબર પડે ? એ જાણવા માટેનું બેરોમીટર આમાં દર્શાવેલું છે કે આપણા આત્માના ક્રોધઅહંકાર-કપટ-આસક્તિ-વિકાર-ઇર્ષ્યાદિ દોષો જેમ જેમ ઓછા થતા જાય, મનગમતા શબ્દાદિ વિષયોમાં જેમ જેમ રાગભાવ ઘટતો જાય, તેમ તેમ મોક્ષ વધુને વધુ નજીક છે..એમ નક્કી માનવું. દોષોનો સંપૂર્ણક્ષય એ સંપૂર્ણ મોક્ષ. દોષોનો દેશતઃ ક્ષય એ દેશતઃ મોક્ષ જ છે. એ થોડો થોડો ક્ષય વધતો જાય, તેમ મોક્ષ પણ નજીક આવતો જાય. ધારો કે ૧ કરોડ માત્રાના દોષો છે, તો એ તમામ દોષોના ક્ષયથી સંપૂર્ણ મોક્ષ મળે. હવે કોઇકને ૧ લાખ માત્રાના દોષો ઓછા થયા, તો એનો મોક્ષ એટલા અંશ પૂરતો થઇ જ ગયો. કોઇકને ૫૦ લાખ માત્રાના દોષો ઓછા થયા, તો એનો મોક્ષ ૫૦% જેટલો થઇ જ ગયો. ટુંકમાં શુભક્રિયા વધી કે ઘટી એના આધારે નહિ, પણ આંતરિક દોષોની વધઘટના આધારે જ મોક્ષનો નિર્ણય થાય છે. (૪) ડિસેવIT ૩ માવો...(શ્રી નિશીથસૂત્રનિર્યુક્તિ, શ્રી व्यवहारसूत्र-नियुक्ति.) વર્તમાનમાં જે ૪૫ આગમો છે. એમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગંભીર આગમો તરીકે છે છ છેદ ગ્રન્થો ! એમાં પણ શ્રી નિશીથ, શ્રી બૃહત્કલ્પ અને શ્રી વ્યવહાર આ ત્રણ ઘણા વિરાટ અને ઘણા ઘણા ઉપયોગી ! આ તમામ છેદગ્રથો સાધ્વાચારનું પ્રતિપાદન કરનારા જ ગ્રન્યો છે. સાધુ-સાધ્વીઓએ શું કરવાનું ? શું નહિ કરવાનું ? તેઓ જો સાધ્વાચાર ન પાળે, તો શું શું અજબ જીવનની ગજબ કહાની – ૯ ] Page #25 -------------------------------------------------------------------------- ________________ નુકસાન થાય ? એના પ્રાયશ્ચિત્ત શું શું આવે ? વિશેષ કારણો આવી પડે તો એ સાધ્વાચારમાં કેવી રીતે છૂટ લેવાની ? એમાં ઓછામાં ઓછી છૂટ લેવા માટે શું શું વિચારણા કરવાની ? વગેરે વગેરે બાબતોનું અતિ ઉંડાણ પૂર્વક વિવેચન કરવામાં આવેલું છે. પ્રસ્તુત ત્રણ છેદ ગ્રન્થોના જ આશરે ૫૦૦૦ થી પણ વધુ પાના છે. આમાં શાસ્ત્રોમાં જે સાધ્વાચાર પાળવાનું જણાવેલું છે, એ એ પ્રમાણે જ પાળવામાં આવે તો એ આચારોની સેવના કરેલી કહેવાય. પણ એના કરતા જો વિપરીત કરવામાં આવે તો એ પ્રતિ-સેવના કહેવાય. એને બીજી ભાષામાં પાપ કહેવાય. - હવે પ્રસ્તુત પાઠ વિચારીએ... આ પાઠની અવતરણિકા આ પ્રમાણે છે કે 'ડિજેવા વિ માવો, વિરિયા વા .’ પ્રશ્રકાર પૂછે છે કે શાસ્ત્રોક્ત આચારોનું પાલન ન કરીએ, તો એ પ્રતિસેવના કહેવાય છે. પણ આ પ્રતિસેવના ભાવરૂપ છે ? કે ક્રિયારૂપ છે ?' આ પ્રશ્ન વિચિત્ર લાગે ને ! જો શાસ્ત્રોક્ત આચારો ક્રિયારૂપ હોય, તો એની પ્રતિસેવના વિપરીત આચાર=વિપરીતક્રિયા રૂપ જ હોવાની ને ? પણ ના ! એવું નથી. એક જબરદસ્ત કોટિનું રહસ્ય આમાં ધરબાયેલું છે. નિર્યુક્તિકાર કેટલું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે “પ્રતિસેવના ભાવરૂપ જ છે' પાઠમાં ૩ મુક્યો છે, એ જકાર દર્શાવવા છે. એટલે કે પ્રતિસેવના ક્રિયારૂપ નથી..એમ સુચવવામાં આવે છે. પાછો પ્રશ્ન થાય કે “પ્રતિસેવના ભાવરૂપ છે, એ વાત સાચી પણ શુભભાવરૂપ ? કે અશુભભાવરૂપ ?' એનો જવાબ પણ ગાથામાં આપેલ છે કે બંને ભાવરૂપ હોઇ શકે છે. એમાં જે શુભભાવરૂપ પ્રતિસેવના છે, તે કલ્પિક કહેવાય. અશુભભાવ રૂપ પ્રતિસેવા દર્ષિક કહેવાય. કલ્પિક પ્રતિસેવા એટલે અપવાદ માર્ગ ! એટલે કે એ આત્માને મોક્ષ તરફ લઇ જાય છે, એટલે એનો કોઇ વાંધો નથી, એ પાપ ન કહેવાય. પણ દર્ષિક પ્રતિસેવા એ ઉન્માર્ગ રૂપ છે, એ આત્માને મોક્ષથી દૂર લઇ જાય છે. એ જ ખરું પાપ છે. માટે એનો ત્યાગ કરવો. દા.ત. શાસ્ત્રોમાં વારંવાર વિગઈ વાપરવાનો નિષેધ કરેલો છે. એટલે વિગઇત્યાગ એ સાધ્વાચાર છે. પણ – ૧૦ છે - જૈન સાધુ જીવન... Page #26 -------------------------------------------------------------------------- ________________ અશક્તિ, માંદગી વગેરે કારણોસર સંયમી કોઇપણ પ્રકારના રાગભાવને પોષ્યા વિના, માત્ર શરીર ટકાવીને ધર્મારાધના કરવા માટે વિગઇ વાપરે તો આમાં ભાવ સારો હોવાથી કલ્પિક પ્રતિસેવા કહેવાય. એમાં કોઇ વાંધો નહિ. પણ જો રાગભાવથી વિગઇ વાપરે, જરૂર કરતા વધારે વાપરે, આસક્તિ પોષવા માટે વાપરે...તો ભાવ ખરાબ હોવાથી દર્ષિક પ્રતિસેવા કહેવાય, એ ચોક્કસ પાપ છે, પાપકર્મ બંધાવના૨ છે. આવું તમામ હકારાત્મક અને નકારાત્મક આચારોમાં સમજી લેવાનું. જે પ્રવૃત્તિ ટુંકમાં ઉત્સર્ગથી કરવાની છે તે પુષ્ટ કારણસર ક૨વામાં ન આવે અને નહીં ક૨વા અંગે કોઇ રાગ-દ્વેષાદિ મેલા ભાવો ન હોય, તો એ નહીં કરવામાં પણ દોષ ન લાગે. એ અપવાદમાર્ગ બને. ભલે કરવા યોગ્ય પ્રવૃત્તિ ન કુરી, તો પણ ભાવ પવિત્ર હોવાથી લાભ થાય. જે પ્રવૃત્તિ નથી કરવાની, તે પુષ્ટ કારણસર ક૨વામાં આવે તો પણ એમાં દોષ ન લાગે જો એમાં કોઇ રાગ-દ્વેષાદિ મેલા ભાવો ન હોય રોજ બે ટાઇમ પ્રતિક્રમણ ક૨વાનું છે, પણ તપસ્વી સાધુ ત્રીજા ઉપવાસે અચાનક સાંજના સમયે બેભાન થઇ જાય, અને છેક ચોવીસ કલાક બાદ ભાનમાં આવે, તો એણે એ દિવસનું પ્રતિક્રમણ કર્યું ન હોવા છતાં એનો કોઇ પ્રમાદ-આળસ-અરુચિ જેવો ખરાબ ભાવ તો છે જ નહિ...માટે એને પાપકર્મ ન બંધાય. રસ્તામાં સાધુનો અકસ્માત થાય, ત્યારે બીજો સાધુ એને બચાવી લેવા માટે કોઇક કારને ઉભી રખાવે, સાધુને અંદર મૂકે, પોતે જાતે પણ બેસે, એને તરત હોસ્પીટલ લઇ જાય...આ બધામાં ખરેખર એણે ન ક૨વાની પ્રવૃત્તિઓ જ કરી છે, છતાં એનો ભાવ સાધુને બચાવી લેવાનો છે, કારમાં બેસીને પ્રમાદ કરવાનો બિલકુલ નથી...તો એને પાપકર્મ ન બંધાય. આ પ્રસ્તુત પાઠ સ્પષ્ટ દર્શાવે છે કે ‘પાપ ભાવાત્મક છે’ એનો મતલબ એ જ કે ‘પુણ્ય પણ ભાવાત્મક જ છે’ એટલે બાહ્ય ક્રિયાને પરમાર્થથી પુણ્ય કે પાપ રૂપે માની ન શકાય. (५) जावइया उस्सग्गा तावइया चेव अववाया । जावइया अववाया तावइया चेव उस्सग्गा || અજબ જીવનની ગજબ કહાની ૧૧ (શ્રી આચારાંગસૂત્ર) Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ “સંયમીએ ગુર્નાદિનો વિનય કરવો' આ વિધાન વાક્ય છે. સંયમીએ વિભૂષા ન કરવી” આ નિષેધવાક્ય છે. આવા આવા હજારો વિધિ-નિષેધનું પ્રતિપાદન કરનારા જે વાક્યો છે. એ બધા જે વિધિ નિષેધને દર્શાવે છે. એ ઉત્સર્ગ માર્ગ કહેવાય. પ્રત્યેક સંયમીએ આ ઉત્સર્ગમાર્ગ જ આચરવાનો છે. પરંતુ એવા કોઇ વિશિષ્ટ કારણ આવી પડે, તો સંયમી ઉત્સર્ગમાર્ગથી વિપરીત આચરણ પણ કરે, કરી શકે..અને એમાં એને ઉત્સર્ગપાલન જેટલો જ ફાયદો પણ થઇ શકે છે. દા.ત. અકસ્માત કે મોટી માંદગીને કારણે સંપૂર્ણ પથારીવશ બનેલો સંયમી ગુરુ આવે ત્યારે ઉભો ન થાય, વંદન ન કરી શકે, અરે, બે હાથ પણ ન જોડી શકે. “મર્થીએણ વંદામિ' પણ ન બોલી શકે. આવું બને...તો આ સંયમી વિધિસ્વરૂપ ઉત્સર્ગનું પાલન નથી કરતો. છતાં એનો ભાવ તો સારો જ છે, ગુરૂ-બહુમાનમાં ખામી નથી. વિનય ન કરી શકવા બદલ આંખમાં આંસુ છે, પશ્ચાત્તાપ છે. આમાં એને વિનય ન કરવા છતાં, ભાવના પ્રતાપે વિશિષ્ટ લાભ થાય જ. એમ આચાર્ય ભગવંતને જૈનેતરો સામે પ્રવચન કરવાનું હોય, પંડિતો સાથે રાજસભામાં વાદ કરવાનો હોય ત્યારે જો ચોખા-આકર્ષક વસ્ત્રો પહેરીને જાય, તો એની જબરદસ્ત છાપ પડે. એ બાહ્ય પ્રતિભાના કારણે સામેવાળા અંજાઇ જાય, અને એટલે પ્રવચનમાં અને વાદમાં બંનેમાં સારી સફળતા મલે. માટે જ એક જગ્યાએ લખ્યું છે કે નિતી વસ્ત્રવતા સમ’ (સુંદર વસ્ત્રવાળાએ સભાને જીતી લીધી.) તો આચાર્ય ભગવંતને શાસનપ્રભાવનાદિના વિશુદ્ધ ભાવથી સારામાં સારા વસ્ત્રો પહેરે, શરીરનો મેલ પાણીથી સાફ કરી નાંખે, પગ ચોખા કરે.તો એમણે નિષેધસ્વરૂપ-ઉત્સર્ગનું પાલન છોડેલું ગણાય, છતાં એમનો ભાવ સુંદર છે, માટે આ વિભૂષા કરવા છતાં ભાવના પ્રતાપે એમને આત્મિકદૃષ્ટિએ લાભ જ થાય. આ કેટલું ગંભીર સૂત્ર છે ! એક એક ઉત્સર્ગ આચારની સામે, એનાથી તદ્દન વિપરીત એવો - ૧૨ - જૈન સાધુ જીવન... Page #28 -------------------------------------------------------------------------- ________________ અપવાદ-આચાર આમાં દર્શાવી દીધો છે. એક પણ બાકી નહિ, હા ! શરત માત્ર એટલી જ કે ઉત્સર્ગમાં જેમ સુંદર ભાવ હોવો જોઇએ, એમ અપવાદમાં (ઉત્સર્ગ વિપરીત આચરણમાં) પણ સુંદર ભાવ હોવો જોઇએ. એ હોય, તો જ આ અપવાદમાર્ગ ! આમ આ સૂત્ર પણ ભાવની ઘણી ઘણી ઘણી મહત્તા દર્શાવે છે. (૬) ને આસવા તે પરિસવા, ને પરિસવા તે આસવા । શ્રી આચારાંગસૂત્ર : ભાવાર્થ : જે જે આશ્રવો છે, તે તે સંવ-પશ્રિવો છે. જે જે સંવર (=પરિશ્રવો) છે, તે તે આશ્રવો છે. આશ્રવ=કર્મબંધનું કારણ. (મુખ્યત્વે પાપકર્મબંધનું કારણ...) સંવ–કર્મબંધ અટકાવનાર (કર્મનિર્જરા કરાવનાર...) પ્રસ્તુતસૂત્રમાં એ દર્શાવ્યું છે કે જે જે કર્મબંધના કારણો છે, તે તે કર્મનિર્જરાદિના કારણો છે. દા.ત. ઓઘો બાળવો એ આશ્રવ છે, તો શાસનહીલના અટકાવવા માટે શ્રેણિકના સમયમાં ઓઘો બાળીને ભભૂતી શરીર પર લગાવી દઇ સંન્યાસી તરીકેનો દેખાવ ઉભો કરનારા સાધુ માટે એ જ ઓઘો બાળવાની ક્રિયા સંવ૨ છે, કર્મક્ષયાદિનું કારણ છે. એનાથી ઉંધું જે જે કર્મનિર્જરાદિના કારણો છે, તે તે કર્મબંધના કારણો છે. દા.ત. ગુર્વાદિની શ્રેષ્ઠ કોટિની ભક્તિ કરવી એ પરિશ્રવ છે. પરંતુ વિનયરત્ને રાજાની હત્યા કરવાના તીવ્ર અશુભભાવ સાથે, રાજાના મહેલમાં ઘુસવા માટે સાધુ બની, આચાર્યનો વિશ્વાસ જીતવા ઉત્કૃષ્ટ ભક્તિ કરી. આ આખી ભક્તિ એમને માટે ભયંકર કોટિનું પાપ બંધાવનારી જ બને. ટુંકમાં, જે જે પુણ્યક્રિયાઓ છે, તે તે પાપક્રિયા બની શકે છે. જે જે પાપક્રિયાઓ છે, તે તે પુણ્યક્રિયા બની શકે છે. જો પુણ્યક્રિયાઓ પાછળ ભાવ ખરાબ, તો એ પાપક્રિયા ! જો પાપક્રિયાઓ પાછળ ભાવ સારો, તો એ પુણ્યક્રિયા ! આમ આ સૂત્રમાં પણ અધ્યવસાયનું જબરદસ્ત મહત્ત્વ સ્થાપિત થાય છે. અજબ જીવનની ગજબ કહાની ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ છે ? પ્રશ્ન : ખાવડ્યા રસ્તા...અને ઝે ઞાખવા . . .એ બે સૂત્રમાં ફરક શું ઉત્તર ઃ મોટો ફરક છે. ખાવડ્યા એ સંખ્યાવાચક શબ્દ છે. જેટલા ઉત્સર્ગ છે, તેટલા અપવાદ છે. એટલે કે ઉત્સર્ગ સ્વયં અપવાદ નથી, પણ ઉત્સર્ગની સામે અપવાદ હોય. એટલે કે ઉત્સર્ગનું અને અપવાદનું બાહ્યસ્વરૂપ અલગ અલગ હોય. ને માસવા...માં જે આશ્રવ છે, એ જ સંવ૨ છે. એટલે કે આશ્રવ અને સંવરનું બાહ્ય સ્વરૂપ એક જ રહે છે, માત્ર અંદરના ભાવોનો ત્યાં ફેરફાર થયેલો છે. ઉત્સર્ગ અને અપવાદ...બંનેમાં અંદરનો અધ્યવસાય શુભ જ હોય, તો જ એ ઉત્સર્ગ કે અપવાદ બને. જ્યારે આશ્રવ અને સંવરમાં તો આશ્રવમાં અશુભ અધ્યવસાય અને સંવરમાં શુભ અધ્યવસાય હોય. (७) संथरणंमि अशुद्धं गेण्हंतदायगाणं अहियं । आउरदिवंतेणं तं चेव हियमसंथरणे | ભાવાર્થ : જો નિર્દોષ ગોચરીથી નિર્વાહ થઇ શકતો હોય, તો દોષિત લેનાર સંયમી અને વહોરાવનાર શ્રાવક બંનેનું અહિત થાય. પણ જો દોષિત લીધા વિના ચાલી શકે એમ જ ન હોય, તો દોષિત લેનાર અને વહોરાવના૨ બંનેનું હિત થાય. અહીં પણ ભાવની પ્રધાનતા સ્પષ્ટ થાય છે. નિષ્કારણ દોષિત લે, તો એમાં પ્રમાદ-રાગ વગેરે અશુભભાવો છે, માટે એમાં નુકસાન. કારણસર દોષિત લે, તો એમાં માંદગી-અશક્તિ વગેરે દૂર કરી સ્વસ્થ બની વધુ આરાધના કરવાનો શુભભાવ છે, માટે ત્યાં દોષિત લેવા-વાપરવા રૂપી ખરાબ પ્રવૃત્તિ હોવા છતાં માત્ર શુભભાવના કારણે ફાયદો જ છે. (८) जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ ભાવાર્થ : બેંતાલીસ દોષ વિનાની ગોચરી સંયમીએ વાપરવાની છે, વહો૨વાની છે. એ ૪૨ દોષોનું વિસ્તારથી વર્ણન પિંડનિર્યુક્તિ નામના ગ્રન્થમાં કરવામાં આવેલ છે. આખા ગ્રન્થમાં આ જ પ્રેરણા કરી છે કે ‘આ દોષો સેવવાના નથી...’ ૧૪ · જૈન સાધુ જીવન... Page #30 -------------------------------------------------------------------------- ________________ એ પછી સૌથી છેલ્લે નિર્યુક્તિગાથામાં આ પદાર્થ દર્શાવ્યો છે કે ‘વિષમ પરિસ્થિતિમાં સંયમી આધાકર્માદિ દોષોને પણ સેવે, તો પણ એને કોઇ જ પાપ ન બંધાય. ઉલ્ટું પાપકર્મોની નિર્જરા જ થાય.' શાસ્ત્રમાં જણાવેલી અપવાદમાર્ગની વિધિને પાળનાર, યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર, અધ્યવસાયોની પવિત્રતાવાળા સંયમી દ્વારા જે કોઇપણ જીવહિંસાદિ વિરાધના થાય, એ એને નિર્જરા જ આપે છે. જે દોષો નરકાદિમાં લઇ જનારા છે, એ જ દોષો સંયમી જો પવિત્રભાવવાળો હોય, તો કર્મનિર્જરા કરાવનારા બને. આસક્તિથી આધાકર્મી પૌષ્ટિક દ્રવ્ય કરાવીને વાપરે, તો પાપ ! પણ એ સંયમી માંદગી દૂર કરીને સારા-સાજા થઇને જોરદાર આરાધના કરવા માટે, નિર્દોષ (પૌષ્ટિક દ્રવ્ય) તપાસ ક૨વા છતાં પણ ન મળવાના કા૨ણે છેવટે દોષિત પૌષ્ટિક દ્રવ્ય કરાવે...તો અધ્યવસાય નિર્મળ હોવાથી એને નિર્જરા જ થાય. (૯) શ્રી દસવૈકાલિકસૂત્રમાં નિર્યુક્તિમાં ચાર પ્રકારની હિંસા બતાવેલી છે. દ્રવ્યથી હિંસા છે + ભાવથી નથી. ભાવથી હિંસા છે + દ્રવ્યથી નથી. દ્રવ્યથી હિંસા છે + ભાવથી છે. દ્રવ્યથી હિંસા નથી + ભાવથી નથી. આ ચાર ભાંગા છે. સંયમીને કોઇ ધક્કો મારીને કાચા પાણીમાં પાડી દે, તો સંયમીના શરીર દ્વારા પાણીના જીવોની હિંસા થાય છે, પરંતુ સંયમીને તો જીવોને મારવાનો કે પ્રમાદનો કોઇ જ ભાવ નથી. એ તો પશ્ચાત્તાપ કરે છે. (અર્ણિકાપુત્ર આચાર્ય...) આમાં પહેલો ભાંગો લાગે. ખાવાની વસ્તુ ખરેખર અચિત્ત હોય, છતાં કોઇકના ખોટા કથનના કારણે સંયમી એને ચિત્ત તરીકે જાણે, અને તો'ય આસક્તિ-નિષ્ઠુરતાથી પ્રેરાઇને વાપરે...તો એમાં ખરેખર કોઇ જીવ મરતો નથી, છતાં સંયમીનો ભાવ તો જીવહિંસાનો છે જ...એટલે અહીં બીજો ભાંગો લાગે. કસાઇ વગેરેને ત્રીજો ભાંગો છે. અજબ જીવનની ગજબ કહાની ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોને ચોથો ભાંગો છે. આમાં પાપકર્મ કયાં બંધાય ? એનો એકદમ ચોકુખો ઉત્તર એ જ આપવામાં આવ્યો છે કે જ્યાં ભાવથી હિંસા નથી, ત્યાં દ્રવ્યહિંસા હોય તો પણ પાપકર્મ ન બંધાય. જ્યાં ભાવથી હિંસા છે, ત્યાં દ્રવ્યહિંસા ન હોય, તો પણ પાપકર્મ બંધાય. માત્ર હિંસામાં જ નહિ, મૃષા-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહ વગેરે અઢારે અઢાર પાપસ્થાનકોમાં આ ચાર ભાંગ ગણવાના. એમાં દરેકમાં જ્યાં ભાવથી તે તે પાપસ્થાન હોય, ત્યાં જ પાપ..એ સિવાય પાપ નહિ. (१०) अज्झत्थविसोहीए जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदंसीहि || ઓઘનિર્યુક્તિ-૭૪૭ આ આખો લોક સર્વત્ર જીવનિકાયથી ભરેલો છે. આપણે ચાલીએ, બોલીએ, લખીએ, ખાઇએ. એ દરેકે દરેકમાં બીજા કોઇ જીવો મરે કે ન મરે, પણ વાયુકાયની તો હિંસા થાય જ.. આનો ઉત્તર એ છે કે પરમાત્માએ એટલું જ કહ્યું છે કે જો અધ્યવસાય સારો હોય, શુભ હોય, શુદ્ધ હોય..તો એ આત્મા અહિંસક જ છે. જીવને મારી નાંખું” એવો ક્રૂર ભાવ ન જોઇએ, “જીવ મરે તો હું શું કરું ? મારે મારવા નથી, પણ એના માટે સૂક્ષ્મ કાળજી કરવી મને ન ફાવે' એવો ઉપેક્ષાદિ રૂપ પ્રમાદભાવ ન જોઇએ... આવા આવા અશુભભાવ ન હોય, તો બાહ્યદષ્ટિએ હિંસા થાય, તો પણ આત્મા અહિંસક. જો જિનાગમોમાં ડુબકી મારીએ, તો આવા સેંકડો હજારો શાસ્ત્રપાઠી જોવા મળશે કે જે એવું સાફ-સાફ શબ્દોમાં જણાવતા હોય કે “ભાવ એ જ મુખ્ય છે, સર્વસ્વ છે, પ્રધાન છે.' પણ આ દસ પાઠો પણ એકદમ પૂરતા છે, એટલે હવે બીજા પાઠો અહીં આપણે લેતાં નથી. બસ, આ દસ પાઠો પુનઃ પુનઃ વિચારવા, ખૂબ જ ચિંતન કરવું, અનેકાનેક રીતે એ પાઠોને ચકાસી લેવા...એના દ્વારા જિનશાસનનું સર્વોત્કૃષ્ટ રહસ્ય તમારા હાથમાં આવી જશે..પછી ક્યાંય પણ ગુંચવાડો ઊભો નહિ થાય. ” [ ૧૬ ] – જૈન સાધુ જીવન.... Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી યોગશતકમાં એકદમ ચોખા શબ્દોમાં ફરમાવ્યું છે કે પ્રવૃષાયા ज्ञानयोग-प्रतिपतिरुपत्वात् । દીક્ષા=સર્વવિરતિ પ્રવજ્યા જ્ઞાનયોગના સ્વીકારસ્વરૂપ છે. અર્થાત્ પરમાર્થથી જુઓ, દીક્ષાનો અર્થ માત્ર એટલો જ છે કે હવે કોઇપણ અશુભ ભાવ મારે ન કરવા..એવી હું પ્રતિજ્ઞા લઉં છું.” બાહ્ય તમામ શુભ ક્રિયાઓ દીક્ષાની સાથે સ્વીકારાય છે ખરી, પણ પૂર્વે જણાવી ગયા, એમ એ તમામ ક્રિયાઓ સાધન છે, એમાં એકાંત નથી જ, એમાં ફેરફારો થઇ શકે છે, કરી શકાય છે. એ ફેરફાર કરવા છતાં પ્રતિજ્ઞા બિલકુલ ન તૂટે. પણ જો અશુભભાવ જાગ્રત થાય, તો પ્રતિજ્ઞા તૂટે, એનું પ્રાયશ્ચિત્ત કરીને એ તૂટેલો ભાગ સાંધી લેવો પડે. ૧૮૦૦૦ શીલાંગરથો છે. એ બધા ભાવ સ્વરૂપ છે. કિયા ગમે એટલી ઘટે, તો ય એમાંથી એકપણ અંગ ન તૂટે. પરંતુ જો નાનકડો પણ અશુભભાવ પ્રગટે, તો એ ૧૮૦૦૦ શીલાંગરથમાંથી એકાદ તો તૂટે જ. એટલે દીક્ષાનો આ પરમાર્થ કાયમ માટે નજર સામે રાખવો જ. ૨ જ અજબ જીવનની ગજબ કહાની અજબ જીવન બ કહાની [ ૧૭ – Page #33 -------------------------------------------------------------------------- ________________ Coman ૩. પ્રવૃત્તિ-આચાર-ક્રિયા-વ્યવહાર ) બીજું પ્રકરણ બરાબર સમજી લીધા બાદ જે લાંબી બુદ્ધિ નહિ દોડાવે, એ ચોક્કસ અટવાઇ જ જવાના. એક જ તરફની બધી વાત સાંભળીને, એ જ સાચું માની લઇને, બીજા પક્ષની વાત સાંભળ્યા, વિચાર્યા, સમજ્યા વિના જે નિર્ણય કરી લે, એ ક્યારેય સાચો ન્યાયાધીશ ન બની શકે. આપણી પાસે બે કાન છે. અપેક્ષાએ એમ કહી શકાય કે એક કાન એકપક્ષની વાતો સાંભળવા માટે છે, અને બીજો કાન બીજાપક્ષની વાતો સાંભળવા માટે છે. જે બંને કાનથી એક જ પક્ષની વાતો સાંભળે, એ અપેક્ષાએ એક કાનથી બધિર કહેવાય. એ જ વસ્તુ બે આંખ માટે પણ સમજી લેવી. એકમાત્ર કરુણાભાવનાથી પ્રેરાઇને એક વાત ચોકક્સ કરીશ કે કેટલાય મતો આજે આવા એકપક્ષ તરફ ખોટી રીતે ઢળી ગયેલા જોવા મળે છે. એમના માટે ગુસ્સો નથી આવતો, પણ કરુણા ચોક્કસ જાગે છે. મુશ્કેલી એ છે કે તેઓ ખૂબ પુણ્યશાળી હોવાથી એમના અનુયાયીઓ પણ સહજ રીતે જ વધતા જાય, આમ તેઓ અને એમના અનુયાયીઓ બંને ખોટા રસ્તે ચડી જાય, હજારો-લાખો ઉત્તમ આત્માઓ સાચો મોક્ષમાર્ગ ગુમાવી દે, દુર્લભ માનવભવ હારી જાય, ધર્મની ઇચ્છા હોવા છતાં સાચો ધર્મ આરાધી ન શકે, અમારા જેવાનું પુણ્ય ઓછું પડતું હોય, તો તેઓ અમારી રજુઆતને સાચી માની ન શકે, સ્વીકારી ન શકે. કેટલાય લોકો નિશ્ચયનયમાં અતિદ્રઢ બનીને એવું માનતા થઇ ગયા છે કે “ક્રિયાની-આચારની-વ્યવહારની-પ્રવૃત્તિની શી જરૂર છે ? બધું ભાવ પ્રમાણે જ થાય છે. તો ભાવ સારો રાખો...બસ, વાત પૂરી થઇ ગઇ.” આ વાત ખોટી છે. ભાવ જ શ્રેષ્ઠ છે, સર્વસ્વ છે, પ્રધાન છે. એ વાત સાચી જ છે. પરંતુ એ ભાવને લાવી આપનાર સુંદર આચાર છે, વ્યવહાર છે...એટલે ભાવને સાધવા માટે સુંદર આચારનો પણ એટલો જ આદર કરવો પડવાનો. આ પદાર્થ આ પ્રકરણમાં આપણે સ્પષ્ટ કરવાનો છે. પશુને ઘાસચારો નાંખવાની પ્રવૃત્તિ કરનારામાં જીવદયાના પરિણામ —[ ૧૮ – જૈન સાધુ જીવન.. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ ચોક્કસ હોય. પણ કસાઇ પશુને કાપતો હોય, અને અંદર જીવદયાનો પરિણામ હોય એવું બને ખરું ? નજર નીચી રાખનાર, સગી બા-બહેન સાથે પણ ખૂબ વિવેકપૂર્વક વાત કરનાર નિર્વિકારી પ્રાયઃ ચોક્કસ હોઇ શકે. પણ Blue Film જોનારામાં નિર્વિકારભાવ હોય એવું બને ખરું? આંબિલ કરનારામાં, સાવ સાદું ભોજન લેનારમાં, મીઠા વિનાની રસોઇ જમનારમાં, કરિયાતું નાંખીને વાપરનારમાં અનાસક્તિ પ્રાય: ચોક્કસ હોઇ શકે, પણ હોટલમાં જાતજાતની ભાતભાતની આઇટમો મંગાવી મંગાવીને ગળા સુધી ખાનારાને ભોજન આસક્તિ ન હોય એવું બને ખરું ? દરેક ફંડમાં નાનો-મોટો ફાળો નોંધાવનારમાં ચોક્કસ ઉદારતા ગુણ હોઇ શકે. પણ અબજો રૂપિયા ભેગા થઇ ગયા પછી ફંડમાં ક્યાંય એક રૂપિયો પણ દાનમાં ન આપનારમાં ઉદારતા ગુણ હોય એવું બને ખરું ? પ્રભુપૂજા વિના પાણી પણ ન પીનારો, પ્રભુના નામ રટણમાં આંસુ સારનારો ચોક્કસ પ્રભુભક્ત હોઇ શકે. પણ પ્રભુના દર્શન પણ ન કરનારો, પ્રભુનું નામ પણ ન લેનારો, સદાય મોઢા પર પીકચરના ગીતોને ગુણગુણાવનારો પ્રભુભક્ત હોય એવું બને ખરું ? એકદમ સ્પષ્ટ ગણિત છે કે કારણ હોય, તો જ કાર્ય થાય. કારણ ન હોય, તો કાર્ય ન જ થાય. કાર્ય મુખ્ય છે, લક્ષ્ય છે, સાધ્ય છે...એની કોણે ના પાડી ? પણ એ કારણ વિના જો પ્રાપ્ત થઇ શકતું ન હોય, તો કારણ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવી જાય ને ! અમારે અનાસક્તિ જ જોઇએ છે, પણ એ અનાસક્તિરૂપી ભાવ વિગઇઓના ત્યાગ, આંબિલ, સંયોજના વિનાની ગોચરી, એક જ બાજુથી વાપરી જવા રૂપી પદ્ધતિ, આ બધા આચારોથી જ સિદ્ધ થાય છે, એ વિના નહિ. માટે એ આચાર પાળવા જ જોઇએ. અમારે નિર્વિકારિતા જ જોઇએ છે, પણ એ ભાવ સ્ત્રીપરિચય, સ્ત્રીમુખદર્શન, સ્ત્રી સાથે હસી હસીને વાતો, સ્ત્રીસ્પર્શ, સ્ત્રીરાગનું શ્રવણ.... આ બધું છોડી દેવા રૂપ આચારથી જ શક્ય છે, એ વિના નહિ માટે એ આચાર પાળવા જ જોઇએ. અજબ જીવનની ગજબ કહાની - ૧૯ – જ Page #35 -------------------------------------------------------------------------- ________________ અમારે નમ્રતા-નિરહંકારિતા જ જોઇએ છે, પણ એ ભાવ વંદનવિધિ, વૈયાવચ્ચ, સ્વપ્રશંસાત્યાગ..વગેરેથી જ શક્ય છે, એ વિના નહિ..માટે એ આચાર પાળવા જ જોઇએ. જો આચાર વિના પરિણતિ સિદ્ધ થઇ જતી હોત, તો અમે આચારને માટે બિલકુલ આગ્રહ ન રાખત. જે લોકો આચારને નકામા ગણે છે, એમને એટલું પુછીએ કે તમારા પત્ની-દીકરી-બહેન કોઇક પરપુરૂષ સાથે કોઇક બંધ રૂમમાં ૧ કલાક રહીને બહાર નીકળે, અને એ તમે જુઓ તો તમે પત્નીને પવિત્રભાવવાળી માની શકશો ? કે એના બાહ્ય ખરાબ આચારને લીધે તમે એને ખરાબ ભાવવાળી માનીને ધિક્કારશો ? તમારો દીકરો તમને લાફાઓ મારે, ગંદી ગાળો બોલે..તો પણ તમે એને પિતા પ્રત્યે ભક્તિભાવવાળો માની શકશો ? કે પછી એને પિતૃદ્રોહી, કુપુત્ર, પેટમાં પાકેલો પત્થર એટલે કે અપવિત્ર ભાવવાળો માનશો ? રસ્તામાં કોઈ તમારું ખીસું કાપીને પૈસા લઇ જાય, ગળાની ચેન ચાકુના જોરે છિનવી લે, ખૂનની ધમકી આપે તો પણ તમે એને અંદરખાને સજ્જન-ધાર્મિક માણસ માની શકશો ? કે પછી એને ચોર-લુંટારો-ગુંડો જ માનશો ? અરે, ભાઈ ! જગતમાં બધા જ બધે જ બાહ્ય આચારોના આધારે જ અંતરના ભાવોનું અનુમાન કરતા હોય છે, પ્રશ્ન : પણ એ અનુમાન ક્યારેક ખોટું પણ પડે છે ને ? ઉત્તર ઃ ક્યારેક એટલે ? એકાદ ટકા જેટલું પણ માંડ ! તો આપણે તો ૯૯%ના આધારે જ ચાલવાનું ને ! ૧% ના આધારે નિર્ણય ન જ કરાય. આ જ કારણસર પ્રભુએ સાધુજીવનમાં જબરદસ્ત આચારમાર્ગ = વ્યવહારમાર્ગ=ક્રિયામાર્ગ દર્શાવ્યો છે. ૧૨૫ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજીએ ખૂબ જ સરસ પદાર્થ આ અંગે દર્શાવ્યો છે. હેમ પરીક્ષા જેમ હુએ જી, સહજ હુતાશન તાપ રે, જ્ઞાનદશા તેમ પરબીએજી, જિહાં બહુકિરિયાવ્યાપ રે. અર્થ : સોનું સાચું છે કે ખોટું ? એની પરીક્ષા કરવી હોય તો એને અગ્નિના તાપમાં તપાવીને પીગાળવું પડે. એમ જીવમાં સારો ભાવ છે કે નહિ ? ” [ ૨૦ OF જેન સાધુ જીવન.. Page #36 -------------------------------------------------------------------------- ________________ એની પરીક્ષા એની બાહ્ય શુભ ક્રિયાઓ ઉપરથી જ થાય. જેનામાં પુષ્કળ શુભ આચારો હોય, તેનામાં શુભભાવ ઘણો હોય, એમ માનવું. ઘણા આંબિલ, એકાસણા..