________________
છે ?
પ્રશ્ન : ખાવડ્યા રસ્તા...અને ઝે ઞાખવા . . .એ બે સૂત્રમાં ફરક શું
ઉત્તર ઃ મોટો ફરક છે.
ખાવડ્યા એ સંખ્યાવાચક શબ્દ છે. જેટલા ઉત્સર્ગ છે, તેટલા અપવાદ છે. એટલે કે ઉત્સર્ગ સ્વયં અપવાદ નથી, પણ ઉત્સર્ગની સામે અપવાદ હોય. એટલે કે ઉત્સર્ગનું અને અપવાદનું બાહ્યસ્વરૂપ અલગ અલગ હોય.
ને માસવા...માં જે આશ્રવ છે, એ જ સંવ૨ છે. એટલે કે આશ્રવ અને સંવરનું બાહ્ય સ્વરૂપ એક જ રહે છે, માત્ર અંદરના ભાવોનો ત્યાં ફેરફાર થયેલો છે.
ઉત્સર્ગ અને અપવાદ...બંનેમાં અંદરનો અધ્યવસાય શુભ જ હોય, તો જ એ ઉત્સર્ગ કે અપવાદ બને. જ્યારે આશ્રવ અને સંવરમાં તો આશ્રવમાં અશુભ અધ્યવસાય અને સંવરમાં શુભ અધ્યવસાય હોય.
(७) संथरणंमि अशुद्धं गेण्हंतदायगाणं अहियं । आउरदिवंतेणं तं चेव हियमसंथरणे |
ભાવાર્થ : જો નિર્દોષ ગોચરીથી નિર્વાહ થઇ શકતો હોય, તો દોષિત લેનાર સંયમી અને વહોરાવનાર શ્રાવક બંનેનું અહિત થાય. પણ જો દોષિત લીધા વિના ચાલી શકે એમ જ ન હોય, તો દોષિત લેનાર અને વહોરાવના૨ બંનેનું હિત થાય.
અહીં પણ ભાવની પ્રધાનતા સ્પષ્ટ થાય છે. નિષ્કારણ દોષિત લે, તો એમાં પ્રમાદ-રાગ વગેરે અશુભભાવો છે, માટે એમાં નુકસાન. કારણસર દોષિત લે, તો એમાં માંદગી-અશક્તિ વગેરે દૂર કરી સ્વસ્થ બની વધુ આરાધના કરવાનો શુભભાવ છે, માટે ત્યાં દોષિત લેવા-વાપરવા રૂપી ખરાબ પ્રવૃત્તિ હોવા છતાં માત્ર શુભભાવના કારણે ફાયદો જ છે.
(८) जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥
ભાવાર્થ : બેંતાલીસ દોષ વિનાની ગોચરી સંયમીએ વાપરવાની છે, વહો૨વાની છે. એ ૪૨ દોષોનું વિસ્તારથી વર્ણન પિંડનિર્યુક્તિ નામના ગ્રન્થમાં કરવામાં આવેલ છે. આખા ગ્રન્થમાં આ જ પ્રેરણા કરી છે કે ‘આ દોષો સેવવાના નથી...’
૧૪
· જૈન સાધુ જીવન...