________________
એ પછી સૌથી છેલ્લે નિર્યુક્તિગાથામાં આ પદાર્થ દર્શાવ્યો છે કે ‘વિષમ પરિસ્થિતિમાં સંયમી આધાકર્માદિ દોષોને પણ સેવે, તો પણ એને કોઇ જ પાપ ન બંધાય. ઉલ્ટું પાપકર્મોની નિર્જરા જ થાય.'
શાસ્ત્રમાં જણાવેલી અપવાદમાર્ગની વિધિને પાળનાર, યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર, અધ્યવસાયોની પવિત્રતાવાળા સંયમી દ્વારા જે કોઇપણ જીવહિંસાદિ વિરાધના થાય, એ એને નિર્જરા જ આપે છે.
જે દોષો નરકાદિમાં લઇ જનારા છે, એ જ દોષો સંયમી જો પવિત્રભાવવાળો હોય, તો કર્મનિર્જરા કરાવનારા બને. આસક્તિથી આધાકર્મી પૌષ્ટિક દ્રવ્ય કરાવીને વાપરે, તો પાપ ! પણ એ સંયમી માંદગી દૂર કરીને સારા-સાજા થઇને જોરદાર આરાધના કરવા માટે, નિર્દોષ (પૌષ્ટિક દ્રવ્ય) તપાસ ક૨વા છતાં પણ ન મળવાના કા૨ણે છેવટે દોષિત પૌષ્ટિક દ્રવ્ય કરાવે...તો અધ્યવસાય નિર્મળ હોવાથી એને નિર્જરા જ થાય.
(૯) શ્રી દસવૈકાલિકસૂત્રમાં નિર્યુક્તિમાં ચાર પ્રકારની હિંસા બતાવેલી છે.
દ્રવ્યથી હિંસા છે + ભાવથી નથી. ભાવથી હિંસા છે + દ્રવ્યથી નથી.
દ્રવ્યથી હિંસા છે + ભાવથી છે.
દ્રવ્યથી હિંસા નથી + ભાવથી નથી. આ ચાર ભાંગા છે.
સંયમીને કોઇ ધક્કો મારીને કાચા પાણીમાં પાડી દે, તો સંયમીના શરીર દ્વારા પાણીના જીવોની હિંસા થાય છે, પરંતુ સંયમીને તો જીવોને મારવાનો કે પ્રમાદનો કોઇ જ ભાવ નથી. એ તો પશ્ચાત્તાપ કરે છે. (અર્ણિકાપુત્ર આચાર્ય...) આમાં પહેલો ભાંગો લાગે.
ખાવાની વસ્તુ ખરેખર અચિત્ત હોય, છતાં કોઇકના ખોટા કથનના કારણે સંયમી એને ચિત્ત તરીકે જાણે, અને તો'ય આસક્તિ-નિષ્ઠુરતાથી પ્રેરાઇને વાપરે...તો એમાં ખરેખર કોઇ જીવ મરતો નથી, છતાં સંયમીનો ભાવ તો જીવહિંસાનો છે જ...એટલે અહીં બીજો ભાંગો લાગે.
કસાઇ વગેરેને ત્રીજો ભાંગો છે.
અજબ જીવનની ગજબ કહાની
૧૫