છેવટે વિગઇત્યાગાદિ કરે, તે અનાસક્ત ! નવ બ્રહ્મચર્યની વાડો સરસ રીતે પાળે, તે નિર્વિકારી ! દરેક ક્રિયાઓ ઊભા-ઊભા વિધિસર કરે, તે અપ્રમત્ત ! આળસરહિત ! ગુરૂના પ્રત્યેક વચનોનું પાલન કરે, તે સમર્પિત ! ગુરૂપરતત્ર ! ષકાયની રક્ષાનો સંપૂર્ણ પ્રયત્ન કરે, તે જીવદયાસંપન્ન ! સ્વજનો-ગૃહસ્થો સાથે વાતચીત-ગપ્પાદિ ન કરે, તે અંતર્મુખ ! દિવસમાં દસ-બાર-પંદર કલાક ભણે, તે સ્વાધ્યાયપ્રેમી ! જે ક્યારેય અપશબ્દો ન બોલે, મોટા અવાજે ન બોલે, તે ક્ષમાશીલ ! જે પોતાના દોષો ગુરૂને લખી મોકલાવે, કશું ન છૂપાવે, તે સરળ ! આવું તમામ બાબતોમાં સમજી લેવું. જેમ તાવ શરીરની અંદર હોય, પણ બહાર શરીરની ગરમીથી અંદરનો તાવ માપી શકાય. એમ શુભભાવ કે અશુભભાવ આત્મામાં હોય, પણ શરીરની શુભક્રિયાઓ કે અશુભક્રિયાઓથી એ ભાવોનું અનુમાન કરી શકાય. જેમ કોઇકના ફોટા ઉપરથી કે દર્પણમાં પડતા પ્રતિબિંબ ઉપરથી એ માણસ કેવો છે ? એવો નિર્ણય કરી શકાય, એમ બાહ્ય આચાર એ ફોટાપ્રતિબિંબ જેવો છે. એના ઉપરથી એ નિર્ણય કરી શકાય કે અંદરનો ભાવ કેવો છે... શ્રી ઓઘનિર્યુક્તિમાં ફરમાવ્યું છે કે निच्छयमवलम्बमाणा निच्छयओ निच्छयमजाणंता । नासंति चरणकरणं बाहिरकरणालसा केइ ॥ જે જીવોને આચારોનું પાલન કરવામાં આળસ-કંટાળો આવે છે. તે જીવો ભાવની વાતો કરવા માંડે છે કે “અંદરનો ભાવ સારો રાખવાનો, આચારની કોઇ કિંમત નથી...” એ બિચારાઓ ખરેખર તો પોતાના ચારિત્રનો જ નાશ કરે છે. આવી ખોટી વાતો ફેલાવીને બીજાના ચારિત્રનો પણ નાશ કરે છે. કેમકે આચાર એ ભાવોનું કારણ હોવાથી સ્વયં ભાવસ્વરૂપ કહી શકાય છે. અને એટલે જ એનો ત્યાગ કરનાર ખરેખર તો ભાવનું જ સત્યાનાશ કાઢી બેસે છે. આ બધાનો સાર એટલો જ કે “શુભભાવની ઝંખનાવાળાએ શુભઆચાર પાળવો જ.” અજબ જીવનની ગજબ કહાની1 ૨૧ – ઋગ્ન Page #37 -------------------------------------------------------------------------- ________________ :: : :: : :: : આચારપ્રધાન શ્રમણા જીવન સંઘજમણમાં ૨૦૦૦ માણસ બે કલાકમાં જ જમી લે, પણ એ માટેની પૂર્વેની મહેનત તો કદાચ બે મહિનાની હોય. ક્રિકેટમાં વિજય તો છેલ્લા બોલે એક-બે રન કરવાથી જ મળે, પણ એના માટેની મહેનત તો છેક પચાસ ઓવરની હોય. છ'રી પાલિત સંઘમાં શિખરજીની યાત્રા કરવા જતા હોય, એ બધા શિખરજી તો છેક છેલ્લે બે-ત્રણ દિવસ જ આરાધના કરે..પણ એ માટેની મહેનત ૬ મહિના રોજેરોજ ચાલવાની, ઠંડી-ગરમી સહન કરવાની, એકાસણાદિ કરવાની હોય. દીકરાને M.D. ડૉક્ટર બનાવવો હોય, તો મા-બાપ એની મહેનત એને પાંચેક વર્ષની ઉંમરથી સ્કુલમાં દાખલ કરે, ત્યારથી કરવા માંડે. એ માટે સંપત્તિ જમા કરવાનું કામ પણ ત્યારથી જ થવા માંડે. કોઇપણ બાબતમાં સફળતા તો છેલ્લે જ હોય ને ? અને એનો સમય પણ લગભગ ઓછો જ હોય ને ? પણ એ માટેની મહેનત વર્ષોના વર્ષો સુધીની હોય..એવું પણ બને. ભારતને આઝાદી મળી, ઇ.સ. ૧૯૪૭માં..પણ એની મહેનત શરૂ થઇ ગયેલી ઇ.સ. ૧૮૫૭માં...છેક ૯૦ વર્ષ પૂર્વે ! હવે પ્રસ્તુતમાં વિચારીએ... શ્રમણજીવનનું એકમાત્ર લક્ષ્ય તો મોક્ષ જ છે. એની પ્રાપ્તિ કદાચ ઘણા બધા ભવો પછી પણ થાય, અરે ! આ જ ભવમાં જેને થવાની હોય, એણે પણ એ માટેની સખત મહેનત તો કરવી જ પડે. એ મહેનત એટલે જ આચારોનું દ્રઢકોટિનું પાલન ! આપણે હવે પછીના પ્રકરણોમાં એ અનેકાનેક આચારોનું ટુંકમાં સ્વરૂપ જોશું, આ પ્રકરણમાં સામાન્યથી એ આચારોનું માત્ર એક લિસ્ટ જોઇ લઇએ. ૧) પાંચ મહાવ્રતો + પચ્ચીસ ભાવના. ૨) પાંચ સમિતિ + ત્રણગુપ્તિ = અષ્ટપ્રવચનમાતા. ૩) સત્ય, ક્ષમા વગેરે દસવિધ શ્રમણ ધર્મ. ૪) ઇચ્છા-મિચ્છાદિક દસવિધ ચક્રવાલ સામાચારી. ૫) વિર કલ્પ. જૈન સાધુ જીવન. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬) જિનકલ્પ-પરિહારવિશુદ્ધિક કલ્પ-યથાદિક કલ્પ-ભિક્ષુપ્રતિમાકલ્પ. ૭) જાત-સમાપ્ત કલ્પ. ૮) રોજીંદી ક્રિયાઓ સ્વરૂપ ઓઘ સામાચારી. ૯) સેવાયેલા દોષોની શુદ્ધિ માટે આલોચના-પ્રાયશ્ચિત્તાદિ રૂપ પદવિભાગ સામાચારી. ૧૦) ગોચરી-પાણી અંગેના ૪૨ દોષો. ૧૧) નિર્દોષ ઉપાશ્રય-નિર્દોષ વસ્ત્રો-નિર્દોષ પાત્રાઓ. ૧૨) ચરણ સિત્તરી. ૧૩) કરણ સિત્તરી. ૧૪) પંચાચાર. ૧૫) સ્થિત-અસ્થિત કલ્પ. ૧૬) નવ વાડો. ૧૭) સાધ્વીગણનો આચાર. ૧૮) પાંચ પ્રકારના વ્યવહાર સાધુજીવનમાં સહવાના આવતા ૨૨ પરિષદ • ભૂખ • યાચના-માંગવું • તરસ • વિહારના કષ્ટો, _| જોઇતી વસ્તુ ન • ઠંડી થાક આદિ મળવી • ગરમી • ધૂળિયો, • ઘાસ આદિનો • મચ્છર, જૂ, માંકડ | ગરમીવાળો, ઠંડો | તી સ્પર્શ આદિ ઉપાશ્રય આદિના ડંખ • શરીર પરના મેલ પાપનો નિષેધ અલ્પમૂલ્ય, આદિ જીર્ણશીર્ણ અથવા પ્રતિકૂળ અન્ય ધર્મની મલિન વસ્ત્ર પહેરવાનું સ્થાન ચમત્કારિક વાતો ચારિત્રમાં કંટાળો | • બુદ્ધિમત્તા અથવા સાંભળવા છતા • લોકો તરફથી મળતા | મૂર્ણપણ સ્વધર્મમાં સ્થિરતા માનપાન વિગેરે | • જ્ઞાનનો અભાવ રાખવી. • સ્ત્રી આદિ પર અન્યનો આક્રોશ આસક્તિ • અન્ય દ્વારા માર અજબ જીવનની ગજબ કહાની1 ૨૩ F Page #39 -------------------------------------------------------------------------- ________________ (પાંચ મહાવ્રતો + પચ્ચીસભાવના - -- શ્રાવકોના અહિંસાદિ વ્રતો અણુ-નાના હોય છે, જ્યારે સાધુના વ્રતો મોટા હોય છે, માટે એમને મહાવ્રત કહેવામાં આવે છે. જ્યારે કાચી દીક્ષા આપવામાં આવે, ત્યારે મુમુક્ષુને “કરેમિ ભંતે' ની પ્રતિજ્ઞા કરાવાય છે, એનો સામાન્ય અર્થ આ છે કે મનથી કોઇપણ પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ = ૩ વચનથી કોઇપણ પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ = ૩ કાયાથી કોઇપણ પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ = ૩ આ નવકોટિના પચ્ચકખાણ કહેવાય છે. પ્રસ્તુતમાં કોઇપણ પાપનો અર્થ હિંસા, જૂઠ વગેરે વગેરે.. એટલે કે આ પ્રતિજ્ઞામાં પાંચેય મહાવ્રતોની પ્રતિજ્ઞા આવી જ જાય, કશું બાકી ન રહે, છતાં વડી દીક્ષા=પાકી દીક્ષા વખતે પાંચ મહાવ્રતો સ્વતંત્ર રૂપે ઉચ્ચરાવવામાં=આપવામાં આવે છે. એનો પરમાર્થ માત્ર એટલો જ કે કાચી દીક્ષામાં પાંચેય મહાવ્રતો અલગ અલગ પાડીને સમજાવવામાં આવ્યા ન હતા, માત્ર પાપ શબ્દથી જ હિંસાદિ બધા પાપો લઇ લીધેલા. જ્યારે અહીં એ પાપ-સાવધને સ્પષ્ટ કરીને, અલગ અલગ દેખાડીને, એની પ્રતિજ્ઞા આપવામાં આવે છે. પ્રશ્ન : આમ કરવાનું કારણ ? ઉત્તર : કોઇકને ઉપદેશ આપીએ કે “રાગ ન કરવો' તો એમાં તમામ રાગનો નિષેધ આવી જ જાય, છતાં શ્રોતા પોતાની બુદ્ધિ બરાબર લગાવી ન શકતો હોય, એટલે એને સમજાવવું પડે કે રાગ ત્રણ પ્રકારનો છે. કામ-સ્નેહ દૃષ્ટિ ! એમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇષ્ટ મનગમતા મળે અને રાગ થાય, એ કામરાગ ! પરિવારાદિનો રાગ એ સ્નેહરાગ ! પોતાની કોઇક ખોટી માન્યતા પરનો રાગ એ દૃષ્ટિરાગ ! આમ વિભાગ પાડીને સમજાવીએ, તો શ્રોતા રાગનું સ્વરૂપ બરાબર સમજે અને એનો ત્યાગ કરવાનો સમ્યક્ પ્રયત્ન આદરી શકે. જન ૨૪ - જેન સાધુ જીવન. Page #40 -------------------------------------------------------------------------- ________________ - આમ કાચી દીક્ષામાં અને પાકી દીક્ષામાં પ્રતિજ્ઞાની દૃષ્ટિએ માત્ર આટલો જ ભેદ સમજવો. આ પાંચ મહાવ્રતો મૂલગુણ કહેવાય. શ્રમણજીવનના અન્ય આચારો ઉત્તરગુણ કહેવાય. મૂલગુણ હૃદય-મગજ જેવા છે, ઉત્તરગુણ હાથ-પગ-નાક-કાનાદિ જેવા છે. હૃદય-મગજને નુકસાન પહોંચે, તો મોતની શક્યતા વધુ ! હાથ-પગને નુકસાન પહોંચે, તો શરીર ખંડિત થાય, પણ મોત ન આવે. આપણે જેમ શરીરના તમામ અવયવોને સાચવીએ, પણ હૃદય-મગજને તો એકદમ બરાબર સાચવીએ..એમ સંયમીએ ભૂલ અને ઉત્તર..તમામ ગુણોને સાચવવાના જ છે, પણ એમાં ય પાંચ મહાવ્રતોની સુરક્ષા તો એકદમ બરાબર કરવાની છે. હૃદય-મગજ વિના માણસ જીવી શકતો નથી, મૂલગુણ વિના ચારિત્ર ટકતું નથી. હાથ-પગ વિના માણસ હેરાન ચોક્કસ થાય, પણ જીવે તો ખરો, જીવી શકે ખરો. ઉત્તરગુણ વિના ચારિત્ર નબળું ચોક્કસ પડે, પણ ટકી શકે ખરું.. આ પ્રકરણમાં આપણે પાંચ મહાવ્રતોનું અને પચ્ચીસ ભાવનાનું સ્વરૂપ ટુંકાણમાં જોશું. १) सर्वथा प्राणातिपातविरमण महाव्रत : । સર્વથા મનથી, વચનથી અને કાયાથી..કરવું, કરાવવું, અનુમોદવું.એ નવ કોટિ ! પ્રાણાતિપાત એટલે કોઇપણ જીવને અલ્પ પણ પીડા થવી, જીવ મરી જવો..વગેરે. વિરમણ એટલે ત્યાગ. મન-વચન-કાયાથી અલ્પ પણ પીડા કોઇપણ જીવને સ્વયં કરવી નહિ, કરાવવી નહિ કે એની અનુમોદના કરવી નહિ.આ આનો સામાન્યથી અર્થ છે. પ્રશ્ન : આપણે બોલીએ, ચાલીએ એમાં વાયુકાયના જીવોની હિંસા તો થાય જ છે, તો પછી આ મહાવ્રત તૂટી ન જાય ? ઉત્તર ઃ હિંસા બે પ્રકારે છે...દ્રવ્યથી અને ભાવથી. અજબ જીવનની ગજબ કહાની - ૨૫ – * * Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવને પીડા થવી, જીવ મરી જવો...આ બધી દ્રવ્ય હિંસા ! જીવને મારી નાંખવાનો પરિણામ, જીવદયાનો અધ્યવસાય ન હોવો, જીવરક્ષાની ઉપેક્ષા..આ રીતે અનેક પ્રકારનો અશુભભાવ એ ભાવહિંસા ! પૂર્વે જોઇ ગયા, એમ અપ્રશસ્તભાવ એ જ પાપ છે, અને આપણે એની જ બાધા લીધેલી છે. પ્રશ્ન : તો પછી દ્રવ્યહિંસા કરવાની છૂટ ને ? જીવોને મારીએ તો વાંધો નહિ ને ? ઉત્તર : આવો વિચાર જેને આવે, એના મનમાં જીવરક્ષા પ્રત્યે ઉપેક્ષા આવી ગઇ, આ જ ભાવહિંસા, અને એ તો છોડવાની જ છે ને એક વાત ધ્યાનમાં રાખવી કે મોટા ભાગે દ્રવ્ય હિંસામાં ભાવ હિંસા હોય જ છે, એટલે જેણે ભાવહિંસાની બાધા લીધી, એણે એ બધાના પાલન માટે દ્રવ્યહિંસા ન થાય, એની પૂરેપૂરી કાળજી કરવી જ પડે. હા ! ક્યારેક એવું બનશે કે દ્રવ્યહિંસા હોય, પણ ભાવહિંસા ન હોય, તો ત્યાં મહાવ્રતનો ભંગ બિલકુલ થતો નથી. આ પદાર્થ પાંચેય મહાવ્રતોમાં સમજી લેવો. આપણે ચાર ભાંગા જોઇ લઇએ. દ્રવ્યથી હિંસા છે + ભાવથી હિંસા નથી. એક સંયમી બીજા સંયમીના પગમાં ઘૂસી ગયેલો કાંટો કાઢવા માટેના એકદમ સારા ભાવથી તીક્ષ્ણ સળી, સોંય વડે એના પગમાં તે તે ભાગને કોતરે, એમાં બીજાને પીડા પણ થાય..અહીં દ્રવ્યથી હિંસા છે, ભાવથી નથી. દ્રવ્યથી હિંસા નથી + ભાવથી હિંસા છે. સંયમીને મુસલમાનો પર ગુસ્સો આવે, “એ બધા પાકિસ્તાનીઓને, ભારતીય મુસ્લિમોને કાપી નાંખવા જોઇએ.” આવા વિચારો આવે..તો દ્રવ્યથી હિંસા નથી, સંયમી ખરેખર તો કોઇને એક લાફો પણ મારતો નથી. પણ ભાવથી હિંસા છે, કેમકે અધ્યવસાય ખરાબ છે. દ્રવ્યથી હિંસા છે + ભાવથી હિંસા છે. સંયમી પૂંજ્યા વિના ધડાધડ બારી બંધ કરે, એમાં ગિરોળી ચગદાઈને જુન ૨૬ - જેન સાધુ જીવન... Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવનની પવિત્ર દિનચર્યા Page #43 -------------------------------------------------------------------------- ________________ ' સાધુ ભગવંતની અદ્ભુત સાધના क्षमा समिति परिसह गुप्ति Page #44 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ જીવજગતને અભયદાન આપનાર એકમાત્ર જૈન સાધુ विश्व कटुम्ब Page #45 -------------------------------------------------------------------------- ________________ 'ઉપમાઓ હુાસ0 દેખાડેલું સાધુ જીવાળું હવાઇ भगवान के श्रमाणों की 22 उपमाएं कमल के समान निर्लेप Min आकाश के समान आलम्बन रहित पवन के समान ग्रहरहित। चन्द्र के समान सौम्य जीव के समान अप्रतिहतगति शुद्ध स्वर्ण के समान निर्दोष चारित्रवान 2 कछुए के समान गुप्तेन्द्रिय शंख के समान कांसे के उज्ज्वल-राग रहित पात्र की तरह निर्लेप Elhid PIE DIL 20 Inh2 सूर्य के समान तेजस्वी मारण्ड पक्षी के सम्मान अप्रमत्त यज्ञाग्नि के समान तेजोंदीप्त समुद्र के समान गम्भीर 16 17 गेंडे के सींग के समान एकाकी पक्षी के समान परिकर से मुक्त हाथी के समान शक्तिशाली A शरद ऋतु के जल के समान स्वच्छ हृदय मेरु के समान अप्रकम्प वृषभ के समान धैर्यशाली पृथ्वी के समान क्षमाशील सिंह के समान पराक्रमी Page #46 -------------------------------------------------------------------------- ________________ મરી જાય, તો દ્રવ્યથી હિંસા છે, અને જીવદયા માટેનો જયણા પરિણામ ન હોવાથી, ઉપેક્ષા હોવાથી ભાવથી પણ હિંસા છે. દ્રવ્યથી હિંસા નથી + ભાવથી હિંસા નથી. સિદ્ધ ભગવંતો વગેરેમાં આ ભેદ ઘટે. પ્રશ્ન : સાધુમાં ઘટે ? ઉત્તર : પ્રાયઃ સંયમીને પ્રત્યેક સમયે વાયુકાયની હિંસા તો ચાલુ જ હોય છે, એટલે એ અપેક્ષાએ ન ઘટે. હા ! પાણી-અગ્નિ વગેરે જીવોની અપેક્ષાએ વિચારો, તો સાધુમાં પણ આ ભેદ ઘટી શકે છે. (૨) સર્વથા મૃષાવાદવિરમણ મહાવતઃ મૃષાવાદ એટલે અસત્ય બોલવું. મન-વચન-કાયાથી અસત્ય બોલવું નહિ, બોલાવવું નહિ, અનુમતિ આપવી નહિ..અનુમોદના કરવી નહિ. આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે. દ્રવ્યથી મૃષા છે – ભાવથી નથી. કોઇક સંયમીને રોગ મટતો ન હોય, એના કારણે એ પરેશન થતો હોય, ડૉક્ટરે દવા ચાલુ કરી હોય, પણ સંપૂર્ણ રોગ મટતા દસેક દિવસ લાગવાના જ હોય, પેલાને અસમાધિ ઘણી રહેતી હોય, ત્યારે બીજો સંયમી એને સમાધિ આપવા માટે બોલે કે “બસ, બે-ત્રણ દિવસમાં જ રોગ મટી વાનો છે.ધીરજ રાખો... એમ નવો સાધુ વિહારમાં પુષ્કળ થાકી જઇને પૂછે કે “હજી કેટલું બાકી ?' એ વખતે ધારોકે પાંચેક કિ.મી. બાકી હોય, પણ એ વાત કરીએ તો નવો સાધુ ઢીલો પડી જાય. એ વખતે “બસ હવે વધારે નથી બાકી...” એમ અસ્પષ્ટ ભાષામાં બોલવામાં આવે. આમાં દ્રવ્યથી મૃષા છે, પણ ભાવ લેશ પણ ખરાબ નથી. અન્ય જીવને સમાધિ આપવાનો જ છે. દ્રવ્યથી પૃષા નથી-ભાવથી છે. સંયમીએ કોઇક ભૂલ કરી હોય, એ હવે ગુરૂથી છુપાવવા માંગતો હોય, ત્યાં જ ગુરૂ એને બોલાવે..એ મનમાં વિચાર કરતો જાય કે હું આ રીતે જવાબ આપીશ, પેલી સાચી વાત છુપાવીને રાખીશ..” પણ ગુરુ પાસે પહોંચે, અજબ જીવનની ગજબ કહાનીન ૨૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ અને ગુરૂના ભયના કારણે, ગુરૂની હોંશિયારીના કારણે એ સાચું જ બોલી બેસે, છુપાવી ન શકે. આમાં દ્રવ્યથી મૃષા નથી, પણ એનો ભાવ તો જૂઠ બોલવાનો જ છે, એ કંઈ સાચું બોલવા ઇચ્છતો નથી. એટલે ભાવથી મૃષા છે. દ્રવ્યથી મૃષા છે-ભાવથી છે. સંયમીને એકાસણાને બદલે બેસણું કરીને સવારે ગરમ ચા-દૂધ વાપરવાની આસક્તિ જાગે, અને એ માટે બહાનું કાઢે કે “મારી તબિયત સારી નથી, માથું દુઃખે છે...' વગેરે. તો આમાં બંને પ્રકારે મૃષા છે. દ્રવ્યથી પણ મૃષા નથી-ભાવથી પણ નથી. સંયમી સારા આશયથી સારી-સાચી વાત કરે ત્યારે. (૩) સર્વથા અદત્તાદાનવિરમણ મહાવત : માલિકે ન આપેલી વસ્તુ લઇ લેવી એનું નામ અદત્તાદાન ! મન-વચન-કાયાથી આ ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અનુમોદવી નહિ. આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે. દ્રવ્યથી ચોરી છે-ભાવથી ચોરી નથી. શિવભૂતિને રાજાએ આપેલી કામળી પર રાગ થઇ ગયો, એટલે જ ગુરૂએ એની ગેરહાજરીમાં એને પુછ્યા વિના કામળી લઇ ટુકડા કરીને બધા - સાધુઓને ઘારિયા તરીકે આપી દીધી. આમાં ગુરૂએ દ્રવ્યથી અદત્તાદાન કરેલું ગણાય, પણ એમનો ભાવ ચોરીનો ન હતો, એકદમ સારો ભાવ હતો, શિષ્યને રાગમાંથી બચાવી લેવાનો ભાવ હતો...માટે ભાવથી અદત્તાદાન નથી. એમ અત્યંત ઉત્તમ મુમુક્ષુને એનો પરિવાર ગમે એટલા પ્રયત્નો પછી પણ દીક્ષા ન આપે, તો પછી એના, શાસનના અને પરંપરાએ પરિવારના પણ સાચા હિત માટે એ મુમુક્ષુને પરિવારની રજા વિના પણ દીક્ષા આપવામાં આવે...એમાં પરિવારની રજા નથી, માટે દ્રવ્યથી અદતાદાન છે, પણ ગુરુનો ભાવ ખરેખર શ્રેષ્ઠ છે, માટે ભાવથી અદત્તાદાન નથી. દ્રવ્યથી ચોરી નથી, ભાવથી ચોરી છે. કોઇકની વસ્તુ, શિષ્ય, ભક્ત વગેરે ઝુંટવી લેવાનું મન થાય, પણ એમાં સફળતા ન મળે તો આ દ્રવ્યથી ચોરી નથી, પણ ભાવથી તો ચોરી છે જ. - જૈન સાધુ જીવન Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યથી પણ ચોરી છે-ભાવથી પણ ચોરી છે. કોઇકની વસ્તુ એની રજા વિના લઇ લેવામાં આવે, “આવી સામાન્ય વસ્તુ લેવા માટે વળી શું પુછપરછ કરવાની..” એવા વિચાર મનમાં ચાલતો હોય, તો આમાં દ્રવ્યથી પણ ચોરી છે અને ભાવથી પણ ચોરી છે. આમાં ભલે ઝૂંટવી લેવાનો ભાવ ન હોય, તો પણ પુછવાની કંઇ જરૂર નથી.” આ ઉપેક્ષાપ્રમાદ એ પણ એક પ્રકારની ભાવચોરી જ છે. દ્રવ્યથી પણ ચોરી નથી, ભાવથી પણ ચોરી નથી. સંયમીને એવો ભાવ હોય કે “મારે કોઈની પણ વસ્તુ પુછ્યા વિના તો ન જ લેવાય અને આ ભાવથી પ્રેરાઇને સંયમી જરૂર પડે ત્યારે પણ, નાની વસ્તુ પણ બીજા સંયમીને પૂછીને જ, એની રજા બાદ જ એની પાસેથી લે..તો આમાં દ્રવ્યથી પણ ચોરી નથી અને ભાવથી પણ નથી. (૪) સર્વથા મૈથુનવિરમણ મહાવત: સ્ત્રી-પુરૂષનું પરસ્પર પાપસેવન એ મૈથુન ! મનથી, વચનથી અને કાયાથી આ મૈથુન સેવવું નહિ, સેવડાવવું નહિ, કોઇ સેવતા હોય તો એની અનુમતિ-પ્રશંસા નહિ.... આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે દ્રવ્યથી મૈથુન છે + ભાવથી નથી. અબ્રહ્મનું જે અંતિમ પાપ છે, એમાં આ ભેદ ક્યારેય પણ સંભવિત નથી. કેમકે એમાં જીવને અવશ્ય રાગભાવ હોય જ, એ વિના એ અંતિમ પાપ ન સંભવે. પણ બ્રહ્મચર્યની જે નવ વાડ છે, એમાં આ ભેદ શક્ય છે. એટલે કે મૈથુન અટકાવવા માટેની વાડો છે, એ મૈથુનના કારણોને અટકાવે છે, હવે જો મૈથુનના કારણોને જ મૈથુન ગણી લઇએ. તો એમાં એવું બને કે એ દ્રવ્યથી હોય, ભાવથી ન હોય. દા.ત. સાધુ હોસ્પીટલમાં દાખલ થયો, એને બાટલા ચડાવનાર કોઇ ભાઇ ન હોય, તો છેવટે બહેન પાસે=લેડીઝ પાસે એ કામ કરાવવું પડે, ત્યારે એ સાધુના હાથને પકડીને ઇંજેકશન આપે..આમાં સ્ત્રી અડે છે, એ દ્રવ્યથી મૈથુન છે...એ વખતે સાધુના મનમાં લેશ પણ વિકાર ન જાગે, તો ભાવથી મૈથુન નથી, હા ! એમાં પણ નર્સને સાક્ષાત્ સ્પર્શ ન કરવા દેવો, વચ્ચે કપડું રાખીને સ્પર્શ કરવા દેવો...વગેરે શક્ય એટલી જયણા તો સાચવવાની જ. અજબ જીવનની ગજબ કહાની -ન ૨૯ ] –9 6 % Page #49 -------------------------------------------------------------------------- ________________ શક્ય હોય તો દૂરથી પણ ભાઇને જ બોલાવીને એની પાસે જ બધું કરાવવું. દ્રવ્યથી મૈથુન નથી + ભાવથી છે. રૂપવતી સ્ત્રીને જોઇને પુષ્કળ વિકારો જાગે, પણ કોઇપણ પાપ ન સેવે, સેવી ન શકે..બહારથી કશી જ ખરાબ પ્રવૃત્તિ ન કરેતો એમાં આ ભેદ લાગે. દ્રવ્યથી મૈથુન છે + ભાવથી છે. સંસારીઓ મૈથુનના પાપો સેવે છે, એમાં આ ભેદ લાગે. દ્રવ્યથી મૈથન નથી + ભાવથી નથી. નિર્મળ બ્રહ્મચર્યના માલિકમાં આ ભેદ ઘટે. (૫) સર્વથા પરિગ્રહવિરમણ મહાવત : વસ્તુઓ ભેગી કરવી, વધારે રાખવી..આ છે પરિગ્રહ ! મનથી, વચનથી અને કાયાથી આ પરિગ્રહ કરવો નહિ, કરાવવો નહિ અને એની અનુમોદના કરવી નહિ, અનુમતિ આપવી નહિ. આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે. દ્રવ્યથી પરિગ્રહ છે + ભાવથી નથી. સુસાધુઓ રત્નત્રયીની આરાધના માટે અનેક પ્રકારના જરૂરીઆવશ્યક ઉપયોગી ઉપકરણો રાખે, તો એમાં આ ભેદ લાગે. દ્રવ્યથી નથી + ભાવથી છે. ગરીબોને, ભિખારીઓને જે જે વસ્તુની તીવ્ર લાલસા હોય, પણ એ મળતી ન હોય, તો તે તે વસ્તુ માટે આ ભેદ લાગે. સંયમીને પણ બિનજરૂરી તે તે વસ્તુની લાલસા ઉત્પન્ન થાય, રાખવાની-મેળવવાની-વાપરવાની ઇચ્છા પ્રગટે, પણ ગુર્નાદિની કડકાઇના કારણે કે ભકતોની અનુકુળતા ન મળવાથી વસ્તુ મેળવી ન શકે, તો એમને પણ આ ભેદ લાગે. દ્રવ્યથી છે + ભાવથી છે. શ્રીમંતોને, બિનજરૂરી વસ્તુઓ ભેગી કરનારા સંયમીને આ ભેદ લાગે. દ્રવ્યથી નથી + ભાવથી નથી. આ ભેદ સંપૂર્ણપણે તો સિદ્ધોમાં ઘટે, તીર્થંકરાદિને ગમે તેમ તો ય શરીર નામના દ્રવ્યનો પરિગ્રહ તો છે જ. હા ! એમ કહી શકાય કે સંયમીઓ પાસે જરૂરી વસ્તુઓ સિવાયની બાકી તમામ વસ્તુઓ નથી, એનો રાગ જ ( ૩૦ છે - જેન સાધુ જીવન.. Page #50 -------------------------------------------------------------------------- ________________ પણ નથી.એ વસ્તુઓની દષ્ટિએ એમને દ્રવ્યથી કે ભાવથી..એક પણ પરિગ્રહ નથી. આ રીતે આપણે પાંચ મહાવ્રતોનું ટુંકાણમાં સ્વરૂપ જોયું. આમાં જે જે ભેદમાં ભાવ ખરાબ છે, તે તે ભેદમાં મહાવ્રતોને નુકશાન થાય, જેમાં ભાવ ખરાબ નથી, એવા ભેદોમાં કોઇપણ નુકશાન નથી...એમ સ્પષ્ટ વિવેક કરવો. હા ! એ વાત ન ભૂલવી કે જ્યાં દ્રવ્યથી મહાવ્રતનો ભંગ છે, ત્યાં ભાવથી મહાવ્રતનો ભંગ મોટાભાગે હોય જ. એટલે “મારો ભાવ ચોખો છે, માટે હું બહારનો આચાર ગમે તે પાછું, તો પણ વાંધો નહિ.” એવું બિલકુલ વિચારવું નહિ, માનવું નહિ, બોલવું નહિ. ટૂંકમાં “દ્રવ્યથી છે-ભાવથી નથી આ ભેદ ક્યારેક જ સંભવિત છે, એટલે એ ભેદને મુખ્ય માનીને કદી ન ચાલવું, નહિ તો ચારિત્ર અને સમ્યકત્વ બંને ગુમાવી દેવાનો વારો આવશે. પ્રશ્ન : પચ્ચીસ ભાવનાઓ શેના માટે છે ? ઉત્તર : મહાવ્રતોનું પાલન અત્યંત દુષ્કર છે, કેમકે જીવના અનાદિ સંસ્કાર હિંસા-જૂઠ વગેરેના જ છે. એટલે મહાવ્રતોના પાલનમાં દૃઢતા આવે, ઉત્સાહ-વિવેક જાગે...એ માટે દરેક મહાવ્રતો માટે પાંચ પાંચ ભાવનાઓ દર્શાવાઇ છે. શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે : भावनाभि वितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ।। પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલા મહાવ્રતો કોને મોક્ષપદ ન આપે ? બધાને આપે ભાવના = અભ્યાસ = પ્રેકટીસ = પરિશીલન.... (૧) પ્રથમ મહાવત : ૧. મનોગુપ્તિઃ મનથી હિંસાદિના, ક્રૂરતાના, જીવ-અમૈત્રીના વિચારો બિલકુલ ન કરવા. ૨. એષણાસમિતિ ઃ ૪૨ દોષથી નિર્દોષ ગોચરી-પાણી લાવવા, વાપરવા. ૩. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિઃ ઉપકરણો કે પાત્રા...કોઇપણ અજબ જીવનની ગજબ કહાની ૩૧ – Page #51 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ લેતી વખતે જોઇને અને પૂંજીને પછી લેવું. એમ મૂકતી વખતે પણ સમજી લેવું. ૪. ઇર્યાસમિતિ : નીચે સાડાત્રણ હાથની જગ્યામાં બરાબર જોઇને ચાલવું. ૫. ગોચરી વહોરતી વખતે એ દરેક ખાદ્ય વસ્તુ બરાબર જોઇ લેવી કે ‘એમાં કોઇપણ નાના-મોટા જીવ નથી ને ?' એમ પાણી માટે પણ સમજી લેવું. (૨) દ્વિતીયમહાવ્રત ઃ ૧. સાચું કે ખોટું કોઇપણ વાક્ય હાસ્યથી પ્રેરાઇને ન બોલવું. ૨. સાચું કે ખોટું કોઇપણ વાક્ય લોભથી પ્રેરાઇને ન બોલવું. ૩. સાચું કે ખોટું કોઇપણ વાક્ય ભયથી પ્રેરાઇને ન બોલવું. ૪. સાચું કે ખોટું કોઇપણ વાક્ય ક્રોધથી પ્રેરાઇને ન બોલવું. ૫. જે કંઇપણ બોલવું, એ પૂર્વે બરાબર વિચારીને જ બોલવું. વિચાર્યા બાદ એમ લાગે કે આમાં કોઇ નુકસાન નથી, ફાયદો છે...તો બોલવું.. (૩) તૃતીય મહાવ્રત ઃ ૧. ઉપાશ્રયાદિના માલિકની સાથે વાતચીત કરીને, એની પાસે તે તે વસ્તુની યાચના કરવી કે ‘અમે આ વાપરીએ ?' રજા વિના કશું ન વાપરવું. ૨. એકવા૨ સંમતિ લીધા બાદ પણ તે તે અવસરે ફરી યાચના કરી લેવી કે ‘અમે અહીં રોકાઇએ, આ વસ્તુઓ વાપરીએ...