________________
અપવાદ-આચાર આમાં દર્શાવી દીધો છે. એક પણ બાકી નહિ, હા ! શરત માત્ર એટલી જ કે ઉત્સર્ગમાં જેમ સુંદર ભાવ હોવો જોઇએ, એમ અપવાદમાં (ઉત્સર્ગ વિપરીત આચરણમાં) પણ સુંદર ભાવ હોવો જોઇએ. એ હોય, તો જ આ અપવાદમાર્ગ !
આમ આ સૂત્ર પણ ભાવની ઘણી ઘણી ઘણી મહત્તા દર્શાવે છે. (૬) ને આસવા તે પરિસવા, ને પરિસવા તે આસવા । શ્રી આચારાંગસૂત્ર : ભાવાર્થ : જે જે આશ્રવો છે, તે તે સંવ-પશ્રિવો છે. જે જે સંવર (=પરિશ્રવો) છે, તે તે આશ્રવો છે. આશ્રવ=કર્મબંધનું કારણ. (મુખ્યત્વે પાપકર્મબંધનું કારણ...) સંવ–કર્મબંધ અટકાવનાર (કર્મનિર્જરા કરાવનાર...) પ્રસ્તુતસૂત્રમાં એ દર્શાવ્યું છે કે
જે જે કર્મબંધના કારણો છે, તે તે કર્મનિર્જરાદિના કારણો છે. દા.ત. ઓઘો બાળવો એ આશ્રવ છે, તો શાસનહીલના અટકાવવા માટે શ્રેણિકના સમયમાં ઓઘો બાળીને ભભૂતી શરીર પર લગાવી દઇ સંન્યાસી તરીકેનો દેખાવ ઉભો કરનારા સાધુ માટે એ જ ઓઘો બાળવાની ક્રિયા સંવ૨ છે, કર્મક્ષયાદિનું કારણ છે.
એનાથી ઉંધું
જે જે કર્મનિર્જરાદિના કારણો છે, તે તે કર્મબંધના કારણો છે. દા.ત. ગુર્વાદિની શ્રેષ્ઠ કોટિની ભક્તિ કરવી એ પરિશ્રવ છે. પરંતુ વિનયરત્ને રાજાની હત્યા કરવાના તીવ્ર અશુભભાવ સાથે, રાજાના મહેલમાં ઘુસવા માટે સાધુ બની, આચાર્યનો વિશ્વાસ જીતવા ઉત્કૃષ્ટ ભક્તિ કરી. આ આખી ભક્તિ એમને માટે ભયંકર કોટિનું પાપ બંધાવનારી જ બને.
ટુંકમાં, જે જે પુણ્યક્રિયાઓ છે, તે તે પાપક્રિયા બની શકે છે.
જે જે પાપક્રિયાઓ છે, તે તે પુણ્યક્રિયા બની શકે છે. જો પુણ્યક્રિયાઓ પાછળ ભાવ ખરાબ, તો એ પાપક્રિયા ! જો પાપક્રિયાઓ પાછળ ભાવ સારો, તો એ પુણ્યક્રિયા ! આમ આ સૂત્રમાં પણ અધ્યવસાયનું જબરદસ્ત મહત્ત્વ સ્થાપિત થાય છે.
અજબ જીવનની ગજબ કહાની
૧૩