________________
Coman ૩. પ્રવૃત્તિ-આચાર-ક્રિયા-વ્યવહાર )
બીજું પ્રકરણ બરાબર સમજી લીધા બાદ જે લાંબી બુદ્ધિ નહિ દોડાવે, એ ચોક્કસ અટવાઇ જ જવાના. એક જ તરફની બધી વાત સાંભળીને, એ જ સાચું માની લઇને, બીજા પક્ષની વાત સાંભળ્યા, વિચાર્યા, સમજ્યા વિના જે નિર્ણય કરી લે, એ ક્યારેય સાચો ન્યાયાધીશ ન બની શકે.
આપણી પાસે બે કાન છે. અપેક્ષાએ એમ કહી શકાય કે એક કાન એકપક્ષની વાતો સાંભળવા માટે છે, અને બીજો કાન બીજાપક્ષની વાતો સાંભળવા માટે છે. જે બંને કાનથી એક જ પક્ષની વાતો સાંભળે, એ અપેક્ષાએ એક કાનથી બધિર કહેવાય. એ જ વસ્તુ બે આંખ માટે પણ સમજી લેવી.
એકમાત્ર કરુણાભાવનાથી પ્રેરાઇને એક વાત ચોકક્સ કરીશ કે કેટલાય મતો આજે આવા એકપક્ષ તરફ ખોટી રીતે ઢળી ગયેલા જોવા મળે છે. એમના માટે ગુસ્સો નથી આવતો, પણ કરુણા ચોક્કસ જાગે છે. મુશ્કેલી એ છે કે તેઓ ખૂબ પુણ્યશાળી હોવાથી એમના અનુયાયીઓ પણ સહજ રીતે જ વધતા જાય, આમ તેઓ અને એમના અનુયાયીઓ બંને ખોટા રસ્તે ચડી જાય, હજારો-લાખો ઉત્તમ આત્માઓ સાચો મોક્ષમાર્ગ ગુમાવી દે, દુર્લભ માનવભવ હારી જાય, ધર્મની ઇચ્છા હોવા છતાં સાચો ધર્મ આરાધી ન શકે, અમારા જેવાનું પુણ્ય ઓછું પડતું હોય, તો તેઓ અમારી રજુઆતને સાચી માની ન શકે, સ્વીકારી ન શકે.
કેટલાય લોકો નિશ્ચયનયમાં અતિદ્રઢ બનીને એવું માનતા થઇ ગયા છે કે “ક્રિયાની-આચારની-વ્યવહારની-પ્રવૃત્તિની શી જરૂર છે ? બધું ભાવ પ્રમાણે જ થાય છે. તો ભાવ સારો રાખો...બસ, વાત પૂરી થઇ ગઇ.”
આ વાત ખોટી છે.
ભાવ જ શ્રેષ્ઠ છે, સર્વસ્વ છે, પ્રધાન છે. એ વાત સાચી જ છે. પરંતુ એ ભાવને લાવી આપનાર સુંદર આચાર છે, વ્યવહાર છે...એટલે ભાવને સાધવા માટે સુંદર આચારનો પણ એટલો જ આદર કરવો પડવાનો.
આ પદાર્થ આ પ્રકરણમાં આપણે સ્પષ્ટ કરવાનો છે. પશુને ઘાસચારો નાંખવાની પ્રવૃત્તિ કરનારામાં જીવદયાના પરિણામ
—[ ૧૮ – જૈન સાધુ જીવન..