તેમાં તમને પ્રસન્નતા છે ને ? કંઇપણ મુશ્કેલી નથી ને ?' આ પ્રમાણે પુનઃ પુનઃ પૃચ્છા કરીને એની પ્રસન્નતા જાણી લેવી. ટુંકમાં કોઇપણ વચન બોલતી વખતે અંતરમાં હાસ્ય, લોભ, ભય કે ક્રોધનો ભાવ તો ૩ર નથી ને ? એ ચકાસવું. એ ભાવ કાઢી નાંખીને જ બોલવું. એમ ઉપાશ્રયમાં રોકાઇ ગયા બાદ કોઇક અન્ય વસ્તુઓની પણ જરૂર પડે, તો એમ ન વિચારવું કે ‘ઉપાશ્રયની રજા મળી ગઇ, એટલે બધી વસ્તુ વાપરી શકાય...' પણ ઉપાશ્રયમાં રહેલી જે જે વસ્તુની રજા પૂર્વે લીધી ન હોય, જૈન સાધુ જીવન... Page #52 -------------------------------------------------------------------------- ________________ અને પાછળથી એ વાપરવાની જરૂર પડે, તો ફરીથી સ્પેશ્યલ એ વસ્તુની યાચના માલિક પાસે કરી જ લેવાની. ૩. અમે ઉપાશ્રયમાં આટલી જ જગ્યા વાપરશું..ગોચરી આ જગ્યામાં, માત્રુ પરઠવવાનું આ જગ્યામાં...સ્વાધ્યાયાદિ માટે આ જગ્યા...એમ એકદમ સ્પષ્ટ રીતે જણાવીને એમની સંમતિ મેળવીને એ જ પ્રમાણે જગ્યાનો ઉપયોગ કરવો. પાછળથી ફેરફાર કરવો પડે, તો ફરી રજા લઇ લેવી. ૪. ઉપાશ્રયમાં સંયમીઓ ઉતરેલા જ હોય, અને આપણે પહોંચીએ, તો એ જૂના સંયમીઓની રજા લેવાની, “અમે ક્યાં ઉતરીએ ? કેટલી જગ્યામાં ઉતરીએ ? આપને મુશ્કેલી તો નહિ પડે ને ?' એ રીતે સ્પષ્ટ પૂછી લેવું. ૫. ગોચરી-પાણી આવી જાય, એ પછી પણ ગુરૂ કે વડીલ જે વસ્તુ આપે એ જ લેવાની, વાપરવાની, જાતે કોઇપણ વસ્તુ લેવા-વાપરવાની નહિ, એમની રજા લઇને જ વાપરવું. (૪) ચતુર્થ મહાવ્રતઃ . ૧. સ્ત્રી, નપુંસક કે પશુ જ્યાં રહેતા હોય, એવા સ્થાનમાં ન રહેવું. જ્યાં સ્ત્રી વગેરે બેસતા હોય, ત્યાં ન બેસવું. સ્ત્રીના ઊભા થયા બાદ ૪૮ મિનિટ સુધી ત્યાં ન બેસવું. બાજુના ઘરમાંથી સ્ત્રીના શબ્દો વગેરે સંભળાતા હોય, ત્યાં પણ ન રહેવું. ૨. સ્ત્રીની સાથે રાગપૂર્વક વાત ન કરવી, એમ બીજા કોઇ સાથે પણ સ્ત્રીસંબંધી વાત રાગપૂર્વક ન કરવી કે “અમુક સ્ત્રી રૂપાળી છે..વગેરે.” ૩. ગૃહસ્થપણામાં અબ્રહ્માદિના જે પાપો કર્યા હોય, એને બિલકુલ યાદ ન કરવા. ૪. સ્ત્રીના મનોહર અંગોને જોવા નહિ, સ્ત્રીનું રૂપ જોવું નહિ, સાધુએ પોતાના શરીરની વિભૂષા ન કરવી. એટલે કે શરીરનો મેલ ઉતારીને શરીર ચોકખું રાખવું, વારંવાર કાપ કાઢવો...વગેરે ન કરવું. ૫. વિગઇઓ-માદક ખોરાકો, ઉત્તેજક ખોરાકો ન વાપરવા. સાદી ગોચરી પણ વધારે પ્રમાણમાં ન વાપરવી, ઉણોદરી રાખવી. અજબ જીવનની ગજબ કહાનીન ૩૩ – Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫) પંચમ મહાવ્રત ઃ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ..શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયોના આ ક્રમશઃ પાંચ વિષયો છે. એમાં મનગમતા-આકર્ષક-મનોહર શબ્દાદિનો સંપર્ક થાય, તો રાગ ન કરવો, કદાચ સંજવલન કષાયને કારણે રાગ થાય, તો પણ એ રાગને તીવ્ર ન બનવા દેવો, એને અટકાવવો. શબ્દો દ્વારા એ શબ્દાદિની પ્રશંસા ન કરવી, કાયા દ્વારા એ શબ્દાદિનું સેવન ન કરવું. એમ અણગમતા-અનાકર્ષક-વિચિત્ર શબ્દાદિનો સંપર્ક થાય, તો બ્રેષ ન કરવો, કદાચ સંજવલન કષાયને કારણે દ્વેષ થાય, તો પણ એ દ્રષને તીવ્ર ન બનવા દેવો, એને અટકાવવો, શબ્દો દ્વારા એ શબ્દાદિની નિંદા ન કરવી. ' હાલમાં જૈન સાધુએ વાપરવાના ઉપકરણો | | પાત્રા • પાંચ મુહપત્તિ • ઓઢવાનો કપડો | ગુચ્છા • ભગવાનની ગાદી • કામળીનો કપડો | પાત્રાનું આસન- ઠવણી • કામળી ચરવળી | | ઝોળિયું - સંથારો - પલ્લા • પાત્રુ ઢાંકવાના ઢાંકણા (દાબડિયો) • ઉત્તર પટ્ટો | રજસ્ત્રાણ • પુસ્તક રાખવા માટે પોથી/પાકિટ • દાંડો • ઝોળી • નવકારવાળી • દંડાસણ • તરપણી - નોટ/પેન/પેન્સિલ/રબ્બર ઇત્યાદિ. • સુપડી - પાટ, પાટલા • પુંજણી • તરાણીની દોરી| સાધ્વીજી ભગવંતને શીલ રક્ષાર્થે • મુહપત્તિ • ટોકસી | કંચવો, સાડો ઇત્યાદિ વિશેષ • રજોહરણ - ટોકસો | ઉર્યકરહ પણ હોય. * • ઓઘાની દાંડી - ઘડો • હાલમાં ભક્તિવશ અનેકવિધ • ઓઘારિયું . ઘડાની દોરી | અન્ય દ્રવ્યો પણ વહોરાવતા શ્રાવક • નિશીથિયું સ્થાપનાચાર્ય સંઘ જોવા મળે છે. • ઓઘાની દોરી | પાંચ અક્ષ જ - ૩૪ જૈન સાધુ જીવન... • ચેતનો Page #54 -------------------------------------------------------------------------- ________________ - - -- - - - અષ્ટ-પ્રવચન-માતા, - - - - પાંચ મહાવ્રતો ચારિત્ર છે, પણ એ ચારિત્ર નામના બાળકને જન્મ આપનારી માતા કોણ ? એ બાળકના જીવનમાં લાગતા દોષોને દૂર કરનારી માતા કોણ ? એ બાળકનું પાલન-પોષણ કરીને એને મોટો બનાવવાનું કામ કરનારી માતા કોણ ? એ છે અષ્ટ પ્રવચનમાતા ! રાજકુમાર માટે, શ્રેષ્ઠીપુત્રો માટે પાંચ પાંચ ધાવમાતાઓ હોય છે, અહીં ચારિત્રબાગની રક્ષાદિ માટે કુલ આઠ માતાઓ ગોઠવવામાં આવી છે. શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે તાદ્યારિત્ર/ત્રચ બનનાલ્પરિપત્રનાન્સિંશોધનાત્ર સાધૂનાં માતરો પ્રર્તિતાઃ | આ આઠ આચારો ચારિત્રશરીરને જન્મ આપે છે, પાળે છે અને એને વિશુદ્ધ બનાવે છે, માટે એ આઠ માતા કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે કુવાનાં નિણાયું માર્યા નત્ય ૩ પાવય | પરમાત્માએ ભાખેલા બારેબાર અંગો આ આઠ માતામાં સમાઇ જાય છે. સંયમી પાસે ઓછામાં ઓછું આ આઠ માતાનું જ્ઞાન તો હોવું જ જોઇએ, તો જ એ પોતાનું સાચું ચારિત્ર ટકાવી શકે. એમાં બે ભેદ છે. (૧) પાંચ સમિતિ (૨) ત્રણ ગુપ્તિ. ઉત્સર્ગમાર્ગ એ છે કે ત્રણગુપ્તિઓ જ આદરવી. પણ કારણસર એનું પાલન શક્ય ન બને, વધુ નફો મેળવવા માટે અપવાદ સેવવો જરૂરી બને, તો એ વખતે અપવાદરૂપે પાંચ સમિતિનું પાલન કરવું. આનું સ્વરૂપ ટુંકમાં નીચે પ્રમાણે છે, જે યોગશાસ્ત્રગ્રન્થના આધારે લીધેલું છે. (૧) ઇર્યાસમિતિ નોવાતિવાહિતે મા, સ્વિતે ભાવવંશમઃ जन्तुरक्षार्थमालोक्य गतिरीर्या मता सताम् ।। જે લોકો જે રસ્તાનો ઘણો ઉપયોગ કરતા હોય, એટલે કે અજાણ્યો, વપરાશ વિનાનો રસ્તો ન હોવો જોઇએ.. અજબ જીવનની ગજબ કહાની ૩૫– Page #55 -------------------------------------------------------------------------- ________________ - જે રસ્તા ઉપર અત્યારે સૂર્યના કિરણો સ્પર્શ કરતા હોય, એટલે કે સૂર્યના પ્રકાશથી ચોક્ખો દેખાતો રસ્તો જોઇએ. • આવા રસ્તા પર જીવોની રક્ષાને માટે • બરાબર નીચે જોઇને ચાલવું.એ ઇર્યાસમિતિ ! (૨) ભાષાસમિતિ ઃ મવદ્યત્યતઃ સર્વનની નિમાષણમ્ I પ્રિયા વાવંયમાન સા ભાષાસમિતિધ્યતે II - પાપના ત્યાગ પૂર્વકની એટલે કે હિંસાદિ કોઇપણ દોષોને ઉત્પન્ન ન કરનારી. • બધાને હિતકારી એટલે કે કોઇને નુકસાન ન પહોંચાડનારી. • અલ્પશબ્દોવાળી એટલે કે જરુર હોય એટલા જ શબ્દોવાળી ભાષા એ ભાષાસમિતિ ! આવી ભાષા સંયમીઓને પ્રિય હોય. બીજી રીતે કહીએ તો પ્રિય + પથ્ય + તથ્ય એવું વચન બોલવું એ ભાષાસમિતિ કહેવાય. જે ભાષા શ્રોતાને ગમે તે પ્રિય ! જે ભાષા શ્રોતાને પરમાર્થથી હિતકારી હોય તે પથ્ય ! જે ભાષા સાચી હોય તે તથ્ય ! માત્ર સાચી ભાષા એ ભાષાસમિતિ ન બને. અપ્રિયભાષા, અપથ્ય ભાષા તથ્ય હોય તો પણ એ ભાષાસમિતિ ન કહેવાય. હજી અપવાદે ક્યારેક અપ્રિયભાષા ચાલે, પણ અપથ્ય = આત્માને એકંદરે નુકસાન કરનારી ભાષા ન ચાલે. (૩) એષણા સમિતિઃ કિવત્વારિશતા મિલાવોર્નિત્યમહૂષિતા | મુનિર્યક્રમ જોષUસમિતિર્મત || • આધાકર્માદિ ઉદ્ગમદોષો - ૧૬ - ધાત્રીપિંડાદિ ઉત્પાદનદોષો - ૧૬ એષણા દોષો - ૧૦ કાયમ માટે આ ૪૨ દોષ વિનાની ગોચરી સાધુ વહોરે, એકપણ દોષવાળી ગોચરી-પાણીને ગ્રહણ કરે નહીં. આ એષણાસમિતિ કહેવાય. ૩૬ ] જૈન સાધુ જીવન. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪) આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ ઃ आसनादीनि संवीक्ष्य प्रतिलिख्य च यत्नतः । गृहणीयान्निक्षिपेद् वा यत् सादानसमितिः स्मृता ।। - આસન વગેરે કોઇપણ ઉપધિ, ટોકસી-પાત્રા વગેરે કોઇપણ પાત્રક. • જ્યાંથી લેવાનું હોય, ત્યાં બરાબર જોઇને. જ્યાંથી લેવાનું હોય, ત્યાં બરાબર પૂંજીને, ગ્રહણ કરવું. જ્યાં મૂકવાનું હોય, ત્યાં બરાબર જોઇને. જ્યાં મૂકવાનું હોય, ત્યાં બરાબર પૂંજીને મૂકવું. એ આદાનસમિતિ ! (૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ મૂત્રમભપ્રાયં નિર્મનુનાતીત यत्नाद् यदुत्सृजेत्साधुः सोत्सर्गसमितिर्भवेत् । શરીરના કફ, મૂત્ર, મળ, ઉલટી, મેલ, સેડા (શર્દી) વગેરે (શરીરના) અશુચિ પદાર્થો, વધી ગયેલી ગોચરી, ભૂલથી વહોરાઇ ગયેલી દોષિત ગોચરી, શરીરને પ્રતિકૂળ પડનારી ગોચરી..આ બધું સાધુ જીવ વિનાની જગ્યાએ યતનાપૂર્વક પરઠવી દે એ પારિષ્ઠાપનિકાસમિતિ ! ભૂમિ માટેના કુલ ૧૦૨૪ ભાંગા છે, એમાંનો સૌ પ્રથમ ભાંગો એકદમ શુદ્ધ ! મલ-મૂત્રાદિ ત્યાં જ પરઠવવાના. એ ન મળે, તો પછી જે ભાંગામાં ઓછામાં ઓછો દોષ હોય એ સ્થાનમાં પરઠવવું. (૬) મનોગુતિઃ વિમુત્તાનાનાને સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ | માત્મારામં મસ્તઃ મનોતિરુવલ્ટતા || - જે મન “આ સારું, આ ખરાબ..આ ગમે, આ ન ગમે..આ જોઇએ, આ ન ચાલે....વગેરે વગેરે તમામેતમામ કલ્પનાઓથી મુક્ત છે.” • જે મન સમતામાં = પ્રસન્નતામાં = મધ્યસ્થભાવમાં સ્થિર તથા દઢ છે. • જે મન આત્મામાં લીન = તલ્લીન = મસ્ત છે. એ મનોગુપ્તિ ! (૭) વાગૃપ્તિઃ સંજ્ઞાતિપરિહારે નૌનચાવત્રખ્યનમ્ વાવૃત્તઃ સંવૃતિ યા ના વાજ્ઞિરિયોગ્યતે || આંખ, હાથ, આંગળી વગેરેથી કોઇપણ પ્રકારે સૂચના, નિર્દેશ ન કરવો અને જીભથી પણ કશું ન બોલવું એ વાગુપ્તિ ! અજબ જીવનની ગજબ કહાનીને ૩૭ છે y Sm Page #57 -------------------------------------------------------------------------- ________________ અથવા લોકવ્યવહારમાં જે રીતે મનાય છે, એ રીતે (સંજ્ઞાદિ કરવાનીeઇશારો કરવાની છૂટ, પણ) જીભથી કશું ન બોલવું એ વાગ્રુપ્તિ ! અલબત્ત આમાં ઇશારા વગેરેમાં વાંધો ગણાતો નથી. (૮) કાયગુપ્તિઃ ૩પછSu, વાયોત્સનુષો મનેઃ | સ્થિરમાવશરીર વયિતિર્નિાદ્યતે || જ્યારે મુનિ કાયોત્સર્ગમાં હોય, ત્યારે ગમે એવા ઉપસર્ગો આવે તો પણ લેશ પણ હલનચલન ન કરે, એકદમ સ્થિર જ રહે.એ એમની કાયગુપ્તિ કહેવાય. પ્રશ્નઃ આ આઠમાં સૌથી શ્રેષ્ઠ કોણ ? ઉત્તર : બધી જ માતા પોત-પોતાના અવસરે શ્રેષ્ઠ જ છે, છતાં વિશાળગચ્છમાં રહેનારા મુનિઓને અનેક પ્રકારની શુભ પ્રવૃત્તિઓ અત્યંત આવશ્યક હોવાથી તેઓને સમિતિઓનું આચરણ વારંવાર કરવાનું આવે. જ્યારે ગચ્છમાંથી નીકળીને વિશિષ્ટ આરાધના કરનારા જિનકલ્પી વગેરે મહાત્માઓને પ્રવૃત્તિ ઘણી ઓછી હોવાથી તેઓ મોટા ભાગે ગુપ્તિના પાલનમાં વધુ ને વધુ લીન હોય. બીજી રીતે જોઇએ તો આઠે ય માતામાં મનોગુપ્તિ શ્રેષ્ઠ છે, કેમકે એ અંતિમ લક્ષ્ય છેઃસાધ્ય છે, બાકીની માતાઓ મનોગુપ્તિને સાધી આપવા માટે જ છે. જો બાકીની માતાઓ મનોગુપ્તિને સાધી ન આપે, તો એ નકામી ! એ માતાઓના પાલન વખતે પણ મનોગુપ્તિ તો ચાલુ જ હોવી જોઇએ, જો મનોગુપ્તિ ચાલુ ન હોય, તો એ બાકીની માતાઓ અનુપયોગી ! આશય એ છે કે ઇર્યાસમિતિનું પાલન બહારથી ચાલુ હોય, પરંતુ અંદર મન જો બીજા વિચારોમાં હોય, તો ઇર્યાસમિતિ સાચી ન ગણાય. ઇર્યાસમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, ભાષાસમિતિ વખતે મનોતિ તો જોઇએ જ, એષણાસમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, આદાનસમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, પારિષ્ઠાપનિકા સમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, - ૩૮ – જેન સાધુ જીવન... Page #58 -------------------------------------------------------------------------- ________________ વચનગુપ્તિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, કાયગુપ્તિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, પ્રસન્નચંદ્ર રાજર્ષિને કાયગુપ્તિ-વચનગુપ્તિ હતી, પણ મનોગુપ્તિ જતી રહી, તો સાતમી નરકના કર્મો બંધાવા લાગ્યા. જેવી મનોગુપ્તિ આવી, કે તરત જ મોક્ષ તરફ પ્રયાણ શરુ થઇ ગયું. ઇર્યા વખતે ભાષાસમિતિનો નિષેધ છે, એષણાદિનો પણ યથાસંભવ નિષેધ છે, એમ ભાષા વગેરેમાં પણ સમજી લેવું. પણ એકપણ સમિતિ કે ગુપ્તિમાં મનોગુપ્તિનો નિષેધ નથી. ઉલ્લું મનોગુપ્તિ તો દરેક વખતે હોવી જ જોઇએ. આમ પણ અન્યમાતાઓ વાચિક-કાયિક ક્રિયા રૂપ છે.જ્યારે મનોગુપ્તિ ભાવરૂપ છે, અને જિનશાસનમાં ભાવ સર્વશ્રેષ્ઠ છે, એ તો આપણે માનીએ જ છીએ. એક બીજી વાત પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે. ત્રણ ગુપ્તિઓ નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપ છે. એટલે કે જ્યારે સમિતિ હોય, અર્થાત્ શુભપ્રવૃત્તિ હોય, ત્યારે શુભ પ્રવૃત્તિરૂપ માનેલી ગુપ્તિ પણ હોય જ, દા.ત. ઇર્યાસમિતિ વખતે કાયગુપ્તિ પણ ખરી જ. ભાષાસમિતિ વખતે વચનગુપ્તિ પણ ખરી જ..અન્ય ત્રણ સમિતિમાં પણ કાયગુપ્તિ તો ખરી જ. પણ જ્યારે સંપૂર્ણ મૌન રહેવા રૂપ=નિવૃત્તિરૂપ વચનગુપ્તિ હોય, ત્યારે સમિતિ ન હોય, એમ જ્યારે કાયોત્સર્ગાદિ રૂપ નિવૃત્તિરૂપ હોય, ત્યારે સમિતિ એક પણ ન હોય. ટુંકમાં, શુભપ્રવૃત્તિ વખતે સમિતિ અને ગુપ્તિ બંને હોય, શુભાશભપ્રવૃત્તિની નિવૃત્તિ વખતે માત્ર ગુપ્તિ જ હોય, સમિતિ ન હોય. પ્રશ્ન : ગુપ્તિને માત્ર નિવૃત્તિરૂપ જ બતાવી હોત, તો વધુ સારું રહેત. આ બધો ખીચડો ન થાત. શુભ પ્રવૃત્તિ એ સમિતિ જ ! ગુપ્તિ નહિ જ ! શુભાશુભ પ્રવૃત્તિની નિવૃત્તિ એ જ ગુપ્તિ ! ઉત્તર : મનોગુપ્તિ વખતે મને સંપૂર્ણ પણે નિષ્ક્રિય નથી હોતું પણ આત્મહિતકર ભાવોમાં રમતું હોય છે. તેથી ગુપ્તિ હોવા છતાં પણ ત્યાં પ્રવૃત્તિ છે જ. તેથી ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ ગણવી જરૂરી છે. વળી ગુપ્તિ અજબ જીવનની ગજબ કહાની ૩૯ – જ ન્મ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગમાર્ગ છે, એનું ફળ સર્વોત્તમ છે, પણ સમિતિના અવસરે સમિતિ રૂપી અપવાદનું આચરણ કરો, તો ગુપ્તિ જેટલું જ ફળ મળે છે, માટે ફળની અપેક્ષાએ ત્યાં ગુપ્તિ જ છે...એમ કહી શકાય. વળી જેમ નિર્દોષ ગોચરી ઉત્સર્ગ છે, કારણસર યતનાપૂર્વક દોષિત ગોચરી અપવાદ છે, પણ ઉત્સર્ગરાગી જીવો કારણ વખતે પણ અપવાદ સેવવા તૈયાર ન થાય, ત્યારે એમને સાચી વાત સમજાવવી જ પડે કે દોષિત ગોચરીમાં પણ તને નિર્દોષ જેટલો જ લાભ થવાનો પ્રસ્તુતમાં ગુપ્તિનો અપરંવાર મહિમા સાંભળીને મુગ્ધ સંયમીઓ એના જ આગ્રહવાળા બને, અને સમિતિનો અવસર આવવા છતાં પણ સમિતિનું પાલન ન કરે, તો એમાં નુકસાન જ થવાનું. એટલે એ સંયમીઓને સમજાવવું પડે કે ‘સમિતિ વખતે પણ ગુપ્તિ છે જ' એટલે તેઓનો ઉત્સાહ વધે કે ‘સમિતિ વખતે પણ ગુપ્તિ છે જ, એટલે અમને ગુપ્તિનો લાભ મળવાનો જ.' આવા આવા કારણોસર ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ બંને સ્વરૂપે દર્શાવી હોઇ શકે. જેમ ગુપ્તિ ઉત્સર્ગ છે, સમિતિ એનો અપવાદ છે. એમ સમિતિરૂપી અપવાદનો પણ અપવાદ હોઇ શકે છે. દા.ત. કારણસર લાંબો વિહાર કરવાનો હોવાથી અંધારામાં, નીકળવું પડે તો એમાં ઇર્યા પાળી નહિ શકાય. તો આ ઇર્યાસમિતિનો અપવાદ ગણાય. એમ અન્ય સમિતિઓમાં પણ વિચારી લેવું. સાધુ જીવનની વ્યવસ્થા · ઉત્સર્ગમાર્ગે સૌ પ્રથમ ૧૨ વર્ષ સૂત્ર સ્વાધ્યાય (ગાથા ગોખવી). • ત્યારબાદ ૧૨ વર્ષ અર્થ સ્વાધ્યાય (અર્થને ગ્રહણ કરવો) • ત્યારબાદ ૧૨ વર્ષ વિવિધ દેશોમાં અનુભવ મેળવવા પરિભ્રમણ કરવું. • ત્યારબાદ તેમને પ્રજ્ઞા, પરિણતિ, પુણ્ય, પરિવાર આદિ જોઇને પદારૂઢ કરવામાં આવતા. • હાલ ગુરૂભગવંતની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય, તપ આદિ આરાધના કરાવાય છે. ૪૦ જૈન ન સાધુ જીવન... Page #60 -------------------------------------------------------------------------- ________________ દસવિધ શ્રમણધર્મ) ધર્મ એટલે સ્વભાવ ! અગ્નિનો સ્વભાવ છે બાળવાનો ! બરફનો સ્વભાવ છે ઠંડકનો ! પ્રત્યેક આત્માનો મૂળ સ્વભાવ છે ક્ષમા-સરળતા વગેરે ! પણ કર્મોના કારણે ક્ષમાના સ્થાને ક્રોધ, સરળતાના સ્થાને કપટ..વગેરે ગોઠવાઈ ગયા છે. જેમ ઠંડુ પાણી પણ અગ્નિના કારણે ગરમ બની જાય તેમ ! અગ્નિ દૂર કરો, તો પાણી ધીમે ધીમે પાછું ઠંડુ થાય. એમ, કર્મો દૂર કરો, તો ક્ષમાદિ ગુણો ધીમે ધીમે પ્રગટ થાય. સંયમી સંયમજીવનમાં આ જ કામ કરે છે, કર્મોને દૂર હટાવીને સ્વભાવને પ્રગટ કરવાનું ! સંયમીએ ઘણા કર્મો હટાવીને થોડો-ઘણો સ્વભાવ તો પ્રગટ કરી જ લીધો છે, એને-થોડાઘણા સ્વભાવને જ ક્ષાયોપથમિક સ્વભાવ કહે છે. જ્યારે સંપૂર્ણ ક્ષમાદિ ગુણો સિદ્ધ થાય, ત્યારે એ ક્ષાયિક સ્વભાવ પ્રગટ થયેલો કહેવાય. સંયમી પાસે ક્ષાયોપથમિક સ્વભાવ ધીમે ધીમે વધતો જ જવો જોઇએ, એ માટે એણે સખત પુરુષાર્થ સતત ચાલુ જ રાખવાનો. એમાં ઢીલાશ કરવાની નહિ. આ પ્રકરણમાં આપણે એ ક્ષમાદિ દસ ધર્મોનું સ્વરૂપ જોવાનું છે, પણ એ વિવેચનરૂપે નહિ, ગુજરાતી ભાષામાં બનાવેલી ૧૦૮ અત્યંત સુંદર મજાની કડીઓ રૂપે ! એકદમ સાદા શબ્દોમાં આ રચના હોવાથી વિવેચન વિના પણ એનો ભાવાર્થ સમજાઇ જશે. (ધન તે મુનિવરા રે...) ધન તે મુનિવરા રે, જે જિન-આણા પાળે, રાગ-દ્વેષને દૂર કરીને, આતમશુદ્ધિ ભાળે. દુર્ગતિ પડતા રાખે મુનિને, દશ ક્ષાજ્યાદિક ધર્મો, શુભભાવથી પાળે તેના, દૂર ટળે સવિ કર્મો ધન તે..૨ અજબ જીવનની ગજબ કહાની —ન ૪૧ – ........... ધન ત... 1 Page #61 -------------------------------------------------------------------------- ________________ (૧) ક્ષમા દોષ વિના પણ ઠપકો આપે, ગુરુ તેને જે સહેતા, “મૂલ્ય વિના મળતી મિઠાઈ” એવા ધ્યાનને વહેતા.........ધન તે..૩ મોટા કે નાના મુનિ જ્યારે, કટુકવચન ઉચ્ચારે, મોક્ષમાર્ગે સહાયક જાણી, કોપ ન મનડે ધારે. ધન તે..૪ કોઇ જીવને દુઃખ ન દેવું, એ નિશ્ચય મન ધારે, પરદુઃખદાયી પ્રવૃત્તિને, સ્વપ્ન પણ નહિ ધારે. - ધન તે...૫ સાકરથી પણ મીઠા વચનો, જેહ સદા ઉચ્ચારે, પોતે સહન કરીને સૌનું, પૃથ્વીને શણગારે.. ... ધન તે...૬ ઠંડીથી ધ્રુજતા મુનિવરને, દેખી સ્વાર્થ ગમાવી, નિજકંબલ તેને ઓઢાડે, વત્સલભાવ જમાવી. .... ધન તે..૭ - ધોમધખતા પથ પર ગજ, પેરે જે ધીમા ચાલે, શુભ પરિણામની અગ્નિમાં, જે કર્મ અનંતા બાળે.. .... ધન તે...૮ કાંટા કે પથરાથી પગમાં, લોહીની ધારા વહેતા, મુક્તિવધુના કંકુપગલા, માની બહુ હરખાતા. ............. ધન તે...૯ ચટકા ભરતા ડાંસ ને મચ્છર, દૂર કદી નવિ કરતા, સાધર્મિકભક્તિનો લ્હાવો આમંત્રણ દઇ લેતા.. . ધન તે..૧૦ ઠંડુ જલ છે પાપનું વર્ધક, સુખશીલતાનું પોષક, ઉનાળે જલ ઉષ્ણ વાપરી થાયે કર્મના શોષક. ધન તે..૧૧ (૨) મૃદુતા મહામાસની મધ્યરાત્રિમાં કાઉસ્સગ્નધ્યાને રહેતા, કર્મક્ષપણનો અવસર જાણી જે મનમાં બહુ હસતા....ધન તે..૧૨ કર્કવચન સુણી ગુરુના, જેને હૈયે હર્ષ ન માતો, કહો કહો ઓ ગુરુવર' કહેતા, પાય પડી હરખાતો. ધન તે..૧૩ રત્નાધિક આવે તવ તેને, ઊભા થઇ સત્કારે, આસન દઈ સુખશાતા પૂછી, ઉચિત વિનય અવધારે... ધન તે..૧૪ કર જોડી શીશ નામી ગુરુ, આગળ જે ઊભા રહેતા, ગુરુમુખવાણી જિનવાણીસમ નિર્વિકલ્પ જે ગ્રહેતા............. ધન તે..૧૫ – ૪૨ | – જેન સાધુ જીવન Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન તણો અક્ષર પણ જેણે આપ્યો તે ગુરુવરની, યોગત્રિકથી માવજીવ ભક્તિ કરતા ભવતરણી. ....... ધન તે..૧૬ વિરાધતા ગુરુવરને દુર્લભબોધિપણું તે પામે, પ્રસન્ન થાતા ગુરુ જેનાથી તે કરતા હિતકામે.. .......... ધન તે...૧૭ વિનય મૂળ છે જિનશાસનનું, વિનય મૂળ ગુણોનું, વિનય વિનાનો બહુશ્રુતધારી, મડદું જીવ વિનાનું. ...ધન તે..૧૮ ગોચરી-પાટલા-બેઠક-લેખની ઇત્યાદિક વાપરતા, વડીલો લઇ લે ત્યાર પછી ગુરુશેષ માની જ લેતા..... ધન તે..૧૯ બુદ્ધિ-વાણીબલથી પર છે, તૃણ ગણી તુચ્છકારે, માર્ગભ્રષ્ટ ભારેકર્મી તે દુર્ગતિના પગથારે... .................... ધન તે..૨૦ અપકારી પર ક્રોધી બનતા, અજ્ઞાની બહુ દીસતા, સર્વાધમ અપરાધી ક્રોધ પર મહાક્રોધી મુનિ બનતા. .....ધન તે..૨૧ સર્વપ્રસંગે નિજદોષો-પરગુણનું દર્શન કરતા, કૂરગડુ-મૃગાવતી સમ તે વેગે મુક્તિ વરતા. .........ધન તે....૨૨ ઉપકારી સ્વજનોને ત્યાગી દીક્ષા લીધી વેગે, સંયમઘાતક ગુરુદ્રોહાદિક દોષ કેમ ના ત્યાગે ? ....... ધન તે.... ૨૩ (૩) સરળતા માત કને જેમ બાલક તિમ ગુરુ આગળ ખુલ્લા થાતા, સૂક્ષ્મપાપ પણ લાજ ત્યજી ગુરુને વિસ્તરથી કહેતા......... ધન તે..૨૪ ક્રોડમૂલ્યનું એકબિંદુ ચમકે નેત્રોમાં જેને, એ પશ્ચાત્તાપી મુનિવરને મુક્તિવધુ પણ ખોળે.......... ધન તે....૨૫ વૈરાગી દેખાવા કાજે માયા-મૃષા નવિ બોલે, હું ક્રોધી-કામી-ઇર્ષાળુ' કપટરહિત જે બોલે. ......... ધન તે..૨૬ દેવદુર્ગતિ-મૂક માનવ-નરકાદિક યોનિ ભારે, માયામૃષાનું ફળ જાણીને સરળ સ્વભાવને ધારે. ... ધન તે..૨૭ રાત-દિન સંયમમાં ગુરુ-લઘુ અતિચારો જે લાગે, એક-એકને યાદ કરી મિચ્છા મિ દુક્કડ માંગે........... ધન તે..૨૮ અજબ જીવનની ગજબ કહાની અજબ જીવનની ગજબ કહાની X3 ૪૩ —y Page #63 -------------------------------------------------------------------------- ________________ જે મનમાં તે વાણીમાં ને, વાણીમાં તે કાયે, સરળ બની મન-વચ-કાયાથી શુદ્ધિના સ્વામી સદાયે.. ધન તે...૨૯ યશકિર્તિની લાલચથી કે ગુર્નાદિકના ભયથી, ગોપવતા ના દોષ કદીયે, છેદાદિકના ભયથી.. ... ધન તે...૩૦ અભિમાની જેમ આપ પ્રશંસા કરતા કદી ના થાકે, તેમ મુનિવર નિજપાપને કહેતા લેશ ન રહેતા વાંકે ધન તે...૩૧ કામ-ક્રોધ-ઇર્ષ્યા-રસગારવ-મદમાયાદિક દોષો, સૂક્ષ્મથી આતમદર્શન કરતા કરતા કર્મના કોષો.. ... ધન તે...૩૨ (૪) મુક્તિ નીરસ રસવતી રસથી જમતા, નીરસ થઇ રસવતીને, નિર્મળતમ પરિણતિના સ્વામી, નમો નિઃસંગીમતિને.. ધન તે...૩૩ ગ્લાનાદિકને ઉચિત વસ્તુ લાવી હેતે વપરાવે, ભક્તિ કરી સવિ સાધુજનની વધઘટ કુખ પધરાવે....... ધન તે ૩૪ સંયમપરિણામોની શુદ્ધિ વિગઇભોજી નવિ પામે, એમ માનીને અંત પ્રાન્ત આહારથી તૃપ્તિ પામે. .... ધન તે...૩૫ આસક્તિ જાગે તો પણ જિનઆણા મનમાં લાવી, કદી ન લેતા વિગઇ-દોષિતભોજન મનને મનાવી...... ધન તે...૩૬ માતા નિજ બાળક ખાતર જીવન પણ ત્યાગી દેતી, જગખાતર મુનિવર જગમાતા આસક્તિ છંjતી...... ધન તે..૩૭ એક બાજુ ભોજનાદિક સુખો, બીજા બાજુ જિનઆણા, શાશ્વત સુખકર આણાત્યાગી મહામુરખ કહેવાણા......... ધન તે...૩૮ (૫) બ્રહ્મચર્ય સન્મુખ આવે નારી રૂપાળી તો યે ન નેત્રે ભાળે, તીર્ણ તે જ તારક મુનિ જગનો, જિનશાસન અજવાળે.. ધન તે...૩૯ સ્ત્રીના શબ્દનું શ્રવણમાત્ર પણ કામવિકારક ગણતા, સ્ત્રીદર્શન શબ્દાદિક જ્યાં થાતું તે વસતિને ત્યજતા. ધન તે..૪૦ માતપુત્ર પણ પાપ કરંતા, મોહથી ઘાયલ થાતા, કાન-નાક-પગ-હાથરહિત વૃદ્ધાને પણ નવિ જોતા...... ધન તે..૪૧ — જ) જૈન સાધુ જીવન... Page #64 -------------------------------------------------------------------------- ________________ તે...૪૩ તાલપુટ ઝેર તાળવે અડતાની સાથે હણનારું, લેશથી પણ નારીપરિચય સાધુતા અંત કરનારું ..... ધન તે...૪૨ કારણ વિણ વિગઇભક્ષક, મુનિ હિતરક્ષક જો ધારું, દેવલોકથી સ્થૂલભદ્ર, ધરતી પર ઉતર્યા વિચારું. રાગથી સ્ત્રીદર્શન કરતો, મુનિ દુર્ગતિ દુઃખડા તોલે, વંદન માટે નાલાયક તે નેમિનાથ એમ બોલે. ..... ધન તે..