________________
શ્રી યોગશતકમાં એકદમ ચોખા શબ્દોમાં ફરમાવ્યું છે કે પ્રવૃષાયા ज्ञानयोग-प्रतिपतिरुपत्वात् ।
દીક્ષા=સર્વવિરતિ પ્રવજ્યા જ્ઞાનયોગના સ્વીકારસ્વરૂપ છે. અર્થાત્ પરમાર્થથી જુઓ, દીક્ષાનો અર્થ માત્ર એટલો જ છે કે હવે કોઇપણ અશુભ ભાવ મારે ન કરવા..એવી હું પ્રતિજ્ઞા લઉં છું.”
બાહ્ય તમામ શુભ ક્રિયાઓ દીક્ષાની સાથે સ્વીકારાય છે ખરી, પણ પૂર્વે જણાવી ગયા, એમ એ તમામ ક્રિયાઓ સાધન છે, એમાં એકાંત નથી જ, એમાં ફેરફારો થઇ શકે છે, કરી શકાય છે. એ ફેરફાર કરવા છતાં પ્રતિજ્ઞા બિલકુલ ન તૂટે. પણ જો અશુભભાવ જાગ્રત થાય, તો પ્રતિજ્ઞા તૂટે, એનું પ્રાયશ્ચિત્ત કરીને એ તૂટેલો ભાગ સાંધી લેવો પડે.
૧૮૦૦૦ શીલાંગરથો છે. એ બધા ભાવ સ્વરૂપ છે. કિયા ગમે એટલી ઘટે, તો ય એમાંથી એકપણ અંગ ન તૂટે. પરંતુ જો નાનકડો પણ અશુભભાવ પ્રગટે, તો એ ૧૮૦૦૦ શીલાંગરથમાંથી એકાદ તો તૂટે જ.
એટલે દીક્ષાનો આ પરમાર્થ કાયમ માટે નજર સામે રાખવો જ.
૨
જ
અજબ જીવનની ગજબ કહાની
અજબ જીવન
બ કહાની
[ ૧૭
–