________________
સિદ્ધોને ચોથો ભાંગો છે.
આમાં પાપકર્મ કયાં બંધાય ? એનો એકદમ ચોકુખો ઉત્તર એ જ આપવામાં આવ્યો છે કે જ્યાં ભાવથી હિંસા નથી, ત્યાં દ્રવ્યહિંસા હોય તો પણ પાપકર્મ ન બંધાય. જ્યાં ભાવથી હિંસા છે, ત્યાં દ્રવ્યહિંસા ન હોય, તો પણ પાપકર્મ બંધાય.
માત્ર હિંસામાં જ નહિ, મૃષા-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહ વગેરે અઢારે અઢાર પાપસ્થાનકોમાં આ ચાર ભાંગ ગણવાના. એમાં દરેકમાં જ્યાં ભાવથી તે તે પાપસ્થાન હોય, ત્યાં જ પાપ..એ સિવાય પાપ નહિ.
(१०) अज्झत्थविसोहीए जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदंसीहि ||
ઓઘનિર્યુક્તિ-૭૪૭ આ આખો લોક સર્વત્ર જીવનિકાયથી ભરેલો છે. આપણે ચાલીએ, બોલીએ, લખીએ, ખાઇએ. એ દરેકે દરેકમાં બીજા કોઇ જીવો મરે કે ન મરે, પણ વાયુકાયની તો હિંસા થાય જ..
આનો ઉત્તર એ છે કે પરમાત્માએ એટલું જ કહ્યું છે કે જો અધ્યવસાય સારો હોય, શુભ હોય, શુદ્ધ હોય..તો એ આત્મા અહિંસક જ છે.
જીવને મારી નાંખું” એવો ક્રૂર ભાવ ન જોઇએ,
“જીવ મરે તો હું શું કરું ? મારે મારવા નથી, પણ એના માટે સૂક્ષ્મ કાળજી કરવી મને ન ફાવે' એવો ઉપેક્ષાદિ રૂપ પ્રમાદભાવ ન જોઇએ...
આવા આવા અશુભભાવ ન હોય, તો બાહ્યદષ્ટિએ હિંસા થાય, તો પણ આત્મા અહિંસક.
જો જિનાગમોમાં ડુબકી મારીએ, તો આવા સેંકડો હજારો શાસ્ત્રપાઠી જોવા મળશે કે જે એવું સાફ-સાફ શબ્દોમાં જણાવતા હોય કે “ભાવ એ જ મુખ્ય છે, સર્વસ્વ છે, પ્રધાન છે.' પણ આ દસ પાઠો પણ એકદમ પૂરતા છે, એટલે હવે બીજા પાઠો અહીં આપણે લેતાં નથી. બસ, આ દસ પાઠો પુનઃ પુનઃ વિચારવા, ખૂબ જ ચિંતન કરવું, અનેકાનેક રીતે એ પાઠોને ચકાસી લેવા...એના દ્વારા જિનશાસનનું સર્વોત્કૃષ્ટ રહસ્ય તમારા હાથમાં આવી જશે..પછી ક્યાંય પણ ગુંચવાડો ઊભો નહિ થાય.
”
[
૧૬
]
– જૈન સાધુ જીવન....