૪૪ વાનરને મદિરા પાવા સમ, વિષયસુખોની યાદી, સંયમ-સ્વાધ્યાયે લીન બની, સંસ્કારની કરે બરબાદી.. ધન તે...૪૫ (૬) શૌચા જે દોષો પરમાં દેખું તે મુજમાં પ્રગટી દંડ, ધર્મદાસના વચન શ્રદ્હી દોષદષ્ટિને છંડે................. ધન તે..૪૬ દેહ તણી સુખશીલતાના યોગે ભટક્યો ભવ અનંતા', કટ્ટરશત્રુ માની દેહને કષ્ટ બહુ જ દેતા........................ધન તે..૪૭ સાતમી નરક ને મોક્ષ તણા દુઃખસુખની મનડું ચાવી, શુભયોગોમાં રમતા મુનિવર દુર્ગતિ દૂર ફગાવી. ... ધન તે..૪૮ નિષ્કારણ એક ડગ ચાલે તો પણ અતિચારો પાવે, જગવ્યાપી વિરકરુણા સ્પર્શી, કારણ વિણ નહિ જીવે... ધન તે..૪૯ લોભી ધનની પ્રાપ્તિમાં સંતોષ કદી નવિ પામે, સ્વાધ્યાયાદિક યોગોમાં મુનિ તૃપ્તિ કદી નવિ પામે...ધન તે..૫૦ મેરુ ડગે ને ચંદ્રસૂર્ય વિમાનો અટકે ફરતા, તો પણ નિષ્કલંક સંયમી નાની પણ ભૂલ નહિ કરતા.. ધન તે...૫૧ તખલોહ સમ શ્રાવકને નિજકાજ કદી નવિ સોંપે, સ્વયંદાસ'એ બિરુદધારી નિજકાજે નિજતન રોપે... ધન તે..૫૨ સુખશીલતાથી વેષધારી જે સાધ્વાચાર ન સાધે, માર્ગભ્રષ્ટ ભારેકર્મી તે પાપ અનંતા બાંધે... .... ધન તે..૫૩ અવિધિનું ખંડન વિધિપાલન વિધિબહુમાન ને વિધિમંડન, અજોડ પ્રવચનભક્તિધારી નિશ્ચયથી કરે ભવખંડન, ... ધન તે..૫૪ અજબ જીવનની ગજબ કહાની– H ૪૫ ) Page #65 -------------------------------------------------------------------------- ________________ આજ લગી ચમરાજે મુનિના મરણ અનંતા કીધા, ભાવસહિત જિનઆણા પાણી મોતને મહાન કીધા.. ધન તે...૫૫ (સંયમ હલકા દેવો ઇચ્છે પણ અપ્રમત્તને કદી નવિ બાધે, સંયમશક્તિ અનુપમ જોઇ સર્વપ્રમાદને કાઢે. . ધન તે..પ૬ માતાના ખોળે પોઢ્યા, બાળક નિર્ભય બની જાતા, અષ્ટમાતની ગોદે રમતા, દુર્ગતિથી ન ગભરાતા........ધન તે..પ૭ જેમ વેપારી ખોવાયા રત્નો, બારીકાઇથી શોધે, મારગમાં તેમ મુનિ જીવોને નજરે નજરે નોંધે. ......... ધન તે..૫૮ મુખવસ્ત્રિકા વિણ ભાષક ઘાતક ષટ્યાયનો ભાખ્યો, ના બોલે મુહપત્તી વિના તે કરુણાસાગર દાખ્યો. ધન તે...૫૯ દોષિતગોચરી શુભમતિનાશક, વિષયકષાયની જનની, સૂક્ષ્મદોષ પણ પરિહરી કરતા શુદ્ધગોચરીકરણી............ ધન તે...૬૦ પૂંજ્યા વિણ જ્યાં દંડ ગ્રતાતો, ગચ્છ તે ત્યાજ્ય ગણાય, સર્વવસ્તુ લેતા મુક તા ત્યાં જોઇ પ્રમાર્જન થાય......... ધન તે..૬૧ લઘુ-વડીનીતિ અવિધિથી કરતા શાસન હલના પામે, બોધિદુર્લભતા વિરાધના દોષથી મુનિ વિરામે.. તે..૬૨ ધરતીકંપ, દુકાળ ને યુદ્ધાદિક આપત્તિ મોટી, અસંયમકેરું ફળ જાણી, સાધે સંયમકોટી... ધન તે..૬૩ પ્રતિક્રમણાદિક સર્વક્રિયાઓ વિધિપૂર્વક જે કરતા, દેવ જેમ નાટકમાં કિરિયામાં લીનતાને ધરતા......... ધન તે ૬૪ અગણિતજીવો આ ધરતી પર ભૂખ્યા તરસ્યા સુતા, એમ વિચારી કરુણા લાવી ભીની આંખો લુંછતા......... ધન તે...૬૫ (૮) સત્ય હાસ્યને વિકથા કરતા મુનિઓ હિંદુકસુર નવિ ભાવે, ઇન્દ્રપૂજ્ય બનતા મુનિનું જીવન સહુને શરમાવે.......... ધન તે...૬૬ સમજુ શ્રાવક અનર્થદંડના પાપ કદી નવિ કરતો, પંચમહાવતી હાસ્યવિકથા ફોગટ શીદને કરતો ? .... ધન તે...૬૭ —- ૪૬ - જૈન સાધુ જીવન Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયાદિક યોગોથી પ્રગટ્યા જે શુભ પરિણામો, તેના મારક હાસ્ય-વિકથાના, સ્વપ્ન ન કરતા કામો.... ધન તે ૬૮ અગીતારથને એક શબ્દ પણ બોલવો શાસ્ત્ર રોક્યો, શુદ્ધગીતારથ પણ કારણ વિણ, મૌનધરો અવલોક્યો. . ધન તે....૬૯ “વ્યાખ્યાતા તપસી સ્વાધ્યાયી સંયમી છું હું સાધુ', આત્મપ્રશંસા પરની નિંદા કરતા જીવન વિરાવું......... ધન તે.૭૦ મનથી વિચાર્યા વિણ બોલે, તે અસંજ્ઞી કહેવાતો, બુદ્ધિ ત્રાજવે તોલીને બોલે, તે મુનિવર મલકાતો........ ધન તે...૭૧ સાચી પણ પરપીડાકારી વાણી જુઠી ભાખી, હિત-મિત-પ્રીતિકારી વાણી સાચી જિનજીએ દાખી.. ધન તે...૭૨ માયાથી કે હાસ્યથી, ભયથી કે પરના આગ્રહથી, સૂક્ષ્મમૃષા પણ જે નવિ બોલે, વચનસિદ્ધિ સંગ્રહથી..... ધન તે...૭૩ હૈયા ચીરતા નિષ્ફર વચનો જે નિર્દય ઉચ્ચારે, કર્મરાજ જીભ છિનવી સ્થાવર નારક કરીને મારે. .. ધન તે..૭૪ હિતબુદ્ધિથી હિતકારી પણ કટુ વચન નોચ્ચારે, મૂલ્યવાન પણ સોનું અગ્નિતાપિત કોણ સ્વીકારે ?... ધન તે...૭૫ આજ્ઞાભંજક પણ જે સાધુ, સસૂત્રપ્રરૂપણાભાખી, તે ભાષા ભવ તરવા નાવડી, ધર્મદાસજીએ દાખી... ધન તે..૭૬ | (૯) સર્વસંગત્યાગ મુક્તિ કાજે સિંહ સાથે યુદ્ધ ચડવાની તૈયારી, એ વૈરાગી મનડું કરે ના વિષયસુખોની યારી. ......ધન તે...૭૭ જિનશાસન પામેલા મુનિવર તુચ્છસુખે જો રાચે, દશ અચ્છેરા ઝાંખા કરતું એ અચ્છેરું સાચે... ...... ધન તે...૭૮ નિઃસ્પૃહતાભૂષણથી શોભે નિર્મલ આતમ નેનો, શ્વાસે શ્વાસે વંદન કરતા આતમ થાય મજેનો. ... ધન તે ૭૯ વ્યાખ્યાતૃત્વ કે વિદ્વત્તા, લેખનશક્તિ કે કવિત્વ, શિષ્યભક્તભોજનસ્ત્રીસક્તને ભવમંચે નૃત્યત્વ. ....... ધન તે..૮૦ અજબ જીવનની ગજબ કહાની - ૪૭ – Page #67 -------------------------------------------------------------------------- ________________ .ધન તે...૮૨ ધન તે...૮૪ ધન તે...૮૫ ધોળા વસ્ત્રો મુનિના મનના મલિનભાવ દર્શાવે, શાસનહીલના કામનાવારક વસ્ત્રો જીવન દીપાવે..........ધન તે...૮ ૧ મલિનવસ્ત્ર, વિજાતીયપરિચયત્યાગ, વિગઇ-પરિવર્જન, ત્રણ મહારથિ બ્રહ્મચર્યનું કરતા નિત્ય સમર્થન..... અન્નપ્રાન્ત પણ માત્રાધિક વાપરતા વાસના જાગે, આળસ, રોગ, કષાયાદિક જાણી હિતમિત આરોગે..... ધન તે...૮૩ સંખડિસ્થાને ગોચરીકાજે ડગ પણ કદી નિવ માંડે, ત્યાગધર્મથી જગ જનતાને સમકીતષ્ટિ પમાડે. ભોજન-ભક્તને તનુમૂર્છાથી ચૌદપૂર્વી પણ ભમતા, ભીષણ ભવસંસારે જાણી, નિઃસંગભાવે રમતા. મહાસતી જેમ પારકા પુરુષનું દર્શન કદી વિ કરતી, તેમ મુનિ નિજસંયમરક્ષાર્થે લેવે ન ભક્તની ભક્તિ. આતમધનના ચોર-લુંટારું સ્નેહી-સ્વજનને જાણી, સર્વજીવ ૫૨ સ્નેહ ધ૨તી વૃત્તિ મુનિની વખાણી. સંસારી પણ નામ પોતાનું યાદ કદી નહિ કરતા, દુર્ઘટનાસમ નિજ સંસારીજીવન ભૂલી જાતા.. શિષ્યની ચોરી પાપની ટોળી જિનશાસનની હોળી, શિષ્યલાલસા દુર્ગતિદાયી મુનિવૃત્તિ અણમોલી. શિથિલાચાર એ પ્રથમ મૂર્ખતા મુનિનિંદા બીજી મોટી, શિષ્યાદિક કાજે મુનિ નિંદા કરતા ભવની કોટી. . ગીતારથ આચારના પાલક ગુરુપરતન્ત્રી રાજે, ધન તે...૮૯ ધન તે...૯૦ તેહી જ ગુરુપદલાયક શિષ્યો ગુરુ બનતા હિતકાજે..... ધન તે...૯૧ મિષ્ટનું ભોજન નારીદર્શન ભંડાદિક પણ ત્યાગે, સ્વચ્છંદતા છોડી ગુરુપરતંત્રી બનતા હિતરાગે. નરકાદિકમાં સ્થાપે જીવને સંનિધિ નામે દોષ, તલ કે બિંદુ માત્ર પણ સંનિધિ કરતા મુનિપદશોષ...... ધન તે...૯૩ દેવ નૃપ શ્રેષ્ઠિ સવિ જનતા દાસ બને જેનાથી, ધન તે...૯૨ એ નિષ્પરિગ્રહતાગુણધારક મુનિવર ભાગ્યસંગાથી. ધન તે...૯૪ જૈન સાધુ જીવન... ૪૮ ધન તે...૮૬ ધન તે...૮૭ ધન તે...૮૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ એક વધુ મુહપતી રાખી તે ભટક્યા ભવમાંહે, મહાનિશીથવચને ભવભીતા, રહે અપરિગ્રહ રાહે.... ધન તે...૯૫ બ્રહ્મઘાતી છે કોમળ વસ્ત્રો, વળી સુખશીલતા પોષે, જીર્ણ-મલિન-ધૂળ-અલ્પમૂલ્યના વસ્ત્રોથી રહેતા હોંશે. ધન તે...૯૬ ખણવા કાજે એક તણખલું કરકંડુ મુનિ રાખે, તો યે ત્રણ પ્રત્યેકબુદ્ધનો મીઠો ઠપકો ચાખે........ ... ધન તે...૯૭ આગ લાગે તો સવિ ઉપધિ સહ નિકળતા ક્ષણ લાગે, વિણમાંગે પણ મળતી વસ્તુ નિષ્પરિગ્રહી ત્યાગે.......... ધન તે..૯૮ કાનમાં પડતા ધગધગતા સીસાના રસમ જાણે, આત્મપ્રશંસા પરનિંદાના વચનો ન ધરતા કાને. . ધન તે...૯૯ સકલ વિશ્વને કામણગારી નિઃસંગતા નિર્ધારે, સ્વપ્ન પણ તૃણમાત્ર પરિગ્રહ કરતા બહુ જાય ધારે... ધન તે..૧૦૦ (૧૦) તપ પર ઉપકાર કાજે પણ મુનિવર સ્વાધ્યાય ઉવેખે, ગચ્છાચારે નિત્ત્વો જાણી સ્વાધ્યાયે મન રાખે............ ધન તે...૧૦૧ પત્રવણાદિક પાઠ કરે ગચ્છાધિપતિ પણ રાતે, શાસ્ત્રવચન જાણી પળ પણ ન બગાડે ફોગટ વાતે... ધન તે...૧૦૨ યોગ અસંખ્યા જિનશાસનમાં મુક્તિપદ દેનારા, સર્વશ્રેષ્ઠ સ્વાધ્યાયયોગ મલધારીજી કહેનારા.......... ધન તે....૧૦૩ વૈિયાવચ્ચેથી સ્વાધ્યાયાદિક શક્તિપાચન કરતા, તે જ મુનિ જિનશાસનની સાચી સેવાને કરતા.........ધન તે..૧૦૪ વૈયાવચ્ચથી ગ્લાનવૃદ્ધ આદિને શાતા આપે, જીવનસમાધિ મરણસમાધિ તે શાશ્વતસુખને માપ.... ધન તે..૧૦૫ તીર્થકરપદવીનું કારણ વૈયાવચ્ચ જે કરતા, શાસ્ત્ર પ્રમાણે સ્વાર્થ છોડીને તે મુનિવરદુર્લભતા... ધન તે..૧૦૬ બાવીસજિન નિર્વાણકાળે પણ માસક્ષપણતપધારી, નિરાહાર બનવાની સાધના આહાર ત્યજી મુનિ ધારી. ધન તે...૧૦૭ દેવો કેસરમિશ્રિતજલથી દીક્ષોત્સવ મુજ કરતા, લોચથી વહેતી રુધિરની ધારા જોઇ આનંદને વરતા. ધન તે...૧૦૮ અજબ જીવનની ગજબ કહાની ૪૯ – ૫ ” Page #69 -------------------------------------------------------------------------- ________________ દસવિધ ચક્રવાલ સામાચારી. ગાડાના ચક્રમાં = પૈડામાં લાકડાના આઠ-દસ આરાઓ હોય. આ ચક્ર જેમ જેમ ફરતું જાય, તેમ તેમ વારાફરતી એ આરાઓ પણ ફરતા જાય..એમ જેમ જેમ દિવસ-રાતનો સમય પસાર થતો જાય, તે તે અવસર ઊભો થતો જાય, તેમ તેમ વારાફરતી અમુક અમુક ચોક્કસ આચારોનું પાલન કરવાનું થાય. આ જ ચક્રવાલ સામાચારી કહેવાય છે. સુંદર મજાના આચારો એનું નામ સામાચારી ! પણ સામાચારીનું બીજું સ્વરૂપ એ છે કે દરેક ગચ્છના પોતપોતાના અલગ પ્રકારના આચારો ! એટલે જ એવું બોલાય-સંભળાય છે કે “અમારા ગચ્છની સામાચારી આ પ્રમાણે છે.” પ્રસ્તુત સામાચારી એવી નથી. આ દસ સામાચારી દરેકે દરેક સંયમીએ પાળવાની છે. (૧) ઇચ્છાકારઃ સંયમી માટે એક વિશેષણ વાપરવામાં આવ્યું છે, સ્વયંવાસીતપોવના દુકાનમાં ગાદી-તકીયે બેસનારો શેઠ કશું કામ ન કરે, એ તો પોતાના નોકરોને આદેશ કરે “પાણી લાવો, ચા લાવો...” સંયમી પણ મોટો શેઠ છે, પણ એના દાસ કોણ ? એ પોતે જ ! એણે દરેક કામમાં પોતાની જાતને જ આદેશ કરવાનો અને એ દાસ = સ્વયં પોતે જ બધું કામ કરે. આશય એ કે સંયમીએ પોતાના તમામ કાર્યો જાતે જ કરવાના છે, ગૃહસ્થોને તો નહિ જ, પણ મોટા-નાના સહવર્તી સાધુઓને પણ એ કાર્યો સોંપવાના નથી. પરંતુ એ કામ આવડતું ન હોય.દા.ત. નૂતન દીક્ષિતને કાપ ન આવડેવસ્ત્ર સીવતા ન આવડે. એ કામ કરતા વધુ અગત્યનું કામ આવી પડે અને એ પાછું બીજું કોઈ કરી શકે એમ ન હોય.. દા.ત. બપોરે ગોચરી જવાનું હોય, એ જ સમયે ગુરુ અને માથાનું માલિશ કરવા બોલાવે, એને જ એ માલિશ બરાબર ફાવતું હોય.. દ { ૫૦ છે – જૈન સાધુ જીવન... Page #70 -------------------------------------------------------------------------- ________________ આવા આવા વિશેષ કારણો આવી પડે, ત્યારે સંયમી બીજા નાના સંયમીને વિનંતિ કરે કે “આપ મારું આ કામ કરી આપશો ? આપની ઇચ્છા = ઉલ્લાસ = ઉમંગ = ઉત્સાહ છે ને ? મારે આવું કારણ આવેલું છે. આ જે અત્યંત નમ્ર ભાષા એ જ ઇચ્છાકાર સામાચારી ! “મારે બીજું કામ છે, માટે તમે આ કરી લેજો....” એમ કોઇને પણ આદેશ તો ન જ કરાય. પ્રશ્નઃ આવું શા માટે કરવાનું ? ઉત્તર : કોઇને એમ ન લાગે કે “મારા પર બળજબરી કરવામાં આવે છે એટલે બંને પક્ષે પ્રસન્નતા જળવાય. • સામેવાળાને કામ કરવાનો ઉત્સાહ જાગે. • બીજા પણ જેઓ આવી ભાષા સાંભળે, તેઓને સંયમધર્મ પ્રત્યે બહુમાન થાય. • પોતાનામાં પણ નિષ્ફરતા-કડવાશ ન આવે, બીજા પાસે બળથી કામ કરાવવામાં નીચગોત્ર બંધાય, નોકર બનવું પડે. એ વસ્તુ અહીં ન બને.• નમ્રતા વગેરે ગુણોનો વિકાસ થાય. • પરસ્પર સંકુલેશ ન થાય. હવે જેને કામની વિનંતિ કરાય, એણે શું કરવું ? એ જોઇએ. • એણે કામની ના નહિ પાડવાની... • કામ સ્વીકારવામાં ય મોટું નહિ બગાડવાનું... • “તમે મને આટલું કરી આપશો' ઇત્યાદિ શરત પણ નહિ કરવાની. • પણ “હું અવશ્ય આપનું કાર્ય મારી ઇચ્છાથી કરીશ, મને આનંદ થશે. આપનો લાભ મળશે”..ઇત્યાદિ શબ્દો બોલવા. પ્રશ્નઃ આનો શું લાભ? ઉત્તર ઃ કામ સોંપનારાને આનંદ થાય કે “આ ઉત્સાહથી કામ કરે છે.' • બીજીવાર કામ સોંપવાનું મન થાય, આ રીતે વારંવાર ભક્તિનો લાભ મળે. • પરસ્પરનો લાગણીભાવ વૃદ્ધિ પામે.. - બીજાઓને પણ શીખવા મળે કે “કોઇ કામ સોંપે, ત્યારે આપણે સામે કેવો ઉત્સાહ બતાવવો.” એક વાત એ કે કામ સોંપતા પહેલા ગુરુની-વડીલની રજા લેવી જ પડે, એમ કામ સ્વીકારનારાએ પણ ગુરુ-વડીલને જણાવ્યા બાદ કામ કરવું. અજબ જીવનની ગજબ કહાની ન પ૧ — — Page #71 -------------------------------------------------------------------------- ________________ બીજી વાત એ કે ધારો કે કોઇ કામ ન સોંપે, તો પણ સંયમીને એમ લાગે કે “એનું કામ બગડી જશે...... તો સામેથી એની પાસે જઈને કામની માંગણી કરવી..એમ કામ બગડવાનું ન હોય તો પણ જો ભક્તિ કરવાનો ઉલ્લાસ પ્રગટ થાય, તો પણ કામની માંગણી કરવી. આ દરેક વખતે “હું મારી ઇચ્છાથી-ઉત્સાહથી કરીશ.” વગેરે બોલવું એ ઇચ્છાકાર સામાચારી ! ગુરૂ પોતાના શિષ્યોમાં ભક્તિ-વૈયાવચ્ચેના સંસ્કાર પડે, એ માટે કામ સોંપે શિષ્ય આળસુ હોય, તો જરાક બળ વાપરીને પણ કામ સોંપે..સાવ જ અપાત્ર જેવો હોય, સાવ ઉંધુ પડતું હોય, તો એની ઉપેક્ષા કરે...સુપાત્ર શિષ્ય કામ કરવાનું ભૂલી જાય, અથવા કામમાં ગરબડ કરી બેસે...તો ગુરુ એને ઠપકો પણ આપે. કેમકે જેમ કોઇના સારા કામની પ્રશંસા કરવાથી એનો કામ કરવાનો ઉત્સાહ વધે, તેમ કોઇની ભૂલની સખત નિંદા-ટીકા કરવાથી એ ભૂલ ફરી ન કરવાનો પણ ઉત્સાહ જબરદસ્ત વધી જાય...હા ! એ સુપાત્ર હોવો જોઇએ. (૨) મિચ્છાકારઃ સંયમીની ઇચ્છા છે ભૂલ વિનાનું સંયમ પાળવાની ! પરંતુ અનાદિ કુસંસ્કારો, પ્રમાદ, કુકર્મો વગેરેને કારણે સંયમી પણ નાનીમોટી ભૂલો કરી બેસે, કરી બેસે..એ ભૂલોની પરંપરા ન ચાલે, એના જૂના સંસ્કારો ખતમ થાય, નવા ન પડે એ માટે એક સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મિચ્છાકાર સામાચારીની ! મિચ્છા મિ દુક્કડું બોલવું એ મિચ્છાકાર આના એક-એક અક્ષરનો જે અર્થ કરવામાં આવ્યો છે, એમાં પૂરો ઉપયોગ રાખીને બોલવાનું છે. તો જ એ સાચું, વાસ્તવિક ફળ આપનાર બની શકશે. નિ = કાયાની નમ્રતા, મનની નમ્રતા = મૃદુતા. છા = એ દોષોને ફરીન સેવવા, એ જ ભાવથી (ભવિષ્યમાં) પુનઃ ન આચરવા = છાદન. નિ = વર્તમાનમાં પણ પાપત્યાગ કરીને મર્યાદામાં આવી જવું. ૩ = પાપ કરનારા આત્માને નિંદુ છું. % = પાપ કર્યું છે એનો હાર્દિક સ્વીકાર ! કોઇ જ બચાવ નહિ.. —ન પર છે —જેન સાધુ જીવન.. Page #72 -------------------------------------------------------------------------- ________________ હું = અત્યારે ઉપશમભાવથી એ પાપને હું ઓળંગી જાઉં છું. જો મિચ્છા મિ દુક્કડું સાચું હોય તો • એ પાપ ફરી ક્યારેય ન થાય, - ધારો કે થાય તો પણ એની તીવ્રતા, એનું સ્વરૂપ ઘટી જાય. • એ પાપ પહેલા વારંવાર થતું હોય, એને બદલે એ પાપ હવે લાંબા કાળે થવા લાગે... • પાપ પ્રત્યે લગાવ ન રહે, ખેદ-અજંપો રહે. જેને આવું કંઇ જ ન થાય, પાપો એમ ને એમ ચાલુ જ રહે, એનું મિચ્છામિ દુક્કડ નકામું જાણવું. સંયમી રોજ પ્રતિક્રમણ કરે છે, એ મિચ્છાકાર સામાચારી છે....પણ એ ભાવ વિના માત્ર વિધિ કરવારૂપ જ જો થાય, જો પાપ ન ઘટે તો પ્રતિક્રમણ વિશેષ લાભ ન કરે. હા ! એટલો સમય અન્ય પાપ ન થાય, એટલો ફાયદો ખરો. (૩) તથાકારઃ ગુરૂ શાસ્ત્રીય પદાર્થોની પ્રરૂપણા કરે, એ વખતે “તહત્તિ' બોલવું એ તથાકાર સામાચારી ! તક્ષત્તિ = “તથા' આપની વાત બરાબર છે, મને એમાં વિશ્વાસ છે...એવો અર્થ થાય. આમાં શાસ્ત્રીય પદાર્થોની પ્રરૂપણા કરનારા અનેક પ્રકારના હોય. (૧) ગીતાર્થ + સંવિગ્ન + ઉપયોગપૂર્વક બોલનારા.. (૨) ગીતાર્થ + અસંવિગ્ન + અસંવિગ્નપાક્ષિક (૩) ગીતાર્થ + અસંવિગ્ન + સંવિગ્ન પાક્ષિક (૪) અગીતાર્થ + અસંવિગ્ન. આમાં નં. ૧ ના વચનમાં તો તહત્તિ કરવાનું જ છે.... નં. ૩ જો કે અસંવિગ્ન = શિથિલાચારી છે. પણ એનો મુખ્ય ગુણ એ છે કે એ સંવિગ્નોનો = આચારસંપન્ન મહાત્માઓનો = સુસાધુઓનો કટ્ટર અનુરાગી છે.એટલે એ ખોટી પ્રરૂપણા ન કરે, પોતાનો બચાવ કરવા ખોટી રજુઆત ન કરે..માટે એના વચનમાં પણ તહત્તિ કરવાનું જ. : અજબ જીવનની ગજબ કહાની [૫૩]– Page #73 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય પદાર્થો બે પ્રકારના હોય. (૧) આજ્ઞાગ્રાહ્ય કેટલાક પદાર્થો એવા હોય કે જેમાં યુક્તિ ન મળે, શ્રદ્ધાથી સ્વીકારવાના હોય. (૨) યુક્તિગ્રાહ્ય કેટલાક પદાર્થો એવા હોય કે જે યુક્તિ દ્વારા એકદમ વ્યવસ્થિત સમજી શકાય. જે કોઇ યુક્તિગ્રાહ્ય પદાર્થો વર્ણવે, એ આપણને એકદમ તર્કસંગત લાગે, તો એમાં તાત્તિ કરવાનું. પરંતુ આજ્ઞાગ્રાહ્ય પદાર્થોમાં (તહત્તિ કરવામાં વક્તા) ગીતાર્થ હોય, તો વાંધો ન આવે. હા ! ગીતાર્થ-સંવિગ્નનું પણ વચન પદાર્થોમાં અસ્પષ્ટ હોય, તે અંગે ખુલાસો કરી સ્પષ્ટતા કરી પછી તત્તિ કરવું. પ્રશ્ન ઃ તહત્તિ કહેવાનો ફાયદો શું ? ઉત્તર : ઉપદેશકની અનુમોદના. • સમ્યક્ત્વની વિશુદ્ધિ. બીજાઓ પણ ‘તહત્તિ' કરતા શીખે...વગેરે અનેક લાભો થાય. (૪) આવસહિ ઃ સંયમી ગોચરી, પાણી, સ્થંડિલભૂમિ, વિહાર, પ્રભુદર્શન આદિ આવશ્યક કાર્યો માટે, ઉપાશ્રયની બહાર ગુરુની રજા લઇને નીકળતી વખતે ‘આવસહિ’ શબ્દ બોલે એ આવસહિ ! આ એક પ્રતિજ્ઞા છે કે ‘હું બહાર નીકળીને અવશ્ય કરવાના કાર્યો જ કરીશ. બિનજરૂરી એક પણ કાર્ય કરીશ નહિ...' એટલે જો બહાર નીકળ્યા બાદ ગૃહસ્થો સાથે વાતચીત વગેરે રૂપ કોઇપણ બિનજરૂરી કાર્યો કરે, તો એને પ્રતિજ્ઞા ભંગનો દોષ લાગે. દેરાસરમાંથી બહાર નીકળતી વખતે પણ સંયમીએ આવસહિ કરવાની છે. (૫) નિસીહિ : ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે, દેરાસરમાં પ્રવેશ કરતી વખતે, ગુરુના સાડા ત્રણ હાથના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ’ શબ્દ બોલવો, એ નિસીહિ સામાચારી કહેવાય. નિષેધ = પાપવ્યાપારોનો નિષેધ... નિસીહિ પ્રશ્ન : ગૃહસ્થો માટે આ શબ્દ બરાબર છે. પણ સંયમીઓ તો પાપ વ્યાપાર કરતા જ નથી. તો પછી એમને ક્યા પાપવ્યાપારનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞારૂપ નિસીહિ શબ્દ બોલવાની જરૂર છે ? = ૫૪ · જૈન સાધુ જીવન... Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : સાચી વાત છે. પણ દેરાસર દેવાધિદેવનું અને ઉપાશ્રય ગુરુ ભગવંતનું સ્થાન છે. આ બે બહુ મોટા ઉપાસ્ય = પૂજ્ય તત્વો છે. એટલે એમની પાસે જતા પહેલા એકદમ સાવધ થઇ જવું પડે. એમની લેશ પણ આશાતના ન થાય એ માટેની ખૂબ જ કાળજી રાખવી પડે. એટલે સંયમી કાયમ માટે શુભ પ્રવૃત્તિમાં જ રહેતો હોવા છતાં દેવગુરૂની નજીકમાં જતી વખતે એ શુભ પ્રવૃત્તિઓ પણ એકદમ ઉપયોગવાળી એકદમ વિવેકવાળી બનાવવાની હોય છે, એ માટે જ નિસીહિ બોલવામાં આવે છે. (૬) આપૃચ્છા : સંયમી આખા દિવસમાં જે કંઇપણ કાર્ય કરે, એ ગુરુને પૂછીને જ કરે..માત્ર મોટા કામોમાં પૂછે અને નાના કામોમાં ન પૂછે, તો એ પૃચ્છા ગણાય, પણ આ-પૃચ્છા ન ગણાય. એટલે માત્રુ જવું હોય, દેરાસર-ગોચરી આદિ માટે જવું હોય, ઉપાશ્રયમાં ગાથા ગોખવી હોય, કોઇકની સાથે ચર્ચા કરવી હોય...આ બધામાં સંયમીએ ગુરુને વિનયપૂર્વક પૃચ્છા કરવાની જ. આથી આપૃચ્છાસામાચારી થાય. (૭) પ્રતિપુચ્છા : કોઇપણ એકાદ કામ માટે એકવાર ગુરુને પૃચ્છા કરી, એ પછી, ગુરુએ એની ના પાડી હોય, તોય અમુક સમય બાદ પરિસ્થિતિ બદલાતા એમ લાગે કે આવી હાલતમાં આ કામ કરવું જરૂરી છે...તો એ માટે ફરી ગુરુને પૂછવું પડે. ગુરુએ કામની હા પાડી હોય, પણ કામ તરત કરવાનું ન હોય, થોડાક સમય બાદ કરવાનું હોય, તો એ વખતે કામ શરૂ કરતા પહેલા ગુરુને પૂછી લેવું...શક્ય છે કે આટલા સમય બાદ ગુરુનો વિચાર બદલાઇ જાય, તો ગુરુ ના પણ પાડે..અને એ ના સંયમીના હિત માટે જ હોય. જે કામની રજા લીધી હોય, એ કામમાં જ ક્યારેક કંઇક ફેરફાર કરવાનું ગુરુને સૂઝે, એટલે જો કામ ચાલુ કરતા પહેલા પૂછીએ...તો એ શક્ય બને. એ કામ બીજાએ કરી લીધું હોય, તો ગુરુ સંયમીને અટકાવી શકે, પણ એ કામ વખતે પૂછે તો ને ? આવા અનેક કારણોસર આ સામાચારી ગોઠવવામાં આવી છે કે તે તે કામ માટે ગુરુને પૂછી લીધા પછી પણ જો અમુક કાળ બાદ એ કામ કરવાનું હોય, તો ફરીથી ગુરુને પૂછી લેવું.આનું નામ પ્રતિપૃચ્છા ! અજબ જીવનની ગજબ કહાની ન પપ – Page #75 -------------------------------------------------------------------------- ________________ (૮) છંદના: મહાત્મા ગોચરી વહોરી લાવે, પછી અન્ય મહાત્માઓને વિનંતિ કરે કે “મને લાભ આપો..” આનું નામ છંદના ! લબ્ધિધારી સંયમીને સહજ રીતે જ નિર્દોષ અને અનુકુળ વસ્તુ મળતી હોય છે. એટલે એ સંયમી આવી વસ્તુ મળે, તો વહોરે અને પછી ઉપાશ્રયમાં આવી ગુરુ-ગ્લાન-વૃદ્ધ-બાલ-અશક્ત-નૂતન-અસહિષ્ણુ વગેરે પ્રકારના મહાત્માઓની સારામાં સારી ભક્તિ કરે, એ બધાને વિનંતિ કરે કે મને આમાંથી લાભ આપો...! આ છંદના ! અલબત્ત, ગુરુની રજા મેળવી લીધા બાદ જ ગુરુ જે સંયમી માટે રજા આપે, એ સંયમીને જ છંદના કરી શકાય. આનાથી ગોચરી પર મમત્વ ન થાય, સાધુ સમુદાયને સહાય કરવાનો લાભ મળે, અંતરાય કર્મનો નાશ થાય અને તીર્થકર નામકર્મ સુધીના વિશિષ્ટ પુણ્યનો બંધ થાય. (૯) નિમંત્રણ : ગોચરી-પાણી વહોરવા જતા પહેલા ગ્લાનાદિ સાધુઓને પૂછવું કે “આપના માટે શું લાવું? કેટલું લાવું?' તો એ નિમંત્રણા ! ગ્લાનાદિને વસ્તુની જરૂર હોય, પણ પોતે લાવી શકતા ન હોય કે મળતી ન હોય તો આવા વખતે બીજા સંયમીઓ એમને આવી રીતે પૂછીને, એમની સૂચના પ્રમાણે ગોચરી લાવે..એ સરસ જ છે. એમાં બંને પક્ષે પુષ્કળ લાભ છે. ગ્લાનાદિને પોષણ મળવાથી એમની રત્નત્રયીની આરાધના વિકસે અને ભક્તિ કરનારને સાધર્મિક વાત્સલ્ય, વૈયાવચ્ચ વગેરેના પ્રતાપે પુણ્યબંધકર્મનિર્જરાની પ્રાપ્તિ થાય. (૧૦) ઉપસંપદઃ જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે અન્ય સંયમીઓની નિશ્રા સ્વીકારવી, એ ઉપસંપદ ! પ્રશ્ન : પોતાના ગુરૂ-ગચ્છ પાસે તો જ્ઞાનાદિ છે જ ને ? તો એ મેળવવા માટે બીજે જવાની શી જરૂર ? ઉત્તર : જેટલું ગુરુ પાસે છે, એટલું મેળવી લીધું, વધારે મેળવવાની શક્તિ અને ભાવના છે. ગુરૂ આપી શકે એમ નથી, અન્ય સંયમી પાસેથી મળી શકે એમ છે. આવી પરિસ્થિતિમાં ગુરુની રજા લઇને અન્ય સંયમી પાસે જવું એ યોગ્ય જ છે. સુગુરુ કયારેય પણ શિષ્યને આવા કામમાં માત્ર પોતાના તુચ્છ સ્વાર્થ ખાતર રોકટોક ન કરે. જ્જન પ૬) - જૈન સાધુ જીવન.. Page #76 -------------------------------------------------------------------------- ________________ આમાં જ્ઞાન = સમ્યગુ જ્ઞાનવર્ધક શાસ્ત્રો. દર્શન = સમ્યગ્દર્શનની વિશુદ્ધિ કરનારા સન્મતિતકદિ શાસ્ત્રો. ચારિત્ર = યોગોદ્વહન આદિ અનેક પ્રકારની સામાચારીઓ. (ગુરુ પાસે જનરલ આચારો તો છે જ પણ સામાચારીઓમાં તરતમતા ઘણી હોય છે. એટલે નવી સામાચારી શીખવા માટે અન્યની નિશ્રા સ્વીકારવાનું બને.) એમાં જ્ઞાન-દર્શનમાં સૂત્ર માટે અને અર્થ માટે..