________________
ભાવાર્થ “સંયમીએ ગુર્નાદિનો વિનય કરવો' આ વિધાન વાક્ય છે. સંયમીએ વિભૂષા ન કરવી” આ નિષેધવાક્ય છે.
આવા આવા હજારો વિધિ-નિષેધનું પ્રતિપાદન કરનારા જે વાક્યો છે. એ બધા જે વિધિ નિષેધને દર્શાવે છે. એ ઉત્સર્ગ માર્ગ કહેવાય. પ્રત્યેક સંયમીએ આ ઉત્સર્ગમાર્ગ જ આચરવાનો છે.
પરંતુ એવા કોઇ વિશિષ્ટ કારણ આવી પડે, તો સંયમી ઉત્સર્ગમાર્ગથી વિપરીત આચરણ પણ કરે, કરી શકે..અને એમાં એને ઉત્સર્ગપાલન જેટલો જ ફાયદો પણ થઇ શકે છે.
દા.ત. અકસ્માત કે મોટી માંદગીને કારણે સંપૂર્ણ પથારીવશ બનેલો સંયમી ગુરુ આવે ત્યારે ઉભો ન થાય, વંદન ન કરી શકે, અરે, બે હાથ પણ ન જોડી શકે. “મર્થીએણ વંદામિ' પણ ન બોલી શકે. આવું બને...તો આ સંયમી વિધિસ્વરૂપ ઉત્સર્ગનું પાલન નથી કરતો. છતાં એનો ભાવ તો સારો જ છે, ગુરૂ-બહુમાનમાં ખામી નથી. વિનય ન કરી શકવા બદલ આંખમાં આંસુ છે, પશ્ચાત્તાપ છે. આમાં એને વિનય ન કરવા છતાં, ભાવના પ્રતાપે વિશિષ્ટ લાભ થાય જ.
એમ આચાર્ય ભગવંતને જૈનેતરો સામે પ્રવચન કરવાનું હોય, પંડિતો સાથે રાજસભામાં વાદ કરવાનો હોય ત્યારે જો ચોખા-આકર્ષક વસ્ત્રો પહેરીને જાય, તો એની જબરદસ્ત છાપ પડે. એ બાહ્ય પ્રતિભાના કારણે સામેવાળા અંજાઇ જાય, અને એટલે પ્રવચનમાં અને વાદમાં બંનેમાં સારી સફળતા મલે. માટે જ એક જગ્યાએ લખ્યું છે કે નિતી વસ્ત્રવતા સમ’ (સુંદર વસ્ત્રવાળાએ સભાને જીતી લીધી.)
તો આચાર્ય ભગવંતને શાસનપ્રભાવનાદિના વિશુદ્ધ ભાવથી સારામાં સારા વસ્ત્રો પહેરે, શરીરનો મેલ પાણીથી સાફ કરી નાંખે, પગ ચોખા કરે.તો એમણે નિષેધસ્વરૂપ-ઉત્સર્ગનું પાલન છોડેલું ગણાય, છતાં એમનો ભાવ સુંદર છે, માટે આ વિભૂષા કરવા છતાં ભાવના પ્રતાપે એમને આત્મિકદૃષ્ટિએ લાભ જ થાય.
આ કેટલું ગંભીર સૂત્ર છે ! એક એક ઉત્સર્ગ આચારની સામે, એનાથી તદ્દન વિપરીત એવો
-
૧૨
-
જૈન સાધુ જીવન...