એમ બે માટે ઉપસંપદ લેવાય. એ બંનેમાં પાછા ત્રણ ભેદ ! • તદ્દન નવા સૂત્રાદિનું ગ્રહણ ! • જે સૂત્રાદિ આવડેજ છે, પણ એ એકદમ પાકા કરવા.. • જે સૂત્રાદિ કાચા થઇ ગયા છે, વચ્ચે વચ્ચે તૂટી ગયા છે. એ સાંધીને પાકા કરવા.. પૂર્વના કાળમાં પુસ્તકારૂઢ સૂત્રાદિ ન હતા, એટલે એ બધું મૌખિક જ ચાલતું, માટે એ લેવા માટે અન્યની નિશ્રા જરૂરી બનતી. એમ કોઇકને વૈયાવચ્ચ કરવાની ભાવના થાય, પણ સ્વગચ્છમાં એવા કોઇ ગ્લાનાદિ ન હોય, તો વૈયાવચ્ચ કરવા માટે પણ અન્ય ગચ્છાદિની નિશ્રા સ્વીકારે. એમ કોઇકને તપ કરવો છે, અનશન કરવું છે...પણ સ્વગચ્છમાં સેવાદિ કરનારા, સમાધિ આપનારા એવા કોઈ નથી, તો તપ-અનશન કરવા માટે એવા અન્ય ગચ્છાદિની નિશ્રા સ્વીકારવાની થાય, કે જ્યાં સેવાદિ કરનારા મળી રહે. ઉપસંપદ લેનારે ગુરુની રજા લેવી પડે, ગુરુ રજા આપે તો જ બીજાની નિશ્રા સ્વીકારાય. એમાં ય ગુરુ જેની પાસે જવાની રજા આપે, એની પાસે જ જવાય, જે સૂત્રાદિ માટે રજા આપે...એ સૂત્રાદિ જ ભણાય. આ દસે ય સામાચારીમાં સૂક્ષ્મતાથી નિરૂપણ કરશો તો ચોક્કસ ખ્યાલ આવશે કે ડગલે ને પગલે સશુરુ પ્રત્યેના સમર્પણની વાત આવે છે. આ સમર્પણ વિના ન જ ચાલે..સગુરુને પૂછડ્યા વિના આચરાતી પ્રાયઃ એકેય સામાચારી શુદ્ધ બનતી નથી. માટે જ પ્રત્યેક સંયમી માટે ગુરુપારતન્ય-ગુરૂસમર્પણ અત્યંત ઉપયોગીઆવશ્યક છે. અજબ જીવનની ગજબ કહાની – ૫૭ – > Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર કલ્પ Boxes નાનો બાળક સૌ પ્રથમ બાલમંદિરમાં દાખલ થાય, પછી એક-બેત્રણ..એમ બાર ધોરણ પૂરા કરે, એ પછી કોલેજના ત્રણ વર્ષ પૂરા કરે, એ પછી સાયન્સ-કોમર્સ-આર્ટ્સ વગેરે લાઇન પ્રમાણે ડૉક્ટર-એન્જીનિયર...વગેરે વગેરે બને, એ પછી એ પોતાનો સ્વતંત્ર ધંધો શરુ કરે.... કોઇ પણ સંસારી આત્મા જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય, મુમુક્ષુ બને...ત્યારે એ નાનો બાળક કહેવાય. સ્થવિકલ્પ એ બાલમંદિર વગેરે સ્વરૂપ છે. મુમુક્ષુ સૌ પ્રથમ સ્થવિર કલ્પમાં જ દાખલ થાય, ધીમે ધીમે વિકાસ સાધતો જાય, છેવટે છેલ્લે સ્વતંત્ર ધંધાની માફક જિનકલ્પ વગેરે ઉત્કૃષ્ટ આરાધનાને સ્વીકારે...એ વખતે એ સ્થવિર કલ્પનો ત્યાગ કરે. સ્થવિર કલ્પમાં નીચેની બાબતો હોય... એમાં આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક સ્થવિર-ગણાવચ્છેક એમ પાંચ મુખ્ય પદવીધરો હોય, એ ગીતાર્થ જ હોય, અને તેઓ આખા ગચ્છનું સંચાલન કરતા હોય. એમાં બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-અસહિષ્ણુ-નુતન દીક્ષિત-અશક્ત... વગેરે અનેક પ્રકારના સંયમીઓ હોય, તેઓ ગીતાર્થ કે અગીતાર્થ બંને પ્રકારના હોય. અપિરપક્વ કે પરિપક્વ બંને પ્રકારના હોય...આ બધાયને સગા દીકરાની જેમ ખૂબ જ વાત્સલ્યથી સાચવવાના, એમને ધીમે ધીમે તૈયા૨ ક૨વાના... એમાં કોઇપણ આચારમાં તે તે કારણસર તે તે પ્રકારની છૂટ લઇ શકાય છે, અર્થાત્ આમાં અપવાદમાર્ગનું સેવન હોય છે અને તે તેવા પ્રકારના સંયમીઓ માટે ઉપયોગી જ છે. પ્રશ્ન : આચાર્ય વગેરે પાંચ પદવીધરો શું શું કામ કરે ? ઉત્તર ઃ જેમ નવી સરકાર રચાય, ત્યારે એમાં એક વડાપ્રધાન બને, અને એ પછી મંત્રીમંડળ બનાવીને દરેકને તે તે ખાતાઓ સોંપવામાં આવે. એ જ રીતે અહીં પણ સમજવું. આચાર્ય વડાપ્રધાનતુલ્ય છે. એમનું કામ છે સંયમીઓને અર્થ આપવાનું. શાસ્ત્રોના ગંભીર પદાર્થો ૫૨ ચિંતન કરીને એના રહસ્યોનું દાન કરવાનું ! જૈન સાધુ જીવન... ૫૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય નું કામ છે સંયમીઓને સૂત્રો આપવાનું ! જે સંયમી જે સૂત્ર માટે પાત્ર હોય તે સંયમીને એ સૂત્રનું દાન કરવાનું.. પ્રવર્તકનું કામ છે સંયમીઓને તે તે યોગોમાં જોડવાનું ! દરેક સંયમીની રુચિ-શક્તિ-પાત્રતા અલગ અલગ પ્રકારની હોય. કોઇક સૂત્રાભ્યાસ માટે, કોઇક અર્થાભ્યાસ માટે, કોઇક વૈયાવચ્ચ માટે, કોઇક શાસન પ્રભાવના માટે યોગ્ય હોય. પ્રવર્તક આ બધું શોધી કાઢે, અને પછી એ જ પ્રમાણે તે તે સંયમીને શોધી તે તે યોગોમાં વિશેષથી જોડે. અલબત્ત બીજા બધા યોગો છોડાવી નથી દેવાના, પરંતુ અમુક યોગો પ્રધાન..અન્ય યોગો ઔચિત્ય પ્રમાણે... એમ વિભાગ કરવામાં આવે. સ્થવિરનું કામ સંયમીઓને યોગોમાં સ્થિર કરવાનું ! પ્રવર્તકે દરેક સંયમીને તે તે યોગોમાં જોડી તો દીધા, પરંતુ સંયમીઓ આળસ-પ્રમાદાદિ દોષોના કારણે એ યોગોમાં બરાબર રસ ન લે, તો એ રસ લેવડાવવાનું કામ સ્થવિર કરે, એ તે-તે સંયમીઓને અંગત રૂપે, લાગણીથી સમજાવે, નફોનુકસાન દર્શાવે એ રીતે એને સંયમયોગોમાં સ્થિર કરે. ગણાવચ્છેદકનું કામ છે આખા ગચ્છની અન્ય તમામ વ્યવસ્થાઓ સંભાળવાનું ! મહીને મહીને માસકલ્પ માટેનો ઉપાશ્રય શોધવો... ગચ્છને મુશ્કેલી ન પડે, એ રીતે વિહાર ગોઠવવો... ગચ્છને ઉપધિ-પાત્રા વગેરે તમામ વસ્તુઓની ખોટ ન પડવા દેવી.. ગોચરી-પાણી વગેરેમાં કોઇપણ સંયમી ન સીદાય એની કાળજી રાખવી. આવી આવી તમામ જવાબદારીઓનો ભાર ગણાવચ્છેદક ઉપાડે. એમાં લેશ પણ ખામી ન આવે એનો પૂરો પ્રયત્ન કરે. એ માટે ગચ્છના જ સાધુઓની સહાય લે. શાસ્ત્રોમાં ફરમાવ્યું છે કે જેમ દઢશાસનવાળા રાષ્ટ્રમાં જ રહેવાય, જેથી જીવનની-સંપત્તિની સુરક્ષા થાય, એમ જ્યાં આચાર્યાદિપંચકની એકદમ જોરદાર વ્યવસ્થા હોય, એ ગચ્છમાં સંયમીએ રહેવું. ત્યાં એના સંયમજીવનની સુરક્ષા છે. હા ! ક્યારેક એવું બને કે એક જ મંત્રીને બે ખાતા સોંપવામાં આવે. પણ કોઇપણ ખાતું સાવ વ્યવસ્થા વિનાનું તો ન જ રખાય. એમ ગચ્છમાં પણ એવું બને કે એક આચાર્ય જ અર્થ + સૂત્ર એમ બે ખાતા સંભાળે..અથવા તો અજબ જીવનની ગજબ કહાનીન પ૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર જ પ્રવર્તકનું અને સ્થવિરનું...એમ બંને કામ સંભાળે. પણ એવું તો ન જ બનવું જોઇએ કે અર્થ આપનાર કોઈ ન હોય, કે સૂત્ર આપનાર કોઇ ન હોય, કે પ્રવર્તકાદિનું કામ કરનાર કોઇ ન હોય. જે ગચ્છમાં આવી અવ્યવસ્થા હોય, એ ગચ્છમાં મોક્ષાર્થી સંયમીએ ન રહેવું. એક અગત્યની વાત આ સ્થવિરકલ્પનો જો કોઇ મજબૂત પાયો હોય, આ સ્થવિરકલ્પનો જો કોઇ શણગાર હોય, આ સ્થવિરકલ્પનો જો કોઈ પ્રાણ હોય, તો એ છે સમ્યગ્દર્શનના અંતિમ ચાર આચારો ! જો આ ચાર આચાર છે, તો સ્થવિરકલ્પ સુંદર મજાનો રાજમહેલ જ છે. જો આ ચાર આચાર નથી, તો સ્થવિરકલ્પ ભૂતિયો બંગલો, ડરામણું સ્મશાન જ સમજી લો. એ ચાર આચારો આ પ્રમાણે છે. (૧) ઉપબૃહણા : ગચ્છમાં કોઇપણ સંયમી વિશિષ્ટ તપ, વિશિષ્ટ સ્વાધ્યાય, વિશિષ્ટ વૈયાવચ્ચ કરે, તો એની હાર્દિક પ્રશંસા કરવી એ ઉપબુહણા ! આનાથી એ સંયમીનો ઉત્સાહ વધે, તપ-સ્વાધ્યાયાદિ કરવાનું મન થાય, વધારવાનું મન થાય, પરસ્પરની આત્મીયતા વધે, મિત્રતા વધે, લાગણી વધે.જે ઈર્ષાદિ દોષોને ખતમ કરવા માટે અત્યંત ઉપયોગી છે. એક બીજાના નાના નાના દોષોને સહી લેવા માટે અત્યંત ઉપયોગી છે. (૨) સ્થિરીકરણઃ કોઇપણ સંયમી સ્વશક્તિ હોવા છતાં તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, વિનય, પ્રભુભક્તિ વગેરે યોગોમાં પ્રમાદ કરે, વિકપાદિમાં સમય બગાડે. એ જોઈને અન્ય સંયમીને એના પ્રત્યે લાગણીના કારણે કરણા જાગ્રત થાય, અને એને પ્રેમપૂર્વક ક્યારેક ઠપકાપૂર્વક સમજાવે સંયમયોગોમાં એનો ઉલ્લાસ ઉત્પન્ન કરે..એ સ્થિરીકરણ ! જો કોઇ સ્થિરીકરણ કરનાર કોઇ ન મળે, તો જીવ બિચારો ક્યાંય ખોટી દિશામાં રંગોળાઇ જાય, સાચી દિશામાં પાછો ન ફરે.ઘણું મોટું નુકશાન સંયમજીવનમાં કરી બેસે. (૩) વાત્સલ્ય: સંયમીઓમાં પરસ્પર નિર્દોષ સ્નેહભાવ હોવો જ જોઇએ. એ હોય, તો નિંદા-ઇર્ષા-ટીકાટીપ્પણ..વગેરે દોષો ઉત્પન્ન ન થાય. માંદગી, વિહારાદિ તમામ કાર્યોમાં એકબીજાને ખૂબ સહાય કરે, એકબીજા માટે પુષ્કળ ભોગ આપવા તૈયાર થઇ જાય. એક મા પોતાના બાળકોને જે રીતે ચાહે, એ રીતે જ સંયમી સંયમીઓને ચાહે. — —- ૬૦ - - જૈન સાધુ જીવન... Page #80 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રભાવનાઃ સંયમી પોતાની વિદ્વત્તા દ્વારા, પ્રવચન પ્રભાવકતાની શક્તિ દ્વારા, વાદમાં જીત મેળવવાની શક્તિ દ્વારા, તપ દ્વારા, મંત્રાદિ દ્વારા, કવિત્વશક્તિ દ્વારા, સુંદર આચારો દ્વારા, સુંદર સ્વભાવ દ્વારા બધાને જૈનધર્મ પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન કરાવે..એનું નામ શાસનપ્રભાવના ! આ ચાર આચાર ખૂબ જ મહત્વના છે. અને સ્થવિરકલ્પમાં તો અત્યંત આવશ્યક છે. તથા, વિરકલ્પમાં સાધુ વર્ગ ઉપરાંત સાધ્વીવર્ગ પણ હોઇ શકે છે. હા ! બ્રહ્મચર્યની નિર્મળતા માટે એ બંને વર્ગો વચ્ચે જડબેસલાક મર્યાદાઓ બાંધવામાં આવી છે. દા.ત. સાધ્વીજીઓના પર્વતિથિ અને સ્વાધ્યાય સિવાય સાધુઓના ઉપાશ્રયમાં ન આવે. સાધ્વીજીઓના આચાર અંગેની મહત્ત્વની બાબતો આચાર્ય પ્રવર્તિની સાધ્વીજીને કરે, તે બાકીના સાધ્વીજીઓને કહે..આમ સાધ્વીગણને સાધુગણ સાથે પરિચય નહિવતુ ! - સાધ્વીજીઓની તમામ પ્રકારની કાળજી સાધ્વીગણાધિપતિ એક જ સાધુ કરે અને એ ખૂબ પીઢ, ખૂબ નિર્મળ + દઢ આચારવાળો હોય. એ તે તે કાર્ય માટે અમુક સાધુઓની સહાય લે તો એમાં ય એ સાધુઓ પણ ખૂબ જ પીઢ, પૂબ જ નિર્મળમનવાળા શોધવામાં આવે. હા ! વર્તમાનમાં કાળાદિને અનુસાર તફાવત દેખાય, એ શક્ય છે. તથા જે ગચ્છ આચારસંપન્ન હોય, તે સંવિગ્ન ! જે ગચ્છમાં છેદગ્રન્થજ્ઞાતા આચાર્યાદિ ગીતાર્થો હોય, તે ગચ્છ ગીતાર્થ સંયમીવાળો હોવાથી ઉપચારથી ગીતાર્થ ! આવો સંવિગ્ન-ગીતાર્થ ગચ્છ જ વાસ્તવિક રીતે સ્થવિરકલ્પમાં ગણાય, અસંવિગ્ન કે અગીતાર્થ ગચ્છ એ થોડા ઘણા આચારો પાળે, તો ય પરમાર્થથી વિરકલ્પ ન ગણાય. પાંચ અવગ્રહ • સાધુએ પાંચ પ્રકારના અવગ્રહમાંગવાના હોય છે. અવગ્રહ= માલિકીભાવ માલિકની રજા લઇને પછી જ કાર્ય કરવું.. (૧) સૌધર્મેન્દ્ર (૨) રાજા (૩) ગામ નગરનો માલિક (૪) ઘરનો માલિક (૫) ઉપાશ્રયમાં પૂર્વે પધારેલ આચાર્યાદિ. અજબ જીવનની ગજબ કહાની - ૬૧ – S Page #81 -------------------------------------------------------------------------- ________________ COYOY જિનકલ્પ-પરિહારવિશુદ્ધિક યથાલંદિક-પ્રતિમાકલ્પ વિરકલ્પમાં વર્ષો સુધી આરાધના કર્યા બાદ કેટલાક સાધુઓ હજી વધુ વિશિષ્ટ કોટિની આરાધના કરવા માટે સ્થવિરકલ્પનો ત્યાગ કરીને જે વિશિષ્ટ આરાધનાનો સ્વીકાર કરે છે. એ સામાન્યથી ચાર પ્રકારે છે. (૧) જિનકલ્પ (૨) પરિહારવિશુદ્ધિક કલ્પ (૩) યથાલદિકકલ્પ (૪) પ્રતિમાકલ્પ. આ ચારેયમાં અમુક અમુક ચોક્કસ પ્રકારની આચાર વ્યવસ્થા હોય છે, એ અપેક્ષાએ આ ચારેય કલ્પ અલગ અલગ છે. બાકી આ ચારેયમાં ઘણી બધી સમાનતા રહેલી છે. આપણે આ પ્રકરણમાં મુખ્ય ત્રણ બાબતો જોશું. (૧) આ ચારેયનું પોતપોતાનું વિશેષ સ્વરૂપ. (૨) આ ચારેયમાં જે સમાનતા છે, તે. (૩) આ ચાર અને વિકલ્પ વચ્ચે મુખ્ય તફાવત શું છે ? જિનકલ્યાદિ ચારનું વિશેષ સ્વરૂપ (૧) જિનકલ્પઃ જિનના જેવો = પ્રભુના જેવો આચાર તે જિનકલ્પ ! આને ધારણ કરે, તે જિનકલ્પી ! જિનકલ્પી એકલા જ હોય. પ્રથમ સંઘયણવાળા, અત્યંત અશક્ત દેહવાળા, ૯ મા પૂર્વની ત્રીજી વસ્તુથી અધિક અને ૧૦ મા પૂર્વથી કંઇક ન્યૂન શ્રુતજ્ઞાનવાળા, પોતાના તમામ જીવનકાર્યો પૂર્ણ કરીને આ જિનકલ્પ સ્વીકારે. જિનકલ્પ સ્વીકારતા પૂર્વે તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને બલની તુલના કરે. તપમાં છ મહિના નિર્દોષ ગોચરી ન મળે તો પણ ભૂખથી પીડિત થઇ દોષ ન સેવે તેવી રીતે પોતાના આત્માને તૈયાર કરે. સત્ત્વઃ નિદ્રા-ભય પર વિજય મેળે. સૂત્રઃ સૂત્ર સ્વાધ્યાયથી સમય (કાળને) જાણી શકે તેવી રીતે સૂત્ર - જૈન સાધુ જીવન... Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયથી ભાવિત થાય. એકત્વઃ તમામ સંબંધોથી મમત્વરહિત થઇ એકલપણાથી ટેવાય. બલઃ શારીરિક-માનસિક રીતે બધા જ પ્રકારના ઉપસર્ગો-પરિષહોને સહન કરવાની શક્તિ કેળવે. આ રીતે તૈયાર થઇ, તીર્થંકર, ગણધર, ચૌદપૂર્વી, દશપૂર્વીક છેવટે વડ, પીપળો, અશોક આદિ વૃક્ષ નીચે મહોત્સવપૂર્વક જિનકલ્પ સ્વીકારે.... • એમની પાસે ઓઘો અને મુહપતી આ બે ઉપકરણ તો હોય જ.. • જો એ કપડો રાખે, તો એક, બે કે વધુમાં વધુ ત્રણ રાખે. એટલે ઓઘો, મુહપત્તી એમ બે + ૧ = ૩, બે + ૨ કપડા = ૪, બે + ૩ કપડા = પાંચ..આમ ત્રણ રીતે સંભવ છે. - જો એ કપડા ન રાખે, પણ પાત્રો રાખે, તો પાત્રાની કુલ સાતેય ઉપધિ અવશ્ય રાખે છે. તો પછી મુખ્ય બે + સાત = નવ થાય. - જો એ નવ ઉપરાંત એક, બે કે ત્રણ કપડા રાખે, તો દસ | અગ્યાર | બાર..આમ ત્રણ રીતનો પણ સંભવ છે. • ટુંકમાં ૨, ૩, ૪, ૫, ૯, ૧૦, ૧૧, ૧૨..આટલા વિકલ્પો સંભવે. • એમનો વિહાર-ગોચરી-સ્થડિલ..દિવસના ત્રીજા પ્રહરમાં જ થાય. નગરના છ ભાગ કલ્પી વારાફરતી એક-એક ભાગમાં ગોચરી જાય. ત્રીજો પ્રહર પૂરો થાય, એટલે જિનકલ્પી જ્યાં હોય ત્યાં જ વૃક્ષની માફક એકદમ સ્થિર બની જાય. નદીની વચ્ચે હોય કે ચાર રસ્તા વચ્ચે હોય.કોઇ એમને ધક્કો મારે, ઉપાડીને નાંખી દે...વગેરે બને, તોય એ પોતાના યત્નથી તો બિલકુલ હલન-ચલન ન જ કરે. જિનકલ્પીને દેવ-મનુષ્ય-તિર્યંચાદિના ઉપસર્ગો આવે, પણ એ સમ્યક્ પ્રકારે સહન કરે જ..એમાં પોતાના આચારમાં કોઇપણ છૂટ ન લે. અતિ ચુસ્ત જીવન જીવે. • આ કલ્પ આખી જીંદગી માટેનો હોય છે. (૨) પરિહારવિશુદ્ધિ કલ્પઃ ગચ્છના પરિહાર વડે ત્યાગ વડે વિશુદ્ધિની પ્રાપ્તિ જેમાં થાય છે, તે આચાર ! અજબ જીવનની ગજબ કહાની ૬૩]– Page #83 -------------------------------------------------------------------------- ________________ • કુલ નવ સાધુઓ એક સાથે આ કલ્પ ગ્રહણ કરે. • કુલ ૧૮ માસ માટેનો આ કલ્પ છે. તે તીર્થંકર પાસે અથવા તીર્થકર હસ્તે જેમણે આ કલ્પ ગ્રહણ કર્યો હોય તેમના હાથે જ આ કલ્પ ગ્રહણ કરી શકાય. નવ સાધુ ત્રણ વિભાગમાં હોય. (૧) પરિહારિક (૨) અનુપરિહારિક (૩) વાચનાચાર્ય. • પરિહારિક છ માસ સુધી તપ કરે, એ પછી અનુપરિહારિકો છે માસ, છેલ્લે વાચનાચાર્ય છ માસ તપ કરે. અનુપરિહારિકો જ્યારે પરિવારિક બને, ત્યારે પરિવારિકો અનુપરિહારિક બને. છેલ્લે વાચનાચાર્ય પરિહારિક બને. ટુંકમાં ત્રણે ય વિભાગ વારાફરતી ૬-૬ માસ તપ કરે. જે તપ કરે, તે પરિવારિક જે એની પાછળ ગોચરીમાં જાય....તે અનુપરિહારિક ! સામાન્યથી એ અનુપરિહારિક વૈચાવચ્ચી કહેવાય. પણ વૈયાવચ્ચ જેવું એમણે કશું કરવાનું હોતું નથી. પરિહારિકોએ ક્યો તપ કરવાનો ? એ વિચારીએ. જો ઉનાળો હોય, તો ૩/૨/૧ ઉપવાસ, જો શિયાળો હોય તો ૪/૩/૨ ઉપવાસ, જો ચોમાસું હોય તો ૫/૪/૩ ઉપવાસ...પારણે આંબિલ ! અનુપરિહારિક અને વાચનાચાર્ય કાયમ આંબિલ કરે. • નવે ય સાધુ આમ સમાન જ છે, છતાં એમાંથી એકને વાચનાચાર્ય રાખવામાં આવે છે, એ આ કલ્પની એવી વ્યવસ્થા જ સમજવી. • પહેલા બાર માસ એક જ સાધુ વાચનાચાર્ય ! જ્યારે એ ખુદ પરિહારિક બને, ત્યારે બીજો એક સાધુ છેલ્લા છ માસ વાચનાચાર્ય ! છેલ્લા છ માસ એક જ પરિવારિક હોવાથી અનુપરિહારિક પણ એક જ હોય, (અન્ય સ્થાને) સાતને અનુપરિહારિક કહ્યા છે. - અઢાર માસ બાદ આ સાધુઓ કાં તો પાછા સ્થવિરકલ્પમાં...કાં તો આ જ કલ્પમાં કાં તો જિનકલ્પમાં..એમ ત્રણ વિકલ્પો સંભવિત છે. • આ કલ્પમાં ઉપસર્ગો આવતા નથી, એ આ કલ્પનો પ્રભાવ છે. (૩) યથાસંદિકઃ લંદ કાળ ! અહીં પાંચ દિવસનો કાળ લેવાનો છે, - ૬૪ – જેન સાધુ જીવન... Page #84 -------------------------------------------------------------------------- ________________ કેમકે આ કલ્પવાળા મુનિઓ એક જગ્યાએ પાંચ જ દિવસ રોકાય, પછી બીજી જગ્યાએ બીજા પાંચ દિવસ.. કુલ પાંચ સાધુઓ એક સાથે આ કલ્પ સ્વીકારે. • જો એમનો થોડોક અભ્યાસ બાકી હોય, બીજી બાજુ સારું મુહૂર્ત આવતું હોય, તો તેઓ આ કલ્પનો સ્વીકાર મુહૂર્ત સાચવવા માટે કરી લે.. જે અભ્યાસ બાકી છે, તે અભ્યાસ ગચ્છાચાર્ય પાચ પૂરો છે. • આ મુનિઓ ગચ્છમાંથી બહાર જ નીકળી ગયા છે, તો અભ્યાસ શી રીતે પૂરો કરશે ? એનો જવાબ એ છે કે તેઓ ગચ્છની સાથે નહિ, પણ ગામ બહાર રહે..આચાર્ય એમને ભણાવવા માટે જાય...જો આચાર્ય ન જ જઈ શકે, તો એમાંથી એક મુનિ ગચ્છમાં દરરોજ આવી પાઠ લઇ જાય, પાછો જઇ બાકીના ચારને ભણાવી દે...આમ, અભ્યાસ બાકી હોય, ત્યાં સુધી આ મુનિઓ ગચ્છ-પ્રતિબદ્ધ કહેવાય. જ્યારે અભ્યાસ પૂરો થઇ જાય, અથવા તો અભ્યાસ પૂરો થયા બાદ જ આ કલ્પ સ્વીકાર્યો હોય, તો પછી એ ગચ્છઅપ્રતિબદ્ધ કહેવાય. (૪) પ્રતિમાકલ્પ ઃ તેવા પ્રકારની ચોક્કસ આચારવ્યવસ્થા એ જ પ્રતિમાકલ્પ છે. સાધુ માટે કુલ ૧૨ પ્રતિમાઓ દર્શાવી છે. આ કલ્પને ધારણ કરનાર મુનિ પ્રતિમાધારી કહેવાય. • આ મુનિ પણ જિનકલ્પીની જેમ એકલા જ હોય.. દરેક પ્રતિમાનો ચોક્કસ કાળ છે. દા.ત. ૧ લી નો ૧ માસ, બીજીનો બે માસ..સાતમીનો સાત માસ આઠમીથી કાળ બદલાય છે. એ અન્ય ગ્રન્થોમાંથી જાણી લેવો. • જે પ્રતિમાનો જેટલો કાળ, સામાન્યથી એની પ્રેકટીસનો કાળ પણ એટલો જ ! દા.ત. ૧ લી પ્રતિમાની પ્રેક્ટીસ ૧ માસ કરે, બીજીની બે માસ. પ્રેકટીસ બાદ જ એ પ્રતિમાનો સ્વીકાર... જિનકભાદિ ચારેયનું સામાન્ય સ્વરૂપ • ચારેયમાં ઓછામાં ઓછા ૯મા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનો અભ્યાસ અને વધુમાં વધુ ન્યૂનદસપૂર્વ સુધીનો અભ્યાસ જરૂરી છે. આનાથી ઓછા વત્તા અભ્યાસવાળા મુનિઓ એકપણ કલ્પ ન સ્વીકારી શકે. જે દસ પૂર્વધર અજબ જીવનની ગજબ કહાની ૬૫ – Page #85 -------------------------------------------------------------------------- ________________ બને, એમના માટે શાસનપ્રભાવના જ મહત્ત્વની, કારણ કે તેઓ નિયમથી વચનલબ્ધિવાળા હોય છે... ચારેયમાં બધા ગીતાર્થ જ હોય, કેમકે આટલો અભ્યાસ હોય, એ ગીતાર્થ જ હોય. • ચારેયમાં સાધ્વીઓ નહિ, કેમકે સાધ્વીજીઓને દૃષ્ટિવાદ અંગનો નિષેધ છે, અને પૂર્વો તો એમાં જ આવે છે, અને પૂર્વોના અભ્યાસ વિના આ કલ્પ સ્વીકારી શકાય નહિ. વળી દરેકમાં જે અમુક વિશિષ્ટ પ્રકારનો આચાર છે, એ સાધ્વીજીઓને શીલરક્ષાદિને લીધે શક્ય નથી. • ચારે ય વિરકલ્પની બહાર ગણાય. - ચારેયમાં પ્રથમ સંઘયણ જરૂરી ! ચારેયમાં એકાંતે ચારિત્રપરિણામની હાજરી ! કોઇપણ મુનિ આ કલ્પમાં નિષ્ફળ ન જાય, કેમકે વિશિષ્ટ જ્ઞાનથી બધું જોઇ લીધા બાદ જ આ કલ્પનો સ્વીકાર કરાય છે. • પ્રાયઃ ચારેયમાં સત્ત્વ, ચુત, એકતાદિ પાંચ ભાવનાઓ ભાવવામાં આવે છે, ભાવના એટલે અભ્યાસ ! એ એકદમ વ્યવસ્થિત થઇ ગયા બાદ આ કલ્પ સ્વીકારવામાં આવે છે. આવી બીજી પણ અનેક સમાનતાઓ જાણી-વિચારી શકાય છે. સ્થવિરકલ્પ અને જિનકલ્પાદિ વચ્ચે તફાવત • સ્થવિરકલ્પમાં ઉત્સર્ગ અને અપવાદ બંનેનું આચરણ હોય. જ્યારે આ ચારમાં એમનો પોતપોતાનો નક્કી થયેલો આચાર જ પાળવાનો હોય. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એમાં છૂટ લેવાની હોતી નથી. • સ્થવિરકલ્પમાં અગીતાર્થો પણ હોય, આ ચારમાં એકે ય ન હોય. • સ્થવિરકલ્પમાં સાધ્વીજી હોય, આ ચારમાં ન હોય. • સ્થવિરકલ્પમાં કલ્પોપન્ન દેવો જેવી વ્યવસ્થા છે. એટલે કે અમુક નાના, અમુક મોટા.. વગેરે ! આ ચારમાં કલ્પાતીત દેવો જેવી વ્યવસ્થા છે, બધા સરખા ! પરિહારિકમાં જે જે વાચનાચાર્યાદિ ભેદ છે, એ માત્ર એવી આચાર વ્યવસ્થા જ છે, પરમાર્થથી બધા સરખા જ છે. • સ્થવિરકલ્પમાં દરેક મુનિને ચારિત્રપરિણામ હોય જ એવું જરૂરી ” —૧ ૬૬ છે —જેન સાધુ જીવન... Page #86 -------------------------------------------------------------------------- ________________ નથી. મુનિ નિશ્ચયથી અમુનિ પણ હોય. જ્યારે આ ચારમાં કોઇપણ મુનિને ચારિત્ર પરિણામ હોય જ...એ આ કલ્પોની હાજરી દરમ્યાન જાય નહિ. ભાવનું પતન થાય નહિ. જે સ્થવિરકલ્પમાં કેવલજ્ઞાન થઇ શકે, જ્યારે જિનકલ્પમાં તો એ ભવમાં કેવલજ્ઞાન નથી. પરિહારવિશુદ્ધિમાં પણ જ્યાં સુધી એ કલ્પ ચાલુ હોય, ત્યાં સુધી કેવલ્ય નથી. યથાર્લાદિકમાં પણ કલ્પની હાજરીમાં કૈવલ્ય નથી. પ્રતિમાકલ્પમાં છેક છેલ્લી પ્રતિમામાં અંતે કેવલ્યાદિ પ્રગટી શકે, પણ એ પૂર્વેની વિરાટ આરાધનામાં ક્યાંય કેવલ્ય નથી. • સ્થવિરકલ્પમાં કોઇપણ સંઘયણ હોય, આ ચારમાં પ્રથમ જ હોય. આવા અન્ય પણ તફાવત વિચારી લેવા, અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવા. પ્રશ્ન : જિનશાસનની તમામ વ્યવસ્થાઓ સાક્ષાત્ કે પરંપરાએ માત્ર ને માત્ર મોક્ષપ્રાપ્તિ માટે જ છે. હવે તમે ઉપર જે વાત કરી કે સ્થવિરકલ્પમાં કેવલ્ય થઇ શકે છે, પણ જિનકલ્પાદિમાં નહિ...તો આ તો વિચિત્ર વસ્તુ કહેવાય. જિનકલ્યાદિ રૂપ વિશિષ્ટ આરાધના કરવાથી વહેલો મોક્ષ થવો જોઇએ, અને એવું હોય તો જ એ આદરણીય બને. એને બદલે વહેલા મોક્ષની તો વાત જ બાજુ પર રહી, ઉર્દુ મોક્ષનો અભાવ જ તમે તો બતાવી દીધો. તો પછી એ જિનકલ્પાદિ લેવાની જરૂર જ નહિ. આ તો નુકસાન કરનારી વસ્તુ બની. આના કરતા તો સ્થવિરકલ્પમાં રહીને આરાધના કરવી શું ખોટી ? એમાં તો બમણો લાભ ! સ્વની આરાધનાનો પણ લાભ અને પરની આરાધનાનો પણ લાભ ! ઉત્તર : જેમ કોઇક રોગ કોઇક ચોક્કસ દવાથી જ દૂર થાય, એમ આત્માના અમુક પ્રકારના કર્મો જિનકલ્પાદિથી જ દૂર થઇ શકે એમ હોય છે. જો જિનકલ્પાદિ ન લે, તો સ્થવિરકલ્પની ઉત્કૃષ્ટ આરાધના પણ એમને મોક્ષ ન અપાવી શકે. એટલે આવા કર્મોના નિવારણ માટે જ આ જીવો જિનકલ્પ સ્વીકારે છે. જિનકલ્પી આખી જીંદગીની આરાધના દ્વારા કર્મોને નિવારી દે, એ પછી એને આવતા ભવોમાં કેવલ્યાદિની પ્રાપ્તિ થાય. પરિહારવિશુદ્ધિક અઢાર મહિનાની આરાધના દ્વારા કર્મોને નિવારી દે, અજબ જીવનની ગજબ કહાની ન ૬૭ — Page #87 -------------------------------------------------------------------------- ________________ એ પછી આ જ ભવમાં પાછો સ્થવિરકલ્પમાં આવીને કેવલ્યાદિ મેળવી શકે છે. પ્રતિમાધારી પણ સંપૂર્ણ આરાધનાથી કર્મ ખપાવી અંતે કેવલ્યાદિ મેળવી શકે. ટુંકમાં આ કલ્પો અમુક કર્મો માટેની સ્પેશ્યલ દવા જેવા છે. પ્રશ્ન : આવો પદાર્થ તો ક્યાંય વાંચ્યો નથી. ઉત્તરઃ શ્રી પંચાશક પ્રકરણ ગ્રન્થમાં પ્રતિમાકલ્પના વર્ણનમાં આ પદાર્થ વિસ્તારથી દર્શાવેલો છે, અને એ પદાર્થ જિનકલ્પાદિમાં પણ ઘટતો જ હોવો જોઇએ. પ્રશ્ન : પણ સ્થવિરકલ્પમાં જ ક્ષપકશ્રેણિ લાગી જાય, તો એ વિચિત્ર કર્મોનો ક્ષય એમાં થઇ જ જાય ને ? ઉત્તર : ના, આ વિચિત્ર કર્મો શ્રેણિ લાગવા જ ન દે, એટલે આગળનું કામ ન થાય હા ! આ કલ્પથી તે કર્મો તૂટે, પછી શ્રેણિ લાગી શકે. (જિનકલ્પીને પછીના ભવોમાં..) પ્રશ્ન : શાસ્ત્રોમાં એવું દર્શાવેલું છે કે જેણે જિનકલ્પ લેવો હોય, એ જો સાધ્વીગણાધિપતિ હોય, અને એના વિના નવો કોઇ સાધ્વીગણાધિપતિપદ માટે યોગ્ય ન હોય, તો એણે જિનકલ્પ નહિ લેવાનો. જો લે, તો દોષમાં પડે.. એને તો સાધ્વીગણ સાચવવામાં જ વધુ નિર્જરા મળે. હવે જો જિનકલ્પથી જ પેલા કર્મો ખપતા હોય, તો તો આ મુનિને એની ના શી રીતે પડાય ? વળી આમાં તો સાધ્વીગણને સાચવવામાં વધુ કર્મક્ષય બતાવેલો છે. જિનકલ્પમાં નહિ.. ઉત્તર : જુઓ, કોઇપણ વસ્તુ ઔચિત્યપૂર્વક થાય, તો જ હિતકારી બને ને ? એ મુનિએ સત્ત્વાદિ ભાવના ન ભાવી હોય, તો જિનકલ્પ એમને માટે ખોટો ! એ મુનિએ નવપૂર્વાદિનો અભ્યાસ ન કર્યો તો જિનકલ્પ એમને માટે ખોટો ! એમ જ્યારે મુનિ પર સાધ્વીગણની જવાબદારી હોય, એને સંભાળનાર બીજો કોઇ ન હોય. અને જો મુનિ સાધ્વીગણની ઉપેક્ષા કરીને જિનકલ્પ સ્વીકારે તો એના માટે એ અનુચિત જ કહેવાય. સાધ્વીગણની શું હાલત થાય ? એ બધો જ દોષ જિનકલ્પીને લાગે. માટે એને નિષેધ કરવામાં આવે, એ યોગ્ય છે. સાધ્વીગણ સાચવવામાં એને વધુ નિર્જરાની વાત કરી છે, તે ક્યારે ? જો બીજો કોઇ સાચવનાર ન હોય તો ! એનો મતલબ એ જ કે જો અન્ય મુનિ સાધ્વીગણને સાચવનાર મળી જાય, તો જિનકલ્પ સ્વીકારવામાં જ વધુ નિર્જરા ! - ૬૮ જૈન સાધુ જીવન.. Page #88 -------------------------------------------------------------------------- ________________ ટુંકમાં જેને તેવા પ્રકારના જિનકલ્પસાધ્ય કર્મરોગ હોય, તેના માટે, સાધ્વીગણ ન હોય, તો જિનકલ્પ સ્વીકારવામાં વધુ લાભ ! સાધ્વીગણ હોય, તો પણ અન્ય સાચવનાર મળી જાય, તો જિનકલ્પમાં જ વધુ લાભ સાધ્વીગણ હોય અન્ય સાચવનાર ન હોય, તો જિનકલ્પ સ્વીકારવામાં નુકસાન ! કારણ કે જિનકલ્પ અનુચિતપ્રવૃત્તિ બની રહે છે. એના કરતા એ વખતે સાધ્વીગણને સાચવવામાં જ વધુ લાભ ! પ્રશ્ન : તો એને જિનકલ્પ વિના પેલા કર્મો ક્ષય ન પામે, તો એ ભવમાં મોક્ષ નહિ ને ? ઉત્તર ઃ આના માટે નીચે મુજબ વિચારણા કરી શકાય. એ મુનિનો એ ભવમાં મોક્ષ ન થાય, એ કર્મોને પછીના ભવોમાં ભોગવીને કે પછી જિનકલ્પાદિની આરાધનાથી ખતમ કરીને મોક્ષ પામે. (આ ભવમાં જિનકલ્પ લે, તો ય એ કર્મો ન જ ખપે, કેમકે અનુચિત પ્રવૃત્તિ બની રહે છે.) જિનકલ્પ માટેની ભાવથી પૂરી તૈયારી કરી જ લીધી છે, માત્ર સાધ્વીગણ ખાતર અટકે છે. તો આ શ્રેષ્ઠ ઔચિત્યસેવન પેલા કર્મોને નબળા પાડી દે, એવું બની શકે. હા ! પુષ્ટ કારણ વિના જો એ જિનકલ્પ ન સ્વીકારે, તો તો એને એ કર્મો ખતમ ન જ થાય. 'સાત પ્રકારની એષણા • ખરડાયેલા હાથે ખરડાયેલા વાસણથી વહોરવું. • નહીં ખરડાયેલા હાથે નહીં ખરડાયેલા વાસણથી વહોરવું. • પોતાના માટે થાળી આદિમાં કાઢેલું જ વહોરવું. • વાલ-ચણા જેવા લુખા દ્રવ્યો જ વહોરવા. • પીરસવા માટે કમંડલ જેવામાં કાઢેલી ભિક્ષા જ લેવી. • પિરસવા માટે નીકળી ચૂકેલી વ્યક્તિએ હજી ભોજન કરનારને ન આપ્યું હોય, ચમચાથી પીરસવા લીધુ હોય તેવું ભોજન લેવું. વધેલું ફેંકી દેવાનું ભોજન જ લેવું. પાણી માટે પણ આ જ સાત પ્રકાર છે. અજબ જીવનની ગજબ કહાની1 ૬૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ જાત-સમાપ્ત કલ્પ દર્દી પોતાની દવા જાતે ક૨વા માંડે, તો શું હાલત થાય ? હા ! દર્દી સ્વયં ડૉક્ટર હોય તો તો વાંધો નહિ. એ પોતાની દવા પોતાની મેળે કરી શકે. એમાં વળી જો મોટો રોગ હોય, તો બીજા ડૉક્ટરની સલાહ લે ખરો. નાનો બાળક માતા-પિતાના શરણે જ રહે, એમનાથી અલગ ન થાય, એમાં જ એનું હિત છે. બાળક જો વિખુટો પડ્યો તો પછી એની શું હાલત થાય, એ કશું કહી ન શકાય. હા ! યુવાન બન્યા પછી એને માતા-પિતાની સહાયની જરૂર ન પડે, છતાં ય હવે એ માતા-પિતાની ભક્તિ ખાતર એમની કાળજી કરે, સાથે રહે. સંયમી આચારસંપન્ન તો હોય જ, પણ જિનાગમોનો બોધ મેળવવામાં વાર પણ લાગે, જેવો ક્ષયોપશમ એવો બોધ વહેલો-મોડો ! એટલે શાસ્ત્રોના જ્ઞાતા બનતા=ગીતાર્થ બનતા એને વાર પણ લાગે, કદાચ પાંચ-દસ-વીસ વર્ષ પણ નીકળી જાય, ક્ષયોપશમાદિ નબળા હોય, તો આખી જીંદગી ગીતાર્થ ન બને, એવું ય બને. અગીતાર્થ સંયમી એક એવો દર્દી છે કે જે સ્વયં ડૉક્ટર નથી. આવો સંયમી ગીતાર્થ ગુરુની સાથે જ, એમની આજ્ઞા પ્રમાણે જ જીવે એ જ એના માટે હિતકારી છે...એ જો સ્વતંત્ર-સ્વચ્છંદ બને તો એનું સત્યાનાશ નીકળી જાય. આમ પણ જીવનો સ્વભાવ સ્વતંત્રતા ભોગવવાનો જ છે, એટલે એને એ ખોટા સ્વભાવથી અટકાવવા માટે આ એક આચાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનું નામ છે જાત-સમાપ્ત કલ્પ. (૧) જાત + સમાપ્ત = ગીતાર્થ, ગીતાર્થની નિશ્રાવાળો + ૫/૭ ની સંખ્યાવાળો. (૨) જાત + અસમાપ્ત = ગીતાર્થની. નિશ્રાવાળો + ૫/૭ની સંખ્યાથી ઓછી સંખ્યાવાળો. (૩) અજાત + સમાપ્ત = ગીતાર્થની નિશ્રાવગરનો + ૫/૭ની સંખ્યાવાળો. (૪) અજાત + અસમાપ્ત = ગીતાર્થની નિશ્રાવગરનો + ૫/૭ની સંખ્યાથી ઓછી સંખ્યાવાળો. આમાં પહેલો ભેદ જ ઉત્સર્ગમાર્ગે શાસ્ત્રમાન્ય છે. બાકીના ભેદ નહિ. છેલ્લા ત્રણ ભેદવાળા સંયમીઓને પ્રભુએ ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ· જૈન સાધુ જીવન... ૭૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય આદિ કોઇપણ વસ્તુની સંમતિ આપી નથી, એટલે જો તેઓ આમાંથી કંઈ પણ લે, તો પ્રભુની આજ્ઞા ન હોવા છતાં એ વસ્તુ લેવાના કારણે તીર્થકર અદત્તનો દોષ લાગે. આ વ્યવસ્થાનો ફાયદો આ કે સંયમીઓ ગીતાર્થની નિશ્રા વિના ન વિચરે, અને એકલ-દોકલ પણ ન વિચરે. કેમકે એ રીતે વિચરે, તો એમને કોઇપણ વસ્તુનો હક મળતો નથી. પ્રશ્ન : પણ ગીતાર્થનિશ્રા + દર્શાવેલી સંખ્યાની જરૂર શી છે ? ઉત્તર : જો ગીતાર્થ સાથે હોય, તો એ શાસ્ત્રાભ્યાસ કરાવીને આખો દિવસ બધાને સ્વાધ્યાયમાં જોડી શકે. દરેકે દરેક નિર્ણયો શાસ્ત્રના આધારે લઇને ઘણો બધો ફાયદો કરાવી શકે. સંયમીઓને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ઉણા તો ન જ ઉતરવા દે, પણ વાચના-માર્ગદર્શનાદિ દ્વારા છેક ઉચે સુધી લઇ જાય. જો ગીતાર્થ ન હોય, તો શાસ્ત્રાભ્યાસ ન થાય, ડગલે ને પગલે અજ્ઞાનતાના કારણે લેવા પડતા જાત-જાતના નિર્ણયોમાં ભૂલો જ થયા કરે. અને કોઇ ટકોર કરનાર ન હોવાના કારણે રત્નત્રયીમાં રોજરોજ નુકસાનનો જ વધારો થતો જાય. કાં અતિ-ઉત્સર્ગ, કાં અતિ-અપવાદના નિર્ણયો લેવાઈ જાય, જે ચારિત્રપરિણામને ખતમ કરે. હવે માનો કે ગીતાર્થની નિશ્રા હોય, પણ સંખ્યા ઓછી હોય, તો સંયમયોગોની સાચવણી ન થાય. ઓછામાં ઓછા ૫/૭ સાધુ હોય, તો ગોચરીમાં સંઘાટક જવું ફાવે, માંદગીમાં વૈચાવચ્ચ કરવામાં અનુકૂળતા રહે. પરસ્પર સ્વાધ્યાયાદિ સરસ ચાલે. ઘણા હોવાથી એકાંત ન મળે, એટલે બ્રહ્મચર્યાદિની સુરક્ષા પણ સારી રીતે થાય. પ્રશ્ન : પણ આ ૫/૭ એમ બે ભેદ કેમ પાડ્યા ? ઉત્તર : ચોમાસામાં વરસાદના કારણે માંદગીની શક્યતા વધારે, માટે વધુ સંયમી હોય, તો વૈયાવચ્ચમાં મુશ્કેલી ન પડે. શેષકાળમાં પાંચથી ચાલી રહે. ધ્યાન રાખવું કે આ તો ઓછામાં ઓછી સંખ્યા દર્શાવી છે, બાકી તો ૨૫/૫૦ હોય, તો ય સરસ જ છે. એમાં કદાચ, ગોચરી વગેરેના કોઇક દોષો સેવવા પડે, તો પણ એ ગૌણ જ સમજવાના છે. પ્રશ્નઃ છેલ્લા ત્રણ ભેદોમાં અપવાદ માર્ગે કોઇ છૂટ ખરી ? ઉત્તર : ગીતાર્થ મુનિ શાસનરક્ષાદિ કારણોસર ૫૭ કરતા ઓછી અજબ જીવનની ગજબ કહાનીને ૭૧ – Page #91 -------------------------------------------------------------------------- ________________ સંખ્યામાં રહે, વિહાર કરે તો એ અપવાદ માર્ગે યોગ્ય છે. પણ એ કારણો યોગ્ય હોવા જોઇએ. માત્ર બુદ્ધિ-કલ્પનાથી ઉત્પન્ન કરેલા નહિ. એમ ૫૭ અગીતાર્થોને પણ જો ગીતાર્થ જ કોઇક કારણોસર ક્યારેક અલગ રાખે, અલગ વિહાર કરાવે તો એ પણ અપવાદ સમજવો, પણ એમાં ગીતાર્થની સહર્ષ સંમતિ જરૂરી છે. જીદ કરીને મેળવાયેલી સંમતિ ન ચાલે. ૫/૭ કરતા ઓછા અગીતાર્થોને જો ગીતાર્થ કારણસર અલગ રાખે, વિહાર કરાવે તો એ ચોથા ભેદનો અપવાદ સમજવો. પ્રશ્ન : ગીતાર્થની સ્પષ્ટ વ્યાખ્યા શું ? ઉત્તરઃ ઓછામાં ઓછું નિશીથસૂત્ર + તેના અર્થનું જેની પાસે સ્પષ્ટ જ્ઞાન છે, તે ગીતાર્થ ! આમ ન બોલાય આમ બોલાય ઉંઘે છે • જમે છે. • પ્રવાસ કરે છે • મુંડન કરે છે • ભિક્ષા લેવા જાય છે • ભણે છે • સેવા કરે છે. • સંડાસ જાય છે • પેશાબ કરવા જાય છે • તેમના ઘરે જાય છે • ભાષણ આપે છે • સમજાવે છે • આશિર્વાદ આપે છે • બાવાજી જાય છે – સંથારી ગયા છે. – વાપરે છે. વિહાર કરે છે. લોચ કરે છે. ગોચરી વહોરવા જાય છે. સ્વાધ્યાય કરે છે. વૈયાવચ્ચ કરે છે. ઠલ્લે જાય છે. – માત્રુ કરવા જાય છે. – ઉપાશ્રયે જાય છે. – વ્યાખ્યાન/પ્રવચન/વાચના આપે છે. હિતશિક્ષા આપે છે. – વાસક્ષેપ કરે છે. મહારાજ સાહેબ/સાધુ ભગવંત મુનિભગવંત પધારે છે. પધારો આસને પધારો. – ૭૨છે —જેન સાધુ જીવન... | | | | | | | | | | | | | • આવો • બેસો Page #92 -------------------------------------------------------------------------- ________________ ܒܡܫ રોજીંદી ક્રિયાઓ સ્વરૂપ ઓઘ સામાચારી વાણિયાની આરાધનાથી પ્રસન્ન થયેલા ભૂતડાએ શરત બાંધી કે ‘હું તારા તમામ કામ કરીશ, પણ હું જો નવરો પડ્યો, તો તને મારી નાંખીશ. તારે મને સતત કામ આપ્યા જ કરવાના.' વાણિયો થોડાક જ દિવસોમાં કામ આપી-આપીને થાક્યો કેમકે આપેલા બધા કામ જ થઇ ગયા. છેવટે એણે એક સીડી મંગાવીને ભૂતને કહી દીધું કે ‘બીજું કોઇ કામ ન સોંપુ ત્યાં સુધી આ સીડી પર ચડ-ઉતર કરવું એ જ તારું કામ !' પ્રસ્તુતમાં મન ભૂત જેવું છે, એને સતત કામ સોંપવું જ પડે, નહિ તો એ ખોટા રસ્તે ચડી જઇને આત્માને જ ખાઇ જાય. શાસ્ત્રકાર મહર્ષિઓએ સંયમી માટે ચોવીશ કલાકની એવી તો કાર્યવ્યવસ્થા ગોઠવી દીધી છે, કે સંયમીનું મન નવરું પડે જ નહિ. એમાં સ્વાધ્યાય સીડી જેવો છે, જ્યારે બીજું કંઇ જ કામ ન હોય, ત્યારે સ્વાધ્યાય જ કરવાનો. વળી તમામ યોગો એવા છે કે જે જીવને કર્મનિર્જરાદિ કરાવી આપવા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવે. આ પ્રકરણમાં સંયમીના રોજીંદા આચારોનું વર્ણન કરશું. રાત્રિનો છેલ્લો પ્રહર બાકી હોય, ત્યારે ઊઠી જવાનું...ખરાબ સ્વપ્ન આવ્યું હોય, તો એનો કાઉસ્સગ્ગ કરી લેવાનો, પછી સ્વાધ્યાય. યોગ્ય સમયે પ્રતિક્રમણ, ત્યારબાદ તમામ ઉપધિનું પડિલેહણ ! છેલ્લે દાંડો પડિલેહણ કરતી વખતે સૂર્યોદય થાય...અંદાજે એ રીતે જ પ્રતિક્રમણ + પડિલેહણ શરૂ કરવાના, જેથી પડિલેહણ પ્રકાશમાં થાય. એ પછી ગુરુને વંદન કરી દિવસનો પહેલો પ્રહર ગાથાઓ ગોખવાની. પોણો પ્રહર થાય, એટલે પાત્રાનું પ્રતિલેખન કરવું. બીજા પ્રહ૨માં અર્થનો પાઠ ! ગુર્વાદિ પાસે વાચના ! અર્થો ભણાવવા...શાસ્ત્રો વાંચવા...વગેરે. ત્રીજા પ્રહરમાં પ્રભુદર્શનાદિ કર્યા બાદ ગોચરી જવાનું, ગોચરી વાપરવાની, એ પછી સ્થંડિલ જવાનું...એ પછી જેટલો સમય બાકી હોય, અજબ જીવનની ગજબ કહાની ૭૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ એટલો સમય સ્વાધ્યાય કરવો. ચોથો પ્રહર શરુ થાય, એટલે ઉપધિ-પાત્રાદિનું પડિલેહણ...એ પછી સ્થંડિલ-માત્રુ પરઠવવા માટેની વસતિ જોવી...એ પછી પ્રતિક્રમણ...પછી સ્વાધ્યાય... રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થાય, ત્યાં સુધી સ્વાધ્યાય કર્યા બાદ સંથારો કરી દેવો. આ એકદમ ટુંકમાં વિધિ દર્શાવી. આમાં વર્તમાનકાળમાં અનેક કારણોસ૨ ઉપ૨ની વ્યવસ્થામાં થોડો ઘણો ફેરફાર પણ જોવા મળે છે...છતાં જો એ પુષ્ટ કારણોસર હોય, તો એને અપવાદરૂપે માન્ય જ રાખવી. દા.ત. નવકારશી હોય, તો ત્રણ ટાઇમ પણ વાપરવાનું થાય... પ્રભુદર્શન વહેલા / પહેલી પોરિસી બાદ પણ કરવાના થાય. સાંજનું પ્રતિ. શ્રાવકોની સાથે ક૨વાનું હોય, તો એમનો સમય સાચવવા મોડું પણ કરવાનું થાય. સ્થંડિલભૂમિ ગમે તે સમયે પણ જવાનું બને. ગૃહસ્થોને નિત્ય વ્યાખ્યાન આપવાનું થાય... રાત્રે સંથા૨વામાં, સવારે ઉઠવામાં સમય બદલાયા પણ કરે દિવસના પ્રથમ પ્રહરમાં પણ અર્થ પાઠાદિ થાય. શાસ્ત્રોમાં આમ પણ તે તે દરેક આચારોના અપવાદ દેખાડ્યા જ છે, છતાં પૂર્વકાળ કરતા આજે એનું સેવન વિશેષથી કરવામાં આવે છે...ઘણા આચારો વર્તમાન પરિસ્થિતિને કારણે ફે૨વાઇ ગયેલા છે, માટે આ જણાવવું જરૂરી છે. એક વાત એકદમ ચોખ્ખી કરી લેવી કે આચારમાં ફેરફાર થાય, એનો વાંધો નથી...પણ એની એકમાત્ર શરત એ છે કે ગીતાર્થ સંવિગ્ન મહાત્માની એમાં સંમતિ હોવી જોઇએ...જો એ ન હોય, તો આચાર બદલી અપવાદ ન બને, પણ ખોટી અનવસ્થા જ બની રહે, અને સંયમીને પ્રમાદ-ઉપેક્ષાદિનો દોષ લાગે જ. ૭૪ · જૈન સાધુ જીવન... Page #94 -------------------------------------------------------------------------- ________________ પદ વિભાગ-સામાચારી उच्च સંયમ લેવા માત્રથી તો બધા દોષો ખતમ ન જ થઇ જાય ને ? એ માટે તો ઘોર સાધના કરવી પડે. એ સાધના કરતા કરતા નાના-મોટા દોષો પ્રાય લાગવાના જ. દુશ્મન સાથેના વિરાટ યુદ્ધમાં સૈનિકને એકપણ ઘા ન જ લાગે. અને જીતી જઇએ..એ આદર્શ રૂપે બરાબર છે, પણ શક્યતારૂપે નહિ, એ યુદ્ધમાં સૈનિકને ઘા લાગે, એ દૂર કરવા મલમપટ્ટા કરવાના..સાજા થઇને બમણા જોરથી લડવાનું. એમ સંયમજીવન એ કુકર્મો-કુસંસ્કારો સામેનું એક મોટું યુદ્ધ છે, એમાં સંયમીને નાના-મોટા દોષો લાગી પણ જાય..પણ એની શુદ્ધિ કરી લઇને બમણા જોરથી સાધના કરવાની, પાછા નહિ પડવાનું એ શુદ્ધિ માટે મલમપટ્ટા જેવા છે દસ પ્રાયશ્ચિત્તો ! આ જ પ્રસ્તુત સામાચારી છે. મુખ્યત્વે છેદગ્રન્થોમાં આ દસ પ્રાયશ્ચિત્તોનું વિસ્તારપૂર્વક વર્ણન જોવા મળે છે. આપણે અહીં ટુંકમાં આ સામાચારીનું સ્વરૂપ સમજીએ. ૧) આલોચનાઃ સદ્ગુરૂને પોતાનો અપરાધ કહેવો તે. ૨) પ્રતિક્રમણ પોતાના અપરાધ બદલ મિચ્છા મિ દુક્કડમ્ બોલવું તે. ૩) તદુભયઃ ઉપરના બંને આચરવા તે. ૪) વિવેક દોષિત વસ્તુ ઉચિત સ્થાને પરઠવી દેવી તે.. ૫) કાયોત્સર્ગ ઃ તે-તે ધર્મમાં લાગેલા અતિચારના નિવારણ માટે અથવા ? ૧/૧૫ દિવસ કે ૪/૧૨ મહિનામાં લાગેલા અતિચારના નિવારણ માટે અલગ-અલગ પ્રમાણના લોગસ્સનો કાઉસગ્ન કરવા તે. ૬) તપ : દોષોની શુદ્ધિ માટે છેક ૧૮૦ ઉપવાસ સુધીનો તપ (વર્તમાનમાં ગીતાર્થોને જે ઉચિત લાગે, તેવા પ્રકારનો તપ..) ૭) છેદઃ તપથી જે દોષની શુદ્ધિ થઇ ન શકે, તેવા દોષ વખતે સંયમીના કુલ ચારિત્ર પર્યાયમાંથી દોષને અનુસાર કેટલાક સંયમ પર્યાયનો અજબ જીવનની ગજબ કહાની – ૭૫ – Page #95 -------------------------------------------------------------------------- ________________ કાપ કરવો, ઘટાડો કરવો... ૮) મૂલઃ મોટો દોષ સેવાયો હોય, તો સંપૂર્ણ દીક્ષા પર્યાય રદ કરીને ફરીથી વડી દીક્ષા આપવી તે. (૯) અનવસ્થાપ્ય વધુ મોટા દોષમાં અમુક તપ કરાવડાવીને, ત્યારબાદ વડદીક્ષા આપવી તે. (૧૦) પારાંચિકઃ ગચ્છમાંથી બહાર કાઢી, અમુક તપાદિ કરાવડાવ્યા બાદ પુનઃ ગચ્છમાં લઇ વડી દીક્ષા આપવી... આ દસેય પ્રાયશ્ચિત્તનો વિસ્તાર શ્રી વ્યવહાર સૂત્ર પીઠિકા +યતિજીતકલ્પ આદિ ગ્રન્થોમાંથી જાણવા મળે છે. આમાં પ્રતિક્રમણ સિવાય પ્રાયઃ દરેક પ્રાયશ્ચિત્તમાં આલોચના તો આવે જ, ગુરૂ પાસે નિખાલસ હૈયે પોતાના તમામ પાપો રજુ કરવા એ ઘણો મોટો અગત્યનો આચાર છે. એ આલોચનાની વિધિ શું છે ? એ જોઇ જઇએ... ગીતાર્થ મહાત્મા જ આલોચના સાંભળી શકે, ભલે પછી એ નાના હોય કે મોટા ! * આ આલોચના (૧) ચતુષ્કર્ણા (૨) બકર્ણા (૩) અષ્ટકર્ણા એમ ત્રણ પ્રકારની હોય. . (૧) ચતુષ્કર્ણા : જ્યારે સાધુ સાધુ પાસે કે સાધ્વી સાધ્વી પાસે આલોચના કરે, ત્યારે એ બે જણના ચાર જ કાન સાંભળતા હોવાથી આ આલોચના ચતુષ્કર્ણા કહેવાય છે. (૨) બટુક : જ્યારે યુવાન | વૃદ્ધ સાધ્વીજી વૃદ્ધ ગીતાર્થ પાસે આલોચના કરે, ત્યારે એ વૃદ્ધ ગીતાર્થ ભલે એકલા સાંભળે, પણ આલોચના કરનારી સાધ્વીજીની સાથે તો અવશ્ય બીજા સાધ્વીજી હોવા જરૂરી જ છે. એટલે બે સાધ્વીજી + વૃદ્ધ ગીતાર્થ...એમ ત્રણ વ્યક્તિના છ કાન આલોચના સાંભળે.માટે એ શ્વકર્મા હા એ બીજા સાધ્વીજી દૂર બેસે, એટલે એમને સ્પષ્ટ કશું ન સમજાય, માત્ર ગણ ગણ જેવું લાગે, બંનેના મુખના હાવભાવ જોઇ શકે. — —- ૭૬ – જૈન સાધુ જીવન... Page #96 -------------------------------------------------------------------------- ________________ (૩) અષ્ટકર્ણાઃ જ્યારે યુવાન | વૃદ્ધ સાધ્વીજી યુવાન ગીતાર્થ પાસે આલોચના કરે, ત્યારે યુવાન ગીતાર્થ પાસે પણ એક સાધુ હોવા જરૂરી છે. એ દૂર બેસે. સ્પષ્ટ રીતે ન સાંભળી શકે..પણ બરાબર દેખરેખ રાખે, આ વખતે ચાર જણના આઠ કાન થવાથી અષ્ટકર્તા આમાં સાથે આવનાર સાધ્વીજી કે આ બાજુ સાથે રહેનાર સાધુ ગંભીર, પરિણત, દઢ મનોબળવાળા અને કંઇપણ અકાર્ય થતું લાગે તો અટકાવવાના સત્ત્વવાળા જોઇએ. મૂળ વાત એટલી જ કે બ્રહ્મચર્યની સુરક્ષા થવી જ જોઇએ, એ રીતે જ આલોચના કરવાની. જો આલોચના કરવા જતાં બ્રહ્મચર્યને બાધા પહોંચે, તો નફા કરતા નુકસાન વધી જાય. પ્રશ્ન ઃ આ આલોચના ક્યારે કરવાની ? ઉત્તર : રોજ બંને ટાઇમના પ્રતિક્રમણમાં સામાન્યથી તો આલોચના કરીએ જ છીએ. એ ઉપરાંત વિશેષ દોષ લાગે, તો તરત જ આલોચના કરવી. પખિ-ચોમાસ-સંવત્સરીએ પણ ૧૫/૧૨૦/૩૬૦ દિવસના અપરાધોને યાદ કરી કરીને વ્યવસ્થિત આલોચના કરવી... આ કામ છત્રીસગુણવાળા આચાર્ય પણ કરવાનું છે, તો સામાન્ય સંયમીઓએ તો અવશ્ય કરવાનું જ ! નબળા કાળમાં ચારિત્રને ટકાવવાનું-વધારવાનું કામ મુખ્યત્વે આ પ્રાયશ્ચિત્ત દ્વારા જ થઇ શકે છે, માટે આત્માર્થી સંયમીઓ એમાં ઉપેક્ષા કરતા નથી. સાધુએ આયંબિલ દ્વારા મેળવવાની થતી સાતમાંડલી (૧) સુત્ર (૨) અર્થ (૩) ભોજન (૪) કાલગ્રહણ ) - આ સાતે વસ્તુ સામુદાયિક (૫) પ્રતિક્રમણ વ્યવસ્થાને સાચવીને કરવી (૬) સ્વાધ્યાય ( તે માંડલી. (૭) સંથારો અજબ જીવનની ગજબ કહાની - ૭૭ ] – Page #97 -------------------------------------------------------------------------- ________________ (ગોચરી-પાણી અંગેના ૪ર દોષો + પાંચ દોષો)) મોક્ષ એ જ સંયમીનું એકમાત્ર લક્ષ્ય છે, એ મેળવવા માટે રત્નત્રયી અત્યંત આવશ્યક છે. એને માટે શરીર નીરોગી, સશક્ત હોવું જરૂરી ! રોગી કે અશક્ત શરીરવાળો સંયમી પ્રાયઃ રત્નત્રયીની આરાધના કરી શકતો નથી. હવે જો શરીરને ટકાવવું હોય તો એને પોષણ આપવું જ પડે, એટલે કે એને ખાવા-પીવાનું આપવું પડે. આ ગોચરી-પાણી મેળવવામાં વિરાધનાઓ ન થાય, જીવહિંસા-શાસન હિલનાદિ દોષો ન લાગે, એ માટે પૂર્વમહર્ષિઓએ ૪ર દોષો દર્શાવ્યા છે કે આ દોષો ન લાગે, એ રીતે ગોચરી-પાણી લેવા. એનું વિસ્તારથી વર્ણન પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં કરેલું છે. અહીં આપણે એનો સાર જ જોશું. એ ૪૨ દોષોના ત્રણ વિભાગ પાડી દેવામાં આવ્યા છે. (૧) ૧૬ ઉગમ દોષો. (૨) ૧૬ ઉત્પાદન દોષો. (૩) ૧૦ એષણા દોષો. જે દોષો શ્રાવકો દ્વારા ઉત્પન્ન થાય છે, એ ૧૬ ઉદ્ગમ દોષો ! જે દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે, એ ૧૬ ઉત્પાદન દોષો ! જે દોષો ગોચરી વહોરવાના સમયે જ ઉત્પન્ન થાય છે, અને એમાં ય અમુક સાધુ દ્વારા અને અમુક શ્રાવક દ્વારા થાય છે...એ ૧૦ એષણા દોષો ! દરેકનું એક એક દૃષ્ટાન્ત જોઇ લઇએ. શ્રાવક સંયમી માટે રસોઇ બનાવે આ આધાકર્મી. પરિવાર + સંયમી માટે રસોઇ બનાવે આ મિશ્ર, વગેરે દોષો ઉગમ દોષો ગણાય. ૧૬ દોષોનો સાર એટલો આપી શકાય કે જેમાં શ્રાવક સંયમીને માટે એવી કોઇપણ પ્રવૃત્તિ કરે કે જેમાં અલ્પ પણ હિંસા થાય, તો એ સંયમીને ન ચાલે. એકલા સંયમી માટે ન કરે, પણ આખા સંઘ માટે કરે, કે સંસારત્યાગીઓ માટે કરે...તો સંયમી પણ સંઘનો એક અંશ છે, સંસારત્યાગીઓનો એક અંશ છે.માટે એ વસ્તુમાં જે હિંસા થઇ. એનો અંશથી દોષ સંયમીને પણ લાગે. પણ માત્ર શ્રાવક-શ્રાવિકા માટે કરે, માત્ર અજૈન સંન્યાસી માટે કરે તો જ ન ૭૮ જૈન સાધુ જીવન Page #98 -------------------------------------------------------------------------- ________________ સંયમી શ્રાવક-શ્રાવિકાનો અંશ નથી, સંયમી અજૈન સંન્યાસીનો અંશ પણ નથી. એટલે એ રસોઇ સંયમી માટે દોષિત નથી. સંયમી ઘરોમાં બાળકોને રમાડીને, વાર્તા કરીને ખુશ કરે. એના દ્વારા ગોચરી મેળવે તો આમાં હિંસા નથી થતી. પણ સંયમીની પ્રવૃત્તિ અનુચિત છે, માટે આ રીતે ન વહોરાય. આવા દોષો સંયમીથી ઉત્પન્ન થાય છે, એને ઉત્પાદન દોષ કહ્યા છે. ગૃહસ્થ સચિત્તવસ્તુ દૂર કરીને નીચે રહેલી અચિત્ત વસ્તુ વહોરાવે, તો એ પિહિત ! સંયમીને વહોરતી વખતે આધાકર્માદિની શંકા પડે, છતાં વહોરે . તો એ શકિત ! આ બધા દોષો બરાબર ગોચરી વહોરતી વખતે થતા હોય છે, આ દોષો એષણાદોષ કહેવાય છે. એમાં પિહિતાદિ ગૃહસ્થત છે, જ્યારે અંકિતાદિ સાધુકૃત છે...એમ બેય પ્રકાર આમાં શક્ય છે. નિર્દોષ ગોચરી વહોરી લીધા બાદ એ વાપરતી વખતે પાંચ દોષનો ત્યાગ કરવાનો હોય છે. (૧) સંયોજના: કોઇપણ વસ્તુ સ્વાદ ઉત્પન્ન કરવા માટે ભેગી કરવી એ સંયોજના ! દૂધમાં ખાંડ, ભાત-દાળ, રોટલી-શાક, રોટલી-ગોળ, રોટલીઘી, ખાખરા-દૂધ...વગેરે. (૨) અધિકોદરી ઃ પુરૂષનો ખોરાક સામાન્યથી ૩૨ કોળીયા અને સ્ત્રીનો ૨૮ ! પોતાના સ્વાભાવિક ખોરાક કરતા ઓછું વાપરવું જોઇએ. એને બદલે વધારે, પેટ ભરીને, દાબી-દાબીને વાપરવું તે ! (૩) રાગ : વાપરતી વખતે રાગ કરવો, પ્રશંસા કરવી. (૪) દ્વેષ : વાપરતી વખતે દ્વેષ કરવો, મોઢું બગાડવું, નિંદા કરવી.... (૫) અકારણ : શાસ્ત્રોમાં છ કારણસર ગોચરી વાપરવાની છૂટ આપવામાં આવી છે. એમાંથી એકેય કારણ ન હોય તો પણ ગોચરી વાપરવી. આ પાંચ દોષોનો ત્યાગ કરવો. પ્રશ્ન : એ છ કારણો ક્યા છે ? ઉત્તર ઃ (૧) સખત ભૂખ લાગે.. (૨) ગ્લાનાદિની વૈયાવચ્ચ કરવા માટે સ્વયં શક્તિમાન બનવા ખાવું પડે. (૩) ન વાપરે, તો આંખે અંધારા આવી જવાથી ઇર્યાસમિતિનું પાલન ન થઇ શકે. એટલે એના પાલન માટે અજબ જીવનની ગજબ કહાની [ ૭૯ છે – Page #99 -------------------------------------------------------------------------- ________________ વાપરે.(૪) વાપર્યા વિના પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયા બરાબર ન થઇ શકતી હોય, તો એ સંયમના પાલન માટે વાપરે...(૫) જીવન ટકાવવા માટે... (૬) વાપર્યા વિના અશક્તિ વગેરેને કારણે ધર્મધ્યાનાદિ ન કરી શકતા હોય, તો એ ક૨વા માટે વાપરે... આ છ કારણસર ગોચરી વાપરવી. પ્રશ્ન : ૪૨ દોષો વધુ ભયંકર કે પાંચ દોષો ? ઉત્તર ઃ બધા પોતપોતાના સ્થાને ભયંકર જ છે. છતાં વાપરતી વખતના રાગ-દ્વેષ સૌથ વધુ ભયંકર...એમ ચોક્કસ કહી શકાય. જો રાગ-દ્વેષ નહિ હોય, તો બાકીના દોષોનું નિવારણ કરવું સહેલું પડશે. રાગ-દ્વેષ જ વ્યક્તિને તે દોષો આચરવા પ્રેરે છે. પ્રશ્ન : ૪૨ દોષો ન લાગે, એવી રીતે ગોચરી વહોરીએ...એમ માંડલીના પાંચ દોષો પણ ન સેવીએ, તો તો કોઇ વાંધો નથી ને ? ઉત્તર : શ્રી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે 'छक्कायदयावंतो वि, दुल्लहं कुणइ बोहिं । આજ્ઞારે નિહારે ટુનું િપિંડાFળે ય ।' જો બીજાને અરૂચિ-અસદ્ભાવ થાય. એ રીતે ગોચરી વાપરવામાં આવે કે વહોરવામાં આવે કે લઘુ-વડીનીતિ જવામાં આવે, તો સંયમી દુર્લભબોધિ થાય. ભલે પછી એ ષટ્કાયની રક્ષા કરતો હોય. આ ગંભીર પદાર્થ છે. સંયમી એક જ જગ્યાએથી નિર્દોષ વસ્તુ પણ વધારે પ્રમાણમાં વહોરે, અને જો વહોરાવનારનો ભાવ તૂટે, અસદ્ભાવ થાય... તો એ બિલકુલ ઉચિત નથી. અજૈનોના મોટા અન્નક્ષેત્રાદિમાં સંયમી ગોચરી જાય. એ વખતે જો અજૈનોના મનમાં એવી છાપ પડતી હોય કે ‘જૈન સાધુઓ બિચારા ખાવાનું લેવા નીકળ્યા છે.’ તો એ ઉચિત નથી. જૈન સાધુઓ દીન ન લાગવા જોઇએ. આવી બીજી બાબતો પણ સ્વયં વિચારી લેવી. પ્રશ્ન ઃ માંદગી વગેરે પ્રસંગોમાં દોષિત લઇ શકાય ? ઉત્તર : ગીતાર્થ મહાત્માના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ લઇ શકાય, સ્વમતિથી નહિ. ८० જૈન સાધુ જીવન... Page #100 -------------------------------------------------------------------------- ________________ 72 નિર્દોષ ઉપાશ્રય-નિર્દોષવસ્ત્રો નિર્દોષ પાત્રાઓ J ગોચરી-પાણીની માફક સંયમીઓએ પોતાનું રહેવાનું સ્થાન, ૫હે૨વાના વસ્ત્રો, ગોચરી-પાણી માટેનું વાસણ...આ બધું પણ નિર્દોષ જ વાપરવાનું છે. આ વસ્તુઓમાં ઉ૫૨ના ૪૨ દોષો બધા જ તો ન લાગે, પણ સંભવ પ્રમાણે વિચારણા કરી લેવાની. હા ! શાસ્ત્રોમાં એ દરેક માટે સ્વતંત્ર રીતે અનેક પ્રકારના દોષો બતાવેલા છે, એ તમામ દોષો જાણી લઇ, ત્યાગ કરીને નિર્દોષ ઉપાશ્રયાદિ વાપરવા. પ્રશ્ન : એ દોષોનું સ્વરૂપ દર્શાવશો ? ઉત્તર ઃ એમાં ઘણો વિસ્તાર થાય. એટલે અહીં માત્ર ઉલ્લેખ જ કર્યો છે, છતાં અમુક બાબતો વિચારી લઇએ. સંયમીઓ માટે બનેલો ઉપાશ્રય દોષિત ગણાય, પણ વર્તમાનમાં ગૃહસ્થાદિના ઘરો વગેરેમાં ઉતરવું એ ઘણા દોષોનું કારણ છે, માટે સંઘઉપાશ્રયમાં ઉતરવામાં આવે છે. હા ! એમાં વ્યાખ્યાન હોલની જગ્યા + હોલ શ્રાવક-શ્રાવિકાઓની પ્રતિક્રમણાદિની આરાધનાના લક્ષ્યથી મોટો બનાવવામાં આવે છે. એટલે એટલો ભાગ અપેક્ષાએ નિર્દોષ ગણાય...સ્વાધ્યાયરૂમ વગેરે તો સંયમીઓના ઉદ્દેશથી જ કરવામાં આવતા હોવાથી એમાં વધુ દોષ ! સાધુઓના ઉપાશ્રયમાં બહેનોનો-સાધ્વીજીઓનો એકપણ ફોટો ન હોવો જોઇએ. ખરેખર તો બીજા પણ કોઇપણ ફોટા ન હોવા જોઇએ. ઉપાશ્રયમાં ખાદ્યવસ્તુઓ, ગૃહસ્થોના વસ્ત્રો...વગેરે ન હોવું જોઇએ. ઉપાશ્રયમાં દિવસે કે રાત્રે સ્ત્રી-પુરૂષનો કોઇનો પણ વસવાટ ન જોઇએ. સાધુના ઉપાશ્રયમાં કચરા-પોતા થતા જ હોય, તો પણ એ ક૨ના૨ ભાઇ જોઇએ, બહેન નહિ. ઉપાશ્રયમાંથી આજુબાજુના ઘરોમાં ટી.વી., બેડરૂમ વગેરે દેખાવું ન અજબ જીવનની ગજબ કહાની ૮૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ જોઇએ...ઉપાશ્રય એવી અલગ જગ્યાએ હોવો જોઇએ. ઉપાશ્રયમાં સૂર્યાસ્ત બાદ કોઇપણ કારણોસર બહેનોનો પ્રવેશ ન હોવો જોઇએ. ઉપાશ્રયના કમ્પાઉન્ડની અંદર જ માત્ર પરઠવવા માટેની ઉચિત જગ્યા હોવી જોઇએ. એ પણ જમીન સાથે જોડાયેલી...(અગાસી વગેરેમાં કરેલી એ વ્યવસ્થા લાંબો સમય ટકતી નથી..) આવી આવી અનેક બાબતો ઉપાશ્રયમાં સચવાવી જોઇએ. ટુંકમાં જીવહિંસાદિ કોઇપણ દોષો સીધી કે આડકતરી રીતે સંયમી નિમિત્તે ઉત્પન્ન ન થવા જોઇએ, એમ બ્રહ્મચર્યની પણ સુરક્ષા થવી જોઇએ. વસ્ત્ર અંગે વિચારીએ તો સાધુએ ગૃહસ્થોના ઘરોમાંથી મુહપત્તી વગેરે જેટલા વસ્ત્રો નિર્દોષ મળી શકતા હોય, એટલા મેળવવા. ઘણીવાર સંથારો-ઉત્તપદો, ખેસ-ધોતીયું વગેરે ઘણું ઘણું નિર્દોષ મળી રહે છે. ખેસ-ધોતીયાનો ઉપયોગ સાધુઓ અનેક રીતે કરી શકે છે. જે વસ્ત્રો દોષિત-તૈયાર ખરીદેલા જ લેવાના હોય...એમાં પણ શક્ય એટલા દોષ ઘટાડે. એટલે કે બહુ દૂરથી લાવેલી વસ્તુ ન લે, શક્ય એટલી નજીકથી લાવેલી વસ્તુ લે. વસ્ત્રોનો બરાબર કસ કાઢે. ‘થોડાક જીર્ણ થાય, એટલે પરઠવી દઇ બીજા લે' એ સારું નહિ. એના તાણા-વાણાનો છેક છેલ્લે સુધી ઉપયોગ થવો જોઇએ. જરાક ફાટે, તો સાંધી દે...ટકાવે, પણ તરત જ કાઢી ન નાંખે. ભક્તિવાળા ગૃહસ્થો બસો-પાંચસો કિ.મી. પણ વસ્ત્રાદિ વહોરાવવા આવે છે, પણ સંયમીએ એવા મોટા દોષોવાળી વસ્તુ ઉત્સર્ગમાર્ગે લેવી ન જોઇએ. પાત્રા અંગે— પાત્રા મોટા ભાગે દોષિત મળે છે, એટલે ખૂબ જ સાચવીને વાપરે. ફૂટી ન જાય, એની પૂરી કાળજી કરે. તિરાડ વગેરે પડે, તો સાંધીને પણ વાપરે પણ જલ્દી નવા ન લે. પાત્રાના અપલક્ષણને કારણે રત્નત્રયીની હાનિ થઇ રહી હોવાનો અનુભવ થાય, તો પાત્રા બદલવા, એ વિના નહિ, કેમકે પાત્રામાં લાગેલ આધાકર્માદિ દોષો વધુ મોટા છે. એટલે અપલક્ષણ હોવામાત્રથી પાત્રા બદલવા જૈન સાધુ જીવન... ૮૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉચિત નહિ.(આ કાળમાં..) આ ઉપરાંત સ્ટેશનરી પણ ઘરોમાંથી નિર્દોષ મળી શકે છે. દા.ત. નોટ, પેન્સિલ, બોલપેન, કાતર...વગેરે. તો એ વસ્તુઓ ઘરોમાંથી નિર્દોષ મેળવવી એજ સારું. સાર-સંયમીએ સંયમોપયોગી ન બને, એવી તો એકપણ વસ્તુ ન જ લેવી. જે સંયમોપયોગી હોય, અનિવાર્ય હોય, તે પણ નિર્દોષ જ લેવી. જો નિર્દોષ ન જ મળે, તો છેવટે ઓછામાં ઓછો દોષ લાગે, એનો પ્રયત્ન કરવો. 'સંસારીઓએ સાધુ સાથે વ્યવહારમાં વાપરવાના શબ્દો. • પધારો ઘરે પધારેલાને આવકારતા • લાભ આપો | લાભ આપશો ? કોઇપણ વસ્તુની વિનંતિ કરતા. • વિનંતિ કરીએ છીએ ચાતુર્માસ, ઓળી, જિનાલય વર્ષગાંઠ આદિ પ્રસંગે પધારવાનું આમંત્રણ આપતા. • ખપશે. ઉપયોગમાં આવશે. • જોગ છે. વસ્તુ ઉપલબ્ધ છે. • વાપરો | વાપરજો પોતાની માલિકીના દ્રવ્ય કે ક્ષેત્ર અંગે અનુમતિ આપતા... • શાતામાં છો ? બહુમાનપૂર્વક શરીરની સુખાકારિતા પૂછતા.. શાતામાં રહેજો વિદાય આપતી વખતની શુભેચ્છા • તહત્તિ કોઇપણ ઇચ્છાને સ્વીકારતા.. • મથએણ વંદામિ • ત્રિકાળ વંદના સૂર્યાસ્ત બાદનું વિનયવચન મિચ્છામિ દુક્કડ ક્ષમા માંગવા માટે... ગોચરી વહોરવા પધારો ઘરે ભોજનાદિ દ્રવ્યોને લાભ આપવાની વિનંતિ... અજબ જીવનની ગજબ કહાની ૮૩] – જ ન્મ Page #103 -------------------------------------------------------------------------- ________________ M. Y Y ). પંચાચાર વ આચાર્ય માટે પ્રસિદ્ધ વાક્ય છે “પાળે, પળાવે પંચાચાર' આચાર્ય પાંચ આચાર પાળે પણ ખરા, અને પળાવે પણ ખરા..બાકીના સંયમીઓએ પંચાચાર પાળવાના તો ખરા જ, પળાવવાની જવાબદારી એમની નથી, પણ યોગ્યકાળે, યોગ્ય જીવને પ્રેરણા તો ચોક્કસ કરી શકે. એ પાંચ આચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. જ્ઞાનાચાર ઃ જ્ઞાનપ્રાપ્તિ માટેનો જે આચાર તે જ્ઞાનાચાર. એના આઠ ભેદ છે. (૧) કાળ યોગ્ય કાળમાં યોગ્ય જ્ઞાન ભણવું તે... દા.ત. દિવસના પહેલા પ્રહરમાં સૂત્ર, બીજામાં અર્થઇત્યાદિ. અથવા સૂર્યોદયની પહેલા ૪૮ મિનિટ, સૂર્યાસ્તની પછી ૪૮ મિનિટ અને પુરિમુઢની આગળ-પાછળ ૨૪-૨૪ મિનિટ...પૂર્વધરરચિત ગ્રન્થોનો અભ્યાસ ન કરવો.... એમ કાલિક શ્રત માટે શાસ્ત્ર દર્શાવેલા કાળમાં જ અભ્યાસ કરવો.... | (૨) વિનય જ્ઞાનદાતા ગુરૂનો વિનય કરવો. દા.ત. એમને વંદન કરવું, એ આવે ત્યારે ઊભા થવું, એમના માટે યોગ્ય આસન પાથરવું, એમની ગોચરી-પાણી વગેરે વડે ભક્તિ કરવી... (૩) બહુમાન : જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે અંતરનો સદ્ભાવ, લાગણી, કૃતજ્ઞતાની બુદ્ધિ... (૪) ઉપધાનઃ જે જે શાસ્ત્રના અભ્યાસ માટે જે જે જોગ કરવાના કહ્યા હોય, તે તે કરવા તે કરીને તે ગ્રન્થો ભણવા. જોગ એટલે અમુક પ્રકારની તપ વગેરે રૂપ વિશિષ્ટ ક્રિયા ! ઉપધાન એ શ્રુતજ્ઞાનનો એક વિશેષ પ્રકારનો વિનય જ છે. (૫) અનિનવ ઃ જ્ઞાનદાતા ગુરુનું નામ છુપાવવું નહિ, વારંવાર એમનું નામ યોગ્ય અવસરે જાહેર કરી ઉપકાર માનવો. (૬) વ્યંજન તે તે સૂત્રોના અક્ષરો એકદમ સ્પષ્ટ બોલવા, ગોખવા. (૭) અર્થ? તેનો અર્થ બરાબર સમજવો. ( ૮૪છે —જેન સાધુ જીવન... Page #104 -------------------------------------------------------------------------- ________________ (૮) તદુભય ઃ સૂત્ર અને અર્થ બંને વિધિસર ગ્રહણ કરવા, બોલવા, સમજવા.... દર્શનાચાર : (૧) નિઃશંતિઃ પ્રભુના એક પણ વચનમાં બિલકુલ શંકા ન કરવી. (૨) નિષ્કાંક્ષિતઃ અન્ય કોઇપણ ધર્મ ગ્રહણ કરવાની ઇચ્છા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા શાસ્ત્રોમાં બતાવેલા તે તે ધર્મફળોમાં બિલકુલ શંકા ન કરવી.. (૪) અમૂઢદષ્ટિ ઃ અન્યધર્મની | અન્યધર્મીની જાહોજલાલી જોઇને મોહાઇ ન જવું, આકર્ષાઇ ન જવું. (૫) ઉપબૃહણા (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) શાસન પ્રભાવના.. આનું સ્વરૂપ પૂર્વે સ્થવિરકલ્પ પ્રકરણમાં જોઇ ગયા છીએ. ચારિત્રાચારઃ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ભેદ છે. એ પણ પૂર્વે જોઇ ગયા. તપાચારઃ એના બાર ભેદ છે. છ બાહ્ય અને છ અત્યંતર. છ બાહ્ય તપો ? (૧) અનશન : ઉપવાસ, છઠ, અઠ્ઠમ વગેરે ઇત્વરકથિક અનશન છે....જ્યારે આખી જીંદગી માટે ચાર કે ત્રણ આહારનો ત્યાગ એ યાવત્રુથિક (૨) ઉણોદરી : સ્વાભાવિક ખોરાક કરતા ઓછું વાપરવું એ, ભોજનઉણોદરી ! નકામી ઉપધિ ન રાખવી એ ઉપાધિ-ઉણોદરી ! કષાયોને નબળા પાડી દેવા એ કષાય-ઉણોદરી ! (૩) વૃત્તિ સંક્ષેપ : ગોચરીમાં ઓછા દ્રવ્યો વાપરવા.. (૪) રસત્યાગ ઃ વિગઇ વગેરેનો, રસપોષક-સ્વાદપોષક વસ્તુઓનો ત્યાગ કરવો તે... (૫) કાયક્લેશઃ લોચ કરવો, ઠંડી-ગરમી સહેવા. (૬) સંલીનતા : કાયાને સ્થિર રાખવી, હલન-ચલન ઓછું કરવું, સ્થિરાસનમાં વધુ સમય રહેવું. અજબ જીવનની ગજબ કહાની અજબ જીવનની ગજબ કહાની ૮૫ ૮૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ છ અભ્યત્તર તપ : (૧) પ્રાયશ્ચિત્ત ઃ સંયમમાં લાગેલા અતિચારો ગુરુને કહીને એનું પ્રાયશ્ચિત્ત વહન કરવું. (૨) વિનય ગુરુ-વડીલ વગેરેનો ઉચિત વિનય કરવો. (૩) વૈયાવચ્ચ : બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વીની સેવા કરવી... (૪) સ્વાધ્યાય : વાચના, પૃચ્છના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો. (૫) ધ્યાન ઃ આર્ત-રૌદ્ર એ બે ધ્યાનનો ત્યાગ, ધર્મ-શુકુલ એ બે ધ્યાનનો આદર કરવો. (૬) કાયોત્સર્ગઃ મન-વચન-કાયા ત્રણેયને એકદમ સંકોચી લેવા, ગુપ્ત કરી લેવા... વીર્યાચાર : ઉપરના કુલ ૩૬ આચારોના પાલનમાં પૂરા ઉલ્લાસ સાથે પ્રયત્ન કરવો. એ વીર્યાચાર ! પ્રશ્નઃ વીર્યાચારના કોઇ સ્વતંત્ર ભેદ નથી ? ઉત્તર : ના, જ્ઞાનાચારાદિ ૩૬ આચારોમાં ઉલ્લાસ એ જ વીર્યાચાર ! જો ઉલ્લાસ ન હોય, તો બહારથી જ્ઞાનાચારાદિનું પાલન હોવા છતાં પણ એમાં વીર્યાચાર ન ગણાય, અને વીર્યાચાર ન હોય તો પરમાર્થથી જ્ઞાનાચારાદિ પણ નકામા જ ગણાય. -~ ~ -૧ ૮૬) ८६ – જૈન સાધુ જીવન.. Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્થિત-અસ્થિત કલ્પ શ્રી કલ્પસૂત્રમાં પ્રારંભમાં જ સંયમીઓ માટેનો દસ પ્રકારનો આચાર બતાવેલો છે, અને એમાં પ્રથમ-ચરમ તીર્થકરો તથા મધ્યમ ૨૨ તીર્થકરો..એમ બે ભેદ પાડી દીધેલા છે. સૌ પ્રથમ આપણે એ દસ આચાર જોઇ લઇએ. (૧) આચેલક્ય : જિનકલ્પી વિશિષ્ટ સંઘયણાદિ હોય, તો વસ્ત્ર ન વાપરે. શેષ સંયમીઓ માત્ર ને માત્ર સંયમોપયોગી વસ્ત્ર જ વાપરે, એ પણ જીર્ણ-મલિન-અલ્પમૂલ્યવાળા...વાપરે...તો આ આચેલક્ય આચાર કહેવાય. ચેલ = વસ્ત્ર ! તે બિલકુલ ન હોવું, અથવા એકદમ અલ્પ હોવા...તે આચેલક્ય ! (૨) ઓશિકઃ એકપણ સંયમીના માટે ગૃહસ્થ કોઇપણ વસ્તુ બનાવે, તો એ વસ્તુ તમામે તમામ સંયમીઓ માટે અકલ્પનીય બની જાય, આધાકર્માદિ દોષવાળી બની જાય..બધાએ એનો ત્યાગ કરવાનો. (૩) શય્યાતર ઃ જેને ત્યાં રાત્રે રોકાયા કે જેને ત્યાં સવારે પ્રતિક્રમણ કર્યુ...એ શય્યાતર બને. એના ગોચરી-પાણી સંયમીને ન ચાલે. જ્યાં રાત્રે રોકાયા, ત્યાં જો રાત્રે જાગતા જ રહે અને સવારે પ્રતિક્રમણ અન્ય સ્થાને જઇને કરે...તો એ શય્યાતર ન બને. જ્યાં રાત્રે ઉંધ્યા, તે શય્યાતર ! જો સવારે બીજે જઇને પ્રતિક્રમણ કરે, તો એ પણ શય્યાતર ! (૪) જ્યેષ્ઠઃ જેની વડી દીક્ષા પહેલા, તે મોટો ! નાનો મોટાને વંદન કરે. પણ પિતા-પુત્ર, રાજા-મંત્રી, શેઠ-નોકર એ રીતે સંબંધવાળા હોય, તો એમાં પિતા-રાજા-શેઠે પછીથી દીક્ષા લીધી હોય, તો પણ પુત્ર-મંત્રી-નોકરને વંદન ન કરે એવું જ મા-દીકરી વગેરેમાં સમજવું. સાર એ કે વિશેષ કારણ વિના આ જ વંદન-વ્યવસ્થા કે જેનો દીક્ષા-પર્યાય મોટો, એને ઓછા પર્યાયવાળો વંદન કરે, ભલે ને એ જ્ઞાની-તપસ્વી હોય. (૫) કુતિકર્મઃ કૃતિકર્મ એટલે પણ વંદન જ છે. પણ અહીં સાધુસાધ્વીઓ વચ્ચે કોણ કોને વંદન કરે ? એની વિચારણા કરવાની છે. સો અજબ જીવનની ગજબ કહાની ૮૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધ્વીજી પણ આજના દીક્ષિતનેય વંદન કરે. પણ આજનો દીક્ષિત એમને વંદન ન કરે..હા ! મથએણ વંદામિ.બોલે. એમ શ્રાવકો પણ સાધ્વીજીને માત્ર મયૂએણ વંદામિ કરે, આખા વંદન ન કરે. (૬) રાજપિંડ : મસ્તક પર જેનો રાજ્યાભિષેક કરવામાં આવેલો હોય, તથા રાજા-મંત્રી-પુરોહિત-સેનાપતિ-શ્રેષ્ઠી..પાંચની વ્યવસ્થાવાળો હોય એ રાજા ! એ રાજાના ગોચરી-પાણી વગેરે કહ્યું નહીં. (૭) માસકલ્પઃ શેષકાળમાં=ચોમાસા વિનાના કાળમાં એક-એક સ્થાને એક-એક માસ રોકાવાનું. (૮) પ્રતિક્રમણ સવારે રાઇઅ અને સાંજે દેવસિઅ...એમ બે પ્રતિક્રમણ અવશ્ય કરવાના. દોષ ન લાગે, તો પણ કરવાના. એમ પંદર દિવસે પકૂિખ, ચાર મહિને ચોમાસી, એક વર્ષે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાનું. (૯) મહાવત: આમ તો સ્ત્રી એક પ્રકારનો પરિગ્રહ જ હોવાથી એનો પાંચમા મહાવ્રતમાં સમાવેશ થઈ જ જાય. છતાં એને સ્વતંત્ર ગણીને, એના અંગેનું ચોથું મહાવ્રત પણ સ્વતંત્ર સ્વીકારવાનું. (૧૦) પર્યુષણા કલ્પઃ ચોમાસાના ચાર માસ વરસાદ વગેરેની વિરાધનાથી બચવા માટે એક જ સ્થાને રોકાઈ જવાનું. આ દસ આચારો છે. પ્રથમ-અંતિમ તીર્થંકરના સંયમીઓ આ દસેય આચારો પાળે, એટલે કે તેઓ એમાં સ્થિર છે. માટે એમનો આ કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. ૨૨ તીર્થકરના સંયમીઓ આ બધો જ આચાર નથી પાળતા, એમનામાં તરતમતા છે. તે આ પ્રમાણે : (૧) તેઓ રાગ-દ્વેષ ન થતા હોય, તો નિર્દોષ રંગબેરંગી વસ્ત્રો પણ પહેરે. (૨) જે સાધુ માટે વસ્તુ બનાવેલી હોય, એ જ સાધુને ન ચાલે, બાકી બધાને ચાલે. સ્ટ ૮૮ – જૈન સાધુ જીવન.. Page #108 -------------------------------------------------------------------------- ________________ (૩) રાગાદિ દોષો ન લાગતા હોય, તો રાજપિંડ પણ વહોરે, વાપરે. (૪) સંયમપાલન સરસ રીતે થતું હોય, તો દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી એક જ જગ્યાએ પણ રહે, એટલે એમને માસકલ્પ નહિ. (૫) દોષ લાગે, તો જ પ્રતિક્રમણ ક્રિયા ! બાકી નહિ. (૬) વરસાદાદિ ન હોય, તો ચોમાસામાં પણ વિહાર કરે. આમ, આ સંયમીઓ આચેલક્ય, ઓશિક, રાજપિંડ, માસકલ્પ, પ્રતિક્રમણ અને પર્યુષણ કલ્પમાં અસ્થિત છે. બાકીના ચાર-શયાતર, મહાવ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મમાં સ્થિત છે. પ્રશ્નઃ આ મધ્યમ સાધુઓને તો ચાર જ મહાવ્રત હોય છે, તો પછી મહાવ્રતમાં પણ તેઓ અસ્થિત જ બન્યા ને ? ઉત્તર : જુઓ, મધ્યમને ચાર અને પ્રથમ-અંતિમને પાંચ...આ જે ભેદ છે, એ માત્ર સંખ્યા બોલવાનો ભેદ છે. આચારપાલનમાં તો બધા પાંચે ય મહાવ્રતો પાળે જ છે. એમાં કોઈ ભેદ નથી. મધ્યમસંયમીઓ ઋજુ અને પ્રાજ્ઞ છે. માટે તેઓને ચાર મહાવ્રત બતાવીએ, તો પણ સમજે કે સ્ત્રી પરિગ્રહવિરમણ મહાવ્રતમાં આવી જ જાય, એટલે એનો પણ ત્યાગ જ કરવાનો. એટલે તેઓને ચોથું મહાવ્રત અલગ બતાવવું પડતું નથી. પ્રશ્ન : આ દસ આચારોનો આ રીતનો સ્થિત-અસ્થિત ભેદ પાડવાનું કોઇ કારણ ? ઉત્તર : શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે પ્રથમ તીર્થંકરના સંયમીઓ સરળ, પણ જડ ! ચરમ તીર્થકરના સંયમીઓ વક્ર અને જડ ! મધ્યમ તીર્થકરના સંયમીઓ સરળ અને પ્રાજ્ઞ = સમજુ ! આ કારણસર સ્થિત-અસ્થિતનો ભેદ પાડેલો છે. પ્રશ્નઃ સંયમીઓ આવા અલગ અલગ સ્વભાવના કેમ હોય છે ? ઉત્તર : એ વખતના કાળનો જ એવો જબરદસ્ત પ્રભાવ ! અજબ જીવનની ગજબ કહાની ૮૯ U s Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : બધા એવા જ હોય ? ઉત્તર : ના, આ નિરૂપણ મોટા-ભાગની અપેક્ષાએ છે. પ્રશ્ન : તો પછી ચરમતીર્થંકરના સંયમીઓનો તો મોક્ષ ન જ થાય ને ? એ તો વક + જડ છે. ઉત્તર ઃ થાય, પણ એમણે પોતાની વક્રતા + જડતા દૂર કરવા માટેનો સખત પ્રયત્ન કરવો પડે. મધ્યમ સંયમીઓને મોક્ષ માટે વધુ મહેનત ન ક૨વી પડે. પ્રશ્ન : ભલે કાળભેદથી સંયમીઓમાં સ્વભાવભેદ હોય, પણ આ આચારભેદ કરવાથી શું ફાયદો ? ઉત્તર ઃ ઘણો જ ફાયદો ! મધ્યમસંયમીઓ સરળ + પ્રાજ્ઞ હોવાથી યોગ્ય નિર્ણય લઇ શકશે. એટલે કે ચોમાસામાં વિહાર કરવામાં નુકસાન લાગશે, તો અટકી જશે, અને ફાયદો દેખાશે, તો વિહા૨ ક૨શે. જ્યારે ચરમસંયમીઓ વક્ર + જડ છે. એટલે એક તો જડતાના કારણે નફો-નુકસાન જલ્દી સમજશે જ નહિ, અને ધારો કે સમજાશે, તો પણ વક્રતાના કારણે કંઇ ને કંઇ બહાના કાઢીને પોતાનું ધારેલું જ કરશે. એટલે એમના માટે આ દસેય બાબતો સ્થિતકલ્પ ક૨વામાં આવી કે દોષ લાગે કે ન લાગે, એમણે આ દસ આચારોનું પાલન કરવાનું. (હા ! વિશિષ્ટ કારણોસર એમાં પણ અપવાદ સેવન હોઇ શકે.) ८० Dreamstime. · જૈન સાધુ જીવન... Page #110 -------------------------------------------------------------------------- ________________ ચરણ સિત્તરી + કરણસિતરી સંયમીના આચારોમાં બે ભેદ પાડવામાં આવ્યા છે. (૧) મૂલગુણ (૨) ઉત્તરગુણ. જે નિત્ય કરવામાં આવે તે મૂલગુણ ! જે વિશેષ કા૨ણ આવી પડે, ત્યારે આચરવામાં આવે તે ઉત્તરગુણ ! મૂલગુણના કુલ ૭૦ ભેદો છે, એ ચરણસિત્તરી કહેવાય છે. ઉત્તરગુણના કુલ ૭૦ ભેદો છે, એ કરણસિત્તરી કહેવાય છે. આ પ્રકરણમાં આપણે ચરણસિત્તરીનું અને કરણસિત્તરીનું સ્વરૂપ જોઇશું. મહાવ્રત + શ્રમણધર્મ + સંયમ + વૈયાવચ્ચ + બ્રહ્મચર્યગુપ્તિ + મોક્ષમાર્ગ + તપ + કષાયનિગ્રહ = મૂલગુણો. એટલે કે ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ = ૭૦. આમાં પાંચ મહાવ્રતો, દસવિધ શ્રમણધર્મ, બાર પ્રકારનો તપ, આ આપણે પૂર્વે જોઇ ગયા છીએ. સમ્યગ્ દર્શન + સમ્યજ્ઞાન + સભ્યચારિત્ર. આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે. ક્રોધ, માન, માયા, લોભ...આ ચાર કષાયોનો નિરોધ એમ ચાર પ્રકારનો કષાયનિગ્રહ છે. બ્રહ્મચર્યની નવવાડોનું વર્ણન આગળ અલગ પ્રકરણમાં જોશું. સંયમ ૧૭ પ્રકારનો નીચે પ્રમાણે છે. (૧-૯) પૃથ્વીકાય + અકાય + તેઉકાય + વાયુકાય + વનસ્પતિકાય. આ પાંચ એકેન્દ્રિયો, બેઇન્દ્રિય + તેઇન્દ્રિય + ચઉરિન્દ્રિય. આ ત્રણ વિફલેન્દ્રિયો. આમ ૫+૩=૮ અને પંચેન્દ્રિય...એમ નવ પ્રકારના જીવોને લેશપણ ત્રાસ આપણા નિમિત્તે ન થાય, એની કાળજી કરવી...આ કુલ નવ પ્રકારનો સંયમ ! (૧૦) અજીવસંયમ : પાંચ પ્રકારના પુસ્તકો, પાંચ પ્રકારના વસ્ત્રો અપ્રતિલેખ્ય, દુશ્રૃતિલેખ્ય હોવાથી ન વાપરવા એ અજીવસંયમ ! (વર્તમાનમાં બુદ્ધિબલ ક્ષીણ થવાથી પુસ્તકો વાપરવામાં આવે છે, પ્રાચીન કાળમાં એનો વપરાશ ન હતો. તથા સીવેલા વસ્ત્રાદિનું વ્યવસ્થિત પડિલેહણ ન થઇ શકે, એટલે એમાં જીવવિરાધનાની સંભાવના છે, માટે એ ન ચાલે...ટુંકમાં જીવ અજબ જીવનની ગજબ કહાની ૯૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ વિરાધના જેનાથી ઉત્પન્ન થાય, એવા પ્રકારના કોઈ પણ ઉપકરણાદિ વાપરવા એ દોષ છે. અને એનો ત્યાગ કરવો એ અજીવ સંયમ !) (૧૧) મનસંયમ : મનમાં અશુભ વિચારો ઉત્પન્ન ન થવા દેવા, એ મનસંયમ ! (૧૨) વચનસંયમઃ સાવદ્ય ભાષા, અપ્રીતિ કરનારી ભાષા ન બોલવી એ વચનસંયમ ! (૧૩) કાયસંયમઃ જીવની વિરાધના થાય એ રીતે કાયાનું હલનચલન ન થવા દેવું એ કાયસંયમ ! (૧૪) પ્રેક્ષાસંયમ કોઇપણ વસ્તુ લેતી વખતે કે મૂકતી વખતે ત્યાં બરાબર જોઇ લેવું કે “કોઇપણ જીવ મરે નહિ, કોઇને પણ કિલામણા ન થાય. પોતાના સ્પર્શથી કોઇ દુઃખી ન થાય. વસ્તુના ભારથી કોઇ મરી ન જાય.” આ બરાબર જોવું એ પ્રેક્ષાસંયમ ! એ કાળજી રાખી બેસવું, સુવું, ફરવું...ઇત્યાદિ અથવા સહવર્તી સંયમીઓ સંયમયોગોમાં પ્રમાદ કરતા હોય, તો લાગણીસભર ભાષામાં અમને સમજાવીને સંયમયોગોમાં દઢ કરવા એ પ્રેક્ષાસંયમ ! (૧૫) ઉપેક્ષાસંયમ : શ્રાવકો પોતાના સાંસારિકકાર્યોમાં પ્રમાદ કરતા હોય તો એને કશું ન કહેવું. ‘તું કેમ ધંધો કરતો નથી. તું કેમ છોકરાને પરણાવતો નથી.” વગેરે કશું જ ન બોલવું એ ઉપેક્ષાસંયમ ! પાસત્યાદિના સંયમ પ્રત્યેના નિર્ધ્વસ પરિણામોની ઉપેક્ષા કરવી તે પણ ઉપેક્ષા સંયમ. (૧૬) પ્રમાર્જના સંયમઃ કોઇ પણ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો વગેરે લેતા મૂકતા જોયા પછી પણ પૂંજીને જ લે-મૂક કરવા તે વગેરેરૂપ પ્રમાર્જના સંયમ. (૧૭) પરિષ્ઠાપન સંયમ : મળ + મૂત્ર + શ્લેષ્મ વિ. અશુચિ તથા અવિધિથી લીધેલો-સંયમને અનુપકારી આહારાદિ નિર્જીવ જગ્યાએ છોડી દેવો તે..પારિષ્ઠાપન સંયમ. શાસ્ત્રોમાં બીજી રીતે પણ સત્તર પ્રકાર સંયમ બતાવેલો છે. હિંસાદિ પાંચ આશ્રવોથી નિવૃત્તિ = ૫ પાંચ ઇન્દ્રિયોનો નિરોધ = ૫ ચાર કષાયોનો જય = ૪ અશુભમન વગેરેનો ત્યાગ – ૩ ૧૭. ^ { ૯૨] જૈન સાધુ જીવન... Page #112 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, બાલ, વૃદ્ધ, ગ્લાન, ચૈત્ય, કુલ, ગુણ, સંઘ આમ કુલ દસ વસ્તુની વૈયાવચ્ચ કરવી એ દસ પ્રકારની વૈયાવચ્ચ કહેવાય. પ્રશ્નઃ આ વૈયાવચ્ચમાં શું કરવાનું ? ઉત્તર : ગોચરી-પાણી-ઔષધ વગેરે વડે આચાર્યાદિને શાતા પહોંચાડવી, એમના પગ દબાવી આપવા, માથું દબાવી આપવું, એમની બધી રીતે સુરક્ષા કરવી એ બધું જ વૈયાવચ્ચ કહેવાય. પ્રશ્ન : આમાં ચૈત્ય એટલે શું ? ઉત્તર : ચૈત્ય એટલે દેરાસર, ચૈત્ય એટલે જિનપ્રતિમા ! પ્રશ્ન : સંયમીએ એની વૈયાવચ્ચ શી રીતે કરવાની ? ઉત્તર : એની સુરક્ષા થાય એ માટેનો નિરવદ્ય ઉપદેશ શ્રાવકોને આપે, ચૈત્યવંદનાદિ રૂપ ભાવપૂજા કરવી, વિશ્વના અસંખ્ય જીવો પ્રભુની જે દ્રવ્યપૂજા કરે છે, એની ભરપૂર અનુમોદના કરવી. આ એક પ્રકારની વૈયાવચ્ચ જ છે. હવે આપણે ૭૦ પ્રકારના ઉત્તરગુણો એટલે કે કરણસિત્તરી જોઇશું. પિંડવિશુદ્ધિ + સમિતિ + ભાવના + પ્રતિમા + ઇન્દ્રિયનિગ્રહ + પ્રતિલેખના + ગુપ્તિ + અભિગ્રહ = ઉત્તરગુણ ૪ + ૫ + ૧૨ + ૧૨ +૫ + ૨૫ + ૩ + ૪ = ૭૦. એમાં ગોચરી, પાણી, ઉપધિ અને ઉપાશ્રય આ ચાર પિંડદોષ વિનાના ગ્રહણ કરવા એ પિંડવિશુદ્ધિ ! • પાંચ સમિતિ પૂર્વે જોઇ ગયા છીએ. • અનિત્ય, અશરણ, સંસાર સ્વરૂપ, ઇત્યાદિ ૧૨ પ્રકારની ભાવના છે. • સાધુ માટે એક માસિકી...વગેરે બાર પ્રકારની પ્રતિમાઓ છે. • પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે એના ઇષ્ટવિષયોમાં ઇન્દ્રિયોને રાગપૂર્વક પ્રવૃત્તિ કરતા રોકવી અને અનિષ્ટ વિષયોમાં દ્વેષ ન કરવો. • અખોડા-પકુખોડા આદિ ૨૫ ભેદો પ્રતિલેખનાના છે. ત્રણ ગુપ્તિ પૂર્વે જોઇ ગયા છીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર ભેદથી અભિગ્રહો લેવાના હોય છે. પ્રશ્નઃ આમાં ભાવના, પ્રતિમા, પ્રતિલેખનાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવશો ? ઉત્તરઃ એનું વર્ણન અન્ય ગ્રથોમાંથી જાણી લેવું. અજબ જીવનની ગજબ કહાની ૯૩ ] – ૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યની નવ વાડઃ શાસ્ત્રોમાં કહ્યું છે કે નવિ િિવ વિ પત્તિસિદ્ધ, નાગુબ્બાય ચ जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं, न तं विणा रागदोसेहिं । પ્રભુએ કોઇપણ વસ્તુનો એકાંત નિષેધ નથી કર્યો અને કોઇપણ વસ્તુની એકાંત હા નથી પાડી, પણ મૈથુનનો = અબ્રહ્મનો એકાંતે નિષેધ કરેલો છે. કારણ કે એ રાગ-દ્વેષ વિના થાય જ નહિ. આશય એ છે કે પરમાર્થથી વિચારીએ તો રાગ અને દ્વેષ એ જ બે પાપ છે, બાહ્યક્રિયાઓ ખરેખર પાપ નથી. પણ જે બાહ્યક્રિયાઓમાં રાગાદિ થતા હોય, એ બાહ્યક્રિયાઓ ઉપચારથી પાપ કહેવાય છે અને એનો ત્યાગ ક૨વાનો હોય છે. એટલે જે બાહ્યક્રિયાઓ દેખીતી હિંસાદિમય હોવા છતાં એમાં રાગાદિ ન થાય, એની અપવાદમાર્ગે છૂટ આપવામાં આવે છે. એટલે જ બાહ્ય ક્રિયાઓમાં એવો કોઇ એકાંત નથી કે આ કરવી જ...કે આને જ કરવી. પણ જેમાં રાગાદિ થાય, એ ક્રિયા બહારથી સારી હોય તો પણ ન કરવી. જેમાં રાગાદિ ન થાય. એ ક્રિયા બહારથી દેખાવમાં ખરાબ હોય, તો પણ અપવાદરૂપે એની છૂટ ! પણ અબ્રહ્મ નામની બાહ્ય ક્રિયા એવી છે કે જેમાં એકાંતે રાગ થાય જ. અને માટે તેનો ત્યાગ જ કરવાનો. એમાં છૂટ નહિ. ધારો કે કોઇ સાધુ ભૂલ કરી બેસે, તો એને અવશ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે. આ રીતે જૈનદર્શનમાં બ્રહ્મચર્ય સૌથી મોટો ગુણ બની રહે છે. બીજી બાજુ અનાદિકાળની વાસનાઓ જીવને વળગેલી છે, એમાં પણ મનુષ્યભવમાં મૈથુનસંજ્ઞા સૌથી વધારે સતાવે એવું શાસ્ત્રવચન છે. એટલે સાધુ થયા પછી પણ જો કુનિમિત્તો વગેરેમાં અટવાઇ જવામાં આવે, તો બ્રહ્મચર્યપાલન અશક્ય જ બની રહે. આ માટે બ્રહ્મચર્યની રક્ષા કરવા માટે નવ આચારો ગોઠવવામાં આવ્યા છે. જેમ વૃક્ષની, પાકની રક્ષા કરવા માટે એની ચારેબાજુ કાંટાની વાડ કરવામાં આવે, કે જેથી પશુઓ અંદર ઘૂસીને એને નુકસાન ન પહોંચાડે, એમ બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ આચારો ગોઠવવામાં આવેલા હોવાથી એને નવ વાડ કહેવામાં જૈન સાધુ જીવન... ૯૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ આવે છે. જે નવ વાડોનું પાલન કરે, એને માટે બ્રહ્મચર્યનું પાલન એકદમ સરળ બની રહે. જે નવ વાડોમાં ગરબડ કરે, એ ગમે ત્યારે બ્રહ્મચર્યમાં ગરબડવાળો બની બેસે. માટે કોઇપણ હિસાબે વાડોના પાલનમાં ઢીલા ન પડવું. એ નવવાડો નીચે મુજબ છે. (૧) વસતિઃ સાધુના ઉપાશ્રયમાં સ્ત્રીનો ફોટો ન હોવો જોઇએ. કોઇપણ પ્રકારની સ્ત્રી પ્રતિમા ન જોઇએ, આજુબાજુના ઘરોમાં રહેલી સ્ત્રી દેખાવી ન જોઇએ, સ્ત્રીના શબ્દો પણ સંભળાવા ન જોઇએ, સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે ઉપાશ્રયમાં સ્ત્રીની હાજરી ન જોઇએ, દિવસે પણ એકલી સ્ત્રીનો પ્રવેશ ન જોઇએ. ઉપાશ્રયમાં નીચે ઓરડી વગેરેમાં સ્ત્રી પોતાના પતિ / પુત્ર સાથે રહે, એ પણ ન ચાલે. (૨) કથાઃ સાધુએ કોઇની પણ સાથે સ્ત્રીસંબંધી વાત ન કરવી. સ્ત્રીના રૂપના, અવાજના વખાણ ન કરવા, સ્ત્રીસંબંધી મશ્કરી ન કરવી. એમ સાધુએ સ્ત્રી સાથે વાત ન કરવી, કારણસર વાત કરવી જ પડે, તો સ્ત્રી સામે જોવું નહિ, નજર નીચી રાખવી, હસી-મજાક-મશ્કરી ભરેલી વાતો ન કરવી, ગંભીર બનીને વાત કરવી. (૩) નિષદ્યા : સ્ત્રી જ્યાં બેઠી હોય, ત્યાં એના ઊભા થયા બાદ પણ ૪૮ મિનિટ સુધી બેસવું નહિ. એમ જ્યાં હોલ વગેરેમાં સ્ત્રી બેઠી હોય, વ્યાખ્યાન હોલમાં બહેનો બેઠા હોય, ત્યાં એમની સામે બેસવું નહિ. (૪) ઇન્દ્રિય ઃ સ્ત્રીના આંખ, મુખ વગેરે કોઇ અંગોપાંગ કપટથી, આડીનજરથી, કોઇપણ બહાના હેઠળ પણ ન જોવા. (૫) કુલ્ચાત્તર ઃ ઉપાશ્રયની એકદમ નજીકના ઘરમાં પતિ-પત્ની વગેરે સંસારસુખ ભોગવતા હોય કે પ્રેમકથા કરતા હોય...તો એ સ્થાનમાં રહેવું જ નહિ. ભૂલથી રહી ગયા, તો એ કશું જોવું નહિ, સાંભળવું નહિ...વહેલામાં વહેલી તકે એ સ્થાન છોડી દેવું. (૬) પૂર્વક્રીડિત સ્મરણ ઃ ભૂતકાળમાં સ્ત્રી સાથેના જે કોઇપણ નાના મોટા પાપો કર્યા હોય, એ બિલકુલ યાદ ન કરવા, એ કાયમ માટે ભૂલી જવા. (૭) પ્રણીત ઃ દૂધ-દહીં-ઘી-મીઠાઇ વગેરે પૌષ્ટિક વસ્તુઓ શરીરમાં તાકાત ખૂબ વધારી દે, અને એને કારણે બિકારો જાગવાની શક્યતા ઘણી વધે. અજબ જીવનની ગજબ કહાની– અજબ જીવનની ગજબ કહાની ૯૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ માટે શરીર ટકાવવા જેટલું જરૂરી હોય, એટલું જ વાપરવું. આ બધા માદક દ્રવ્યો શક્ય એટલા ત્યાગી દેવા. (૮) અતિમાત્ર-આહાર : પોતાના સાહજિક રોજીંદા આહાર કરતાં વધારે આહાર વાપરવો એ આ દોષ કહેવાય. ખરેખર તો રોજીંદા આહાર કરતા પણ થોડોક ઓછો આહાર લેવાનો હોય છે. જો વધુ આહાર લેવામાં આવે, તો એ શરીરમાં ઉત્તેજના, મનમાં વિકારો પેદા કરે. માટે ઉણોદરી કરવી. (૯) વિભૂષાઃ શરીરને ચોક્ખું રાખવું, મોઢું ધોવું, મેલ દૂર કરવો...આ રીતે શરીરને સોહામણું કરવું એ શરીરની વિભૂષા ! કપડાનો કાપ વારંવાર કાઢવો, ચોખાચટ વસ્ત્રો પહેરવા, આકર્ષણ ઉભું થાય એ રીતે વસ્ત્રો પહેરવાં....આ બધી જ વસ્ત્રવિભૂષા ! એમ હાથ-પગના નખને સરસ આકાર આપવો, માથાના વાળ વ્યવસ્થિત રીતે ગોઠવવા....આ બધા પણ વિભૂષાના પ્રકારો છે. ખ્યાલ રાખવો કે આ નવ વાડ વયં બ્રહ્મચર્ય નથી, પણ બ્રહ્મચર્યની સુરક્ષા કરનાર અમોઘ શસ્ત્ર છે. એમ નવવાડોનો ભંગ એ સ્વયં બ્રહ્મચર્યનાશ નથી, પણ જે નવવાડોને તોડે, એને બ્રહ્મચર્યનો નાશ થવાની સંપૂર્ણ શક્યતાઓ ઉભી થાય છે. સ્ત્રી સંબંધી અંતિમ પાપ એ અબ્રહ્મ ! એમાં અવશ્ય રાગ થાય જ...એ દોષથી બચવા માટે નવ વાડો પાળવાની છે. શ્રી ઉત્તરધ્યયન સૂત્રમાં તો ચોખા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે જે આ નવવાડોમાંથી એકપણ વાડનું પાલન ન કરે, એને કાં તો તાત્કાલિક જ મારી નાંખનારા રોગો થાય અથવા તો લાંબા કાળ સુધી પીછો ન છોડે એવા રોગો થાય, અથવા તો મોત જ આવી જાય, અથવા તો સાધુ ધર્મથી ભ્રષ્ટ થાય. આવા ભયંકર નુકસાન બ્રહ્મચર્યની વાડોના ભંગમાં પણ બતાવેલા છે, તો પછી સાક્ષાત્ અબ્રહ્મસેવનના નુકસાનો તો કેટલા બધા હોય ? કેવા ભયાનક હોય ? આત્માર્થી જીવોએ એકદમ કટ્ટરતા સાથે નવ વાડોનું પાલન કરવું. - જૈન સાધુ જીવન.. Page #116 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીગણનો આચાર દિગંબર સંપ્રદાય એમ માને છે કે ‘સ્ત્રીઓ મોક્ષમાં ન જાય, પુરુષો જ જાય...' શ્વેતાંબરો સ્ત્રીઓનો પણ મોક્ષ માને છે. એની સેંકડો યુક્તિઓ સ્યાદ્વાદરત્નાકર વગેરે ગ્રન્થોમાંથી જાણી લેવી. સાધ્વીજી ભગવંતો પણ મોક્ષ તો પામી જ શકે છે, પણ સાધુ કરતા તેઓને આચાર પાલનમાં વિશેષ કાળજી ક૨વાની જરૂર હોય છે, એનું કારણ એમના શીલની રક્ષા છે. સાધુ જો સ્વયં નિર્વિકારી હોય, તો એને શીલરક્ષા સાવ સહેલી છે. જ્યારે સાધ્વીજીઓ સ્વયં નિર્વિકારી હોય, તો પણ સ્ત્રીજાતિ હોવાથી એમને બીજાની બળજબરીથી પણ બચીને રહેવાનું છે, નહિ તો પણ શીલ જોખમમાં મુકાય. આ કારણસર સાધુઓ કરતા સાધ્વીજીઓના અમુક આચારો અલગ પ્રકારના દર્શાવવામાં આવ્યા છે. એ તમામમાં મુખ્ય કારણ પ્રાયઃ શીલરક્ષા જ છે. આ પ્રકરણમાં આપણે સાધ્વીજીઓના એવા કેટલાક વિશેષ પ્રકારના આચારો જોશું, અમુક આચારોના બોધથી પછી એ ખ્યાલ આવી જ જશે કે કેવા પ્રકારની કાળજી તેઓએ રાખવાની હોય છે. (૧) જાત-સમાપ્ત કલ્પ : સાધુઓમાં ૫ અને ૭ સંખ્યા સમાપ્તકલ્પ માટે દર્શાવેલી, સાધ્વજીઓ શેષકાળમાં ઓછામાં ઓછા ૭ અને ચોમાસામાં ઓછામાં ઓછા ૯ હોય, તો જ એ સમાપ્ત કલ્પ કહેવાય. વધુ સંખ્યામાં રાખવાના અનેક કારણો છે. M.C. ના સમય દરમ્યાન સાધ્વીજી કામ-કાજ ન કરી શકે. એટલે એવા વખતે વધુ સંખ્યા હોય, તો જ બધી વ્યવસ્થા જળવાય. સાધ્વીજીઓએ ગોચરીમાં વધુ સંખ્યામાં જવાનું હોય છે. માટે વધુ સંખ્યાની જરૂર પડે. વધુ હોય, તો બ્રહ્મચર્યની સુરક્ષા થઇ શકે. (૨) ગોચરી : સાધુઓએ બે બેના ગ્રુપમાં ગોચરી જવાનું હોય છે. જ્યારે સાધ્વીજીઓએ ત્રણ-ત્રણના ગ્રુપમાં ગોચરી જવાનું. એમાં બે પ્રૌઢ ઉંમરના અને એક યુવાન...એ રીતે જવાનું. જૂના જમાનામાં જૈનેતરો વગેરે અજબ જીવનની ગજબ કહાની 62 Page #117 -------------------------------------------------------------------------- ________________ બધી જગ્યાએ ગોચરી જવાનું થતું. એમાં ખરાબ માણસો ક્યાંક કશુંક કરી બેસે તો ? તો મુશ્કેલીનો પાર નહિ. ત્રણ સાધ્વીજી એક સાથે હોય, તો એવી વિશિષ્ટ પદ્ધિતિથી ગોચરી વહોરે કે ઘસ્ની અંદર કે ઘરની બહાર ક્યાંય એકલા યુવાન સાધ્વીજી કોઇપણ અણગમતી બાબતનો ભોગ ન બને. સાધુમાં સંઘાટક = બે જણ. સાધ્વીજીમાં સંઘાટક = ત્રણ જણ. (૩) માસકલ્પઃ સાધુએ શેષકાળમાં ૧ સ્થાને ૧ માસ જ રોકાવું, વધુ નહિ. એ રીતે આઠ સ્થાનમાં આઠ માસ પસાર કરવા, એ એમનો માસકલ્પ આચાર ! સાધ્વીજીઓએ રોષકાળમાં ૧ સ્થાનમાં બે માસ રોકાવું, એ રીતે ચાર સ્થાનમાં આઠ માસ પસાર કરવા. આ જ એમનો માસકલ્પનો આચાર ! આવું શા માટે ? તેના કારણો. સાધ્વીજીઓને બ્રહ્મચર્ય સુરક્ષા માટે કેવા પ્રકારના ઉપાશ્રયસ્થાન જોઇએ, એ એકંદરે ઘણા દુર્લભ ! સાધુઓને ગમે તેવા સ્થાન ચાલી રહે, સાધ્વીજીઓને નહિ. એટલે સ્થાન જ ઓછા હોવાથી એમને ૧ સ્થાનમાં બે માસની આજ્ઞા કરવામાં આવી. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાનું હોય, તો સાધ્વીઓને વિહારનો પણ મોટો પ્રશ્ન ! રસ્તામાં બ્રહ્મચર્યની સુરક્ષા બાધિત થાય..એટલે એમને માટે તો વિહાર ઓછા હોય, એ જ સરસ ! એ માટે એમનો માસકલ્પ બે માસનો ગોઠવાયો છે. જેથી ચાર જ વાર વિહાર કરવાનો આવે, એટલે ૫૦% જોખમ તો એની મેળે જ ઘટી જાય. (૪) સ્પંડિલભૂમિઃ સાધુ માટે અનાપાત-અસંલોક સ્થાનમાં વડીનીતિલઘુનીતિ જવાનું વિધાન છે. અનાપાત = જ્યાં કોઇ નજીકમાં અચાનક આવી ન ચડે, અસંલોક = જ્યાં કોઈ જોતું ન હોય.. હવે આવું સ્થાન તો નિર્જન જ હોય. સાધ્વીજી જો આવી જગ્યાએ જતા હોય, તો કોઇક વિકારી પુરૂષ નિર્જનતાનો લાભ લઇને ઉપદ્રવ કરી બેસે. એટલે સાધ્વીજીઓએ આપાત + જ ન ૯૮ – જૈન સાધુ જીવન... Page #118 -------------------------------------------------------------------------- ________________ અસંલોક જ જવાનું. તેઓ જ્યાં લઘુનીતિ-વડીનીતિ જાય. ત્યાં એમને કોઇ જોઇ ન શકે..પણ નજીકમાં અવરજવર ખરી, માણસોની હાજરી ખરી..એટલે કોઇ પુરૂષ એકાંતનો લાભ લઇ ઉપદ્રવ કરવા આવે, તો સાધ્વીજી બૂમ પાડીને બધાની સહાય મેળવી શકે. (૫) પાત્ર-વસ્ત્ર-વસતિ : સાધુઓ આ બધી વસ્તુ પોતાની જાતે તપાસ કરીને મેળવી શકે, પણ સાધ્વીઓએ પોતાની જાતે આ વસ્તુઓ ગૃહસ્થો પાસેથી વહોરવાની નહિ. સાધ્વીજીઓના અધિપતિ જે હોય, તે જ સાધ્વીજીઓ માટે વસ્ત્રો-પાત્ર-ઉપાશ્રય શોધે, મેળવે અને સાધ્વીજીઓને સોંપે. આનું કારણ પણ આ જ કે ખરાબ ગૃહસ્થ આ બધું આપવાના બહાને સાધ્વીજીઓનો દુરુપયોગ ન કરી બેસે. સાધ્વીજીઓ માત્ર ગોચરી-પાણી જાતે લાવે. એ રોજેરોજ લાવવાનું હોવાથી સાધુઓ એ કામમાં પહોંચી જ ન શકે, માટે એટલી છૂટ એમને આપવામાં આવી છે. બાકી વસ્ત્રાદિ તો બધું સાધ્વીઓએ સ્વગણાધિપતિ પાસેથી જ મેળવવાનું. (૬) સાધ્વીઓ સ્ત્રી જાતિ હોવાથી એમને દૃષ્ટિવાદ નામનું બારણું અંગ ભણવાનો નિષેધ કરવામાં આવ્યો છે. એમાં વિદ્યા-મંત્ર વગેરે ઘણી વિશિષ્ટ બાબતો હોય છે, અને સાધ્વીઓ સ્ત્રી સ્વભાવના કારણે આ બધું પચાવી ન શકે. એટલે એમને આ ભણવાનું નથી. (૭) જિનકલ્પ, પરિહારવિશુદ્ધિક કલ્પ, બારપ્રતિમા, યથાસંદિક કલ્પ.. આ બધું માત્ર સાધુઓ માટે છે, સાધ્વીજીઓ માટે નહિ, એમાં બ્રહ્મચર્યાદિ અનેક પ્રશ્નો આવી પડે છે, માટે એમને નિષેધ છે. દા.ત. જિનકલ્પમાં એકલા રહેવાનું હોય છે, સાધ્વીજી એકલા રહે તો શું થાય ? એ સમજી શકાય છે. " (૮) સાધુઓની ઓઘ-ઉપાધિ ૧૪ છે, સાધ્વીજીઓની ૨૫ છે. એમાં મોટા ભાગે બ્રહ્મચર્યની સુરક્ષા માટે જ તે તે વધારાની ઉપધિ રાખવામાં આવી છે. (૯) સાધુઓનો ઉપાશ્રય એકદમ અલાયદો હોય, સ્ત્રી કે પુરૂષ કોઇપણ અજબ જીવનની ગજબ કહાની અજબ જીવનની ગજબ કહાની ૯૯ – Page #119 -------------------------------------------------------------------------- ________________ એમાં ન હોય. જ્યારે સાધ્વીજીઓનો ઉપાશ્રય ગૃહસ્થ સ્ત્રીઓવાળો હોય. એટલે કે એકદમ નજીકમાં જ સંસારી સ્ત્રીઓ રહેતી હોવી જ જોઇએ. સાધ્વીજીઓ સાવ અલાયદા સ્થાનમાં રહે, તો એ એકાંતનો દુરુપયોગ કોઇપણ ગૃહસ્થો કરી શકે. જ્યારે શય્યાતરની બહેન-પત્ની-બા વગેરે નજીકમાં જ હોય, શય્યાતર પણ મજબૂત હોય તો એવા સ્થાનમાં સાધ્વીજીઓને કોઇ ભય ન રહે. (૧૦) સાધ્વીજીઓએ જોગમાં સ્વયં કાલગ્રહણ લેવાના નહિ, એમાં હાજરી પણ આપવાની નહિ. સાધુઓ જે કાલગ્રહણ લે, એ બધું સાધ્વીજીઓમાં પણ ગણાઇ જાય. ઉપાશ્રયમાંથી બહાર નીકળવાની સ્પષ્ટ ના છે. માટે એમણે આ વિધિ કરવાની નથી. (૧૨) સાધુને આચાર્ય + ઉપાધ્યાય + સંઘાટક સાધુ એમ કુલ ત્રણ સાથે સંબંધ બાંધવાનો હોય. જ્યારે સાધ્વીજીને આચાર્ય + ઉપાધ્યાય + પ્રવર્તિની + સંઘાટક એમ ચાર સાથે સંબંધ બાંધવાનો હોય. નૂતન દીક્ષિતને ગોચરી-પાણી-અંડિલ-પ્રતિક્રમણાદિ..બધામાં જે મુખ્ય સહાયક બને, તે એનો સંઘાટક કહેવાય. (૧૩) સાધુ ગીતાર્થ હોય, તો કારણસર એકાકી વિહાર કરી શકે. સાધ્વીજી ગીતાર્થ હોય, તો પણ કારણસર પણ એકાકી વિહાર ન કરી શકે. આવી બીજી પણ સેંકડો બાબતો છે, એ ગુરૂ પાસેથી જાણી લેવી. આ આચારભેદ માત્રને માત્ર બ્રહ્મચર્યાદિની સુરક્ષા માટે જ છે. એ ખાસ ધ્યાનમાં લેવું. – ૧૦ ૧૦૦ –ને સાફ જીવન... Page #120 -------------------------------------------------------------------------- ________________ : : : : પાંચ પ્રકારના વ્યવહાર સંયમી ભૂલ કરે, તો એને ભૂલ પ્રમાણે નાનું-મોટું પ્રાયશ્ચિત્ત આપવું એ વ્યવહાર ! મુમુક્ષુ, ઉપાશ્રય વગેરે અનેક વસ્તુઓમાં કોણ કોની માલિકીનું ગણાય ? એ નિર્ણય કરવો એ વ્યવહાર ! આ બધું કુલ પાંચ પ્રકારે થાય છે, એટલે વ્યવહાર પણ પાંચ પ્રકારનો છે. (૧) આગમ વ્યવહાર : કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચૌદપૂર્વધર, દસપૂર્વધર (નવપૂર્વધર) પોતાના વિશિષ્ટ જ્ઞાનના બળે જે પ્રાયશ્ચિત્તાદિ વ્યવહાર કરે, એ આગમ વ્યવહાર ગણાય. (૨) શ્રુતવ્યવહાર : નિશીથાદિ શ્રુતના ધારક આઠ પૂર્વધર વગેરે મહાત્માઓ શ્રુતના આધારે જે વ્યવહાર કરે તે શ્રત વ્યવહાર ! પ્રશ્ન : કેવલજ્ઞાની વગેરે પાસે તો આત્મા દ્વારા થતું સાક્ષાત્ જ્ઞાન છે, એટલે એમનો વ્યવહાર ભલે આગમમાં ગણાય. પણ ચોદપૂર્વધર વગેરે તો શ્રુતજ્ઞાનના બળથી જ વ્યવહાર કરે છે, તો એમનો વ્યવહાર તો શ્રુતમાં જ ગણવો જોઇએ ને ? ઉત્તર : સાચી વાત. પરંતુ એમનું શ્રુતજ્ઞાન કેવલજ્ઞાનાદિ જેવું જ સ્પષ્ટ, ચોકખું, વિશિષ્ટ પ્રત્યક્ષતુલ્ય હોય છે, એટલે એમને આગમ વ્યવહારમાં ગણ્યા છે. (૩) આશા વ્યવહારઃ બે ગીતાર્થ મુનિઓ જુદા જુદા દૂરવર્તી સ્થાનોમાં રહેલા હોય, ઘડપણ વગેરેને લીધે પરસ્પર એકબીજા પાસે જવા માટે અસમર્થ હોય, તો એમાંથી જેને આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવાનું હોય, એ પોતાના અગીતાર્થ સાધુને મોઘમ ભાષામાં આલોચના આપીને અથવા તો મોઘમ ભાષામાં લખાણ આપીને બીજા ગીતાર્થ પાસે મોકલે. અગીતાર્થ એ કશું સમજી ન શકે, પણ બીજો ગીતાર્થ એ સાંભળીને કે વાંચીને બધું સમજી જાય, અને પછી એ જ રીતે મોઘમ ભાષામાં જવાબ પાછો મોકલે...એ સાંભળીને કે વાંચીને આ ગીતાર્થ મુનિ પ્રાયશ્ચિત્ત સમજી લે અને એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત વાળી લે. અજબ જીવનની ગજબ કહાની —૧૦૧ – Page #121 -------------------------------------------------------------------------- ________________ આ આખો વ્યવહાર આજ્ઞા વ્યવહાર કહેવાય. (૪) ધારણા વ્યવહાર : ગીતાર્થ સાધુ કોઇકને અમુક પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવમાં અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે, એ બીજો અગીતાર્થ જુએ, એ બધું બરાબર સમજી લે. પછી એવા જ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાં એ પણ એવી જ રીતે પ્રાયશ્ચિત્ત આપે...એ ધારણા વ્યવહાર ! એમ કોઇક સાધુ ઘણી બધી રીતે ગચ્છને ઉપકારી હોય, પણ એને છેદ ગ્રન્થોના તમામ પદાર્થો ભણાવવા ઉચિત ન હોય, તો ગુરુ એના માટે ઉપયોગી એવા પદાર્થો છેદ ગ્રન્થોમાંથી ઉદ્ધત કરીને એને આપી દે, અને એ ઉદ્ધત કરેલા પદાર્થો ભણી-ગણીને એ સાધુ જે વ્યવહાર કરે એ બધો ધારણા વ્યવહાર ! ક્યારેક એવું બને કે અગીતાર્થ સાધુ બધી રીતે સુપાત્ર હોય, ગચ્છને ઉપયોગી પણ હોય. પણ બધો અભ્યાસ કરવાની શક્તિ જ એની પાસે ન હોય..એ વખતે ગુરુ એને ઉપયોગી પદાર્થો ઉદ્ધત કરીને આપે. પ્રશ્ન : પણ આવી રીતે ઉદ્ધત પદાર્થો શા માટે આપવા ? ઉત્તરઃ એ પુણ્યશાળી, લબ્ધિમત, કાર્યદક્ષ હોવાથી ગચ્છના અનેકાનેક કાર્યો કરે છે, હવે જો એને તે તે કાર્યો સંબંધી ઉત્સર્ગ-અપવાદનો બોધ ન હોય, તો ભૂલો કરી બેસે. એને બદલે જો એને વ્યવસ્થિત બોધ આપી દેવામાં આવે, તો એટલા કાર્યો શાસ્ત્રાનુસારી થાય, વ્યવસ્થિત થાય..એ માટે જ આવા સાધુને ઉદ્ધત પદાર્થો આપીને ધારણા વ્યવહારી બનાવવામાં આવે છે. (૫) જીત વ્યવહાર : કાળાદિ બદલાય, તેમ ગીતાર્થો નવા નવા નિર્ણયો લેતા હોય છે, એ પછી પ્રાયશ્ચિત્ત સંબંધી પણ હોય કે અન્ય પણ હોય...એ બધો જ જીત વ્યવહાર ગણાય છે. દા.ત શાસ્ત્રોમાં ક્યાંય પ્રાયશ્ચિત્ત રૂપે સ્થિરાસન કે સ્વાધ્યાય વગેરે વસ્તુ દેખાતી નથી. જ્યારે વર્તમાનમાં ગીતાર્થો આવા પ્રકારના પ્રાયશ્ચિત્ત પણ આપે છે. એમ પાંચમને બદલે ચોથની સંવત્સરી..આ બધું પણ જીત વ્યવહાર રૂપ જાણવું. આ પાંચ પ્રકારના વ્યવહાર પ્રમાણે જિનશાસનની અંદર અનેકાનેક નિર્ણયો લેવાતા હોય છે. ~- ૧૦૨ – જૈન સાધુ જીવન... Page #122 -------------------------------------------------------------------------- ________________ મહાસાગરને ખોળે સાધુજીવનના મહત્ત્વના આચારોનું અત્યંત ટુંકમાં વર્ણન કરતું આ પુસ્તક એક માત્ર નાનકડું બિંદુ જ છે. આ વાંચતા વાંચતા એ બિંદુનો આસ્વાદ કોઇકના હૈયામાં તીવ્ર તરસ જન્માવી દે. તો વિશાળ દરિયો પીવા માટે એને માર્ગદર્શન આપવું એ અમારી ફરજ છે. આ પ્રકરણમાં આપણે એ જોશું કે ક્યા વિષયો ઉપર ઉડાણથી જાણકારી મેળવવા માટે કહ્યું સાહિત્ય ઉપયોગી છે. વિષય : પુસ્તક-ગ્રન્થ ૧) ઇચ્છાદિ સામાચારી સામાચારી પ્રકરણ” નામનો ઉપા. યશ વિ. કૃત સંસ્કૃત ગ્રન્થ + એ જ ગ્રન્થ ઉપર અનેક સંસ્કૃત ટીકા + ગુજરાતી ભાષાંતર + ગુજરાતી વિવેચન સરળ ૨) રોજીંદી સામાચારી ઓઘનિર્યુક્તિ ગ્રંથ + ભાષાંતર + ઉદ્ધરણ. ૩) પદવિભાગ સામાચારી છ છેદગ્રન્થો (નિશીથ, બૃહત્કલ્પ, (દસવિધ પ્રાયશ્ચિત્તો કોને, ક્યારે વ્યવહાર, પંચકલ્પભાષ્ય, દશાશ્રુતકયા દોષથી આવે....) સ્કંધ, મહાનિશીથ..એમાં પણ પ્રથમ ત્રણ મુખ્ય વર્તમાનમાં આ ગ્રન્થો ભણવાની છૂટ માત્ર સાધુઓને જ છે. અને એ પણ વિશિષ્ટપાત્રતા હોય તો જ ભણવા દેવામાં આવે છે.) યતિજતકલ્પ (નફ઼ળીયbપ્પો) ઇત્યાદિ. ૪) ગોચરીના ૪૨ દોષો પિંડનિર્યુક્તિ, પિંડવિશુદ્ધિગ્રન્થ.. આ ઉપરાંત ૫) ધર્મસંગ્રહ-સાધુ અધિકાર ૬) પંચવસ્તુક ગ્રન્થ ૭) પંચાશક ગ્રન્થ (૯માં પંચાશકથી છેલ્લે સુધી...) અજબ જીવનની ગજબ કહાની ( ૧૦૩ – Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮) યતિદિનચર્યા ૯) યતિલક્ષણસમુચ્ચય. ૧૦) અધ્યાત્મકલ્પદ્રુમનો યતિશિક્ષા અધિકાર... ૧૧) યોગશાસ્ત્રનો પહેલો અને ચોથો પ્રકાશ.. ૧૨) ધર્મબિંદુના ચોથા અધિકારથી માંડીને અંત સુધી... ૧૩) આચારાંગ સૂત્ર...દસકાલિક સૂત્ર (હારિભદ્રી ટીકા)...આવશ્યક નિર્યુક્તિ..ઉત્તરાધ્યયનસૂત્ર - તદુપરાંત મારા અને અન્ય મહાત્માઓના લખેલા સાધુજીવનના આચાર, વિચાર અને વ્યવહાર પર પ્રકાશ પાથરનારા અનેકાનેક ભાષાકીય પુસ્તકો.... બસ, આ પુસ્તકો-ગ્રન્થો એ મહાસાગર છે. જેમાંથી આ પુસ્તકમાં બિંદુઓ લેવામાં આવ્યા છે. ગુજરાતી વિવેચન શૈલિના પુસ્તકોનું વાંચન જાતે કરી શકાય, મૂળ ગ્રંથો કે તેમના ભાષાંતરના વાંચન ગીતાર્થ મહાપુરૂષોની નિશ્રાએ કરાય. આ સિવાય બીજા પણ અનેક મહાસાગર છે, પણ સાધુ જીવનના આચારની અપેક્ષાએ વિચારીએ, તો વર્તમાનમાં આ ગ્રન્થોમાં આચાર સંબંધી. એવી કોઇ બાબત બાકી નથી રહેતી, કે જે આમાં ન હોય અને અન્ય ગ્રન્થોમાં હોય. આ તમામ ગ્રન્થો વ્યવહારનયની પ્રધાનતાવાળા છે. અર્થાત્ એમાં નિશ્ચયના રહસ્યો નથી આવ્યા, એવું નથી, પણ મોટા ભાગે આમાં આચારોનું જ વર્ણન કરવામાં આવ્યું છે. હા ! ભણનાર વ્યક્તિ જો વ્યુત્પન્ન હોય, વિવેકી હોય તો આમાં એટલા તો નિશ્ચયનયના પદાર્થો છે જ કે જે એને નિશ્ચયનો બોધ કરાવીને જ જંપે. જો સાધુ જીવનની પરિણતિનું જ વધુ ને વધુ નિરૂપણ કરનારા ગ્રન્થો વિચારીએ, તો યોગસાર જ્ઞાનસાર સમતાશતક (ગુજ.) સમાધિશતક (ગુજ...) - ૧૦૪] ૧૦૪ - જૈન સાધુ જીવન... Page #124 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક (એમાં ય ૧૨૦ પછીની તમામ ગાથાઓ..) પ્રશમરતિ... આમ આવા તો અનેક ગ્રન્થોના નામ આપી શકાય. જો બિંદુનો સ્વાદ ગમ્યો હોય, અને એટલે જ મહાસાગર પીવાનું મન થયું હોય, તો ઉપર દર્શાવેલા ગ્રન્થો-પુસ્તકોનું બરાબર ચિંતન-મનન-અધ્યયનઅધ્યાપન કરવું. છેલ્લે એક વાત ફરી ફરી યાદ કરાવી દઉં, જિનશાસનનું એક માત્ર લક્ષ્ય મોક્ષ જ છે. મોક્ષ માટે શુદ્ધ ભાવો જોઇએ જ, શુદ્ધભાવો મોટા ભાગે સુંદર મજાના આચારોથી જ પ્રાપ્ત થઈ શકે. માટે પ્રભુએ વિરાટ આચાર વ્યવસ્થા ગોઠવી છે. પણ કાળે કાળે, ક્ષેત્રે ક્ષેત્રે, વ્યક્તિ-વ્યક્તિએ પરિસ્થિતિ બદલાય પણ ખરી જ, અને એટલે તે તે કાળે, તે તે સ્થાને, તે તે વ્યક્તિને વિશે આચારનું સ્વરૂપ પણ બદલાયા જ કરે...એમાં ક્યાંય, ક્યારેય, કદી પણ એકાંતમાં અટવાઇ જવું નહિ. અનેકાન્તવાદ રૂપ જિનશાસનને પામેલાઓએ એકાન્તવાદનો આશરો લેવો એ તો જેણે આપણને શરણ આપ્યું છે, એનું જ ખૂન કરવા જેવું થાય છે. અનેકાન્તવાદ આપણો ઉપકારી છે, જો આપણે એકાન્તવાદ પકડનારા બનીએ, તો ઉપકારીની હત્યા કર્યાનું પાપ લાગે કે નહિ ? એ શાંતચિત્તે વિચારવું. હા ! આ બધું જ સમજી શકવાની તાકાત સંવિગ્ન-ગીતાર્થ મહાત્મામાં હોય છે, એટલે એવા મહાત્માને સંપૂર્ણ પરતંત્ર રહેવું એ વર્તમાન તમામ સંયમીઓ માટે અત્યંત હિતાવહ છે. માટે જ ગુરુષારતન્યમેવ રાત્રિ એવું કહેવામાં આવેલું છે. नमो स्तु तस्मै जिनशासनाय અજબ જીવનની ગજબ કહાની - ૧૦૫] ~ ~ ~ Page #125 -------------------------------------------------------------------------- ________________ wao 'સાધુ ભગવંત દ્વારા બોલતા શબ્દો શ અર્થ | ક્યારે અને શાના માટે બોલાય ધર્મલાભ | | ધર્મનો લાભ થાઓ ગોચરી વહોરતા/વંદના સ્વીકારતા. | સાંસારિક વાતનો જવાબ આપતા. વર્તમાન જોગ તે-તે સમયે જેવા સંયોગો |ભવિષ્ય માટેની કોઇપણ વિનંતિનો | તેવો નિર્ણય કરશું જવાબ આપતા. ક્ષેત્ર સ્પર્શના | ભવિતવ્યતામાં જે ક્ષેત્ર પોતાના ક્ષેત્રમાં પધારવાની વિનંતિનો સાથે ઋણાનુબંધ હશે ત્યાં જવાબ આપતા. જઇશું. જાગ છે ? | જરૂરી વસ્તુ તમારે ત્યાં ગોચરી આદિમાં ઉપલબ્ધ છે? ખપ છે. અમારે જરૂર છે. ગોચરી આદિમાં ઉપયોગ કરો | તે સાધન/વસ્તુ વાપરો ગૃહસ્થને સૂચન/સંકેત કરતી વખતે. જયણા કરો | બંધ કરો/જીવ હિંસા ગૃહસ્થને સૂચન/સંકેત કરતી વખતે. | અટકાવો ? વાપરીએ? | ઉપયોગ કરીએ ? ઉપાશ્રયમાં પાટ-પાટલા-ટેબલનો વાપરતા પહેલા, એવી જ રીતે અન્ય સ્થાનમાં પણ. • ઉતરીએ ? સ્થાનમાં રહીએ? કોઇપણ સ્થાનમાં ઉતરતા. • જહા સુખ | જેમ તમને સુખ ઉપજે એમ,સાધ્વાચારને અબાધક વિષયમાં પૂછતા જવાબ આપે. - નિત્યાગ સંસાર સાગરથી પાર વાસક્ષેપ કરતી વખતે પારગ હોહ | ઉતરનારા થાઓ દેવ-ગુરૂ પસાય | દેવ-ગુરૂકૃપાથી.. શાતા પૂછતા કે વિશિષ્ટ આરાધનાની અનુમોદના વખતે જવાબ. • ઉપયોગ રાખો | કાળજી રાખો. અનુચિત પ્રવૃત્તિ રોકવા, અથવા કાળજી વધારવા. •પ્રાયઃ લગભગ • મિચ્છામિ દુક્કડ, ક્ષમા માંગવા... ~ [ ૧૦૬) – જૈન સાધુ જીવન.... Page #126 -------------------------------------------------------------------------- ________________ नाणं पयासगं શ્રી બુઘનાણાનું પદાર્થ પરિચય શ્રેણિ uses 2. જૈનમ્ પરિવાર SHUBHAY Cell:98205 30299